વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૯ 104 70381 215788 215159 2025-06-20T02:25:38Z Snehrashmi 2103 215788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/><br/> {{center|<big><big>અનુક્રમણિકા</big></big>}} <br/> <center> {|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;" |- | |[[ખાખનાં પોયણાં/પ્રસ્તાવના|પ્રસ્તાવના]] | |align=right| | |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/ખાટી છાશ ઉકરડે !|ખાટી છાશ ઉકરડે !]] | |align=right|૧ | |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/વખના ઘૂંટડા|વખના ઘૂંટડા]] | |align=right|૧૭ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/મેં ફરજ અદા કરી છે|મેં ફરજ અદા કરી છે]] | |align=right|૩૫ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/માથાભારે માનવી|માથાભારે માનવી]] | |align=right|૫૧ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/કાળોતરાને નોતરું|કાળોતરાને નોતરું]] | |align=right|૬૭ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/એરુનો દંસ|એરુનો દંસ]] | |align=right|૮૩ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/દેવપુરુષ|દેવપુરુષ]] | |align=right|૯૯ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/પહેલો તણખો|પહેલો તણખો]] | |align=right|૧૧૫ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/કાળજાનો ઘા|કાળજાનો ઘા]] | |align=right|૧૩૧ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/ઊંબરો ઓળંગ્યો|ઊંબરો ઓળંગ્યો]] | |align=right|૧૪૭ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/પાંદડું ખરી પડ્યું !|પાંદડું ખરી પડ્યું !]] | |align=right|૧૬૨ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/ખાનગી વાત|ખાનગી વાત]] | |align=right|૧૭૭ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/તુલસી પાસે માગણી|તુલસી પાસે માગણી]] | |align=right|૧૯૧ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ|ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ]] | |align=right|૨૦૬ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/કપાતર|કપાતર]] | |align=right|૨૩૦ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/આશ્ચર્ય અવધિ|આશ્ચર્યની અવધિ]] | |align=right|૨૩૫ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/અંતરનો ડંખ|અંતરનો ડંખ]] | |align=right|૨૫૦ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/પ્રાયશ્ચિતનાં આંસુ|પ્રાયશ્ચિતનાં આંસુ]] | |align=right|૨૬૨ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/મારો રોયો|મારો રોયો]] | |align=right|૨૭૭ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/વાત ચગડોળે ચઢી|વાત ચગડોળે ચઢી]] | |align=right|૨૯૧ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/છેલ્લું દર્શન|છેલ્લું દર્શન]] | |align=right|૩૦૮ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/તર્પણ કરું છું|તર્પણ કરું છું]] | |align=right|૩૨૪ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/રામ–લક્ષ્મણની જોડી|રામ–લક્ષ્મણની જોડી]] | |align=right|૩૪૦ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/અકસ્માત|અકસ્માત]] | |align=right|૩૫૪ |-{{ts|vtp}} | |[[ખાખનાં પોયણાં/ખાખનાં પોયણાં|ખાખનાં પોયણાં]] | |align=right|૩૬૮ |} </center><noinclude></noinclude> syflqm6kwixzst02670hgluqqiiyhdi પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૬ 104 70725 215769 215634 2025-06-20T00:40:18Z Snehrashmi 2103 /* Validated */ 215769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાત ચગડોળે ચડી||૩૦૭}}'''</noinclude>કહી દઉં છું’ ને આવેગમાં આવીને ઝવેર પ્રતિ ફર્યો ને કહ્યું, ‘મા ! મંગળાના આ બાળકનો પિતા હું છું, તારો તુલસી, એનો પિતા છે, માસ્તર નહિ તો ?’ {{gap}}હજાર હજાર કાળા વીંછીની વેદના ઝવેરના અંગે અંગમાંથી ઊઠી રહી હતી ! તેણે તીણી ચીસ પાડી: ને તુલસીના બરડા પર પોતાના બે હાથ ઠોકતા બોલી રહી ‘મારા રોયા ! બ્રાહ્મણના ખોળીયામાં તું શયતાન પાક્યો ? તેં મંગળાના જીવનમાં આગ ચાંપી! ઓ ફાટી મૂઆ ? મારી કુખ તેં વગોવી ?’ {{gap}}ઝવેર કલ્પાંત કરી રહી હતી, ત્યારે મંગળા વિસ્ફારિત નેત્રે તુલસી સામે જોઈ રહી હતી અને તુલસી ધરતી સામે નજર માંડીને બેઠો હતો. {{gap}}ગામમાં જે વાત ચગડોળે ચઢી હતી, તે વાત તુલસીએ માતા સમક્ષ જાહેર કરી દીધી અને ઝવેરના હૈયામાં પણ સવારથી બાઝેલા શંકાનાં જાળાં સાફ થઈ ગયા હતા.<noinclude></noinclude> 0flxtrcdlnnth1tcpuom5hz1r8acrxv પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૭ 104 70726 215770 215635 2025-06-20T00:49:49Z Snehrashmi 2103 /* Validated */ 215770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ||<big>'''૨૧'''</big><br/> '''છેલ્લું દર્શન'''|}} {{gap}}મંગળા કસોટીની આકરી તાવણીમાં તળાઈ રહી હતી. તુલસીએ તેની માતા સમક્ષ જે ઘટસ્ફોટ કર્યો તેથી એના દિલને ભારે આઘાત લાગ્યો હતો. તુલસીની સતત માંગણીનો મંગળાએ અત્યાર સુધી દૃઢતાપૂર્વક ઇન્કાર કર્યો હતો ને માસ્તરે પણ તુલસીને ગુન્હેગાર માનીને એક કડવો શબ્દ કહ્યો ન હતો. કારણ કે એના છાંટા પોતાને પણ ઉડવાના જ એવી તેમને ખાત્રી હતી. એટલે તુલસીએ જ્યારે ઝવેર સમક્ષ પોતાની ભૂલનો એકરાર કર્યો ત્યારે જેમ ઝવેર કાળી ચીસ પાડી ઊઠી હતી તેમ મંગળા પણ સ્તબ્ધ બની ગઈ હતી. જડવત અચેત શી ખાટલામાં બેસી રહી હતી. એના મનમાં અત્યારે હજાર તરંગો ઉઠતા હતા. જો અંતે પાપાચારનો ટીકો પોતાને કપાળે લાગવાનો જ હતો તો પોતે માસ્તરના જીવનને શા માટે બરબાદ કર્યું ? શા માટે લોકો સમક્ષ તુલસીને ઉઘાડો પાડીને પોતે તુલસીના ઘરમાં જ ન બેઠી? શા માટે તેણે અત્યાર સુધી પોતાના આવનાર બાળકના પિતા તરીકે માસ્તરને જ વ્યક્ત થવા દીધા ? {{gap}}એનું મન મૂંઝાઈ ગયું હતું. આંખોમાં આંસુ પણ છલકાતા ન હતા. જાણે આ પરિતાપના અગ્નિએ તેના હૈયાને જળ સાગરને સૂકવી નાંખ્યો હતો. એની આંખોમાં ભારોભાર વિષાદ હતો. પણ આંસુના બિંદુ જામતાં ન હતાં. {{nop}}<noinclude></noinclude> ic8ly99catcrvydkle79b6zxl3dh1tx પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૮ 104 70727 215771 215650 2025-06-20T00:55:50Z Snehrashmi 2103 /* Validated */ 215771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|છેલ્લું દર્શન||૩૦૯}}'''</noinclude>{{gap}}શૂન્ય મનસ્ક ઝવેર ચાલી ગઈ હતી, એની પાછળ તુલસી પણ મંગળા સમક્ષ વધુ વખત ઊભો રહી શક્યો નહિ. મંગળાની આંખોમાં ધખધખતા જ્વાલામુખી સામે તુલસી દૃષ્ટિ માંડી શકે તેમ ન હતું. એ દાઝતો હતો. {{gap}}એક પણ શબ્દ બોલ્યા વિના તુલસી પણ ભારે હૈયે ઘરની બહાર નીકળ્યો. તેણે પ્રસાદને પોતાની સાથે જ લઈ જવાનો વિચાર કર્યો અને પરસાળમાં એકલા એકલા રમતા પ્રસાદને ભારે સાદે તેણે પૂછ્યું, ‘પ્રસાદ મારી માથે આવવું છે કે અહીં રમીશ ?’ {{gap}}‘અહીં રમીશ !’ રમતમાં ચિત્ત પરોવી બેઠેલા પ્રસાદે તુલસી સામે જોયા વિના જ જવાબ આપ્યો અને તુલસીએ પોતાના ઘરપ્રતિ કદમ ઊઠાવ્યા. ત્યાં તો પોલીસ સાથે બંધનમાં જકડાયેલા શિવને ફળિયામાં પેસતાં જોયો ને ચમકી ઊઠ્યો. {{gap}}‘શિવ ?’ તેણે પોલીસ સાથે બંધનમાં જકડાયેલા શિવને જોતાં જ ચિત્કાર કર્યો, ત્યાં તો પોલીસ શિવને લઈને નજીક આવી પહોંચી અને મંગળાની ઓસરીમાં જ સૌએ બેઠક જમાવી. {{gap}}હાથમાં લોખંડની બેડીઓ બાવડાએ દોરડાનું બંધન અને ચાર પોલીસોથી ઘેરાયેલા શિવે ઓસરીમાં પ્રવેશ કરતાં જ {{SIC|રમતનાં|રમતમાં}} પ્રવૃત્ત બનેલ પ્રસાદને જોયો ને એનું પિતૃ હૈયું લાગણીઓથી ભિંજાઈ ગયું. પ્રસાદને બોલાવવાનું અને છેલ્લી વાર એને હૈયા સરસો લગાડીને બે ચાર ચૂંબનો દઈ દેવાનું મન તો થઈ આવ્યું પણ એણે પોતાના મનને વાળી લીધું. {{gap}}પણ ત્યાં તો પ્રસાદે શિવને જોયો ને પોતાને લઈ જવા માટે જ આવ્યો છે એવા ભયથી પિડાતા પ્રસાદે રાડ પાડી ‘મંગળા...’ {{gap}}અને તે દોડતો મંગળાના ખાટલા પાસે પહોંચી ગયો. {{gap}}મંગળા પણ ઓરડામાં બેઠી બેઠી બહાર શી ધમાલ છે તે જાણવા અધિરી બની હતી, ત્યાં તો તુલસીએ પસાળમાંનું આડું<noinclude></noinclude> 1kspnylfdudpl1iwgizer0ut9qes2pp પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૯ 104 70764 215772 215655 2025-06-20T01:00:20Z Snehrashmi 2103 /* Validated */ 215772 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૧૦||ખાખનાં પોયણાં}}'''</noinclude>કરેલું બારણું ઉઘાડી નાંખ્યુ ને મંગળાની દૃષ્ટિ બંધનમાં જકડાયેલા શિવ પર પડી અને તે પણ ચમકી ઊઠી ‘શિવ તું ?’ શરીરે અશક્તિ એટલી બધી હતી કે તે ખાટલામાં પણ માંડ માંડ બેસી શકતી હતી એટલે ઉભા થઈને શિવ પાસે જવાની તેનામાં હામ ન હતી. માંડ માંડ પ્રયત્નપૂર્વક ખાટલામાં બેઠી બેઠી મંગળા બોલી. એનો સાદ ફાટી ગયો હતો. ભગવાન જાણે એની આકરી કસોટી કરવા માંગતો હતો. {{gap}}પ્રત્યુત્તરમાં શિવે જમીન સાથે માથું ઝુકાવી દીધું. અનુત્તર રહ્યો. {{gap}}તુલસીએ સાથેના {{SIC|જમાદારે|જમાદારને}} પૂછ્યું ‘શું કર્યું છે શિવે તે એને તમે પકડીને અહીં લાવ્યા છો ?’ {{gap}}‘ખૂન કર્યુ છે.’ જમાદારે જવાબ દીધો અને કહ્યું, ‘તેની માંગણીથી તેને અહીં લાવ્યા છીએ. તેણે માંગણી કરી કે હવે છેલ્લીવાર તે પોતાના દીકરાનું મોં જોઈ લેવા માંગે છે.’ {{gap}}‘ખૂન?’ તુલસી અને મંગળા બંને જમાદારની વાત સાંભળતા ચોંકી ઉઠ્યા. બન્નેના મોંમાંથી એક સાથે જ પ્રશ્ન સરી પડયો. {{gap}}‘હા એની પોતાની ઓરતનું!’ જમાદારે કહ્યું. {{gap}}તુલસીએ શિવને પૂછ્યું ‘શિવ તેં આ શું કર્યુંં? રૂખીનું તે ખૂન કર્યુંં? શા માટે?’ {{gap}}‘મેં જે કર્યું તે બરાબર કર્યુંં છે.’ તુલસીને શિવે જવાબ દીધો. પણ મંગળા સામે નજર માંડી શકતો ન હતો. ‘તુલસી મારા સ્થાને તું હોત કે બીજો કોઈ જવાન હોત તો, તેણે પણ આમ જ કર્યું હોત મને એનો કશો જ અફસોસ નથી.’ {{gap}}‘તો અહીં શા માટે આવ્યો ? લોકોને જણાવવા કે પંડ્યા માસ્તરના કુલાંગારના કેવા પરાક્રમો છે તે લોકો નજરે જુએ ?’ મંગળા ક્રોધથી કાંપતી હતી. તેણે શિવ સામે રોષભરી નજર નાંખતાં<noinclude></noinclude> i6z81ftg6kdolp5zwokm9sp4dgw3grp પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૨૦ 104 70765 215773 215659 2025-06-20T01:50:54Z Snehrashmi 2103 /* Validated */ 215773 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|છેલ્લું દર્શન||૩૧૧}}'''</noinclude>કહ્યું ને ઉમેર્યું ‘દીકરાને છેલ્લીવાર જોવાના કોડ જાગ્યા છે તને ?’ અને તેણે થોડોક શ્વાસ લઈને પછી પોતાની પાછળ છુપાઈ ગયેલા પ્રસાદને માથે હાથ ફેરવતા બોલી ‘આ પ્રસાદ જાતે જ તારાથી કેવો ડરીને સંતાઈ ગયો છે ? એને માટે તો તું જીવતા રાક્ષસ જેવો છું !’ {{gap}}વધુ બોલવાના કારણે અને ક્રોધાવેશમાં આવી જવાના પરિણામે મંગળા શ્રમિત થઈ ગઈ હતી. તેણે ખાટલામાં પડતું નાખ્યું. આંખો મીંચી દીધી. હોઠ પર સખ્તાઈ વ્યક્ત થઈ હતી. {{gap}}‘મંગળા !’ શિવના મોંમાં રહેલી જીવ્હા હવે સરવરાટ કરતી હોય એમ જણાયું. તેણે કહ્યું. ‘તારે જે કાંઈ કહેવું હાય તે કહે, હું અપરાધી છું... પિતાજીનો મેં પ્રાણ લીધો છે અને પ્રસાદને માટે હું ઘાતકી બની રહ્યો છું એ સાવ સાચું છે.’ {{gap}}‘પણ રૂખીનું ખૂન શા માટે કર્યું ? તુલસી એ જાણવા માંગતો હતો, તે શિવની જીવ્હાનો સળવળાટ શરૂ થતાં જ પૂછી બેઠો. {{gap}}‘ખૂન ન કરું તો શું કરું ?’ શિવે પોતાનું મસ્તક ઊંચું કર્યુંં અને તુલસી સામે જોઈને બોલ્યો, એની આંખોમાં ખૂન્નસ ઉભરાતું હતું. તેણે કહ્યું. ‘રૂખી જ મારા ને મારા પિતાના જીવનની બરબાદીનું કારણ છે ને? શાસ્રીજીની દીકરી પોતાના ઘરમાં વહુ થઈને આવે છે તેને પોતાનું પરમ સૌભાગ્ય માનતાં ભોળા દિલના પિતાજીએ શાસ્ત્રીજીની દીકરી વિષે કશી જ તપાસ કરવાની પરવા કરી જ નહીં ને? એનું જ આ પરિણામ છે. પિતાજી અકાળે મૃત્યુ પામ્યા અને હું પણ ફાંસીએ લટકીને જીવનનો અંત લાવીશ. ને રૂખી પણ મારા હાથે જ રામશરણ થઈ.’ {{gap}}શિવના શબ્દોમાં પોતાના કૃત્ય માટે પસ્તાવાનો રણકો ન હતો. રૂખીનું ખૂન જાણે ઈરાદાપૂર્વક ઠંડે કલેજે કર્યુંં હોય, ને તેના<noinclude></noinclude> 5rsq6tezut2y55igktxtolb4n3qbjyc પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૨૧ 104 70766 215774 215663 2025-06-20T01:53:21Z Snehrashmi 2103 /* Validated */ 215774 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૧૨||ખાખનાં પોયણાં}}'''</noinclude>પરિણામો ભોગવતા તેને કોઈ પણ જાતનું દુઃખ જ ન થતું હોય એમ, તે સ્થિરતાપૂર્વક કહી રહ્યો હતો. {{gap}}તેણે કહ્યું ‘મને પસ્તાવો માત્ર મંગળા પ્રત્યે મેં જે કઠોર વર્તન ચલાવ્યું હતું, તેનો જ થાય છે.’ {{gap}}‘ને તારા દીકરાની તને ચિંંતા નથી ?’ {{gap}}‘ના; પ્રસાદ મારો દીકરો જ ક્યાં છે? મંગળાનો દીકરો છે ! એના માને બાપ તો કુલાંગાર હતા. સારું થયું કે મંગળાએ તેને હૈયા સરસો ચાંપ્યો, તે હવે મારા જેવો અકરમી ને દુષ્ટ નહિ નીવડે !’ {{gap}}ને તેણે લોહ શૃંખલામાં જકડાયેલા પોતાના બન્ને હાથને ભેગા કરી, મંગળા સામે જોઈને પગે લાગતા કહ્યું ‘મંગળા ! મારી મા ! મારા કૃત્ય માટે મને ક્ષમા કર ! મૃત્યુ પામતા પહેલાં તારી દયામય આંખોમાંથી મારા પર દયાનો ઝરો વહાવ ને મારું મૃત્યુ ધન્ય બનવા દે !’ {{gap}}શિવની આંખમાંથી ખરેખર અશ્રુધારા વહી રહી હતી, ખાટલામાં બેઠેલી મંગળાની આંખમાંથી પણ આંસુ વહેતાં હતાં, ત્યારે તુલસી તો શિવને જોઈ રહ્યો હતો. {{gap}}પોલીસના બંધનમાં જકડાયેલા શિવને જોવા આખું ફળિયું ઉમટી પડ્યું. ઘેર ઘેરથી સૌ કોઈ બહાર નીકળી આવ્યા હતા. જેઓ ઘરમાં હતા તેમને પણ પાડોશી હોંશે હોંશે વાવડ પહોંચાડતાં હતા. ‘માસ્તરના દીકરાને પોલીસે પકડ્યો છે.’ {{gap}}ને તમાશાને તેડાં શાં? માસ્તર જેવી ગામની સૌની સન્માનીય વ્યક્તિના દીકરાના ફજેતા જોવામાં અંતરાય શા? જોત જોતામાં મંગળાની ઓસરી સ્ત્રી પુરુષોથી છલકાઈ ગઈ. શિવ સૌની સામે જોતો હતો અને હસી હસીને સૌના ખબર અંતર પૂછતો હતો ત્યારે લોકો મનમાં જ કહેતા ‘નફ્ફટાઈની કોઈ હદ છે?’ {{nop}}<noinclude></noinclude> j8sghxucfonopffqo0pogbpl70ipa3p પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૫ 104 70800 215764 213829 2025-06-19T16:37:34Z Amvaishnav 156 /* Proofread */ 215764 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૪૬||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}અને થયું પણ તેમજ. શહેરમાંથી તુલસી પાછો આવ્યો ત્યારે મગળાના હાથમાં તેણે જે કપડાં મૂક્યાં તેમાં લક્ષ્મણનાં પણ હતાં, એ જોઈને મંગળા વિસ્મય ભાવે તુલસી સામે જોઈ રહી, એક પણ શબ્દ બોલ્યા વિના તેણે એ કપડાં લઈ લીધાં, પણ એના મનમાં તો સંગ્રામ શરૂ થયો હતો; તુલસીનો પિતૃપ્રેમ ઉછાળા મારી રહ્યો છે એને જો અટકાવવામાં નહિ આવે તે ભવિષ્યમાં એ પિતૃપ્રેમ એટલો પ્રખળ બની જશે કે એ પ્રેમના જોરથી તુલસી લક્ષ્મણને પોતાની સાથે જ રાખવાનો પ્રયત્ન કરશે. લક્ષ્મણ તુલસી સાથે હળીમળી જાય એ તેને ગમતું ન હતું. હા! તુલસી સાથે એના લગ્ન થયા હોત અને લગ્ન જીવનના પરિપાક રૂપે લક્ષ્મણ એના ખોળામાં રમતો હોત તો વાત જુદી હતી. પણ તુલસો લક્ષ્મણનો બાપ હોવા છતાં એને લક્ષ્મણ સાથે કશી જ લેવાદેવા નથી. લક્ષ્મણની માતા અને તેનો બાપ જે ગણો તે પોતે જ છે. લોકદૃષ્ટિએ લક્ષ્મણના બાપ માસ્તર ભલે ગણાતા હોય પણ વાસ્તવિક રીતે તે પોતે જ એનો