વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.21
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:Kim Nito
3
72016
220869
218127
2026-03-26T15:53:08Z
기나ㅏㄴ
3882
기나ㅏㄴએ [[સભ્યની ચર્ચા:Kim Jang 1]]ને [[સભ્યની ચર્ચા:Kim Nito]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Kim Jang 1|Kim Jang 1]]" to "[[Special:CentralAuth/Kim Nito|Kim Nito]]"
218127
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kim Jang 1}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૫:૧૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)
qbqn684f85hp0lskbg6v796g660vp4y
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૨૯
104
72548
220858
220806
2026-03-26T14:11:33Z
Snehrashmi
2103
/* Validated */
220858
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૦}}</noinclude>‘હું તો બાકરાંને દોઈને પાછો આવું છું ત્યાં તો પરભાતમાં કોણ જાણે ક્યાં ઉપડી ગયો ! જાય ધોડ્યો. પછી કાંઇ ભાળ્યું કે કોણ જાણે શું ! બાજંદો મોર્ય, ને વાંંહો વાંહ બાવળો. બેય જાય ધોડ્યા. હું તો જોતો રયો ને આંખના પલકારામાં ઉપડી ગયા !
{{gap}}‘મેં કીધું ભલે ગ્યા, આવશે એની મેળે. નાડાવા દિ ચડ્યો, બપોરાં થયાં, રોંઢા થ્યો પણ બેમાંથી એકે દેખાણા નહિ. હું તો એના વિના ઘાંઘો ઘાંઘો થઈ ગ્યો હાથ કો’ તો હાથ, ને પગ કો’ તો પગ. બાજંદા ને બાવળા વિના હું તો સાવ અપંગ, મા’રાજ મેર બેઠા ટાણે બાવળો એકલો પાછો આવ્યો. બાજંદો મળે નહિ. પણ ક્યાંથી મળે? મામીએ ભરખી ખાધો હોય તે !’
{{gap}}‘મારી નાખ્યો? અરર !’
{{gap}}‘ના ના, મારી તો શું નાખે ? પણ મામી મારીને, બાજંદો આંખમાં કણાની પેઠે ખટકે. કોઈ દી એને પડખે ચડવા નો દ્યે તે ! એટલે એણે સવારના પોરમાં કાંક દેખાડ્યું કે કોણ જાણે શું થ્યું, પણ બાજંદો તે પછી દેખાણો નહિ.
{{gap}}‘હું તો રોજ વાટ જોઉં. બાજંદો આજ આવશે. કાલ આવશે. પણ આવે ક્યાંથી?
{{gap}}‘બાવળો ય મારો બેટો રોટલો ખાય નહિ. ધૂળમાં સંતાડી રાખે. મને થ્યું આ તે થ્યું છે શું? પછી એક દિ ભાઇ સંતાઇ ગ્યો હો! રોટલો આખો, મારી ભનકીએ બાવળાને નાખ્યો, ઈ મેંં જોયુ. તરત બાવળો તે રોટલો લઈ ને ધૂળમાં દપટી દીધો. મને થ્યું મારું બેટું આ શું? આ બાવળો કાં ખાય નહિ ? ઝોડમાં આવી ગ્યો કે શું ?
{{gap}}‘મેં તો તે દી ઠીકઠીકની ચોકી રાખી...’
{{gap}}અચાનક ભુવાએ વચ્ચે જ વાત મૂકી: ‘તેં મને દાણા જોવાનું<noinclude></noinclude>
798e6brbjbsm9vvuz7rvlii7x1rife5
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૦
104
72549
220859
220802
2026-03-26T14:15:16Z
Snehrashmi
2103
/* Validated */
220859
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૧}}</noinclude>કયું ને મેં તો તરત નો’તું કયું કે થ્યું નથી કાંઈ, પણ ક્યાંક પડ્યો છે!’
{{gap}}‘હા, તમે તો તરત કીધું’તું.’ ગોકળી બોલ્યો: ‘પછી તે દિ મેં
તો ઠીકાઠીકની ચોકી કરી. મારા’જ માથે આવ્યા ને બાવળે રોટલો દાટ્યો’તો ત્યાંથી કાઢ્યો. હું તો આડશમાંથી જોઉં હો! પછી રોટલો લઈને ઉપડ્યો.
{{gap}}‘હું ય વાંહોવાંહ હાલ્યો. મને બાવળો દેખે નહિ કે એને ગંધ આવે નઈ એમ.
