વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.8
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯
104
67159
216237
216100
2025-07-07T15:45:05Z
Meghdhanu
3380
216237
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{center|રહસ્ય}}
{{gap}}ઋષિઓ અને સાધુઓ જનસંપર્કથી દૂર જંગલમાં જઈને વસે છે. ભક્તો એમની પાસે પહોંચી ત્યાં વસ્તી કરે છે. ધીમેધીમે ત્યાં બજા૨ જામે છે અને તે સ્થાન યાત્રાળુઓને સુલભ થઈ જાય છે. નિસર્ગપ્રેમી સાધુઓ તે સ્થાન છોડી ફરી આગળ જાય છે અને નવું જંગલ શોધી ત્યાં વાસ કરે છે. જંગલનો પ્રદેશ આવી રીતે ધીમેધીમે માણસને કબજે આવતો જાય છે.
{{gap}}જ્ઞાનના ક્ષેત્રનું પણ એમ જ છે. પ્રતિભાવાન, ક્રાન્તદર્શી અથવા અગમબુદ્ધિ જ્ઞાનવીરો, અનુભવના, વિચારના અને કલ્પનાના નવા નવા પ્રદેશો અથવા સાધનો શોધી કાઢે છે અને માનવી બુદ્ધિને દિંગ કરી નાખે છે. ધીમેધીમે એમનો શિષ્યસમુદાય प्रणिपातेन, परिप्रश्नेन અને सेवया તેમનું જ્ઞાન શીખી લે છે. ધીમેધીમે તેમાં ચીલા પડે છે, તેના વિભાગ થાય છે અને ધીમેધીમે જે વસ્તુ એક કાળે પ્રતિભા અથવા ઈશ્વરી પ્રસાદ મનાતી હતી તેનું સુવ્યવસ્થિત શાસ્ત્ર બની જાય છે. તેની અપૂર્વતા અને અદ્ભુતતા નષ્ટ થાય છે, નિયમનું સામ્રાજ્ય તેના પર વિસ્તરે છે અને છેવટે સાર્વત્રિક અધ્યયનનું તે એક આવશ્યક અંગ બને છે.
{{gap}}આટલું થયા પછી માણસની વિજ્યલોલુપ પ્રતિભા<noinclude>{{center|५}}</noinclude>
c1vm6yanqpp1ob8lp0yyw5ti20dj18d
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧
104
67161
216238
216022
2025-07-07T15:51:51Z
Meghdhanu
3380
/* Validated */
216238
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{gap}}આ ‘વાર્તાનું શાસ્ત્ર' એકલા શિક્ષકોને જ
ઉપયોગી નથી. ગ્રંથકારો, સાહિત્યાચાર્યો, ભાટચારણો,
હિરદાસપુરાણીઓ અને નાટકકારો સૌને હવે પછી આ
‘વાર્તાનું શાસ્ત્ર’ વાંચ્યા વગર છૂટકો નથી. વાર્તાકથનપટુ
માણભટો અને બારોટો, શિક્ષકો અને ઉપદેશકો,
મુસાફરો અને બાવાઓ બધા જ એમાં પોતાની ખૂબીઓ
સ્પષ્ટ શબ્દોમાં, સૌ સમજી શકે એવા રૂપમાં વર્ણવેલી
જોઈ રહસ્યસ્ફોટ (Trade-secret) ઉઘાડું પાડ્યા માટે
શાસ્ત્રકાર પર ચિડાશે. પણ સાથે સાથે નવી નવી કીમતી
સૂચનાઓ આપવા માટે મનમાં તેમનો પાડ પણ માનશે.
{{gap}}વાર્તાના શાસ્ત્ર ઉપર અંગ્રેજીમાં કેટલીક સારી
ચોપડીઓ છે. ગિજુભાઈ જો તેનો ખાલી તરજૂમો કરત
તો મને નથી લાગતું કે ગુજરાતી ભાષા અથવા તેમના
પ્રિય શાસ્ત્રની કાંઈ પણ સેવા થાત. ‘उपजत
अंगस्वभाव’ને ઓપ ચઢાવી તેઓ પોતે વાર્તાપ્રવીણ
થયા; અનેક સાહિત્યોનું અવગાહન કરી પોતે
વાર્તાવારિધિ બન્યા, અને પછી જ તેઓ આ ‘વાર્તાનું
શાસ્ત્ર’ લખવા બેઠા છે. આ સ્વતંત્ર પ્રયત્ન હોઈ
સ્વતંત્રતાનાં સર્વ લક્ષણો એમાં દેખા દે છે. શરૂઆતનાં
પ્રકરણોમાં શાસ્ત્રીય પદ્ધતિની કંઈક જડતા જડી આવે
છે. પણ વિવરણ જેમ આગળ જાય છે તેમ તેમ પ્રપાતની
પેઠે તેનો વેગ વધતો જાય છે. વાર્તાશાસ્ત્રનાં બધાં
અંગઉપાંગોનાં પ્રદેશોમાંથી પસાર થતાં લેખકની
ભાષાશૈલી એવી તો ખીલે છે કે આપણે ખરેખાત
વ્યાખ્યાન જ સાંભળતા હોઈએ એવું લાગે છે.
{{gap}}આ ગ્રંથની મુખ્ય ખૂબી તો તેના ઉત્સાહમાં છે. ગુજરાતી સાહિત્યના સુંદર નમૂના તરીકે શોભે એવી<noinclude>{{center|७}}</noinclude>
tb4yx8pybuzz2b45zn1ep3lagf3itgf
216255
216238
2025-07-08T00:16:54Z
Snehrashmi
2103
216255
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{gap}}આ ‘વાર્તાનું શાસ્ત્ર’ એકલા શિક્ષકોને જ
ઉપયોગી નથી. ગ્રંથકારો, સાહિત્યાચાર્યો, ભાટચારણો,
હિરદાસપુરાણીઓ અને નાટકકારો સૌને હવે પછી આ
‘વાર્તાનું શાસ્ત્ર’ વાંચ્યા વગર છૂટકો નથી. વાર્તાકથનપટુ
માણભટો અને બારોટો, શિક્ષકો અને ઉપદેશકો,
મુસાફરો અને બાવાઓ બધા જ એમાં પોતાની ખૂબીઓ
સ્પષ્ટ શબ્દોમાં, સૌ સમજી શકે એવા રૂપમાં વર્ણવેલી
જોઈ રહસ્યસ્ફોટ (Trade-secret) ઉઘાડું પાડ્યા માટે
શાસ્ત્રકાર પર ચિડાશે. પણ સાથે સાથે નવી નવી કીમતી
સૂચનાઓ આપવા માટે મનમાં તેમનો પાડ પણ માનશે.
{{gap}}વાર્તાના શાસ્ત્ર ઉપર અંગ્રેજીમાં કેટલીક સારી
ચોપડીઓ છે. ગિજુભાઈ જો તેનો ખાલી તરજૂમો કરત
તો મને નથી લાગતું કે ગુજરાતી ભાષા અથવા તેમના
પ્રિય શાસ્ત્રની કાંઈ પણ સેવા થાત. ‘उपजत
अंगस्वभाव’ને ઓપ ચઢાવી તેઓ પોતે વાર્તાપ્રવીણ
થયા; અનેક સાહિત્યોનું અવગાહન કરી પોતે
વાર્તાવારિધિ બન્યા, અને પછી જ તેઓ આ ‘વાર્તાનું
શાસ્ત્ર’ લખવા બેઠા છે. આ સ્વતંત્ર પ્રયત્ન હોઈ
સ્વતંત્રતાનાં સર્વ લક્ષણો એમાં દેખા દે છે. શરૂઆતનાં
પ્રકરણોમાં શાસ્ત્રીય પદ્ધતિની કંઈક જડતા જડી આવે
છે. પણ વિવરણ જેમ આગળ જાય છે તેમ તેમ પ્રપાતની
પેઠે તેનો વેગ વધતો જાય છે. વાર્તાશાસ્ત્રનાં બધાં
અંગઉપાંગોનાં પ્રદેશોમાંથી પસાર થતાં લેખકની
ભાષાશૈલી એવી તો ખીલે છે કે આપણે ખરેખાત
વ્યાખ્યાન જ સાંભળતા હોઈએ એવું લાગે છે.
{{gap}}આ ગ્રંથની મુખ્ય ખૂબી તો તેના ઉત્સાહમાં છે. ગુજરાતી સાહિત્યના સુંદર નમૂના તરીકે શોભે એવી<noinclude>{{center|७}}</noinclude>
c93adsmedda5tayf0u9rb1c0q2zpe71
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૫
104
67234
216239
216220
2025-07-07T17:06:09Z
Amvaishnav
156
/* Validated */
216239
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાઓનો ક્રમ||૬૭}}'''</noinclude>{{gap}}હવે આ ત્રીજી શ્રેણીમાં કેવી વાર્તાઓ હોવી જોઈએ તે
નક્કી કરીએ. બાળકોની આ કૌમારાવસ્થામાં કુમારોની જિજ્ઞાસાઓ-
ઈચ્છાઓને પોષે તેવી વાર્તાઓ જરૂર જોઈએ. આવી વાર્તાઓમાં
આપણે નીચે લખી વાર્તાઓ ગણાવી શકીએ :–
{{gap}}(૧) ઐતિહાસિક વાર્તાઓ.

{{gap}}(૨) ઐતિહાસિક દંતકથાઓ.

{{gap}}(૩) બહારવટિયાની વાતો.

{{gap}}(૪) વીરરસ કાવ્યોના સાર - વાર્તારૂપે.
{{gap}}આ વખતે મૂળુ માણેક ને જોધા માણેકની વાર્તા બાળકોમાં
નવું જીવન રેડે; આ વખતે સાંભળેલાં રામાયણ અને મહાભારત
બાળકોનાં મગજમાંથી કદી પણ ભૂંસાય નહિ; આ વખતે
સાંભળેલી એભલવાળાની અને મોખડાજીની, જગદેવ પરમાર
અને વીરમતીની વાર્તાઓ આજીવન એવી ને એવી જ તાજી રહે.
આ વખતે બાળકોની દુનિયા વિશાળ થયેલી હોય છે. તેમણે
ગામના ચોરા જોઈ લીધા છે, ગામને સીમાડે ઊભી કરેલી
ખાંભીઓ- શૂરવીરોના પાળિયાને તેમણે ગણી નાખેલા છે; છાને
ખૂણે માબાપથી બીતાં બીતાં ઘરમાં એકાદ સડેલ તલવારનું કાતું
આડીમાં સડતું હોય છે તે કાઢી જોયું છે. આ વખતે તેમને આવી
વાર્તામાં ભારે રસ જામે છે. નાનપણમાં મેં એક ગઢવીની
શૂરાતનની વાર્તા સાંભળેલી. એ વાર્તાની બીજી હકીકતો તો ભૂલી
ગયો છું, પણ ગઢવીએ એક રજપૂત સવાર ઘોડા ઉપર બેસી ખરે
બપોરે ડુંગરોની ગાળી વચ્ચે થઈને એકલો ચાલ્યો જતો હતો તેનું
વર્ણન કરેલું, તે હજી આબાદ મારી સ્મૃતિમાં એવું ને એવું જ છે.
