વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.3
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૩
104
70721
215618
213724
2025-06-02T17:12:22Z
Amvaishnav
156
/* Proofread */
215618
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૦૪||ખાખનાં પોયણાં}}'''</noinclude>પ્રસાદને નજર દ્વારા પોતાના હૈયામાં એવી રીતે સ્થાન આપવા માંગતી હતી કે તેના પેટનો દીકરો પણ એ સ્થાન પરથી પ્રસાદને દૂર હડસેલી શકે જ નહિ.
{{gap}}ઝવેર હવે નિરાંતે પેાતાને ત્યાં જવા તૈયાર થઈ હતી. સાંજના વાળુની તૈયારી કરવાની હતી : તુલસીની પણ એને ચિંતા હતી. તેણે મંગળાને કહ્યું 'મંગળા હું ઘેર જઇને વાળુ તૈયાર કરું ! ' ને મંગળા તેને રજા આપે તે પહેલાં પ્રસાદને લઈ જતાં કહ્યું 'ચાલ તો પ્રસાદ મારી સાથે આવવું છે ને ? '
{{gap}}'ભલે ને અહીં રહ્યો !' મંગળા પ્રસાદને પોતાની નજરમાં રાખવા માગતી હતી એટલે તેણે કહ્યું 'અહી રમશે અને મને એકલીને પણ સહવાસ મળશે.’
{{gap}}'ભલે ' એમ કહીને ઝવેર મંગળાનો ઉંબરો છોડીને બહાર આવી ત્યાં તુલસીને આવતો જોયો ને ઝવેર અટકી : પૂછ્યું 'કેમ તુલસી ? આમ થઈ ગયો છું? શરીર તો સારું છે ને?'
{{gap}}'હા મા !' જિંદગી હારી ગયેલો કોઈ જીવનનો જુગારી છેલ્લા પાસાં નિષ્ફળ ગયા પછી હતાશ થઈ જાય તેમ તુલસી હતાશ થઇ ગયો હતો. ઓસરીમાં પડેલા ખાટલામાં તે લમણે હાથ દઇને બેઠો.
{{gap}}તુલસીનું આવું સ્વરૂપ જોતાં ઝવેરનાં દિલમાં ચિંતા જાગી. તેણે તુલસીના દેહ પર હાથ મૂકયો પણ દેહમાં તાવનાં કોઈ ચિહ્નો જણાતાં ન હતા. એના કપોલ પ્રદેશ પર હાથ મૂકી જોતાં એ પણ ઠંડુ હતું.
{{gap}}'આમ કેમ થઇ ગયો છે તુલસી ? ' ઝવેર ચિંતા કરતાં બોલી ને પૂછવા લાગી, ‘કંઈ અઘટિત બન્યું છે ? કોઈ સાથે ઝઘડો થયો છે ? શું થયું છે તે આવો બેબાકળો થઈ ગયો છે, કહે તો ?'
{{gap}}આમ બોલતાં બોલતાં ઝવેરનુ` હૈયું દ્રવી ઊઠયુ એનું માતૃ દિલ<noinclude></noinclude>
5zb07gq7ra55ifmyk70osgq3508qg3e