{{gap}}‘બાવળો તો ઓલ્યું છે નાં વીડ, વશરામ ભૂવા !’
{{gap}}‘હા હા, ઝીઝોટીયું !’
{{gap}}‘હા...ઇ ઝીઝોટીયું વીડ, ઇંની સોંસરવો નીકળી ગ્યો. ધાર પછવાડે ગ્યો. ખીજડીવાળો ઓલ્યો અવાવરૂ ભખંદર કૂવો છે નાં, ન્યાં જઇને ઊભો. મારું બેટું મેં કીધું, આ તે આ બાવળાને થ્યું છે શું?
{{gap}}‘કૂવાને કાંઠે ઊભો રૈને માંડ્યો ભસવા. એટલામાં તો કોણ જાણે શું ચરીતર થાય તે કૂવામાંથી કોક કૂતરું રૂએ!
{{gap}}‘હું તો તરત કળી ગ્યો હો. આ તો બાજંંદો !
{{gap}}‘બાવળો તો ન્યાં ઊભો રયો. રોટલો અંદર નાખીને ઊભો રયો. થોડીકવાર ન્યાં બેઠો. તે પછી ભસતો ભસતો ઊભી પૂંછડીએ પાછો ભાગ્યો.
{{gap}}‘બાવળો ભાગ્યો એટલે હું તો કૂવાને કાંઠે હરમત કરીને ગ્યો.
તો અંદર બાજંદો આંટા મારે !’
{{gap}}‘ઓ હો હો, મારા મનની વશરામભવા ! મનમાં ગાંઠ વળી ગેઈ હો, આ મૂંગા પ્રાણીમાં પણ આવી પ્રીત છે! શું ભગવાને માયા મેલી છે ! બાવળો મારો બેટો બાજંદા સાટુ થઇને રોટલો સાચવે. પોતે ખાય નહિ, ને કૂવામાં પડ્યો તો બાજંદો, એને આપે.<noinclude></noinclude>
4gsqqldqgvttu89qew00m0bo1mdxg0l
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૧
104
72550
220860
220838
2026-03-26T14:17:36Z
Snehrashmi
2103
/* Validated */
220860
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૨}}</noinclude>હરરોજ આપે. લ્યો બોલો, એને આ માણસાઇ કોણ શીખવાડવા ગ્યું’તું ? આ એમ બાજંદો પાછો હાથ લાગ્યો. પણ ઇ કરતુક મામીના !’
{{gap}}‘મામીનાં જ !’ વશરામે ટેકો કર્યો. એટલામાં એક નાનકડું સ્ટેશન આવ્યું ને વશરામ ભુવો ત્યાં ઉતરી ગયો.
{{gap}}પેલી બાઈ પણ નિદ્રામાં પડી ગઈ હતી. ગોકળીને પણ બીજે સ્ટેશને ઉતરવાનું લાગ્યું, એ પોતાની પોટલી ઠીક કરવા માંડ્યો.
{{gap}}હું ધીમેથી એની પાસે સર્યો. કોઈ ન સાંભળે તેમ ધીમેથી બોલ્યો: ‘ગોકળી ! તમે મામીની વાત કરી એને જોયાં છે !’
{{gap}}‘વશરામની મામી નાં ? હા કેમ નહિ? અમારા ગામની જ છે ને! પણ ભાઈસા’બ વાત પેલેથી કથળી ગઈ છે. મામી છે નાનાં ને મામા છે મહાણ જોગ. ઈ મામી વશરામને કોઇ દી વૌ ભેગો નહિ થવા દ્યે—લ્યો, રામ રામ !’
{{gap}}ગોકળી ડાંગ લઈ ને બેઠો થયો. એને ઉતરવાનું આવ્યું હતું. આઘેના પાટીઆ ઉપર કોઈ ગાઇ રહ્યું હતું. ‘ફૂટી બોખ અંધારો કુવો...!’