તેણે ખોંખારો મારીને કહેલું : “હેં કે પરવતની મૂછે મૂછો લાગી
રહી છે, ને ઉપરથી આગ વરસી રહી છે, ને રાજપૂતર પોતાનો<noinclude></noinclude>
g5ha83w9g5hzby6lt71ke1furrva76r
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૬
104
67235
216240
216222
2025-07-07T17:07:29Z
Amvaishnav
156
/* Validated */
216240
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૬૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>ઘોડો ખબડક ખબડક દોડાવ્યે જાય છે. શું રાજપૂતરની મૂછો !
એના ઉપર જાણે લીંબુ ઠરે.”
{{gap}}અમે જ્યારે કૌમારાવસ્થામાં હતા ત્યારે અમે તો વાર્તા
સાંભળવાને બદલે સાચેસાચ નાનાંમોટા સાહસો ખેડેલાં. અંધારું,
સ્મશાન ને એકાંત જગ્યા એ અમારાં પરિચિત સ્થાનો થઈ પડેલાં.
બહાદુરીનો વેગ અમે સામસામી ટોળીઓ કરીને લડી લેવામાં
વહેવડાવતા. અમે લડાઈ કરવાના ભારે શોખીન હતા. ગામમાં
માણભટ્ટ મહાભારત સંભળાવે તે રાતના બાર ઉપર બે વાગ્યા
સુધી સાંભળતા અને દિવસે શૂરાઓ બનીને યુદ્ધો રચતા. એકવાર
તો બાવીશ જણાની અમારી ટોળીએ જાળની સોટીઓ કાપેલી ને
પછી તેના ઉપર એ સોટીઓને અખંડ વિજયી બનાવવા માટે
અમારામાંના એક જણની આંગળી કાપીને લોહી ચડાવેલું !
માબાપો જ્યારે અમને છેક નાના છોકરાઓ ગણતાં હતાં ત્યારે
અમે ભારે ભારે પરાક્રમો કરતા હતા.
{{gap}}આ એક સ્વાભાવિક વૃત્તિ છે. આ વૃત્તિને સાચેસાચી તૃપ્તિ
મળવી જ જોઈએ. સાચી બોયસ્કાઉટ પ્રવૃત્તિથી આ વૃત્તિને તૃપ્તિ
મળી જવા સંભવ છે. એમ નહિ તો કુમારોના પ્રવાસો, રમતો
અને ભ્રમણોમાંથી પણ આ વૃત્તિને ઘણું પોષણ મળી શકે. કોઈ
પણ રીતે આપણે આ વૃત્તિને સાચેસાચી રીતે પોષી ન શકીએ તો
પછી વાર્તા તો કહેવી જ જોઈએ. વાસ્તવિકતાના અભાવે કુમારોનો
૨સ વાર્તામાં જામવાનો જ, અને વાસ્તવિકતાના અભાવથી થયેલ
નુકસાનનો થોડોઘણો બદલો તો વળવાનો જ.
{{gap}}વાર્તાની કલ્પનામાં બાળકોને ત્યારે જ જવું પડે છે કે જ્યારે
બાળકોને વાસ્તવિક દુનિયામાં જવાનો પ્રતિબંધ કરવામાં આવે
છે. આ સત્યની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ એટલે એક<noinclude></noinclude>
jfjxowv1hdxg23shlg6auh10971sjdw
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૭
104
67236
216241
216223
2025-07-07T17:08:15Z
Amvaishnav
156
/* Validated */
216241
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાઓનો ક્રમ||૬૯}}'''</noinclude>બાઈના શબ્દોમાં મારા વિચારો જણાવી આ શ્રેણીનો વિચાર પૂર્ણ
કરું છું. કેથર લખે છે :–
{{gap}}"They (grown-up children) want to live
through nights of danger and days of daring,
and since authority (of parents and teachers)
hovers argus-eyed about them, ready to swoop
down upon every lad who would go pirating of
path finding, the nearest approach to the expe-
rience consists in listening to and in reading
tales of adventure."
{{gap}}બાળક કુમાર મટીને યુવાન થાય છે એ અવસ્થા મનુષ્યના
જીવનમાં અતિ મહત્ત્વની અવસ્થા છે. યુવાવસ્થામાં મનુષ્ય ઉપર
જે છાપ પડે છે - જીવનવિષયક તેના જે આદર્શો ઘડાય છે, તે
છાપ-તે આદર્શો આખી જિંદગી સુધી ભૂંસાતા નથી. મનુષ્યની
આ અવસ્થા અતિ ચંચલ અવસ્થા ગણાય છે. આ અવસ્થાને જે
મનુષ્ય કાબૂમાં રાખીને પોતાની જિંદગીનું નાવડું જેતે ખડક સાથે
ભટકવા દીધા વિના સીધેસીધું મહાસાગર ઉ૫ર લઈ જઈ શકે છે,
તે મનુષ્ય જીતે છે એમ આપણે માનીએ છીએ, ને એવો આપણો
અનુભવ છે. શું સહવાસ કે શું વાંચન, શું ગીતશ્રવણ કે શું
વાર્તાશ્રવણ, શું નાટકદર્શન કે શું ભવાઈદર્શન, આ અવસ્થામાં
મનુષ્યના જીવનને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ
અવસ્થા એટલે ઈન્દ્રિયો અને મનના વેગના પ્રબળ પૂરની
અવસ્થા.
{{gap}}આ અવસ્થામાં બાળકને પ્રબળપણે અને સ્પષ્ટપણે પોતાની
જાતિનું ભાન થાય છે. પોતે પુરુષજાતિ છે અથવા સ્ત્રીજાતિ છે
એ વાત તેના મગજમાં સ્પષ્ટપણે આવિર્ભાવને પામે છે. આ<noinclude></noinclude>
1mbi0qkcv84zbfa1kxrafgol1spjgg2
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૮
104
67237
216242
216224
2025-07-07T17:09:13Z
Amvaishnav
156
/* Validated */
216242
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૭૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>જાતિજ્ઞાનની શરૂઆત થતાં જ પોતે પોતાને અન્ય જાતિથી જાદું
માને છે. તેને અન્ય જાતિ પોતાનાથી એટલી બધી ભિન્ન લાગે
છે કે તે જાતિના વિચારો તેના મનમાં વધારે ને વધારે ઘોળાયા
કરે છે. ત્યારથી પોતે અન્ય જાતિમાં રસ લેવા લાગે છે, તેમાં તેને
મોહ થવા લાગે છે, તેનાં રહસ્યો ને ભેદોને તે ઉકેલવા મથે છે.
એ જાતિ પોતાની જાતિ સાથે કયા સંબંધ ધરાવે છે, એ જાતિ
પોતાની જાતિના વિકાસમાં ને પોતાના હૃદયના ભાવોને તૃપ્તિ
આપવમાં કયું સ્થાન ધરાવે છે તે શોધવા તે દોડે છે. આ જાતની
મનની વૃત્તિને સામાન્ય રીતે આપણી પ્રેમવૃત્તિ કહી શકીએ.
યુવાવસ્થા એ પ્રેમની અવસ્થા છે. જેમ માના ધાવણ અને પ્રેમથી
બાલ્યાવસ્થાને પોષણ મળેલું છે તેમ યુવાવસ્થામાં જીવનના
સાથીપણાને માટે યોગ્યતા ધરાવનાર કોઈ માતાના જેવા નિર્દોષ
અને પ્રેમળ પ્રેમની ભેટ ધરાવનાર વ્યક્તિની અપેક્ષા રહે છે. આ
અપેક્ષાનું સાંત્વન સન્માર્ગે થાય, આ અવસ્થાનો મનુષ્ય માતા
જેવી જ પ્રેમી વ્યક્તિનો નિર્દોષ પ્રેમ પામી શકે, એ માટે
શિક્ષકોએ, માબાપોએ અને ગુરુજનોએ કાળજી રાખવાની છે.
{{gap}}અન્ય જાતિ વિષે વિચાર કરવાનો આખો પ્રદેશ કલ્પનાનો
છે. આ કલ્પનાના પ્રદેશમાં આપણે સૌ થોડે અથવા વધારે અંશે
ભટકેલા છીએ. આજે આપણે એ અવસ્થાને સમજણપૂર્વક વાંચીએ
તો આપણને અવશ્ય લાગે કે એ વખતનું આપણું ભ્રમણ મોહક
અને આનંદાયક છતાં કેટલું બધું રસ્તાની બહારનું હતું ! માબાપો
પોતાના અનુભવોથી, શિક્ષકો પોતાના નિખાલસ સહવાસથી
અને સાહિત્ય પોતાના ઉદાત્ત ભંડારથી યુવાનને યોગ્ય માર્ગે દોરે
નહિ, તો અનેક યુવતી ને યુવાનોનું ભટકી ભટકીને મરી જવાનું
કમભાગ્ય આપણે સહેવું પડે; સરસ્વતીચંદ્ર અને કુમુદ જેવાં કેટલાં
યે બસૂરાં મનુષ્યોનો આપણે ભોગ ચડાવવો પડે.
{{nop}}<noinclude></noinclude>
b3em02dkjfllg5upxfv2sxhy7t30ifg
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૯
104
67238
216243
216225
2025-07-07T17:10:46Z
Amvaishnav
156
/* Validated */
216243
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાઓનો ક્રમ||૭૧}}'''</noinclude>આટલા જ માટે યુવાવસ્થામાં આપણે યુવકોને કેવી વાર્તા
કહેવી એનો વિચાર આ પ્રકરણમાં કરવાની જરૂર છે. શૂરવીરને
શૂરાઓની વાર્તાઓ ગમે તો પ્રેમી હૃદયને પ્રેમની વાર્તાઓ ગમે
એ સ્વાભાવિક છે. અનુભવ પણ આ જ વાતની સાક્ષી પૂરે છે.
{{gap}}પણ આ વાર્તાઓ કેવી હોવી જોઈએ ? ખાસ કરીને
પ્રેમકથાઓની ખોટ તો કોઈ પણ સાહિત્યમાં નથી જ પડતી. પણ
પ્રેમકથાઓ અને પ્રેમકથાઓમાં તફાવત છે. સદેવંત સાવળીંગાની
પ્રેમકથા આપણા સામે ઉચ્ચ જીવનનો ઉચ્ચ આદર્શ ઓછો રજૂ કરે
છે. તો હલામણ જેઠવાની વાર્તા આપણા જીવન ઉપર રાજ્ય
ભોગવવા લાયક છે. સીતા, જસમા ને રાણકદેવી પ્રેમજીવનમાં
એક નવો આદર્શ રચે છે ત્યારે તારામતી, દયમંતી, ને દ્રોપદી, એ
જ જીવનમાં એક એવો જ નવીન અને અપૂર્વ આદર્શ ધરે છે.