બાપ હતોને ! {{gap}}મૂંગી રહેલી મંગળાના મનના ભાવો તુલસી વાંચી રહ્યો હતો. અને પોતાના વિષે જ મંગળાના મનમાં શંકાનાં જાળાં જામે નહિ, એ માટે તેણે સ્પષ્ટતા કરવાનું ઉચિત માન્યું. {{gap}}તેણે કહ્યું, ' મંગળા! માની ઇચ્છા હોવાથી લક્ષ્મણ માટે હું કપડાં લાવ્યો છુ. માને થયું કે પ્રસાદ પહેરે તો, લક્ષ્મણ શા માટે ન પહેરે ? ' અને મંગળાને સમજાવતો હોય એમ કહેવા લાગ્યો, 'ગમે તેમ તે પણ માનો જીવ છે ને?' {{gap}}તુલસીના વચનો મંગળાએ શાંતિથી સાંભળી લીધાં; એટલું જ નહિ પણ માનો જીવ છે ને ? એવા શબ્દો સાંભળીને તે હસી પણ પડી. અને બોલી, 'તુલસી આ બધા ઠાલા વેવલાવેડા છે. હવે તો<noinclude></noinclude> 10tco93d4br5fcmvxrcat0zex4g1ytu પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૬ 104 70801 215765 213830 2025-06-19T16:46:04Z Amvaishnav 156 /* Proofread */ 215765 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|રામ–લક્ષ્મણની જોડી||૩૪૭}}'''</noinclude>રાઈના પહાડ રાતે વહી ગયા, નાહકની મમતાનો દોર તું બાંધતો નહિ અને કાકીને બાંધવા પણ દેતો નહિ. એ તો જેને માથે પડ્યું છે તેને જ ઉપાડવાનું છે !' {{gap}}તુલસી સામે જોઈને મંગળા એવી રીતે હસી પડી કે તુલસી શરમાઈ ગયો. {{gap}}પછી તેણે શિવના કેસ વિષેની થોડીક વાત કહી. તેણે કહ્યું 'શિવનો કેસ હજી ચાલ્યેા નથી, પણ આપણા વકીલ સાહેબનો એવો અભિપ્રાય છે કે તેને ફાંસી તો નહિ જ થાય કદાય જન્મટીપ થાય, પણ તેઓ શિવને છોડાવવા માટે ઠેઠ સુધી લડી લેશે.' {{gap}}'ભગવાન દયાળુ છે તુલસી ! ' શિવને છોડાવવા વકીલ ઠેઠ સુધી લડી લેશે એમ જ્યારે તુલસીએ કહ્યું ત્યારે મંગળાની આશામાં નવી ચમક આવી. અને દીનભાવે કહ્યું. {{gap}}'પણ એનો અર્થ તું જાણે છે મંગળા ? ’ તુલસી હજી વાતનું પૂર્ણ વિરામ મૂકી ચૂક્યો ન હતો. તેણે પૂછ્યું. {{gap}}એમાં વળી અર્થ શો છે? જે વકીલ રાખ્યેા છે તે આપણા ઘર જેવો છે અને વળી એટલા હોંશિયાર છે એમ જ ને? ' મંગળાએ પૂછ્યું. {{gap}}ના, એનો અર્થ એ થયો કે શિવને છોડાવવા માટે વધારે નાણાં ખર્ચવા પડશે.' તુલસીએ સ્પષ્ટતા કરી. {{gap}}'એમ ? ' મંગળા તુલસીની સ્પષ્ટતાથી વિચારમાં પડી ગઈ, પણ તત્ક્ષણ બોલી, 'એમાં શું ? હજી માસ્તરનું ઘર તો છે ને? જરૂર પડશે તો તેને પણ વેચી દઈશ.' {{gap}}'પછી પ્રસાદ ક્યાં રહેશે ?' {{gap}}'મારી સાથે જસ્તો.’<noinclude></noinclude> ix8kgt0yxd6e4m7963szy8e1t0f5660 પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૭ 104 70802 215766 213831 2025-06-19T16:57:04Z Amvaishnav 156 /* Proofread */ 215766 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૪૮||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}તુલસીને મંગળા સાથે વધુ વાદવિવાદ કરવાનું મુનાસિબ લાગ્યુ નહિ. એ મંગળાને પૂરી સમજી શકતો ન હતો એટલે જ્યારે તે અકળાઈને પ્રશ્ન કરતો ત્યારે મંગળા સ્વસ્થતાપૂર્વક એવા જવાબ આપતી કે તુલસી અબોલ થઈ જતો હતો. મંગળાએ કહ્યું: 'તુલસી ! મારા રામને કાલે જ નિશાળે મૂકવાનો છે અને નિશાળમાં પતાસાં વહેંચવા છે તો, તું બજારમાંથી લાવી દઈશ ? ' {{gap}}ફરીને તુલસી મંગળા સામે વિસ્ફારિત નજરે જોઈ રહ્યો. મંગળાએ તેનો મનોભાવ વાંચી જતાં કહ્યું, ' તુલસી, એમાં તને આશ્ચર્ય થાય છે? પ્રસાદ પંડ્યા માસ્તરનો દીકરો છે અને નિશાળમાં પંડ્યા માસ્તરનું કેટલું માન છે ? એટલે પંડ્યા માસ્તરનો દીકરો નિશાળે જાય ત્યારે છોકરાએ એ પતાસામાંથી પણ ગયાં ? ના મારાથી એવું ન બને !' {{gap}}ને સત્તાવાહી સ્વરે હુકમ કરતી હોય એમ કહ્યું, 'આજે જ વ્યવસ્થા કરી લેજે. અને કાલે સવારે તું નિશાળે મોકલી દેજે.' {{gap}}તુલસીએ ડોક હલાવીને સમતિ આપી. અને તેના ગયા પછી ઘેલી બનેલી મંગળા પ્રસાદને બોકી દેતાં કહેવા લાગી, 'મારા રામ, તારે કાલે નિશાળ જવાનું છે. સારું ભણજે અને પંડ્યા માસ્તરના નામને ઉજ્જવળ બનાવજે !' {{gap}}બીજે દિવસે જ્યારે તેણે પ્રસાદને શાળામાં બેસડ્યો ને શાળાના તમામ વિદ્યાર્થીઓમાં પતાસા વહેંચ્યા ત્યારે ગામમાં મંગળા સૌની વાતોનો વિષય બની હતી. ઘણાને મંગળાનું આ પગલું ગમતું ન હતું. કેટલાક તો કહેતા પણ ખરા કે મફા શેઠનો છોકરો નિશાળે બેઠો ત્યારે તેમણે તો આવા ઊછાંછળાવેડા કર્યા ન હતા. {{gap}}ગમે તેમ પણ મંગળાને મન પ્રસાદ શાળાએ જાય એ અધિક આનંદનો વિષય તોતેા. પંડ્યા માસ્તરનો કુળ દીપક બનીને એમના સ્વપ્નાને સિદ્ધ કરે તેવો પ્રસાદ બને, એવી મંગળાની ઝંખના હતી.