{{gap}}હું મનમાં જ બોલ્યો: ‘રાત આખી સીંચીને મુઓ !’<noinclude></noinclude>
am5krznzkcxxmu3bzy85qt5pbn580q9
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૨
104
72551
220861
220839
2026-03-26T14:19:05Z
Snehrashmi
2103
/* Validated */
220861
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{center|'''જીવનમંગલની સ્થાપના'''}}

{{gap}}'''રા'''ત્રિ આવી રહી હતી. પણ તહેવારોના દિવસો હતા એટલે આનંદ વધતો જતો હતો. લોકોનાં ટોળેટોળાં અવનવા ઢંગમાં ચારે તરફ ફરી રહ્યાં હતાં. ક્યાંક પાન ખવાતાં હતાં. ક્યાંક ચા–ના ઑર્ડર અપાતા હતા. ‘સ્પેશીયલ’ની બૂમાબૂમ થઇ રહી હતી. સિનેમા પાસે માણસની મેદનીનો પાર ન હતો.
{{gap}}નગરના બગીચા પાસે પણ એ જ રંગ જામ્યો હતો. ત્યાં વળી વધારામાં છોકરાંઓ હીંચકે હીંચકતાં હતાં. વીજળી બત્તીઓએ માણસોને દિવસનો પ્રકાશ બતાવ્યો હતો. ગરીબી, દુઃખ, દર્દ, કંગાલિયત, દરરોજનાં દૃશ્યો બે ઘડી ટૂંટિયાં વાળીને ખૂણેખાંચરે અંધારઘેરા પડછાયામાં જાણે અદૃશ્ય ચઈ ગયાં હતાં. માણસોના દિલમાં તહેવારોનો ઉત્સાહ આવ્યો હતો. એમના હાથ વારંવાર ગજવાં તરફ જતા હતા. કોઈ કોઇ ઉદાર આત્મા, ભિખારીઓને આના બે આના આપતા પણ હતા. આજે સૌનાં મન જરા વિશાળ બન્યાં હતાં.
{{gap}}આ સઘળી માયા જોતો હું બગીચામાં આવીને એક બાંકડા ઉપર બેઠો. એ તરફ જરા અંધકાર હતો. અને એકદમ કોઈની દૃષ્ટિ પડે તેમ ન હતી. અનેક વૃક્ષોની તેજછાયાની ગુંથણીમાં ત્યાં એક પ્રકારની શાંતિ લાગતી હતી. એક માણસ ત્યાં થોડે દૂર બેઠેલો<noinclude></noinclude>
i8sd73838vfas6ijjiq99r8pym0gx9t
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૩
104
72552
220862
220840
2026-03-26T14:24:44Z
Snehrashmi
2103
/* Validated */
220862
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૪}}</noinclude>મેં જોયો. સાંભળવા છતાં સાંભળતો ન હોય તેમ એ શૂન્ય જેવો જણાતો હતો. મેં તેના તરફ તાકી તાકીને જોયું. એને અત્યારની કોઈ વસ્તુમાં રસ હોય એમ લાગ્યું નહિ. એ પોતાના દુઃખમાં પોતે ડૂબી ગયેલો જણાયો.
{{gap}}મને કુતૂહલ થયું. મેં એના તરફ એક વખત ફરીને જોયું, એ હતો તેમ જ બેઠો રહ્યો હતો; સ્થિર અને શૂન્ય.
{{gap}}હું ઊઠીને છેક તેની પાસેના બાંકડા ઉપર જઈને બેઠો. તેણે મારી સામે પણ જોયું નહિ. કોણ આવ્યું છે એ જાણવામાં પણ એને રસ રહ્યો ન હતો. આશ્ચર્ય !
{{gap}}છેવટે થાકીને મેં બોલવાનું શરુ કર્યું : ‘આજ તો આ બગીચો પણ માણસોથી ઉભરાઈ ચાલ્યો છે! તહેવારો છે નાં? તમે આંહીના નથી લાગતા ?’
{{gap}}સામેનો પેલો માણસ જરાક જ હાલતો જણાયો. તેણે પોતાનું ઓઢવાનું જરાક સરખુ કર્યુંં, મારી સામે એક દૃષ્ટિ કરી, ધીમેથી બોલ્યો : ‘મને પૂછો છો?’
{{gap}}‘બીજું આંહી કોણ છે?’ મેં કહ્યું.
{{gap}}એણે ચારે તરફ દૃષ્ટિ કરી. ખરેખર, એટલામાં ત્યાં બીજું કોઇ હતું નહિ.
{{gap}}‘કહું છું તમે આ બાજુ પહેલી વખત આવતા લાગો છો. આંહીના છો? કે શહેરમાં અજાણ્યા છો ?’