પ્રેમના ઉચ્ચ આદર્શમાં રામ, મજનૂ, વિજાણંદ ઓછા પૂજનીય
નથી. પણ પ્રેમઘેલાં પેમલા અને પેમલીઓના પ્રેમે આપણું કેટલું
બગાડ્યું છે તેની આપણને ક્યાં ખબર નથી ? પરિણીત સ્ત્રી
પાછળ પ્રેમને નામે ભટકવાનો પાપી આદર્શ રજૂ કરનારી કેટલી
યે નવલકથાઓએ આપણા જુવાનોની અત્યારની જિંદગી ઘડેલી
છે તે આપણા ખ્યાલ બહાર નથી જ. આથી જ આપણે વાર્તાઓ
અને વાર્તાઓમાં તફાવત કરવો ઘટે છે.
{{gap}}પ્રેમકથાઓ તો આપણે યુવાવસ્થામાંથી પસાર થતાં
બાળકોને કહેવી જ જોઈએ; પણ તે પેલા ગઢવીએ કહેલ પ્રેમકથા
જેવી તો નહિ જ. પ્રેમકથા એટલે પુરુષો અને સ્ત્રીઓ જેમાં પાત્રો
આવે તે કથાઓ એવો અર્થ નથી; પતિ અને પત્નીની વાતો જેમાં
આવે તે જ પ્રેમકથાઓ એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. જેમાં
પ્રેમની કથા હોય તે પ્રેમકથા એ વ્યાખ્યા સહેલી અને સાદી છે.<noinclude></noinclude>
rizdjcvrocyspx1e4hvew21n9wsps0r
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૦
104
67239
216244
216226
2025-07-07T17:11:31Z
Amvaishnav
156
/* Validated */
216244
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૭૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>ભાઈબહેનના પ્રેમની કથા તે એક પ્રેમકથા; સ્ત્રીમિત્ર અને
પુરુષમિત્રના પ્રેમની કથા તે વળી બીજી પ્રેમકથા; માતા અને પુત્ર
વચ્ચેની પ્રેમકથા તે વળી એક ત્રીજી પ્રેમકથા. આમ પ્રેમકથાઓના
અનેક પ્રકારો ગણાવી શકાય. આ બધી કથાઓ શુદ્ધ પ્રેમથી,
આદર્શ પ્રેમથી ભરેલી હોવી જોઈએ. આપણે પ્રેમથી બીવાનું
નથી, પણ પ્રેમની નિર્બળતાથી અને કલુષિતતાથી ડરવાનું છે.
પ્રેમની વાતોથી આપણે આપણા પ્રેમજીવનનો આદર્શ સુંદર રીતે
ઘડી શકીએ છીએ. આપણને યુવાવસ્થાથી જ કોઈ ને કોઈ વાર્તાનું
કોઈ પાત્ર ગમી ગયેલું હોય છે. કોઈના પ્રેમની આદર્શમૂર્તિ સીતા
થઈ છે, તો કોઈના પ્રેમની આદર્શપ્રતિભા સાવિત્રી બની છે, તો
વળી કોઈના પ્રેમની આદર્શ સ્ત્રી કુમુદ કે કુસુમ કે એવી કોઈ સ્ત્રી
છે. આપણે હંમેશ એ પાત્રોની કોટિએ પહોંચવાને ગડમથલ
કરેલી છે, અને આપણી નિષ્ફળતાની કડવાશ પણ અનુભવેલી
છે. નવવધૂને નવપતિ પોતાની કલ્પનાની કોઈ પ્રેમમૂર્તિના
તાજથી નવાજે છે, જ્યારે નવપતિને નવવધૂ પોતાની કલ્પનામાં
રમતા કોઈ પતિદેવની મૂર્તિની ભાવનાથી પધરાવે છે. આ ઉદાત્ત
ભાવનાઓ ઘડવાનું કામ વાર્તાઓ સારી રીતે બજાવી શકે છે. આ
કાર્ય બજાવવા માટે જ પ્રેમવાર્તાઓનું વાર્તાકથનમાં આ અવસ્થાએ
સ્થાન છે. પ્રેમકથાઓ કહેવાથી બાળકો બગડી જાય અને ઊલટો
તેમનો રાગ વિરુદ્ધ જાતિમાં વધે તેવી માન્યતા બાળકના માનસનું
અજ્ઞાન અને પોતાના જ આત્માનો અવિશ્વાસ બતાવે છે. અમુક
ઉંમરે જે વિકાસ સ્વાભાવિક છે તેને વિકાર લેખી દાબી દેવાનો
પ્રયત્ન વ્યર્થ છે એટલું જ નહિ પરંતુ ભયંકર છે. અનિષ્ટ પ્રેમના
ભયને લીધે શુદ્ધ પ્રેમને રોકવા જતાં શુદ્ધ પ્રેમ પણ અશુદ્ધ સ્વરૂપ
પકડે છે એ વિચારવા જેવું છે. ભૂખને મટાડવાનો ઉપાય લાંઘણ<noinclude></noinclude>
dva86lzomjj6p9nnmgs1epo5q00ewkx
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૧
104
67240
216245
216228
2025-07-07T17:14:19Z
Amvaishnav
156
/* Validated */
216245
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાઓનો ક્રમ||૭૩}}'''</noinclude>નથી પણ યોગ્ય ખોરાક છે, તેમ સ્વાભાવિક હાજત મટાડવાનો
ઉપાય હાજતની યોગ્ય પરિતૃપ્તિમાં છે. જ્યારે આવી તૃપ્તિથી
માણસ વિહોણો રહે છે ત્યારે તેનામાં અનિષ્ટ એવાં આચરણો
અને તેને પરિણામે ભયંકર રોગો ફાટી નીકળે છે. પ્રેમકથાઓ
એક જાતનો ઉચ્ચ ખોરાક છે. ઊછળતા લોહીમાં વહેતું પ્રેમઝરણ
આવી કથાઓથી વ્યવસ્થિત થઈ અમૃતમયી નદી બને છે; પણ જો
આ ઝરણાને રોકવાનો પ્રયત્ન કરીએ તો તે ખાલી પ્રદેશ ઉપર
એક મોટા નદ જેમ ફેલાઈ જઈ બધું ડુબાવી દે આ સંબંધમાં
એક સ્વિસ બાનુના વિચારો પ્રસંગોચિત ગણાશે. એ લખે છે :–
{{gap}}"In this period when the world-old emotions
ae first aroused, she advocates the use of
love-stories that are pure in tone and high in
ideal. We cannot change human nature and
keep the boy of sixteen from being drawn by a
magnet to the maid who is lovely in his eyes,
but we can give him an ideal that will make his
feeling an elevating thing instead of a debasing
one. We can put into the heart of a girl a poetry
and idealism that will keep her worthy of a
prince; and we can do it through literature.
Instead of leaving her free to roam unguided
and read whatever falls into her hand or of
sitting like a board of censors beside her
and goading her toward the {{SIC|orbidden|forbidden}} which
always allures. We can lead her to delightful,
wholesome stories, of which there are a goodly
number."
{{nop}}<noinclude></noinclude>
dhxqmo0rwmk0688ss50r9ji1aguvaoy
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૨
104
67241
216246
216229
2025-07-07T17:15:29Z
Amvaishnav
156
/* Validated */
216246
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૭૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}અલબત્ત જે જે શાળાઓમાં સહશિક્ષણનો પ્રબંધ છે તે
શાળાઓમાં આવી કલ્પિત વાર્તાઓની ઓછી જરૂર છે. જ્યાં
જીવંત પ્રેમને અવકાશ છે ત્યાં કલ્પિત પ્રેમની વાર્તાનું કામ નથી.
સહશિક્ષણમાં જે શુદ્ધ પ્રેમની પણ અપેક્ષા છે તે સંબંધે અહીં
વિસ્તારથી કહી શકાય નહિ. આ સંબંધે અહીં આટલું જ.
{{gap}}બાળકની આ પ્રેમપૂર્ણ અદ્ભુત કથાઓ સાંભળવાની
અવસ્થા એ વાર્તાશ્રવણની છેલ્લી શ્રેણી છે. અહીં વાર્તાનું શ્રવણ
અટકે છે. આ ઉંમર પછી તો માણસ પોતાની જાતે જ પ્રેમકથાઓ
વાંચીને તેનો આસ્વાદ લઈ શકે છે. છતાં સાઠ સાઠ વર્ષના
ડોસા વાર્તાશ્રવણમાં એક બાળક જેટલો જ અખૂટ રસ
ધરાવે છે એ કાંઈ વાર્તાની શક્તિનો અથવા ઘરડા માણસની
બાલ્યાવસ્થાનો જેવો તેવો નમૂનો નથી. પણ આ વિચારને આપણે
અહીં જ છોડી દઈશું.
{{gap}}ઉક્ત શ્રેણીઓમાં જે જે પ્રકારની વાર્તાઓ ગણાવી છે તે તે
પ્રકારની વાર્તાઓ ઉપરાંત બીજી વાર્તાઓ પણ છે અને તેને
વિદ્યાર્થીના જીવનમાં સંપૂર્ણ અવકાશ મળવો જોઈએ. વિનોદની
વાર્તાઓનો એક પ્રકાર છે, કહેવતોનાં મૂળની વાર્તાઓનો બીજો
પ્રકાર છે ને ચાતુરીની વાર્તાઓનો ત્રીજો પ્રકાર છે. આવી જાતની
વાર્તાઓ ગમે તે શ્રેણીમાં કહી શકાય; પરંતુ આ વાર્તાઓ સામાન્ય
રીતે તે ઉંમરનાં બાળકોને કહી શકાય કે જ્યારે તેમનામાં
બુદ્ધિશક્તિનો થોડોઘણો પણ અંકુર ફૂટેલો હોય. ચાતુરીની વાર્તાઓ
ઉક્ત ત્રણ પ્રકારમાં સહેલી ગણાય. કહેવતોનાં મૂળની વાતો તો
ત્યારે જ કહેવાય કે જ્યારે બાળકોમાં સાહિત્યવિષયક અભિરુચિ
વધારે બહાર પડતી જોવામાં આવે, ને વિનોદની વાતો તો ત્યારે
જ ઉડાવાય કે જ્યારે બાળકમાં બુદ્ધિની સૂક્ષ્મતા જામી હોય,<noinclude></noinclude>
3qpv2psw4jftct9iwihv4weymlzamxv
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૩
104
67242
216247
216230
2025-07-07T17:16:10Z
Amvaishnav
156
/* Validated */
216247
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાઓનો ક્રમ||૭૫}}'''</noinclude>વિનોદ વિનોદમાં ફેર પડે છે, છતાં સાચો વિનોદ અને શુદ્ધ
વિનોદ લગભગ મોટી ઉંમરનાં બાળકો જ ઝીલી શકે છે. આ
ઉપરાંત બીજા રસોથી ભરપૂર વાર્તા જ્યાં જ્યાં કહી શકાય ત્યાં
ત્યાં કહેવાની છૂટ જ છે. શ્રેણી એ બંધન નથી પણ દિશાસૂચક
વસ્તુ છે; શ્રેણીનું કામ એટલું જ છે. જેટલે અંશે શ્રેણી અનુભવ
ઉપર રચાયેલી છે તેટલે અંશે તેની ઉપયોગિતા નિશ્ચિત છે.
