વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૨૯
104
70774
215693
213799
2025-06-10T16:33:40Z
Amvaishnav
156
/* Proofread */
215693
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૨૦||ખાખનાં પોયણાં}}'''</noinclude>રૂખી સામે જોયું, એના દેહમાંથી વહી જતું લોહી એની આંખોમાંથી વહેતી અશ્રુસરિતા કે તેનું કલ્પાન્ત શિવના હૈયાને સ્પર્શી શકતાં ન હતાં. તેણે રોષમાં જ રૂખીના દેહને એક પાટુ લગાવી દીધું ને કહ્યું 'કમજાત ! તારા લક્ષણ હું પહેલેથી જાણતો હતો પણ પિતાજી મારી વાત માનતા ન હતા.' અને બીજી લાત લગાવતા કહ્યું, 'અમરા જોડે નાતરું જ કરી લેવું હતું ને ! તારા બાપનું નાક તો કપાત !’
{{gap}}રૂખી પાસે હવે ઝાઝો સમય ન હતો, શિવે કરેલો ઘા એના મૃત્યુને માટે‚નિશ્ચિત બની ચૂક્યો હતો, દેહમાંથી લોહી ઘણું વહી રહ્યું હતુ, એણે આંખો બંધ કરી દીધી અને બે ત્રણ આંચકી સાથે તેનો પ્રાણ પંખેરું ઉડી ગયો, એનો નશ્વર દેહ પર્ણકુટીમાં પડી રહ્યો.
{{gap}}શિવે રૂખીના મૃત દેહને પણ ગુસ્સામાં એક લાત મારી અને ઉતાવળો ખેતરમાંથી બહાર નીકળી ગયો. થોડેક દૂર ગયા પછી એના મનમાં વિચારો ઉદ્ભવ્યા. નાસી ગયેલા અમરો પોલીસને બાતમી આપશે અને પોલીસ પોતાની
શોધમાં ગામમાં જઈને મંગળાને ધમકાવશે.
{{gap}}મંગળાની સ્મૃતિ સહસા એના સ્મરણપટમાં ઉપસી આવી અને પોતે મંગળા પ્રત્યે કરેલા અનિષ્ટ વર્તાવ માટે પસ્તાવો થયો. સાથે જ પોલીસ મંગળાને પરેશાન કરશે એવી કલ્પનાથી એનુ મન વિવશ બની ગયું. તેણે મંંગળાને હવે દુઃખી નહિ કરવાનો મન સાથે જ નિશ્ચય કર્યો હતો, એટલે તેણે અમરો જઇને પોલીસને બાતમી આપે ને પોલીસ પોતાની શોધમાં દોડદોડ કરે તે પહેલાં પોતે જ શા માટે પોલીસ પાસે જઇને એકરાર ન કરે? અત્યારે તે છટકી શકે તેમ છે, પણ
સત્તાવાળાએના લાંબા હાથ તેને પાતાળમાંથી પણ શોધી કાઢી શકે તેમ છે એની એને ખાત્રી હતી. એટલે રખડીરખડીને કૂતરાને મોતે મરવું એના કરતાં હસતાં હસતાં ફ્રાંસીનું દોરડું ગળામાં નાંખીને અપરાધોના જવાબ દેવા ભગવાન સમક્ષ ઉપસ્થિત થવુંં એમાં પણ<noinclude></noinclude>
kv6f04ic6iwnibk63zyx7b3lrhljqxk
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૩૦
104
70775
215694
213800
2025-06-10T16:42:36Z
Amvaishnav
156
/* Proofread */
215694
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|છેલ્લું દર્શન||૩૨૧}}'''</noinclude>વીરતા છે એવા ખ્યાલ સાથે તેની ગરદન ટટ્ટાર થઈ અને પ્રભાતનો પહો ફાટે તે પહેલાં તો પાતે જાતે જ પોલીસને શરણે થયો.