{{gap}}‘હું ? આ શહેરમાં ને દરેક શહેરમાં હું અજાણ્યો છું!’ એના વિચિત્ર જવાબથી મને નવાઇ લાગી; પણ આદમી રસ લેવા જેવો લાગ્યો. હું તેની વધુ પાસે સર્યો : ‘કેમ એમ બોલ્યા ? અત્યારે તો આખું નગર ઉલ્લાસમાં છે. દુઃખી પણ બે ઘડી દુઃખ ભૂલી જવાનું ઈચ્છે એવા ઉત્સાહભર્યા આ દિવસો છે.’
{{nop}}<noinclude></noinclude>
629crg6tedjkygl24mj0ccm81pmz3ms
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૪
104
72553
220863
220842
2026-03-26T14:26:59Z
Snehrashmi
2103
/* Validated */
220863
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૫}}</noinclude>{{gap}}‘જીવનના આવા ઉલ્લાસમય વાતાવરણ વિષે જ મને વધારે લાગી આવે છે!’
{{gap}}‘એમ ? એ તો નવાઇની વાત! કોઈક સુખી થાય તો પણ આપણે દુઃખ?’
{{gap}}‘તમે મારું કહેવાનું સમજ્યા નથી. આવી લીલાને લીધે આપણે ઘણી વખત મોહમાં નથી પડતા? એવો ભ્રમ ઊભો થતો નથી કે ક્યાંય દુઃખ, ગ્લાનિ, શોક, અવ્યવસ્થા, અસંતોષ કાંઈ કહેતાં કાંઈ છે જ નહિ.’
{{gap}}‘અરે ભગવાન ! ત્યારે તમે તો ‘કાજી ક્યું દુબલે’ જેવા લાગો છો! એ હોય તો ભૂલવા માટે હોય. અને આ તહેવારોમાં એ ભૂલી જવાય છે !’
{{gap}}તે હસી પડ્યો : ‘કોઈ ને પણ પોતાનું મોં બરાબર બતાવે એવું દર્પણ ગમે ખરુ? દરેક અરીસાએ માણસને થોડાક વધુ રૂપાળા બતાવવા જોઇએે, નહિ તોએ અરીસાને માણસ ફેંકી દે!’
{{gap}}‘શબ્દો તમારા સાચા છે, પણ માણસ એમ આખી દુનિયાને માથે લેવા બેસે તો ક્યારે શાંતિ પામે? અને તેમ છતાં પણ માનવી છેક દયાહીન થતો નથી. આ સામે જ પેલો આલીશાન મહાલય જુઓ ...!’
{{gap}}તેણે આશ્ચર્યથી મેં બતાવ્યું હતું તે દિશામાં જોયું. પછી મારી સામે જોઈ રહ્યો.
{{gap}}‘એ મહાલયમાં રહેનારાની દાનની રકમ સાંભળો તો તમે છક્ક થઈ જાઓ. એટલે માણસ માણસને સાચવવા પણ મથી રહ્યો છે!’
{{gap}}‘માણસ માણસને સાચવવા મથે છે એના જેવી ભયંકર ભૂલભૂલામણી બીજી એકે નથી.’ તેણે કાંઇક કડવાશથી કહ્યું. એની શૂન્યતા સજીવ થતી જણાઈ.
{{nop}}<noinclude></noinclude>
l3u7z2hmksl5j0hfls4vh8oi9wniajt
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૫
104
72554
220864
220843
2026-03-26T14:29:37Z
Snehrashmi
2103
/* Validated */
220864
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૬}}</noinclude>{{gap}}‘એ મહાલય કેટલા બધા ખંડેર ઉપર ઊભો હશે એ કોણ જાણે છે ? અને માત્ર દ્રવ્યની જ વાત શું કરવા લ્યો છો? કોઈ વિખ્યાત ડૉક્ટર લ્યો ! કેટલાં બધાં મુડદાં એની સામે ફરિયાદ કરતાં ઊભાં થાશે ? કોઈ પ્રખ્યાત વકીલ લ્યો. કેટલી બધી માનવતાવિહોણી શબ્દરમતનું એ સંતાન છે? બુદ્ધિજીવન, દ્રવ્યજીવન અને રાજજીવન ત્રણેની આવી એકસરખી મૈત્રી–કેટલાં જીવનખંડેર એમાંથી ઊભાં થાય છે. હરપળે ને હરેક સ્થળે અને આ દેખીતો ઉલ્લાસ. એ બેનો લાંબે ગાળે કેમ મેળ મળશે એ જ મને તો સમજાતું નથી !’