{{gap}}હવે શ્રેણી પ્રમાણે બાળકની ઉંમરનો વિચાર કરીએ. આ
બાબતમાં આપણે ત્યાં યુરોપ જેવા પ્રયોગો નથી થયા. આથી
આપણે કહી શકીએ નહિ કે આટલી ઉંમરના બાળકને માટે આ
શ્રેણી યોગ્ય ગણાય. પણ જ્યારથી બાળક વાર્તા સાંભળવા માંડે
ત્યારથી તેની પહેલી શ્રેણીને માટેની યોગ્યતાની કલ્પના કરવી.
પછી તો બાળકના રસને અનુસરીને શ્રેણીઓ અને ઉંમરનો મેળ
મેળવવો. આ દિશામાં ખાસ અખતરા કરવાની જરૂર તો છે જ.
{{gap}}વાર્તાઓ કયા ક્રમમાં કહેવી તે સંબંધે આટલું ઘણું થશે એમ
ધારી આ પ્રકરણ પૂરું કરું છું.
{{center|❋}}<noinclude></noinclude>
cckr53xnh7yu8hlyz1b153tysyfi24u
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૪
104
67243
216248
216231
2025-07-07T17:16:56Z
Amvaishnav
156
/* Validated */
216248
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{center|'''પ્રકરણ ચોથું'''

'''વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી ?'''}}

{{gap}}લોકસાહિત્યના ભંડારમાં વાર્તાઓનો તોટો નથી; અને તે
બધીય વાર્તાઓ સુંદર અને સ્વાભાવિક છે. છતાં તે બધીય
વાર્તાઓ વાર્તાકથનના કાર્ય માટે જેવા સ્વરૂપમાં આપણે માગીએ
છીએ તેવા સ્વરૂપમાં આજે નથી. એકવાર જેવા સ્વરૂપમાં લોકોને
વાર્તા ગમતી હતી, તેમને જોઈતી હતી અને તેમના માનને પાત્ર
હતી, તેવા જ સ્વરૂપમાં રહેલી વાર્તાઓ આજે પણ આપણને ગમે
અને આપણા માનને પામે, એમ માની લેવાની ભૂલ આપણે ન
જ કરીએ. વાર્તાના મૂળ પ્રમાણે આંચ ન આવે એવી રીતે વાર્તાની
ભાષામાં, રચનામાં અને વસ્તુમાં પ્રગતિના વહેવા સાથે ફેરફારો
થયા જ કરે છે. એ ફેરફારોને લીધે જ વાર્તાઓ જૂની છતાં નવા
જમાનાઓ સાથે ચાલતી આવેલી છે, અને એવા જ યોગ્ય
ફેરફારો થયા કરશે એટલે ભાવિ જમાનાઓ સાથે વર્તમાન
વાર્તાઓ ભવિષ્યકાળમાં પેસશે.
{{gap}}આજે આપણે આપણી સમક્ષ પડેલી વાર્તાઓ ઉપર નજર
નાખીએ તો તેમાં આપણને આપણા કાર્ય માટે કેટલાએક ફેરફારો<noinclude></noinclude>
3o2xi7gpcwwvsmghkey4zorbzkw6gez
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૫
104
67244
216249
216232
2025-07-07T17:17:29Z
Amvaishnav
156
/* Validated */
216249
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૭૭}}'''</noinclude>કરી લેવાની જરૂર જણાશે. કેટલીએક વાર્તાઓ ભાષામાં સુંદર છે
તો તેનું વસ્તુ અને તેની રચના ખામીવાળાં છે; કેટલીએક વાર્તાનું
વસ્તુ સ્વીકાર્ય છે, તો તેની રચના અને ભાષા ત્યાજ્ય છે;
કેટલીએક વાર્તાઓ વળી એવી છે કે જેની રચના ઠીક છે પણ જેની
ભાષા અને વસ્તુમાં ઠેકાણું નથી. પ્રત્યેક વાર્તામાં વિશિષ્ટતા છે,
પરંતુ પ્રત્યેકમાં સર્વાંશે સંપૂર્ણતા નથી. વાર્તા કહેનારે એવી
વાર્તાઓ પોતાની જાદુઈ પેટીમાં સંગ્રહવાની છે, કે જેઓ સર્વાંગસુંદર
હોય. એની ભાષા સાંભળનારને અનુકૂળ છતાં લોકપ્રાણથી
ભરેલી જોઈએ, એની રચના સ્વાભાવિક છતાં કલાપૂર્ણ જોઈએ,
ને એનું વસ્તુ લોકપ્રિય છતાં સર્વથા નીરોગી અને ઉચ્ચ આદર્શપ્રેરક
જોઈએ.
{{gap}}આપણી પાસે જે સઘળી વાર્તાઓ છે તેમાંની કેટલીએક
વાર્તાઓ કથનશ્રવણના કાર્ય માટે જ આજે જમાનાથી વપરાતી
આવી છે. એ વાર્તાઓ કથનશ્રવણમાં જ વપરાતી હોવાથી એનું
સ્વરૂપ, એનો આકાર, એનાં રૂપરંગ વગેરે, વાચન માટે જે
વાર્તાઓ લખાયેલી છે તેનાથી જુદાં છે. કથનશ્રવણ યોગ્ય
વાર્તાઓ વહેતી નદીઓ જેવી છે. એનું વસ્તુ, એની ભાષા અને
એની રચના થોડે યા ઘણે અંશે લોકરુચિને અનુકૂળ થતાં જ આવ્યાં
છે, જેમ નદીનો પ્રવાહ પોતે જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને
થોડા યા વધારે અંશે અનુકૂળ વહેતો રહે છે તેમ. જે વાર્તાઓ
વાચન માટે લખાયેલી છે તે વાર્તાઓને તળાવો કે સરોવરો સાથે
સરખાવી શકાય. એમાં નવીનતાને, પ્રગતિને અને ફેરફારોને
અવકાશ નથી. એક કાળે જે રુચિને અનુકૂળ થવા એ વાર્તાઓ
લખાયેલી હતી તે જ રુચિને અનુકૂળ થવા એ વાર્તાઓ આજે
પોતાનું અસ્તિત્વ ધરાવે છે; નવી રુચિનો તે સ્વીકાર કરતી નથી,<noinclude></noinclude>
br1j9m1g7er6wi1es3unx0cg0toybe4
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૬
104
67245
216250
216233
2025-07-07T17:18:20Z
Amvaishnav
156
/* Validated */
216250
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૭૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>નવા યુગને તે ઝીલતી નથી, નવા જીવનનો તેમાં સ્વાભાવિક
ઓળો પડતો નથી.
{{gap}}વળી જે વાર્તાઓ વહેતી નદીઓ જેવી છે, તે વાર્તાઓના
કિનારા એટલા બધા પુરાણા થઈ ગયા છે કે તે પરથી ધૂળ ને રેતી
પડી પડીને વાર્તાના અસ્ખલિત પ્રવાહને અનેક ઠેકાણે સ્ખલનયુક્ત
કરેલ છે. વળી એ વાર્તાઓના પ્રવાહો હરહંમેશ સામાજિક રુચિના
અંકુશ તળે વહેતા હોવાથી જ્યાં જ્યાં સામાજિક રુચિ પ્રાકૃત કે
સ્થૂળ થઈ ગયેલ છે ત્યાં ત્યાં પ્રવાહો પ્રાકૃતપણાને પામેલા છે;
જ્યાં જ્યાં સમાજરુચિ ઉપર જડતાનાં પડો બંધાઈ ગયાં છે ત્યાં
ત્યાં વાર્તાની નદીમાં કાંઈક ઊંડા ખાડા પડી ગયા છે તો ક્યાંઈક
મોટા ટેકરા થઈ પડયા છે. આવી જ રીતે જૂની રુચિને દાખવતા
વાર્તાના સરોવરમાં પણ લાંબે વખતે ઝાડપાનના કચરાથી અને
નકામા છોડોના ઊગી જવાથી તેની નિર્મળતા ઓછી થઈ છે,
અને તેથી તેની મૂળ રુચિ મિલન બનેલી છે. આવે વખતે
બાળકોને સંભળાવવા યોગ્ય વાર્તાઓને પસંદ કરી તેમને
કહેવા યોગ્ય બનાવી લેવાની ખાસ જરૂર પડે છે. બાળવયને
પોષે, બાળવિકાસને સહાયરૂપ થાય એવી વાર્તાઓપ્રથમ તો
આપણે શોધી કાઢવાની છે, ને ત્યાર પછી આપણે તેમને કહેવા
યોગ્ય બનાવવાની છે.
{{gap}}જે વાર્તાઓ કથનશ્રવણ માટે જ ચાલતી આવેલી છે તે
વાર્તાઓને કહેવા યોગ્ય બનાવવાનું કામ કંઈક સહેલું છે. એવી
વાર્તાઓમાં રચનાનો દોષ ઓછામાં ઓછો હોય છે. એવી
વાર્તાઓમાં લોકભાષા-ખાસ કરીને મોઢેથી બોલતી ભાષાનું
પ્રમાણ વધારે હોય છે ને એમાં જ એની સુંદરતા રહેલી છે.
