વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.4 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૭૨ 104 70710 215689 215519 2025-06-10T03:16:10Z Meghdhanu 3380 /* Validated */ 215689 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|પ્રાયશ્ચિતનાં આંસુ||૨૬૩}}'''</noinclude>જાગેલો દાવાનળ શાંતિ ઝંખતો હતો, એ શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે મંગળાની આંખમાં પોતાના પ્રત્યેના સ્નેહ જુએ, તિરસ્કારની ભારોભાર માત્રા હળવી બને અને એ માટે તો તેણે શિવ જેવાની બોડમાં હાથ નાંખીને, તેણે પ્રસાદને લઈ આવવાનું સાહસ કર્યુંં હતું. મંગળાના દિલને જીતવાની આશા તેના હૈયામાં પાંગરતી હતી. {{gap}}એ આશાને ફલદાયી બનાવવા તે મંગળા પાસે જઈંને દિલ ખોલવાની રાહ જોતો હતો. {{gap}}દિવસો વહેતા હતા. મંગળા વન વગડામાં એકલી હોય એમ ભર્યા સંસારમાં એકલી હતી, પ્રસાદને તે હૈયે વળગાડીને દુઃખના દોહ્યલા દિવસો વિતાવતી હતી. હવે પ્રસાદ પણ ઠીક ઠીક બોલતો–ચાલતો, હરતો ફરતો થયો હતો એને જોતાં અને મંગળાની આંખમાં અમી ઊભરાતા, શિવનો દીકરો છે એમ તે માનતી ન હતી. માસ્તરે પોતાને આપેલી તેમના જીવનની અણમોલ ભેટ તરીકે જ તેને જાળવતી હતી. {{gap}}ત્યારે પ્રસાદને માટે પણ સંસારમાં માતા ગણો તો માતા, અને પિતા ગણો તો પિતા, જે ગણો તે માત્ર મંગળા જ હતી; માતાની મમતા અને પિતાના વાત્સલ્યના મંગળા તેને પાન કરાવતી હતી. {{gap}}છતાં ક્યારેક પ્રસાદ જીદ કરતો ત્યારે મંગળાને રડાવતો. પ્રસાદને શિવ પ્રત્યે તો કોઈ જાતનો પ્રેમ ન હતો. ઉલટું તેના વિષે એના કુમળા મગજમાં જબરા પ્રત્યાઘાતો પણ હતા, જે રીતે શિવે તેની સાથે વ્યવહાર રાખ્યો હતો એથી તેના મનમાં ભય વ્યાપી ગયો હતો. પણ પ્રસાદ ક્યારેક દાદાને યાદ કરતો અને તેમને શોધવા એકલો એકલો ઠેઠ બે ફળિયા ઓળંગીને માસ્તરના ઘર સુધી પહોંચી જતો, અને બારણા બંધ જોતાં ઓટલા પર બેસીને તે રડતો અને દાદાના નામનું રટણ કરતો. એને આમ એકલા અહીં આવેલો જોઈને અને દાદાને યાદ કરીને રડતો જોઈને ફળિયામાંથી કોઈક નારી<noinclude></noinclude> 15go9fxvh746ce4qs6btyjahkxenlv6 પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૭૩ 104 70711 215690 215520 2025-06-10T03:17:38Z Meghdhanu 3380 /* Validated */ 215690 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૨૬૪||ખાખનાં પોયણાં}}'''</noinclude>તેને વહાલથી ઉઠાવીને મંગળા પાસે લઈ જતી ત્યારે જ મંગળાને જાણ થતી કે પ્રસાદ દાદાની શોધમાં ઠેઠ શિવના મકાન સુધી એકલો એકલો ચાલ્યો જતો હતો ! એટલે મંગળા પ્રસાદની સવિશેષ તકેદારી રાખતી હતી. એક વખત તો પ્રસાદે જબરી રઢ લીધી હતા. મંગળાની સાડીનો છેડો પકડીને તે પૂછતો હતો ‘દાદા ક્યાં? એમને કોણ લઈ ગયું ?’ પ્રત્યુત્તરમાં મંગળાનું હૈયું ભરાઈ આવતું ને આંખોમાંથી આંસુની ધારા વહેતી. એટલે પ્રસાદ પાછો ડાહ્યો થઈ જતો, આંસુ સારતી મંગળાની કોખમાં બેસીને તેને કહેતો, ‘મંગળા હું નહિ રડું હોં ! તું ન રડીશ હોં !’ {{gap}}અને તેના નાનકડા હાથથી મંગળાનાં આંસુ લૂછવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે મંગળા જીવનના પરિતાપો ભૂલી જઈને પ્રસાદને હેતથી હૈયે વળગાડતી હતી. {{gap}}પણ આજે તો મંગળાના આંસુય કામયાબ ન નીવડ્યા. મંગળાનું હૈયું ભરાઈ આવ્યું હતું, આંસુની ધારા વહેતી હતી છતાં પ્રસાદ એક જ પ્રશ્ન પૂછતો, ‘મારા દાદા ક્યાં ? મારે દાદા પાસે જવું છે ?' અને દયામણું મોં કરીને કહેતો, ‘મને દાદા પાસે લઈ જાને મંગળા !’ {{gap}}મંગળા એને છાનો રાખવા સમજાવતી, કહેતી, ‘સાંજે લઈ જઈશ હોં પ્રસાદ !’ {{gap}}‘ના અત્યારે જ !’ પ્રસાદ તો ભારે હઠ કરીને બેઠો હતો ને મોટા અવાજે રડતો હતો. ‘મારે દાદા પાસે જવું છે ? મને દાદા પાસે લઈ જાને, મંગળા!’ {{gap}}પ્રસાદના રુદનથી મંગળાનુ નારી હૃદય પણ હલબકી ઊઠ્યું : એના ધૈર્યના સંયમના સીમાડા તૂટી ગયા અને પ્રસાદને હૈયા સરસો ચાંપીને તેણે ધ્રુસ્કા મૂકવા માંડ્યા : પ્રસાદના માથા પર તે આંસુનો અભિષેક કરી રહી. એના બાલ આંસુથી ભીના થયા હતા. {{nop}}<noinclude></noinclude> l9vvo0izhu9kn1mdd5itoxevusfhcef પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૭૬ 104 70714 215691 215546 2025-06-10T03:21:45Z Meghdhanu 3380 /* Validated */ 215691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|પ્રાયશ્ચિતનાં આંસુ||૨૬૭}}'''</noinclude>શું કરવાનું ?’ તુલસીએ પૂછ્યું ને કહ્યું, શિવનું તો ઠેકાણું નથી; એટલે એની ઊપજ તો તારે જ લેવી જોઈશેને? વળી તારે તો લાંબા દહાડા કાઢવાના છે?’ {{gap}}‘ભલેને લાંબા દહાડા કાઢવાના હોય ? મને એની ચિંતા નથી, મારું ખેતર છે, એમાંથી જે આવશે તે અને જરૂર હશે તો હું મહેનત કરીશ !’ {{gap}}‘મહેનત મજૂરી?’ મંગળાના આ શબ્દો સાંભળતાં તુલસીને આશ્ચર્ય થયું. ‘તારે વળી મહેનત મજૂરી શા માટે કરવી પડે? ને અત્યારે તારી હાલત મહેનત મજૂરી કરે તેવી છે શું?’ {{gap}}‘જે થશે તે કરીશ !’ મંગળા નિશ્ચલપણે બોલતી હતી. {{gap}}‘પણ એમ શા માટે? તને શિવનો ડર છે?’ તુલસીએ પૂછ્યું ને ઉમેર્યું ‘જો શિવનો ડર હોય તો તેની ચિંતા ન કરતી, હું એને જવાબ દેવાવાળો બેઠો છું.’ {{gap}}‘આભાર, તારો તુલસી !’ મંગળાએ નેત્રો નીચા નમાવ્યા ને પછી ઊંચી નજર કરી તુલસી સામે જોતાં બોલી, ‘તુલસી ! માસ્તરનો મારા પર ઘણો ઉપકાર છે. આજે જીવતી છું એ પણ માસ્તરના લીધે, એટલા ઉપકારો ઓછા છે તે વળી એમની મિલકતમાં હું હાથ નાંખું ?’ ને દૃઢતાપૂર્વક કહ્યું, ‘ના તુલસી ! ગમે તે થાય પણ મને માસ્તરના ખેતરની ઊપજ ન ખપે.’ {{gap}}‘પણ શિવનું તો ઠેકાણું નથી અને પ્રસાદ તારી પાસે છે , પછી ?’ {{gap}}‘ભલે શિવનું ઠેકાણું ન હોય પણ ખેતરો તો તેના બાપની માલિકીના છે ને? મારો શો અધિકાર છે એના ઉપર, એ તો કહે ? ને પ્રસાદ તો મને માસ્તરે ભેટમાં આપ્યો છે. એ ભેટને નામે વળી<noinclude></noinclude> kibh0rzuwsf7axcfz1xjh9izpsqupyb પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૮૩ 104 70737 215692 215501 2025-06-10T03:32:52Z Meghdhanu 3380 /* Validated */ 215692 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{સ-મ|૨૭૪||ખાખનાં પોયણાં}}'''</noinclude>ને કહ્યું, ‘મંગળા સિવાય કોઈ પણ અબળા પ્રત્યે હવે આંખ પણ ઊંચી નહિ કરું.' {{gap}}‘તો મંગળા સામે શા માટે આંખ ઊંચી કરે ? ' દંતાવલી વચ્ચે હોઠ દબાવીને પોતાનો રોષ શાંત કરતાં મંગળાએ પૂછ્યું, ને ઉમેર્યુંં, ‘હજી મંગળા તારી દાઢમાં છે ખરું ને? ' {{gap}}‘ના, એમ નહિ !' તુલસીએ સ્પષ્ટતા કરવા માંડી ને કહ્યું, ‘મંગળા પ્રત્યે મારી જવાબદારી છે, એ જવાબદારી અદા કરવા માટે હું મંગળાનો સાથી બનીને રહેવા માંગુ છું. આપણે બન્ને એકબીજાની છાયા બનીને જીવીએ એમ હું માંગુ છું. {{gap}}‘ગાંડા રે ગાંડા !' મંગળાનો રોષ દૂર થઈ ગયો. ક્રોધ ભર્યો ચહેરો પુનઃ પ્રફુલ્લિત બન્યો. મધુર હાસ્ય વેરતી તેની દંતાવલી યમકી રહી. {{gap}}તે બોલી, ‘હજી પણ તુ પાગલવેડા છોડતો નથી' ને ઉમેર્યું ‘ઉઠ, ઉભો થા, કોક સામું મળશે તો મારે મરવું પડશે. ' {{gap}}‘તારે શા માટે મરવું પડે મંગળા !' તુલસી હઠાગ્રહી બન્યો હતો, તેણે કહ્યું ‘માસ્તરે અંત સમયે તને જે ઉદ્દબોધન કર્યું અને માસ્તરના પગ પકડીને તેં એમને જે શબ્દોથી સંબોધ્યા, એથી ફળિયામાં સૌને અચાંબો થયો જ છે અને માસ્તરના શબ્દો પર લોકોનો જે વિશ્વાસ છે તે જોતાં ફળિયામાં પણ સૌ એમ માનતા થયા છે કે મંગળા માસ્તરની પત્ની તરીકે જીવી નથી, અને મંગળાનું આવનારું બાળક માસ્તરનું નથી.' {{gap}}‘એમ કે ? ' મંગળા ઉત્સાહપૂર્વક બોલી અને પછી કહેવા લાગી ‘માસ્તર વિષે ગેરસમજ જો દૂર થઈ હોય તો ભગવાનનો પાડ !' {{gap}}તે પૂછી બેઠી, ‘ઝવેર કાકી શું માને છે ? ’ {{gap}}‘તે પણ એમ જ માને છે કે મંગળાને કોઈક અભાગીઓ ફસાવીને<noinclude></noinclude> 2ylawfydhmpfowm3hb58o098wio6oc0