{{gap}}મેં વિચાર કર્યો. આ કોઇ અન્યાય પામેલો માણસ, પોતાના જીવનની કડવાશ લઈને આંહીં શૂન્ય બનીને બેઠેલો જણાય છે! હું ઊભો થતો તેની છેક પાસે ગયો: ‘તમારી ફરિયાદ શી છે એ મને વિસ્તારથી કહેશો ? કોઇએ તમને છેતર્યાં છે ! કે બધું ગુમાવીને તમે બેઠા છો ? કે કોઈ સટોડિયાને હાથે પડ્યા છો ?’
{{gap}}‘તે કડવાશ ભરેલુંં, છાનું, પણ મન હલાવી નાખે તેવુ ધીમું હસ્યો : ‘સટોડિયા ? જીવનખંડેરો ઉપર સરજાતું બધું તંત્ર જ એક મોટો સટ્ટો નથી ? પેલો મહાલય તમે મને એક બતાવ્યો કાં? તમે એ મહાલયને ઓળખો છો, પણ ત્યાં પાસે જ એક ખંડેર ઊભું છે એને તમે જાણો છો?’
{{gap}}‘મને નવાઇ લાગી. મેં પૃચ્છા કરવા તેની સામે જોયું; તે ઊભો થયો: ‘ચાલો ! તમને એ બતાવું !’
{{gap}}‘શું?’ મેં નવાઇ પામતાં કહ્યું: ‘શું બતાવશો ?’
{{gap}}‘એક જીવનખંડેર !’ તેણે જવાબ વાળ્યો. એક ક્ષણે ઘેલા જેવો દેખાતો, બીજી ક્ષણે જ્ઞાની જેવો લાગતો, તે ત્રીજી ક્ષણે કેવળ કડવાશથી ક્ષુલ્લક ભાસતો, આ વિચિત્ર માણસ કોણ હશે એનું મારા મનમાં હવે કુતૂહલ ઊભું થયું ! તે ઊભો થયો. ને ચાલવા માંડ્યો.<noinclude></noinclude>
6qwlurvhdxor2i2y1twvscuxx60jja1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૬
104
72555
220865
220852
2026-03-26T14:31:48Z
Snehrashmi
2103
/* Validated */
220865
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૭}}</noinclude>હું પણ તેની પાછળ ચાલ્યો.
{{center|[૨]}}
{{gap}}એક નાની સરખી વંડી ઠેકીને અમે બહારના મેદાન તરફ ગયા. ત્યાંથી પેલા મહાલયના ઝગઝગાટ થઈ રહેલા દીવાઓ દેખાતા હતા. અમે એ તરફ ચાલ્યા.
{{gap}}રસ્તામાં જ એક ઠેકાણે એ થંભી ગયો. ત્યાં એક મોટા ઝાડનો પડછાયો પડતો હતો. એ પડછાયામાં એક મોટો પથ્થર પડ્યો હોય તેવો એક માણસ પડ્યો હતો. પેલા માણસે તેના તરફ પગ માંડ્યા: ‘સુખલાલજી!’ તેણે પેલા જડ જેવા પડેલાને સંબોધન કર્યું. સુખલાલજી કહેવાતો! માણસ જરાક હાલતો દેખાયો: ‘કોણ ?’
{{gap}}‘એ તો હું છું. જરાક જુઓ તો, આ કોણ છે?’
{{gap}}સુખલાલજીએ પોતાનું છૂપાવેલું મોં બહાર કાઢ્યુંં. પછી બે પળ મારી સામે જોઈ રહ્યો : ‘આવ્યો ! આવ્યો !’ એમ બે–ત્રણ વખત બોલીને એ પાછો પોતાનું મોં છૂપાવી ગયો. એનુ અદૃશ્ય થયેલું મોં અંદર ખોટું ખોટું જૂઠું હાસ્ય હસી રહ્યું હતું. અને એના એ ખોટા હાસ્યમાં રૂદનનો ભયંકર સાગર રેલાઈ રહ્યો હતો.