હરહંમેશ તે વાર્તાઓ કહેવા સાંભળવાની ક્રિયામાંથી પસાર થતી
હોવાથી તેમાં સ્વાભાવિકતા, સાદાઈ, એકગતિ અને સીધું વહન<noinclude></noinclude>
sp5jdqlkpl9u6ohavkdwywqxl6hklnc
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૭
104
67246
216251
216234
2025-07-07T17:19:18Z
Amvaishnav
156
/* Validated */
216251
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૭૯}}'''</noinclude>પૂરા પ્રમાણમાં હોય છે. એ સૌને ગમી ગયેલી છે તેથી તેમાં
બનાવોની પરંપરા અને લોકહૃદયનું પ્રતિબિંબ પડેલું છે. છતાં એ
વાર્તાઓમાં ફેરફાર કરી લેવાની જરૂર તો છે જ. જ્યાં જ્યાં એ
વાર્તાઓ કલારહિત સમાજના હાથમાં આવવાથી તેનો કલાપ્રાણ
ખોઈ બેઠેલી છે ત્યાં ત્યાં તેમાં કલા પૂરવાની છે, જ્યાં રચનામાં
સમતોલપણું ઓછું થઈ ગયું ત્યાં તે ફરી વાર સ્થાપવાનું છે,
ને જ્યાં તેના વસ્તુમાં વિકૃતિ આવી ગયેલી છે ત્યાં સંસ્કાર દાખલ
કરવાનો છે. આજે આપણે કાને જે જે લોકવાર્તાઓ પડે છે તે
લોકવાર્તાઓ આવા દોષોમાં થોડે કે વધારે અંશે સપડાયેલી છે.
આપણે તે વાર્તાઓને કહેવા યોગ્ય કરી લેવા માટે કાળજી
રાખવાની છે. તેમને જેવી ને તેવી જ સંગ્રહી રાખવાનું કામ
પુરાતત્ત્વવેત્તાઓનું છે; વાર્તાકથનકારોનું કામ તો તેમને કહેવા
યોગ્ય બનાવી, ભૂતમાંથી વર્તમાનમાં ત્યાંથી ભવિષ્યકાળમાં
ખેંચી જવાનું છે.
{{gap}}જે વાર્તાઓ લખાયેલી છે તે વાર્તાઓને કહેવા યોગ્ય
બનાવવામાં એક બીજો પણ પ્રશ્ન છે. આ વાર્તાઓ વાંચનને માટે
જ હોવાથી તે જેવી ને તેવી કહી શકાય નહિ. વળી આ વાર્તાઓ
સાધારણ રીતે વાંચનાર-વર્ગને માટે લખાયેલી હોવાથી તેની
ભાષામાં ખાસ અગર ભણેલ વર્ગની ભાષાનું પ્રાધાન્ય હોય છે.
આ વાર્તાઓ સાહિત્યપ્રદેશના ક્ષેત્રોની હોવાથી તેમની રચના
સુંદર છતાં વિગતોથી ભરપૂર, ગૂંચવાડા ભરેલી, અને કાવ્ય તથા
વર્ણનપ્રધાન હોય છે. આવી વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓ
બનાવવાનું કામ વધારે મુશ્કેલી ભરેલું છે.
{{gap}}સાંભળવા યોગ્ય અને વાંચવા યોગ્ય વાર્તાઓને કહેવા
યોગ્ય વાર્તાઓ કેવી રીતે બનાવી લેવી તેનો વિચાર કરીએ.
{{gap}}કહેવા યોગ્ય વાર્તાનું પહેલું અને અતિ આવશ્યક લક્ષણ<noinclude></noinclude>
kdc8xk23ls2ggcpv97zx8k0640c1bof
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૮
104
67247
216252
216235
2025-07-07T17:20:19Z
Amvaishnav
156
/* Validated */
216252
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૮૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>કથનશૈલી છે. જે રીતે વાર્તાઓ લખેલી હોય છે તે જ રીતે જો કહી
સંભળાવવા બેસીએ તો શ્રવણમાં લેશ માત્ર રસ જામે નહિ એવો
મારો અનુભવ છે. કહેવા યોગ્ય વાર્તા સંવાદથી, પ્રશ્નથી,
વર્ણનથી, અલંકારયુક્ત વાક્યપ્રયોગોથી શરૂ થતી નથી; એ તો
એની સ્વાભાવિક સાદાઈમાં જ આપણે હોઠે અને સાંભળનારને
કાને જઈને બેસે છે; કહેનાર અને સાંભળનાર વચ્ચે હૃદયેહૃદયનો
તાર એકદમ સાંધી દે છે. પહેલું જ વાક્ય વાર્તાના પ્રાણને વ્યક્ત
કરે છે, ને દરેક વાક્યે તેનો પ્રાણ ખીલતો ચાલે છે. નથી એમાં
ક્ષેપક વર્ણનો આવતાં કે નથી એમાં પાત્રોના આંતર વિચારોની
શ્રેણીઓ આવતી.
{{gap}}હવે વાંચન યોગ્ય વાર્તાને કથન યોગ્ય કેમ બનાવી શકાય
તે નમૂનાથી બતાવીશું.
{{gap}}“સરસ્વતી નદીના કિનારા ઉપર એક વખત સાંજ પડતી
હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.”
{{gap}}આ વાક્ય ‘કુરબાનીની કથાઓ’માં મૂકેલી બ્રાહ્મણની
વાર્તાનું છે. વાર્તાના પ્રમુખ પાત્ર સત્યકામ જાબાલનું નામ
વાર્તાની અઢારમી લીટીએ દેખાય છે. જેવી રીતે આ વાર્તા
લખવામાં આવી છે, તેવી જ રીતે તે સંભળાવવા બેસીએ તો
સત્યકામ જાબાલનું નામ કહેનારના મોં ઉપર આવે તે પહેલાં તો
બાળકો વાર્તાશ્રવણને છોડીને રમવા માટે ચાલ્યાં જ જાય. આમાં
વાર્તાનો વાંક નથી; વાર્તાનું વસ્તુ અત્યંત મનોહર છે, ને તેથી ય
મનોહર તો તેની લેખનશૈલી છે. વાંચવાના પ્રદેશમાં પહોંચેલા
વિદ્યાર્થીઓને તો આવી રચના ભારે આનંદદાયક લાગે, એટલું જ
પણ હવે શું આવશે, હવે શું આવશે, તેની રાહમાં ને રાહમાં
તેમનો વાર્તા વાંચવાનો વેગ અને ઉત્સાહ વધતાં જ ચાલે.
{{gap}}પણ આ જ વાર્તા કહેવી હોય તો એની ઢબ બદલવી
જોઈએ. કાં તો આપણે આવી રીતે શરૂઆત કરવી જોઈએ :–
{{nop}}<noinclude></noinclude>
nzkvvaivzh226clbgbvai4lqjqmzm9p
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૯
104
67248
216253
206152
2025-07-07T17:24:19Z
Amvaishnav
156
/* Proofread */
216253
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૧}}'''</noinclude>{{gap}}"એક હતું વન. એમાં એક હતો આશ્રમ. એમાં એક ઋષિ
રહે...”
{{gap}}અથવા તો આ પ્રમાણે કહેવી જોઈએ :–
"એક હતો
{{gap}} બ્રાહ્મણનો છોકરો. એનું નામ સત્યકામ જાબાલ.
એ એની મા સાથે રહેતો હતો. એને એકવાર બ્રહ્મવિદ્યા ભણવાનો
વિચાર થયો...”
{{gap}}'ડોશીમાની વાતો'માંથી 'સોનબાઈની વાર્તા' લઈએ,
એને કથન યોગ્ય કરવા માટે તેમાં કેવા કેવા ફેરફાર કરવા પડે તે
તપાસીએ.
{{gap}}સ્થળસંકોચને લીધે આખી વાર્તા તો નહિ લઈએ પણ તેના
થોડાએક ફકરાઓને વાચનના વસ્તુમાંથી કથનનું વસ્તુ બનાવીને
મૂકીએ.
{{સ-મ| |'''સોનબાઈ''' | }}
{{સ-મ| |(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો) | }}
{{gap}}સાત ભાઈઓ હતા. સાત ભાઈ વચ્ચે એક જ નાની
બહેન. બહેનનું નામ સોનબાઈ.
{{gap}}સોનબાઈ એનાં માબાપની બહુ જ માનીતી. સાત ભાઈ
પણ એના ઉપર પ્રાણ પાથરે. પણ સાત ભાભીઓથી સોનબાઈના
લાડ ખમાતા નહોતા.
{{gap}}માબાપ ચાલ્યાં જાત્રા કરવા. દીકરાને બાપ કહે કે, "મારી
સોનબાઈને સાચવજો હો ?” દીકરા કહે, "હો." સાતે વહુઓને મા
કહે કે, "મારી સોનબાઈને કોચવશો મા હો ?” સાતે વહુઓ
છાનામાના દાંત ભીંસીને કહે કે, "હો !”
{{gap}}માબાપ ચાલ્યાં ગયાં. નાનો દીકરો સાથે ગયો. મેડી ઉપર
બેઠી બેઠી સોનબાઈ ઢીંગલી શણગારતી હતી. શણગારતાં<noinclude></noinclude>
jc52r1ejmk27ggxbfw1r6v35shmmnot
216256
216253
2025-07-08T00:20:05Z
Snehrashmi
2103
/* Validated */
216256
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૧}}'''</noinclude>{{gap}}“એક હતું વન. એમાં એક હતો આશ્રમ. એમાં એક ઋષિ
રહે...”
{{gap}}અથવા તો આ પ્રમાણે કહેવી જોઈએ :–
{{gap}}“એક હતો બ્રાહ્મણનો છોકરો. એનું નામ સત્યકામ જાબાલ.
એ એની મા સાથે રહેતો હતો. એને એકવાર બ્રહ્મવિદ્યા ભણવાનો
વિચાર થયો...”
{{gap}}‘ડોશીમાની વાતો’માંથી ‘સોનબાઈની વાર્તા’ લઈએ,
એને કથન યોગ્ય કરવા માટે તેમાં કેવા કેવા ફેરફાર કરવા પડે તે
તપાસીએ.
{{gap}}સ્થળસંકોચને લીધે આખી વાર્તા તો નહિ લઈએ પણ તેના
થોડાએક ફકરાઓને વાચનના વસ્તુમાંથી કથનનું વસ્તુ બનાવીને
મૂકીએ.
{{સ-મ||'''સોનબાઈ'''|}}
{{સ-મ||(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}સાત ભાઈઓ હતા. સાત ભાઈ વચ્ચે એક જ નાની
બહેન. બહેનનું નામ સોનબાઈ.
{{gap}}સોનબાઈ એનાં માબાપની બહુ જ માનીતી. સાત ભાઈ
પણ એના ઉપર પ્રાણ પાથરે. પણ સાત ભાભીઓથી સોનબાઈના
લાડ ખમાતા નહોતા.
{{gap}}માબાપ ચાલ્યાં જાત્રા કરવા. દીકરાને બાપ કહે કે, “મારી
સોનબાઈને સાચવજો હો ?” દીકરા કહે, “હો.” સાતે વહુઓને મા
કહે કે, “મારી સોનબાઈને કોચવશો મા હો ?” સાતે વહુઓ
છાનામાના દાંત ભીંસીને કહે કે, “હો !”
