વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૨૬
104
70771
215685
213796
2025-06-07T17:08:05Z
Amvaishnav
156
/* Proofread */
215685
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|છેલ્લું દર્શન||૩૧૭}}'''</noinclude>{{gap}}અને તેમણે જમાઈરાજના ઓવારણા લેવા માંડ્યા. પણ શિવને તો આ બધું નાટક જ ભાસતું હતું. એની આંખો રૂખીને શોધતી હતી, પૂછવાનું મન થઈ આવ્યું હતું. પણ પૂછી શકાતું ન હતું. જિંદગીમાં જેણે ક્યારેય શરમને પિછાની નથી એવા શિવને શાસ્ત્રીજીની શરમ નડતી હતી.
{{gap}}'આવો ને અંદર. રૂખી હમણાં જ આવશે.' આંગણામાં ઊભેલા શિવને સાસુએ આવકાર આપ્યો ને ઓસરીમાં પડેલો ખાટલો ઢાળી તેના પર ગોદડું નાખતાં કહ્યું, 'બેસો, નિરાંતે હમણાં જ ભાજન બનાવી દઉં છું, જમીને તમે આરામ કરો ત્યાં સુધીમાં રૂખો આવી પહોંચશે.’
{{gap}}પત્ની તો શિવને દિલાસો દેતી હતી પણ આંગણામાં જ ચિંતાતુર બની ગયેલા શાસ્ત્રીની આંખો કહી દેતી હતી કે, આ બધા ઠાલા આશ્વાસનો છે. રૂખી હવે ગામમાં આવી શકે તેમ નથી અને આ ઘરમાં જો તે પગ મૂકે તો તેનો ટાંટિયો જ ભાંગી નાંખવાની શાસ્ત્રીએ પ્રતિજ્ઞા લીધી છે.
{{gap}}કદાચ શાસ્ત્રીની આંખો જોઇને જ શિવ તેમની વિમાસણ પામી ગયો હશે અને રૂખી અહીં નથી એવો અંદેશો એના મનમાં દૃઢ થયો હશે, એટલે તેણે ખાટલામાં બેસવાને બદલે આંગણામાંથી જ પાછા ફરવા માંડ્યું. આંગણામાં આવેલા જમાઈને આમ પાછો ફરતો જોઈને સાસુ બોલી ઊઠી, ‘ક્યાં જાવ છો ? ' ઊભા તો રહો. પાણી બાણી તો પીતા જાઓ.'
{{gap}}શિવે પાછું ફરીને જોયા વિના જ જવાબ દીધો, 'પાણી દેનારીને શોધી કાઢીશ, પછી જ તેના હાથનું પાણી પીશ.'
{{gap}}ને શિવ આવ્યો હતો તેવો જ રોષ ભર્યો, જુસ્સાદાર કદમ ઉઠાવતો ચાલતો થયેા. શાસ્ત્રીજી આંગણામાં ઊભા ઊભા તેની પીઠ જોઈ રહ્યા હતા, ત્યારે શાસ્ત્રીજીની પાછળ ઊભેલી તેમની પત્ની પાલવ વડે આંસુ લૂછતી હતી. બબડતી હતી, ‘રૂખીએ નાક વઢાવ્યું.’<noinclude></noinclude>
3o1v1ffb89gnv0gulrswci8zo1b1kpw