{{gap}}પણ હું કાંઈ સમજ્યો નહિ. મેં કહ્યું: ‘આને શું છે ?’ તેણે મારી નજર, સામે દેખાતી અસંખ્ય મહેલાતો તરફ દોરી, આગળ વધ્યો : ‘આવડું મોટું અસંખ્ય હવેલીઓથી ભરેલું આ નગર હજારો ખંડેરો પણ રાખે છે એ મારે તમને બતાવવું હતું. આ માણસ નથી, એક ખંડેર છે. તમને એનો ઇતિહાસ કહું. આ માણસ એક વખત આંહીનો પ્રતિષ્ઠિત નાગરિક હતો. એણે પોતાનો એક છોકરો ગુમાવ્યો છે. શામાં ખબર છે ? તમારી વૈજ્ઞાનિક કહેવાતી વાઢકાપમાં ! કોઇ શીખાઉ અણઘડ હાથે પોતાની જવાબદારીના ભાન વિના આના એકના એક પુત્રને રેંસી<noinclude></noinclude>
gu9i0y02poa7gg4xjjttdjdl8zcifqo
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૭
104
72556
220866
220853
2026-03-26T14:33:40Z
Snehrashmi
2103
/* Validated */
220866
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૮}}</noinclude>નાખ્યો..., ત્યારથી એની આ દશા છે ! આવું બીજું ખંડેર પણ છે, બતાવું ચાલો ...’
{{gap}}મને આ માણસની ફીલસુફી વિચિત્ર લાગી. એ અર્ધ સાચી હશે, પણ આનો ઉપાય શું ? આ વસ્તુ તો અનિવાર્ય રીતે રહેવાની જ!
{{gap}}એ મારો વિચાર કળી ગયો લાગ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘તમારા મગજમાં શું આવે છે એ હું જાણું છું... પણ આપણું બીનજવાબદારી ભરેલું વ્યાપકજીવન જે ખંડેરો સર્જે છે તે ખંડેરો છેવટે... આ મહાલયો તમે જુઓ છો નાં ? એમને પણ ખંડેરમાં ફેરવી નાખે છે. હવે તમે મને કહો, પેલો આનંદધોધ ઉછળી રહ્યો હતો, તે સાચો હતો ? ઉત્સાહ હતો ? ઉલ્લાસ હતો ? આનંદ, સુખ માયા કે ભ્રમ, શું હતું? કે કેવળ શૂન્યતા ?
{{gap}}તેને આગળ ધપતો જોઈ હું કાંઇ પણ પ્રત્યુત્તર આપ્યા વિના તેની પાછળ જ ચાલ્યો.
{{gap}}થોડે દૂર ગયા અને તેણે કહ્યું: ‘આ ડોસો, હવે જે તમે જોશો, તે એક વખત ત્રણસો જીવ સાચવનારો જુવાન ભરવાડ હતો. એણે ગીરના જંગલમાં એક લાકડીપર સિંહ સાથે બાથ ભીંડેલી તે મારી જોયેલી વાત છે. એવો જબ્બર આદમી આજે અહીં ખંડેર થઈને પડ્યો છે !’
{{gap}}એટલામાં અમે એક બીજા ઝાડના થડ પાસે આવી પહોંચ્યા હતા. ત્યાં એક બાવા જેવો માણસ પતરાની લોઢી બનાવીને એના ઉપર મકાઈના લોટનો રોટલો શેકતો બેઠો હતા. એણે માથે એક લૂગડું વિંટ્યું હતું. શરીર એનું ઊઘાડું હતું. એના મેલો ચોરણો કેટલાંય થીગડાં વાળો હતો.
{{gap}}તેણે અમને આવતા દીઠા. એ આ માણસને ઓળખતો લાગ્યો.<noinclude></noinclude>
dnjjyn6vuebc5w3x4ss4t2enhlnx2sj
220868
220866
2026-03-26T14:36:55Z
Snehrashmi
2103
220868
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૮}}</noinclude>નાખ્યો..., ત્યારથી એની આ દશા છે ! આવું બીજું ખંડેર પણ છે, બતાવું ચાલો ...’
{{gap}}મને આ માણસની ફીલસુફી વિચિત્ર લાગી. એ અર્ધ સાચી હશે, પણ આનો ઉપાય શું ? આ વસ્તુ તો અનિવાર્ય રીતે રહેવાની જ!
{{gap}}એ મારો વિચાર કળી ગયો લાગ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘તમારા મગજમાં શું આવે છે એ હું જાણું છું... પણ આપણું બીનજવાબદારી ભરેલું વ્યાપકજીવન જે ખંડેરો સર્જે છે તે ખંડેરો છેવટે... આ મહાલયો તમે જુઓ છો નાં ? એમને પણ ખંડેરમાં ફેરવી નાખે છે. હવે તમે મને કહો, પેલો આનંદધોધ ઉછળી રહ્યો હતો, તે સાચો હતો ? ઉત્સાહ હતો ? ઉલ્લાસ હતો ? આનંદ, સુખ માયા કે ભ્રમ, શું હતું? કે કેવળ શૂન્યતા ?