{{gap}}માબાપ ચાલ્યાં ગયાં. નાનો દીકરો સાથે ગયો. મેડી ઉપર
બેઠી બેઠી સોનબાઈ ઢીંગલી શણગારતી હતી. શણગારતાં<noinclude></noinclude>
7pg8q35op7jxoi6twtqj2xex17oehfv
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૦
104
67249
216254
206153
2025-07-07T17:30:36Z
Amvaishnav
156
/* Proofread */
216254
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૮૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>શણગારતાં એક {{SIC|લૂટડું|લૂગડું}} નીચે પડી ગયું. મેડીએ બેઠી બેઠી સોનબાઈ કહે : "ભાભી, ભાભી ! એ લૂગડું દઈ જાઓને !”
{{gap}}ભાભી કહે કે, "ઓહોહો, રાજકુંવરીબા ! તમારે પગે કાંઈ
મેંદી નથી મેલી. નીચે ઊતરીને લઈ લોને ?”
{{gap}}સોનબાઈની આંખમાં પાણી આવ્યાં. એને માબાપ સાંભર્યાં.
બીજો દિવસ થયો. છ ભાઈ સવારે ઊઠીને કામે ગયા.
ભાભી કહે, "સોનબાઈ ! બેઠાં બેઠાં રોટલા ખાવા નહિ મળે. લ્યો
આ બેડું; ભરી આવો પાણી.” સોનબાઈ પાણી ભરવા ગઈ.
માથેથી બેડું પડી જાય, લૂંગડાં ભીંજાય, ને માર્ગે માણસો મશ્કરી
કરે. માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી, ને ગોળામાં
પાણી રેડયું. પાછી બીજું ભરવા ચાલી.
{{gap}}ભાભીએ ગોળાને પાણો માર્યો, એટલે નીચેથી ગોળો
નંદવાઈ ગયો, ને પાણી બધું ઢોળાઈ ગયું.
{{gap}}સોનબાઈ બીજી હેલ ભરીને આવે ત્યાં તો ગોળામાં
પાણી ન મળે ! બીજી હેલ રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા
ચાલી. વળી આવીને જુએ તો ગોળામાં પાણી નહિ. નદીકાંઠે
જઈને સોનબાઈ રોવા લાગી. એને રોતી સાંભળીને એક દેડકો
એની પાસે આવ્યો. દેડકાએ પૂછ્યું : ''તને શું થયું છે, નાની
બહેન ?’’ સોનબાઈ કહે : ભાભીએ ગોળો ફોડી નાખ્યો; પાણી
ભરાતું નથી.’’ દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો.........…
{{સ-મ| |✽ | }}
{{સ-મ| |'''સોનબાઈની વાર્તા''' | }}
{{સ-મ| |(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) | }}
{{gap}}એક હતી સોનબાઈ. એને સાત ભાઈઓ અને સાત
ભોજાઈઓ. સાત ભાઈ વચ્ચે સોનબાઈ એક જ બહેન. સોનબાઈ
બહેન એટલે તો શી વાત !<noinclude></noinclude>
liq9jkmy1j83f7wkcc7kv87t1v9tvk0
216257
216254
2025-07-08T00:22:59Z
Snehrashmi
2103
/* Validated */
216257
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૮૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>શણગારતાં એક {{SIC|લૂટડું|લૂગડું}} નીચે પડી ગયું. મેડીએ બેઠી બેઠી સોનબાઈ કહે : “ભાભી, ભાભી ! એ લૂગડું દઈ જાઓને !”
{{gap}}ભાભી કહે કે, “ઓહોહો, રાજકુંવરીબા ! તમારે પગે કાંઈ
મેંદી નથી મેલી. નીચે ઊતરીને લઈ લોને ?”
{{gap}}સોનબાઈની આંખમાં પાણી આવ્યાં. એને માબાપ સાંભર્યાં.
{{gap}}બીજો દિવસ થયો. છ ભાઈ સવારે ઊઠીને કામે ગયા.
ભાભી કહે, “સોનબાઈ ! બેઠાં બેઠાં રોટલા ખાવા નહિ મળે. લ્યો
આ બેડું; ભરી આવો પાણી.” સોનબાઈ પાણી ભરવા ગઈ.
માથેથી બેડું પડી જાય, લૂંગડાં ભીંજાય, ને માર્ગે માણસો મશ્કરી
કરે. માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી, ને ગોળામાં
પાણી રેડ્યું. પાછી બીજું બેડું ભરવા ચાલી.
{{gap}}ભાભીએ ગોળાને પાણો માર્યો, એટલે નીચેથી ગોળો
નંદવાઈ ગયો, ને પાણી બધું ઢોળાઈ ગયું.
{{gap}}સોનબાઈ બીજી હેલ ભરીને આવે ત્યાં તો ગોળામાં
પાણી ન મળે ! બીજી હેલ રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા
ચાલી. વળી આવીને જુએ તો ગોળામાં પાણી નહિ. નદીકાંઠે
જઈને સોનબાઈ રોવા લાગી. એને રોતી સાંભળીને એક દેડકો
એની પાસે આવ્યો. દેડકાએ પૂછ્યું : “તને શું થયું છે, નાની
બહેન ?” સોનબાઈ કહે : “ભાભીએ ગોળો ફોડી નાખ્યો; પાણી
ભરાતું નથી.” દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો.........
{{સ-મ||✽|}}
{{સ-મ||'''સોનબાઈની વાર્તા'''|}}
{{સ-મ||(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) |}}
{{gap}}એક હતી સોનબાઈ. એને સાત ભાઈઓ અને સાત
ભોજાઈઓ. સાત ભાઈ વચ્ચે સોનબાઈ એક જ બહેન. સોનબાઈ
બહેન એટલે તો શી વાત !
{{nop}}<noinclude></noinclude>
28ou3uwzbe14ep4hda871pt6jzpy920
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૧
104
67250
216258
206154
2025-07-08T00:26:09Z
Snehrashmi
2103
/* Proofread */
216258
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૩}}'''</noinclude>{{gap}}સોનબાઈ તો રોજ હિંડોળે બેસે ને ઢીંગલેપોતિયે રમે.
રમતાં રમતાં પોતિયું હેઠે પડી જાય તો સોનબાઈ પોતિયું લેવા હેઠે
ન ઊતરે પણ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું
આપોને”
{{gap}}ભાભી પોતિયું આપે એટલે સોનબાઈ પાછાં રમવા માંડે.
ભાભી મનમાં ખૂબ ખિજાય પણ કરે શું ? માબાપ આડે કેમ
બોલાય ? સોનબાઈ તો રહ્યાં માબાપનાં માનીતાં.
{{gap}}એકવાર સોનબાઈનાં માબાપ જાત્રાએ ચાલ્યાં; એની સાથે
એના છ ભાઈઓ અને ભોજાઈઓ પણ ચાલી. જતાં જતાં
સોનબાઈની માએ નાના ભાઈને કીધું : “ભાઈ, ભાઈ ! આપણી
સોનબાઈને જીવની ઘોડે સાચવજે.” ભાઈ કહે : “હો, બા ! એમાં
તે કહેવાનું હોય ? સોનબાઈને તો હું મારા જીવ જેમ જાળવીશ.
તમે તમારે સુખેથી જાત્રા કરી આવો. તમારે સોનબાઈના ઉચાટ
જરા યે ન કરવા.”
{{gap}}સોનબાઈનાં માબાપ તો જાત્રાએ ગયાં.
{{gap}}સોનબાઈ તો હિંડોળે બેસીને ઢગિલેપોતિયે રમે છે. ત્યાં
એનું પોતિયું હેઠે પડી ગયું.
{{gap}}સોનબાઈ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું
લાવોને ?”
{{gap}}ભાભી કહે : “લેને તારી મેળાએ ! તારા હાથ ભાંગી ગયા
છે ? હું તે શાની આપું ?”
{{gap}}સોનબાઈને રોવું આવી ગયું.
{{gap}}સોનબાઈ તો જ્યાં હેઠે ઊતરી પોતિયું લેવા જાય ત્યાં
ભાભી હિંડોળે બેસી ગઈ ને સોનબાઈને કહે : “એમ ખાવાબાવા
નહિ મળે; હવે તો કામ કરવું પડશે. જા, આ બેડું લઈને પાણી<noinclude></noinclude>
bsog5f1yicml5v6da6anijgnq1trcen
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૨
104
67251
216259
206155
2025-07-08T00:29:25Z
Snehrashmi
2103
/* Proofread */
216259
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૮૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>ભરવા. આ પાણિયારું આખું ભરી દે, પછી ખાવા માગજે. જોજે
જરા ય ઊણું રહેશે તો તારી વાત તું જાણી !”
{{gap}}સોનબાઈએ કોઈ દી પાણી ભરેલું નહિ. એણે તો બેડું માથે
મૂક્યું, નદીએ ગઈ. પાણી ભર્યું ને બેડું માથે મૂકી રસ્તામાં
બેડામાંથી પાણી ઢોળાતું જાય, સોનબાઈનાં લૂગડાં પલળતાં જાય
ને સોનબાઈની આંખમાંથી ડળક ડળક આંસું ખરતાં જાય.
{{gap}}થાક ખાતી ખાતી માંડ માંડ સોનબાઈ ઘેર આવી.
{{gap}}સોનબાઈ રોતી રોતી સાંકળ ખખડાવીને બોલી : “ભાભી,
ભાભી ! બારણાં ઉઘાડોને ?” ભાભી કહે : “આવી કે રાંડ !
આટલી બધી વાર ક્યાં થઈ ? જો, રેડ તારા બેડાને પેલા મોટા
ગોળામાં. જોજે, ગોળો ફોડતી નહિ.”
{{gap}}સોનબાઈએ તો ગોળામાં પાણી રેડ્યું.
{{gap}}ત્યાં તો ભાભી કહે : “લે, ઊભી રહી કાં ? જા પાછી
નદીએ આખું પાણિયારું ભર્યા પછી હેઠી બેસજે.”
{{gap}}સોનબાઈ તો રોતી રોતી નદીએ ચાલી.
{{gap}}સોનબાઈ નદીએ ગઈ એટલે પાછળથી ભાભીએ ગોળાને
પથરો મારીને કાણો કર્યો એટલે એમાંથી બધું ય પાણી ચાલ્યું ગયું.
{{gap}}સોનબાઈ તો માંડ માંડ બીજું બેડું ભરીને આવી, ને જ્યાં
ગોળામાં પાણી રેડવા જાય ત્યાં ગોળામાં પાણીનું એકે ય ટીપું ન
મળે !
{{gap}}સોનબાઈ તો વિચારમાં પડી ગઈ.
{{gap}}ત્યાં તો ભાભી ભભકી : લે ! ઊભી ઊભી જો છો શું ?