<noinclude></noinclude> 2chddl1qrb8lpo28a1vnpsoshxmm9ra પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૮ 104 70803 215767 213832 2025-06-19T17:07:19Z Amvaishnav 156 /* Proofread */ 215767 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|રામ–લક્ષ્મણની જોડી||૩૪૯}}'''</noinclude>{{gap}}પછી તો મંગળાને માટે નવો ઉદ્યમ શરૂ થયો. સવારથી જ તે પ્રસાદને શાળાએ મોકલવાની તૈયારીમાં પરોવાઈ જતી, મારા પ્રસાદને શાળાએ જંવાનો વખત થયો છે એમ કહીને તે ઘરમાં રઘવાઈ રઘવાઈ ફરતી અને તેના વલોપાતમાં તે લક્ષ્મણની જરૂરિયાતને પણ ભુલી જતી. અને ઘોડિયામાં પડ્યો પડ્યો લક્ષ્મણ જ્યારે રડવાનું શરૂ કરતા ત્યારે તે ઉતાવળી આવીને લક્ષ્મણને લઇને હૈયે ચાંપતી ને કહેતી 'બેટા ! રામને શાળાએ જવાનો સમય થયેા છે ને, એટલે મોડુ થયું હોં ! {{gap}}'પ્રસાદ શાળાએ જતો એ પછી ઘરમાં સૂનકાર વ્યાપી જતો. પ્રસાદને કારણે ભર્યું ભર્યું લાગતું ઘર સૂનું પડી જતું. અને એ શૂનકાર મંગળાને ખાવા ધાતો હોય એમ તે બેચેન બની જતી. વર્ષો થયા જેને પોતાની નજરથી એક પળ માટે પણ દૂર કર્યાં નથી એવો પ્રસાદ આજે તેની નજરથી દૂર થતાં જ એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં, જ્યારે શિવે પ્રસાદને પોતાની પાસેથી બળપૂર્વક છીનવી લીધો હતો ત્યારે એ મૂઢ બની ગઈ હતી. માસ્તરની બીમારીના વિચારો જ એના મનનો કબજો લઈ બેઠા હતા. છતાં પણ પ્રસાદ વિના એના મનમાં અજંપો રહેતો હતો. માસ્તરની હાલત જોતાં પ્રસાદને યાદ કરીને આંસુ સારવાનું તેને મુનાસિબ લાગ્યું ન હતું. છતાં જ્યારે પ્રસાદની સ્મૃતિમાં તેનું હૈયું ભરાઈ જતું ત્યારે તે માસ્તરની પાસેથી આડીઅવળી થઇને આંસુ સારી લેતી. અને પછી આંખો સાફ કરીને માસ્તર પાસે આવતી. {{gap}}પણ માસ્તરને જ પ્રસાદનો અજંપો પીડા આપતો હતો. એટલે તેમણે છેલ્લી ઘડીએ પ્રસાદને તેડવા તુલસોને મોકલ્યો હતો. {{gap}}એ વિયોગની વેળા લાંબી રાતના જેવી હતી. પણ તુલસીએ શિવ પાસેથી પ્રસાદના કબજો પોતાને સોંપ્યો હતો. આ પછી તો પ્રસાદ એના હૈયા સરસો જ હતો. એટલે આજે તેના વિના સૂના<noinclude></noinclude> imbmc8qg1vg8v4o1xdwy2v9ajfdzkfz 215768 215767 2025-06-19T17:07:47Z Amvaishnav 156 215768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|રામ–લક્ષ્મણની જોડી||૩૪૯}}'''</noinclude>{{gap}}પછી તો મંગળાને માટે નવો ઉદ્યમ શરૂ થયો. સવારથી જ તે પ્રસાદને શાળાએ મોકલવાની તૈયારીમાં પરોવાઈ જતી, મારા પ્રસાદને શાળાએ જંવાનો વખત થયો છે એમ કહીને તે ઘરમાં રઘવાઈ રઘવાઈ ફરતી અને તેના વલોપાતમાં તે લક્ષ્મણની જરૂરિયાતને પણ ભુલી જતી. અને ઘોડિયામાં પડ્યો પડ્યો લક્ષ્મણ જ્યારે રડવાનું શરૂ કરતા ત્યારે તે ઉતાવળી આવીને લક્ષ્મણને લઇને હૈયે ચાંપતી ને કહેતી 'બેટા ! રામને શાળાએ જવાનો સમય થયેા છે ને, એટલે મોડુ થયું હોં !' {{gap}}'પ્રસાદ શાળાએ જતો એ પછી ઘરમાં સૂનકાર વ્યાપી જતો. પ્રસાદને કારણે ભર્યું ભર્યું લાગતું ઘર સૂનું પડી જતું. અને એ શૂનકાર મંગળાને ખાવા ધાતો હોય એમ તે બેચેન બની જતી. વર્ષો થયા જેને પોતાની નજરથી એક પળ માટે પણ દૂર કર્યાં નથી એવો પ્રસાદ આજે તેની નજરથી દૂર થતાં જ એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં, જ્યારે શિવે પ્રસાદને પોતાની પાસેથી બળપૂર્વક છીનવી લીધો હતો ત્યારે