{{gap}}તેને આગળ ધપતો જોઈ હું કાંઇ પણ પ્રત્યુત્તર આપ્યા વિના તેની પાછળ જ ચાલ્યો.
{{gap}}થોડે દૂર ગયા અને તેણે કહ્યું: ‘આ ડોસો, હવે જે તમે જોશો, તે એક વખત ત્રણસો જીવ સાચવનારો જુવાન ભરવાડ હતો. એણે ગીરના જંગલમાં એક લાકડીપર સિંહ સાથે બાથ ભીંડેલી તે મારી જોયેલી વાત છે. એવો જબ્બર આદમી આજે અહીં ખંડેર થઈને પડ્યો છે !’
{{gap}}એટલામાં અમે એક બીજા ઝાડના થડ પાસે આવી પહોંચ્યા હતા. ત્યાં એક બાવા જેવો માણસ પતરાની લોઢી બનાવીને એના ઉપર મકાઈના લોટનો રોટલો શેકતો બેઠો હતા. એણે માથે એક લૂગડું વિંટ્યું હતું. શરીર એનું ઊઘાડું હતું. એના મેલો ચોરણો કેટલાંય થીગડાં વાળો હતો.
{{gap}}તેણે અમને આવતા દીઠા. એ આ માણસને ઓળખતો લાગ્યો.
{{nop}}<noinclude></noinclude>
ct1yf3pn3nalv40jbmn5ljsuudfxej0
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૮
104
72557
220867
220854
2026-03-26T14:36:41Z
Snehrashmi
2103
/* Validated */
220867
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૨૯}}</noinclude>{{gap}}‘કાં કાળા ભાઈ!’ પેલા માણસે કહ્યું; ‘શું ચાલે છે :’
{{gap}}‘આ પેટગુજારો બાપા !’ {{SIC|કાના|કાળા}}એ જવાબ વાળ્યો.
{{gap}}‘અરે ! પણ ગલઢેગઢપણ હવે બે ઘડી છોકરાને આશરે રહેતા હો તો ! આ ઉપાધિ તમારે શી !’
{{gap}}‘ભૈ ! એ જ વાંધો છે ને?’
{{gap}}‘કેમ વાંધો છે? છોકરા તો ત્રણ સાવજ જેવા છે!’
{{gap}}‘પણ ત્રણેય બાપા ! પારકી જણીના ગુલામ । વગરદોકડે વેચાઇ ગયા !’
{{gap}}‘નાથો આવ્યો નહિ નાં ? મેં તો કહ્યું હતું હો !’
{{gap}}‘તમે કહ્યું બાપા ! પણ પારકી જણી એનો પગ ભાંગી નાખે ! હવે એમાં કાંઇ નૈં બાપા ! ભલો આ લીમડો ને ભલો આ છાંયો. બે ઢેબરાં શેકતાં કેટલી વાર ?’
{{gap}}થોડીવાર પછી અમે ત્યાંથી આગળ ચાલ્યા: ‘સમજાય છે કાંઈ ?’
{{gap}}‘છોકરા સાથે ખટપટ લાગે છે ડોસાને !’
{{gap}}‘આ અજ્ઞાને સરજેલું ખંડેર છે, પેલું જ્ઞાને સરજ્યું હતું. છોકરા ત્રણ છે. ત્રણે જુદા છે. આ ડોસાના વારા બાંધ્યા’તા ખાવાના, એમાં ડોસાને તાવ આવ્યો, એટલે એક છોકરાને ત્યાં વધારે દિવસ થયા. એમાંથી ત્રણે વહુઓ લડી પડી ! ડોસાએ ખસીને મારગ આપી દીધો. આંહી પડ્યો રે’ છે, ને લોટ ગામમાંથી લઈ આવે છે !’
{{gap}}‘માગીને ?’
{{gap}}‘માગીને આ ડોસો લાવે? ના ના, કાયા હાલશે ત્યાં સુધી કામ કરીને લાવશે! પણ એ હવે એક ખંડેર થઇ ગયું છે ! ને એ ખંડેર પોતાની સાથે ભોંમાં એક વિદ્યા પણ લઇ જવાનું છે!’