એમ કાંઈ એકબે બેડે તે ગોળો ભરવાનો હતો કે ? એ ગોળો તો
વીશ બેડાંનો છે, વીશ ! એમ ઊભાં રહ્ય પાર નહિ આવે.”
{{gap}}સોનબાઈ તો રોતી રોતી વળી નદીએ ચાલી.
{{nop}}<noinclude></noinclude>
djd89idiea5411z4u45ev8lvtrp0497
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૩
104
67252
216260
206156
2025-07-08T00:36:01Z
Snehrashmi
2103
/* Proofread */
216260
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૫}}'''</noinclude>{{gap}}વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો
ભરાણો નહિ.
{{gap}}સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો
છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને ધ્રુશકે ધ્રુશકે રોવા
મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : “બેન, બેન ! રડે છે
શું કામ ? તારે તે શું દુઃખ છે ? તારું જે દુઃખ હોય તે કાપું.
એકવાર રોતી છાની રહે.”
{{gap}}સોનબાઈ કહે : “બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે;
મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી
ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો પાણી આપું.
ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું
એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું ? હું તે
કેટલાં બેડાં ભરું ?”
{{gap}}દેડકો કહે : “રો મા બાપુ ! લે હું તારી સાથે આવું ગોળાના
કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય.”
{{gap}}સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના
બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો.
વળી એક બીજું દૃષ્ટાંત લઈએ.
{{સ-મ||✽|}}
{{સ-મ||'''ટીડો જોષી★<ref>*‘વસંત’ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.</ref>'''|}}
{{સ-મ||(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટ્યનું જણ્યું
એટલે એનું નામ ટીડો પાડ્યું હતું; જમણું નસકોરું વિંધાવ્યું હતું;<noinclude>{{reflist}}</noinclude>
tujs137eqqjwexusxyrylcs65p8dzdz
216261
216260
2025-07-08T00:36:32Z
Snehrashmi
2103
216261
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૫}}'''</noinclude>{{gap}}વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો
ભરાણો નહિ.
{{gap}}સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો
છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને ધ્રુશકે ધ્રુશકે રોવા
મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : “બેન, બેન ! રડે છે
શું કામ ? તારે તે શું દુઃખ છે ? તારું જે દુઃખ હોય તે કાપું.
એકવાર રોતી છાની રહે.”
{{gap}}સોનબાઈ કહે : “બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે;
મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી
ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો પાણી આપું.
ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું
એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું ? હું તે
કેટલાં બેડાં ભરું ?”
{{gap}}દેડકો કહે : “રો મા બાપુ ! લે હું તારી સાથે આવું ગોળાના
કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય.”
{{gap}}સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના
બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો.
વળી એક બીજું દૃષ્ટાંત લઈએ.
{{સ-મ||✽|}}
{{સ-મ||'''ટીડો જોષી★<ref>*‘વસંત’ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.</ref>'''|}}
{{સ-મ||(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટ્યનું જણ્યું એટલે એનું નામ ટીડો પાડ્યું હતું; જમણું નસકોરું વિંધાવ્યું હતું;<noinclude>{{reflist}}</noinclude>
lofq667q69c58mmo1ksbznocxfl4gmj
216262
216261
2025-07-08T00:36:51Z
Snehrashmi
2103
216262
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૫}}'''</noinclude>{{gap}}વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો
ભરાણો નહિ.
{{gap}}સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો
છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને ધ્રુશકે ધ્રુશકે રોવા
મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : “બેન, બેન ! રડે છે
શું કામ ? તારે તે શું દુઃખ છે ? તારું જે દુઃખ હોય તે કાપું.
એકવાર રોતી છાની રહે.”
{{gap}}સોનબાઈ કહે : “બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે;
મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી
ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો પાણી આપું.
ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું
એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું ? હું તે
કેટલાં બેડાં ભરું ?”
{{gap}}દેડકો કહે : “રો મા બાપુ ! લે હું તારી સાથે આવું ગોળાના
કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય.”
{{gap}}સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના
બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો.
{{gap}}વળી એક બીજું દૃષ્ટાંત લઈએ.
{{સ-મ||✽|}}
{{સ-મ||'''ટીડો જોષી★<ref>*‘વસંત’ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.</ref>'''|}}
{{સ-મ||(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટ્યનું જણ્યું એટલે એનું નામ ટીડો પાડ્યું હતું; જમણું નસકોરું વિંધાવ્યું હતું;<noinclude>{{reflist}}</noinclude>
dje51c0wn75nrbk7lq2qykqoxlgckuh
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૪
104
67253
216263
206157
2025-07-08T00:39:44Z
Snehrashmi
2103
/* Proofread */
216263
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૮૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>હાથે વળિયાં અને પગે તોડાકડલી તથા તે ઉપર બેડી નકોર
સોનાનાં પેરાવતાં. કાલ્ય પ્રાતઃકાળે શું થાય એનો વિશ્વાસ નહિ
એવું વિચારીને પિતાએ ટીડો બાળક હતો ત્યાં જ એને સારે ઘેર
પરણાવીને લાવો લઈ લીધો; અને બન્યું પણ એમજ કે કુલવધૂનાં
કુંકુમ પગલા ઘરમાં નહોતાં થયા ત્યાં તો વૃદ્ધ બ્રાહ્મણે દેહત્યાગ
કર્યો. પિતાની વર્ષી વાળ્યા પછી માતાયે ટીડાને, વહુનું આણું
વાળવા સાસરે જાવા આજ્ઞા કરી. ટીડો સાબદો થયો, અને
દિશાશૂળ, વારશૂળ, યોગિની ઈ.ઈ. વિઘ્ન ન કરે એવી તિથિયે
ખાંધે ખડિયો નાખીને પ્રયાણ કર્યું. માતાએ પુત્રને લલાટે ચાંદલો
કર્યો, દુઃખડાં લીધાં, સાવધાન રેવાનો બોધ કર્યો અને હાથમાં
કોરી આપીને કહ્યું કે, ‘ભૂખ્યો થા એટલે આ કોરી ભાંગીને
ખાજે.’ શકુન સારાં થયાં; કુમારિકા અને ગાયમાતા સામાં મળ્યાં,
અને ટીડાની સફળ યાત્રા વિષયે માતાના મનમાં જરાતરા સંદેહ
હતો તે ભાંગ્યો. ટીડાને હાલતાં હાલતાં મધ્યાહ્ન થયો અને
વીસામો ખાવાનું મન થયું. ત્યાં એક મોટી વાવ્ય આવી. વાવ્ય
પાસે એક પ્રચંડ વડ હતો, તેના થડને ફરતો ઓટલો બાંધેલ હતો.
વિશાળ છાયા નીચે વણજારાની પોઠ્ય પોરો ખાતી હતી. તેઓયે
ટીડાને નોતર્યો. ટીડો ત્યાં રોકાણો, અને જઠરવાસી અગ્નિદેવતાને
સંતોષવા ધારે છે ત્યાં માતાના છેલ્લા શબ્દ સ્મરણમાં આવ્યા.
ગૂંજામાંથી કોરી કાઢી, કાળમીન પાણકો ગોત્યો ને શિલા ઉપર
કોરી ભાંગવા બેઠો. વણજારા વિસ્મય પામતા પૂછે છે કે ‘આ તે
તેં શું આદર્યુ ?’ ટીડો કહે, ‘મારી માયે કહ્યું છે કે ક્ષુધા લાગે એટલે
કોરી ભાંગીને ખાજે.’ વણજારાએ ઉત્તર દીધો, ‘તારી માયે તો
ઠીક કહ્યું પણ તું સમજ્યો નહિ. કોરી ભાંગીને ખાવી એટલે
કોરીની કાંઈ વસત લઈને ખાવી. કોરી તારા પાસે ભલે રહી,<noinclude></noinclude>
hqei1b365mht2pixviwrkzie62nmyyw
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૫
104
67254
216264
206158
2025-07-08T00:43:32Z
Snehrashmi
2103
/* Proofread */
216264
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૭}}'''</noinclude>અમે તને કેરી આપીએ તે ખાઈ લે,’ આમ કહીને પોઠ્યમાંથી કેરી
કાઢીને દીધી ને ટીડો ઊભો ઊભો અને ગોટલાં છોતરાં સહિત
સ્વાહા કરી ગયો. ટાઢો ઢળ્યો એટલે વણજારાને પ્રણામ કરીને
પાછું ચાલવા માંડ્યું તે દિવસ આથમ્યે સાસરાને ગામ પહોંચ્યો.
{{gap}}રાત્રિ વેળાએ છતા થાવાનું યોગ્ય ન લાગ્યું એટલે છાનોમાનો
ઓસરીમાં ઘરીને કોઠી વાંસે લપાઈ રહ્યો. અર્ધી રાત્રે જળે થંભ્યાં
તે પછી ઘરચર્યા જોવા નીસર્યો. સાસરો ઓસરીમાં સૂતો હતો
તેના ખાટલા નીચે ખાંડણિયો હતો; ત્યાં {{SIC|યહેલું|પહેલું}} ધ્યાન ગયું.
ખાંડણિયામાં તેજ દિવસે સાસુયે ફરતા નાગ માટે તલવટ ખાંડ્યો
હતો, અને તલ તથા ગોળની કણી ચારે પાસ ચોંટી હતી.
ખાંડણિયાનું મોં પગતું હતું તેમાં માથું નાખીને ટીડો જીભના
સપાટા મારી રસાળ પત્થરને ચાટવા માંડ્યો. સસરો જાગી ઊઠ્યો
ને સાસૂને જગાડીને દિવો કરવા કહ્યું. ટીડો ભાગવા સારુ
ખાંડણિયામાં માથું કાઢવા જાય છે ત્યાં તો સલવાઈ રહ્યું ને કેમે
કરીને નીકળ્યું નહિ. ભગીરથ જેટલો શ્રમ કર્યો. પરમેશ્વરે લાજ
રાખી. માથું નીકળ્યું ને સાસુ દીવો પ્રકટે તે પેલાં ફળિયામાં વહ્યો
ગયો ને લાગ આવ્યો એટલે ડેલી ઉઘાડીને બહાર પલાયન કર્યું.
રાત્ય બહાર ગામ પીંપળા ઉપર ગાળી ને સવારે સાસરે ગયો.
સસરો ગામમાં લોટ ભીખવા નીકળેલ ને સાસુ રોટલા ઘડતી
રાંધણિયામાં બેઠેલ. રસોડાની જાળી ઉપર ચડીને ટીડો બિરાજમાન
થયો, અને ત્યાં બેઠાં બેઠાં રોટલાના ટપાકા ગણ્યા. પછી ઘરમાં
ગયો. સાસુયે જમાઈને આવકાર દીધો. ખાટલી ઢાળી તે ઉપર
ચાકળો પાથરી દીધો, પાણી પાયું અને કુશળ સમાચાર પૂછ્યા.