એ મૂઢ બની ગઈ હતી. માસ્તરની બીમારીના વિચારો જ એના મનનો કબજો લઈ બેઠા હતા. છતાં પણ પ્રસાદ વિના એના મનમાં અજંપો રહેતો હતો. માસ્તરની હાલત જોતાં પ્રસાદને યાદ કરીને આંસુ સારવાનું તેને મુનાસિબ લાગ્યું ન હતું. છતાં જ્યારે પ્રસાદની સ્મૃતિમાં તેનું હૈયું ભરાઈ જતું ત્યારે તે માસ્તરની પાસેથી આડીઅવળી થઇને આંસુ સારી લેતી. અને પછી આંખો સાફ કરીને માસ્તર પાસે આવતી. {{gap}}પણ માસ્તરને જ પ્રસાદનો અજંપો પીડા આપતો હતો. એટલે તેમણે છેલ્લી ઘડીએ પ્રસાદને તેડવા તુલસોને મોકલ્યો હતો. {{gap}}એ વિયોગની વેળા લાંબી રાતના જેવી હતી. પણ તુલસીએ શિવ પાસેથી પ્રસાદના કબજો પોતાને સોંપ્યો હતો. આ પછી તો પ્રસાદ એના હૈયા સરસો જ હતો. એટલે આજે તેના વિના સૂના<noinclude></noinclude> 936zt1ikm8bnv4j3bnqpnnen27cu9zq ખાખનાં પોયણાં/તુલસી પાસે માગણી 0 71808 215775 2025-06-20T01:56:03Z Snehrashmi 2103 Page Transclusion 215775 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = તુલસી પાસે માગણી | previous = [[ખાખનાં પોયણાં/ખાનગી વાત|ખાનગી વાત]] | next = [[ખાખનાં પોયણાં/ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ|ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="200" to="214"></pages>}} }} roibywpe7i8sc6wqwcms453xxvrtqg0 ખાખનાં પોયણાં/ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ 0 71809 215776 2025-06-20T02:00:01Z Snehrashmi 2103 Page Transclusion 215776 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ | previous = [[ખાખનાં પોયણાં/તુલસી પાસે માગણી|તુલસી પાસે માગણી]] | next = [[ખાખનાં પોયણાં/કપાતર|કપાતર]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="215" to="229"></pages>}} }} a0hdao4kcjyyie6h4wmfi3o3q6xsfri ખાખનાં પોયણાં/કપાતર 0 71810 215777 2025-06-20T02:03:14Z Snehrashmi 2103 Page Transclusion 215777 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = કપાતર | previous = [[ખાખનાં પોયણાં/ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ|ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ]] | next = [[ખાખનાં પોયણાં/આશ્ચર્ય અવધિ|આશ્ચર્ય અવધિ]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="230" to="243"></pages>}} }} lyx4de0jo25ez1fc44shegszydjwgbs ખાખનાં પોયણાં/આશ્ચર્ય અવધિ 0 71811 215778 2025-06-20T02:04:33Z Snehrashmi 2103 Page Transclusion 215778 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = આશ્ચર્ય અવધિ | previous = [[ખાખનાં પોયણાં/કપાતર|કપાતર]] | next = [[ખાખનાં પોયણાં/અંતરનો ડંખ|અંતરનો ડંખ]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="244" to="258"></pages>}} }} ncfmqieiz39y3757qvr5xe3f02dw2un 215779 215778 2025-06-20T02:05:36Z Snehrashmi 2103 215779 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = આશ્ચર્યની અવધિ | previous = [[ખાખનાં પોયણાં/કપાતર|કપાતર]] | next = [[ખાખનાં પોયણાં/અંતરનો ડંખ|અંતરનો ડંખ]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="244" to="258"></pages>}} }} 9jd8jxgc54m20197v4rsr9ogcrxf8j0 ખાખનાં પોયણાં/અંતરનો ડંખ 0 71812 215780 2025-06-20T02:06:59Z Snehrashmi 2103 Page Transclusion 215780 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = અંતરનો ડંખ | previous = [[ખાખનાં પોયણાં/આશ્ચર્ય અવધિ|આશ્ચર્યની અવધિ]] | next = [[ખાખનાં પોયણાં/પ્રાયશ્ચિતનાં આંસુ|પ્રાયશ્ચિતનાં આંસુ]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="259" to="270"></pages>}} }} iimflyfomfabc61g8s1og1gm0lhwkfp ખાખનાં પોયણાં/પ્રાયશ્ચિતનાં આંસુ 0 71813 215781 2025-06-20T02:08:05Z