{{gap}}શિવને પોલીસ પીછાનતી હતી, અઠંગ જુગારી શિવે પોતાની પત્નીને અમરા જુગારી સાથે જોતાં જ ઉશ્કેરાઈને તેનું ખૂન કર્યુંં હોય એ વાત વિષે પોલિસને કશી જ શંકા ન હતી. શિવે જ ફોજદાર સમક્ષ પોતાના કૃત્યનો એકરાર કર્યો હતો. લોહીથી ખરડાયેલી છરી પણ તેણે જાતે જ રજૂ કરી હતી, પછી પોલીસ નિષ્ક્રિય કેમ રહે ? તેણે તરત જ ખેતરમાં જઈને રૂખીની લાશનો કબજો લીધો અને ખૂનના તોહમત માટે શિવના હાથમાં લોહશૃંખલા પડી.
{{gap}}શિવ આખો વખત શાંત હતો, ફોજદાર જે કાંઈ પ્રશ્નો કરતા તેનો નિષ્કપટ ભાવે જવાબ દેતો હતો. તે કહેતો હતો, 'ફોજદાર સાહેબ! મારે કાંઈ જ છુપાવાનું નથી. રૂખીએ મારા દેવ તુલ્ય પિતાજીનું નાક કાપ્યું, મારી સાથે દગો કર્યો તો મેં એનો બદલો લીધો.’
{{gap}}'ભગવાન પણ જ્યારે મને પૂછશે ત્યારે, મારો આ જ જવાબ હશે.’
{{gap}}ખૂનની તપાસ પૂરી થઈ અને તેને શહેરમાં લઈ જવાનો ફોજદારે નિર્ણય કર્યો ત્યારે તેણે પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું, 'સાહેબ મારી એક છેલ્લી ઇચ્છા પૂરી કરશો ? મને મારા દીકરાના અને મંગળાના છેલ્લા દર્શન કરવાની તક આપશો? '
{{gap}}અને ફો।જદારના શંકાશીલ મનને જાણે શાંત કરવા માંગતો હોય એમ તે બોલ્યો, 'સાહેબ શંકા ન લાવો ! જો મારે નાસી જ છૂટવુ હોત તો અહીં હું આવ્યો ન હોત. નાસી છૂટવા માટે મારી પાસે પૂરતો સમય પણ હતો, પણ હું જાણું છું ને કે અપરાધી નાસીને ક્યાં જવાનો હતો ? '
{{gap}}ફોજદારનું મન પણ પીગળી ગયુ, શિવના વયનોમાં તેને શ્રદ્ધા<noinclude></noinclude>
fhnmgcdm5zm2msazm9mx3rmu3e2u51f
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૩૧
104
70776
215695
213801
2025-06-10T16:52:39Z
Amvaishnav
156
/* Proofread */
215695
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૨૨||ખાખનાં પોયણાં}}'''</noinclude>બેઠી અને તેણે જમાદારને કહ્યું, 'આરોપીને પૂરતા બંદોબસ્ત સાથે તે કહે ત્યાં લઈ જાવ, તે નાસી જવાનો નથી એનો મને વિશ્વાસ છે, છતાં તમે સાવધ રહેજો.'.
{{gap}}'ભલે સાહેબ!' જમાદારે સલામ કરીને કહ્યું ને ચાર પોલીસ સાથે શિવને લોહ શૃંખલા અને હાથે દોરડા બાંધીને મંગળા સમક્ષ લઈને ઉપસ્થિત થયા. શિવે પોતાના ગુન્હાનો તો એકરાર કર્યો એના જીવનની છેલ્લી ઝંખના એક જ હતી, ‘મંગળા પોતાને ઉદાર દિલે માફી આપે તો પોતે શાંતિથી મૃત્યુ પામશે. ’
{{gap}}તેણે ફરીતે મંગળા તરફ દયા યાચતી દષ્ટિ કરતા કહ્યું, ‘ મગળા !
મારી મા! તું જ મારી સાચી જનેતા છો. તને મેં દુભવી છે, તારી પ્રત્યે મેંં અમાનુષી વર્તાવ કર્યો છે, છતાં તેં મારા દીકરાના જતન કર્યા છે. પિતાજીએ પ્રસાદ તને સોંપ્યો છે એટલે મને એની ચિંતા નથી. દૂરથી તું એનુ મોં મને જોવા દે, મારી આંખો તેને જોવા ઝંખે છે.'