વાતવાતમાં સાસુયે પૂછ્યું, ‘કેટલું ભણ્યા છો ?’ ટીડો કહે, ‘ચાર
વેદ ભણ્યો છું.’ સાસુ {{SIC|ચક્તિ|ચકિત}} થઈને કહે : ‘ઠીક તયેં કહો જોએ કે
આજ મેં રોટલા કેટલા ઘડ્યા ? ટીડા જોષીયે સમયનો સદુપયોગ<noinclude></noinclude>
thpwzobgl7bca36ypdhw1ko1voevbgi
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૬
104
67255
216265
206159
2025-07-08T00:45:12Z
Snehrashmi
2103
216265
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''{{સ-મ|૮૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>કરેલ એટલે આ પરીક્ષા એને ભારે ન પડી. ભુંગળીમાંથી ટીપણું
કાઢી ઉકેલી માથું ખંજોળી તે બોલ્યો, ‘પાટી, વતરણું અને જિંકી
લઈ આવો એટલે હું ગણિત કરીને કહું.’ સાસુયે પાટી આણી તે
ઉપર વીશ લીટા કર્યા ને કહ્યું કે ‘તમે આટલા રોટલા ઘડ્યા.’
સાસુનું સાનંદાશ્રર્ય {{SIC|માર્યું|માયું}} નહિ, જમાઈનાં બધે બેમોહડે ગુણગાન
કર્યાં. ટીડા જોષીની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ.
{{gap}}એવામાં પડખે કોઈ કણબીનો ઢાંઢો ખોવાણો હતો એની
પટલાણી ટીડા પાસે જોષ જોવડાવવા આવી. ટીડો મૂંઝાણો પણ
વિલતા બીજાંને કળાવા ન દીધી, સ્વસ્થતાનો આડંબર રાખ્યો
ને વેઢા ઉ૫૨ સિંહ કન્યાને રમાડી કરીને બોલ્યો, "હવણા ચોઘડિયું
બરાબર છે નહિ, ને મુહૂર્તનો અવયોગ છે, એટલે કાલ્ય સવારે
આવજો ને પ્રશ્નનું ઉત્તર લઈ જજો.” લપાટ મારીને મોઢું રાતું
તો રાખ્યું પણ આખી રાત્ય નિદ્રા ન આવી. વેલો ઉઠીને નદીયે
નાવો ગયો. વિચારમાં ને વિચારમાં ગામ પાસે આરો હતો તે
મેલીને બીજે આરે જઈ ચડયો અને શૂન્ય ચિત્તે આમતેમ દૃષ્ટિ
ફેરવી ત્યાં તો કીચડ અને કીચડમાં ખુતી ગયેલ બળદ જોયો.
ગ્લાનિ તત્કાળ દૂર થઈ અને નિત્યકર્મ કરી પ્રફુલ્લવદને ગામમાં
આવ્યો. પટલાણી તો સાસરે માર્ગપ્રતીક્ષા કરતી જ બેઠી હતી તેને
કહ્યું કે, 'તમારો ઢાંઢો ઉપરવાસ્ય આરા પાસે કાદવમાં ખુતી ગયો
છે તે જઈને લઈ આવો.’ જોષીને પ્રતાપે બળદ પાછો આવ્યો
સમજી પટલાણી રાજી થઈને ટીડાની વહુને કાપડું તથા આંટીવીંટી
આપી ગઈ.
ટીડો જોષી ભાગ્યને બળે બે વાર વિપત્તિ તરી ગયો હતો
પણ મન તો આકુળ વ્યાકુળ જ હતું. રખે ને વળી કોઈ પ્રશ્ન
કરે તો ભુંડા ભોગ થાય એ વાત ચિત્તમાં રમતી હતી. નિત્ય ઉઠીને
જાવાનું કરે અને સાસરિયાં આગ્રહ કરીને રોકે. એવામાં એક<noinclude></noinclude>
pymm14f9ndmvm8mgkd66gf2hj449xl1
216266
216265
2025-07-08T00:59:10Z
Snehrashmi
2103
/* Proofread */
216266
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૮૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>કરેલ એટલે આ પરીક્ષા એને ભારે ન પડી. ભુંગળીમાંથી ટીપણું
કાઢી ઉકેલી માથું ખંજોળી તે બોલ્યો, ‘પાટી, વતરણું અને જિંકી
લઈ આવો એટલે હું ગણિત કરીને કહું.’ સાસુયે પાટી આણી તે
ઉપર વીશ લીટા કર્યા ને કહ્યું કે ‘તમે આટલા રોટલા ઘડ્યા.’
સાસુનું સાનંદાશ્રર્ય {{SIC|માર્યું|માયું}} નહિ, જમાઈનાં બધે બેમોહડે ગુણગાન
કર્યાં. ટીડા જોષીની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ.
{{gap}}એવામાં પડખે કોઈ કણબીનો ઢાંઢો ખોવાણો હતો એની
પટલાણી ટીડા પાસે જોષ જોવડાવવા આવી. ટીડો મૂંઝાણો પણ
વિહ્વલતા બીજાંને કળાવા ન દીધી, સ્વસ્થતાનો આડંબર રાખ્યો
ને વેઢા ઉપર સિંહ કન્યાને રમાડી કરીને બોલ્યો, “હવણા ચોઘડિયું
બરાબર છે નહિ, ને મુહૂર્તનો અવયોગ છે, એટલે કાલ્ય સવારે
આવજો ને પ્રશ્નનું ઉત્તર લઈ જજો.” લપાટ મારીને મોઢું રાતું
તો રાખ્યું પણ આખી રાત્ય નિદ્રા ન આવી. વેલો ઉઠીને નદીયે
નાવો ગયો. વિચારમાં ને વિચારમાં ગામ પાસે આરો હતો તે
મેલીને બીજે આરે જઈ ચડ્યો અને શૂન્ય ચિત્તે આમતેમ દૃષ્ટિ
ફેરવી ત્યાં તો કીચડ અને કીચડમાં ખુતી ગયેલ બળદ જોયો.
ગ્લાનિ તત્કાળ દૂર થઈ અને નિત્યકર્મ કરી પ્રફુલ્લવદને ગામમાં
આવ્યો. પટલાણી તો સાસરે માર્ગપ્રતીક્ષા કરતી જ બેઠી હતી તેને
કહ્યું કે, ‘તમારો ઢાંઢો ઉપરવાસ્ય આરા પાસે કાદવમાં ખુતી ગયો
છે તે જઈને લઈ આવો.’ જોષીને પ્રતાપે બળદ પાછો આવ્યો
સમજી પટલાણી રાજી થઈને ટીડાની વહુને કાપડું તથા આંટીવીંટી
આપી ગઈ.
{{gap}}ટીડો જોષી ભાગ્યને બળે બે વાર વિપત્તિ તરી ગયો હતો
પણ મન તો આકુળ વ્યાકુળ જ હતું. રખે ને વળી કોઈ પ્રશ્ન
કરે તો ભુંડા ભોગ થાય એ વાત ચિત્તમાં રમતી હતી. નિત્ય ઉઠીને
જાવાનું કરે અને સાસરિયાં આગ્રહ કરીને રોકે. એવામાં એક<noinclude></noinclude>
rigs3084bee4poyytgz0r0fzre656zf
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૭
104
67256
216267
206160
2025-07-08T01:03:13Z
Snehrashmi
2103
/* Proofread */
216267
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૯}}'''</noinclude>દિવસ રાજકુમારીનો હાર ગયો અને ટીડા જોષીને રાજ્યમાંથી તેડું
આવ્યું. ટીડાનો તો શ્વાસ જ ઉડી ગયો, અને રાજાના કિંકર એને
યમદૂત જેવા લાગ્યા, પણ હવે કાંઈ ઉપાય નહોતો. કિંકર સંઘાતે
રાજા પાસે ગયો અને યથાપૂર્વ આવતી કાલ્યનું પગથિયું મૂકીને
ઘરે પાછો આવવાનું કરે છે ત્યાં તો રાજાએ એને પોતા સાથે
જમવા અને ત્યાં જ સુઈ રેવાનું નિમંત્રણ કર્યું. બત્રીસ જાતનાં
ભોજન અને તેત્રીસ જાતનાં શક-વિધવિધ પક્વાન્ન થાળમાં
ધર્યાં હતાં પણ ટીડાને કાંઈ ભાવ્યું નહિ. રાત્રિયે નિદ્રા તો શેની
જ આવે ? ‘નીદરડી આવ્ય ને, નીદરડી આવ્ય ને.’ એમ જાપ
કર્યો તે વ્યર્થ ગયો. પરંતુ બન્યું એમ કે હાર નીદરડી નામની
ગોલીયે ચોરેલ અને તે દાસી એટલામાં જ સુતી હતી. એણે
જોષીનો જાપ સાંભળ્યો. ને જોષી તો નિદ્રાનું આવાહન- આરાધન
કરતો હતો પણ દાસીયે ગભરાઈને જાણ્યું આ મને બોલાવે છે ને
મારો અપરાધ જાણી ગયા છે. ઝપાટાબંધ જોષી પાસે ગઈ, ને
કહ્યું, ‘મહારાજ, ક્ષમા કરો. હાર ઊગમણા બારના ઓરડામાં
ડામચિયાના ગોદડા વચ્ચે પડ્યો છે. પણ આ રંક દાસી ઉપર દયા
રાખજો ને નામ લેજો મા.’ ટીડો દાસીને નિર્ભય કરીને સૂઈ
રહ્યો. સવારે ઉઠીને, કોઈ દિવસ નહિ ને આજ ઊના પાણીયે
સ્નાન કર્યું ને સજ્જ થઈ રાજા પાસે જઈ એના પ્રશ્નનું સમાધાન
કર્યું. રાજા પ્રસન્ન થયો ને ટીડાની વહુને થાળ ભરીને કનકકુસુમનો
કરિયાવર કર્યો.
{{gap}}ટીડાનું ધૈર્ય હવે ખુટ્યું : સાસરે જઈ સાસરિયાંની તાણ્યનો
અનાદર કરી વહુને તૈયાર થાવા કહ્યું. પણ જેવો તે વિદાય થાવાનું
કહે છે ત્યાં વળી રાજાનું તેડું આવ્યું. ટીડો આવ્યો એટલે રાજાએ
એને બંધ મૂઠિ દેખાડી અને પૂછ્યું, ‘આમાં શું છે ?’ ટીડો
બોલ્યો :–
{{nop}}<noinclude></noinclude>
kv2ur481kor7j8v1md37l4k5jw1n29l