Snehrashmi 2103 Page Transclusion 215781 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = પ્રાયશ્ચિતનાં આંસુ | previous = [[ખાખનાં પોયણાં/અંતરનો ડંખ|અંતરનો ડંખ]] | next = [[ખાખનાં પોયણાં/મારો રોયો|મારો રોયો]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="271" to="285"></pages>}} }} i56h96afq026z6aca43r3x36gufvn8k ખાખનાં પોયણાં/મારો રોયો 0 71814 215782 2025-06-20T02:09:08Z Snehrashmi 2103 Page Transclusion 215782 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = મારો રોયો | previous = [[ખાખનાં પોયણાં/પ્રાયશ્ચિતનાં આંસુ|પ્રાયશ્ચિતનાં આંસુ]] | next = [[ખાખનાં પોયણાં/વાત ચગડોળે ચઢી|વાત ચગડોળે ચઢી]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="286" to="299"></pages>}} }} g3jci8wx00emo8ilw8sz79vtd73ybu1 ખાખનાં પોયણાં/વાત ચગડોળે ચઢી 0 71815 215783 2025-06-20T02:10:09Z Snehrashmi 2103 Page Transclusion 215783 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = વાત ચગડોળે ચઢી | previous = [[ખાખનાં પોયણાં/મારો રોયો|મારો રોયો]] | next = [[ખાખનાં પોયણાં/છેલ્લું દર્શન|છેલ્લું દર્શન]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="300" to="316"></pages>}} }} 7j7adgbetqfk8osnsy79m549gwj25du ખાખનાં પોયણાં/છેલ્લું દર્શન 0 71816 215784 2025-06-20T02:11:18Z Snehrashmi 2103 Page Transclusion 215784 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = છેલ્લું દર્શન | previous = [[ખાખનાં પોયણાં/વાત ચગડોળે ચઢી|વાત ચગડોળે ચઢી]] | next = [[ખાખનાં પોયણાં/તર્પણ કરું છું|તર્પણ કરું છું]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="317" to="332"></pages>}} }} ogr69hq3790qcmylvfcnd9mq01b62u5 ખાખનાં પોયણાં/તર્પણ કરું છું 0 71817 215785 2025-06-20T02:12:35Z Snehrashmi 2103 Page Transclusion 215785 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = તર્પણ કરું છું | previous = [[ખાખનાં પોયણાં/છેલ્લું દર્શન|છેલ્લું દર્શન]] | next = [[ખાખનાં પોયણાં/રામ–લક્ષ્મણની જોડી|રામ–લક્ષ્મણની જોડી]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="333" to="348"></pages>}} }} ki1n2z7be4lo3na0m117aja0gunfxjh ખાખનાં પોયણાં/રામ–લક્ષ્મણની જોડી 0 71818 215786 2025-06-20T02:13:27Z Snehrashmi 2103 Page Transclusion 215786 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = રામ–લક્ષ્મણની જોડી | previous = [[ખાખનાં પોયણાં/તર્પણ કરું છું|તર્પણ કરું છું]] | next = [[ખાખનાં પોયણાં/અકસ્માત|અકસ્માત]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="349" to="362"></pages>}} }} gbuxkwr85vds4ptglg8mobs7e0lotb1 ખાખનાં પોયણાં/અકસ્માત 0 71819 215787 2025-06-20T02:25:18Z Snehrashmi 2103 Page Transclusion 215787 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = અકસ્માત | previous = [[ખાખનાં પોયણાં/રામ–લક્ષ્મણની જોડી|રામ–લક્ષ્મણની જોડી]] | next = [[ખાખનાં પોયણાં/ખાખનાં પોયણાં|ખાખનાં પોયણાં]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="363" to="376"></pages>}} }} stnov1977o9ndfs9dehe1g41mstdc7h ખાખનાં પોયણાં/ખાખનાં પોયણાં 0 71820 215789 2025-06-20T02:26:49Z Snehrashmi 2103 Page Transclusion 215789 wikitext text/x-wiki {{header | title = ખાખનાં પોયણાં | author = પ્રહલાદ બ્રહ્મભટ્ટ | translator = | section = ખાખનાં પોયણાં | previous = [[ખાખનાં પોયણાં/અકસ્માત|અકસ્માત]] | next = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf" from="377" to="384"></pages>}} }} je87z1rhcrawphrbqr98axjhwi21a0m