{{gap}}બોલતાં બોલતાં તે ચોધાર આંસુ વહાવતો હતો, ત્યારે ખાટલામાં
બેઠી બેઠી મંગળા પણ આંસુ વહાવતી હતી. શિવને જોતાં જ ભય ગ્રસ્ત પ્રસાદ મંગળાની પાછળ લપાઈ ગયો હતો. તેને મંગળાએ ઊંચક્યોયા. અશક્તિ છતાં વહાલ ભર્યાં હાથે તેને પોતાના ખોળામાં બેસાડ્યો ને કહ્યું, 'પ્રસાદ ! તારા મોટાભાઇને બે હાથ જોડીને વંદન તો કર ભાઈ!' અને તેણે જાતે જ પ્રસાદના બે હાથ ભેગા કર્યાં. પ્રસાદે વિના વિરાધે માથુ નમાવ્યું.
{{gap}}'ચાલો! ઊઠો તો !' જમાદાર ઊભા થયો. પોલીસો પણ આગળ આવ્યા ને શિવનો હવાલો સભાળ્યો.
{{gap}}શિવ હજી તો મંગળા સામે જોઈ રહ્યો હતો. એની નજર પૂછતી હતી 'મંગળા તેં મને માફ કર્યો ?'<noinclude></noinclude>
pdkqgf470o71jqy4d1462swp3uwhfcg
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૩૨
104
70777
215696
213802
2025-06-10T16:55:30Z
Amvaishnav
156
/* Proofread */
215696
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|છેલ્લું દર્શન||૩૨૩}}'''</noinclude>{{gap}}આંસુ વહાવતી મંગળા ગદગદ કંઠે બોલી 'શિવ ! તારી ભૂલો હું યાદ કરતી નથી. તને માફ કરું છું અને તને બચાવવા હું મારાથી બનતું કરીશ! માસ્તરનું સાચુ તર્પણ મારા માટે એ જ હશે.'
{{gap}}શિવના હૈયા પરનો ભાર હળવો થયો. તેણે જમાદારને કહ્યું, ચાલો જમાદાર ! ’
{{gap}}ને પોતાને જોવા જમા થયેલા સૌને બે હાથે વંદન કરીને શિવ પોલીસ સાથે રવાના થયો.<noinclude></noinclude>
16nt5fc73eelxw0u1pn5vbq30k5jhx7
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૩૩
104
70778
215697
213804
2025-06-10T17:03:49Z
Amvaishnav
156
/* Proofread */
215697
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૨૨'''
'''તર્પણ કરું છું''' | }}
{{gap}}'અલી મંગળા, આ તેં શું માંડ્યું છે એ તો કહે ? કેમ પછી ચપણીયું લઈને ગામમાં ભીખ માંગીશ ? એકતો એનો લડધો ઉછેરવાનો છે, ને બીજો તારો નાનો બાળ ! જોજે એવાં ગાંડા કરતી ! '
{{gap}}મગળાની ઓસરી ઓળંગીને અંદરના ભાગમાં પ્રવેશ કરતાં હરખાકાકીએ મંગળાનો ઉપડો લેવા માંડ્યો.
{{gap}}અને મંગળા કાંઈ પણ જવાબ આપે તે પહેલાં જ ભીંતના ટેકે નીચે બેસી જતાં બોલ્યા, 'જ્યારથી આ તારી વાત સાંભળી છે ત્યારથી મારો તો જીવ બળી રહ્યો છે. કેટલાય દિવસથી આવું આવું કરતી'તી પણ આ ધડપણમાં આટલું લાંબુ ચાલવાની હામ ક્યાંથી લાવું? અને મને લાવે પણ કોણ બેટા ? '
{{gap}}હાથમાંની છીકણીનો એકાદ દમ ખેંચીને વળી પાછા બોલ્યા 'પણ બળ્યું રહેવાયું જ નહિ તે, લાડકીના ટેકે ટેકે તને બે શબ્દો કહેવા આવી.'
{{gap}}મંગળા હરખાકાકીની સામે એવી રીતે બેઠી હતી કે જાણે ગુરુ પાસેથી જ્ઞાન પામવા બેઠેલેા શિષ્ય.
{{gap}}હજી હરખાકાકીનો વેણુ પ્રવાહ ચાલુ જ હતો. મંગળા પ્રત્યે<noinclude></noinclude>
fbnei48s1b6gapb66be991ei10a22de