{{gap}}‘વિદ્યા ?’
{{nop}}<noinclude></noinclude>
4ejsf1x5qbtm9mvmk9u8ffmkyskfxlu
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૧
104
72563
220871
220675
2026-03-26T16:21:14Z
Amvaishnav
156
/* Proofread */
220871
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{center|'''વાર્ત્તાનો અંત'''}}

{{gap}}'''વા'''ર્ત્તાનો અંત હું વાંચું તે પહેલાં જ કાયદાશાસ્ત્રી બોલી ઉઠ્યા:
{{gap}}'બસ, બસ, બસ. બહુ થયું. વાર્તાનો અંત હવે કળાઇ ગયો છે. નહિ વાંચો તો પણ ચાલશે !'
{{gap}}મેં ચોપડી બંધ કરી. એની તરફ એક કુતુહલભરી દૃષ્ટિ કરી. પૂછ્યું :
{{gap}}'શું અંત છે વાત્તાંનો બોલો ત્યારે?'
{{gap}}'એમાં શું બોલવું'તું ? જાણીતો અંત છે!'
{{gap}}'તો પણ ? ’
{{gap}}‘તો પણ એ કે, પછી એ ડૉક્ટર કાં તો એ ઓરડાની પાસે બેઠો રહે છે. અથવા ઓરડાને સાચવે છે. અથવા તો એને તાળું મારી રાખે છે! બોલો, આ અંત છે નાં ?'
{{gap}}‘બરાબર છે.' મે' કહ્યું: 'તમે અંત શોધી તો કાઢ્યો. સાચે જ એ અંત છે. પણ તમને કેમ ખબર પડી વિનાયક, કે આ જ અંત આવવો જોઈએ ? ’
{{gap}}વિનાયક મારી સામે જોઇ રહ્યો. અમે બન્ને બાલમિત્ર હતા. સહાધ્યાયી પણ હતા. અત્યારે એ કાયદા શાસ્ત્રી હતેા અને હું ક્યાંક<noinclude></noinclude>
ie74jj2puefn099x8zpsflsi7wd5vrv
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૨
104
72564
220872
220676
2026-03-26T16:32:13Z
Amvaishnav
156
/* Proofread */
220872
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૩}}</noinclude>કારકુન હતો. છતાં પણ અમારી વચ્ચે અંતર નહિ જેવું હતું. એટલે એણે વિનોદથી કહ્યું:
{{gap}}'જો શંકર ! આપણા વાર્ત્તા લેખકો આવો જ અંત લાવી શકે. બીજો એને ગોત્યો પણ ન મળે.
{{gap}}અરે ! આ તે સાલો કાંઈ અંત છે ? વેવલો અંત ! આપણા
વાર્તાકારો બીજો અત લાવી શકે જ નહિ. હું જાણું તો.
{{gap}}માનસશાસ્ત્ર અને બુદ્ધિ એ એની કસોટીએ વાર્ત્તાને માપો તો
ઘણાખરા વાર્ત્તાકારોની વાર્ત્તાઓ ફાતરાં બનીને ઉડી જાય તે આનું નામ ! સોંઘો એવો આ અંત જ વાર્તાકાર માટે શક્ય હતો. એટલે મેં એ કહ્વો ને ત્યાં એ જ નીકળ્યો. તેં આ વાત્તો વાંચી એમાં તો ડૉક્ટરનું પાત્ર છે. ને તેનો એકનોને એક પુત્ર મૃત્યુ પામવાથી આઘાત સહન ન થતાં એ ઘેલછામાં પડે છે. એટલે પછી અતમાં કાં એ ઓરડા પાસે બેઠો રહે એમ આવે અથવા તે ત્યાં તાળુ મારી એને
સાચવે એમ આવે. ત્રીજું શું આવે તું જ કહેને ? એટલે મે અંત કહી દીધો. બાકી તો જો, આ કાબુમાં હોય તો એવું કાંઇ જ ન થાય. લેખકનું માનસ પોચું એટલે આવો અંત એણે આણ્યો ! ' વિનાયકે આગળીથી પોતાનું માથું બતાવ્યું.
{{gap}}‘આ કબજામાં હોવું જોઇએ શંકર ! આ માથું !'
{{gap}}‘બરાબર !' મે’કહ્યું: ‘તમે શું અંત લાવત ? આપઘાતનો ’
{{gap}}· ના. આ વાર્તામાં પાત્ર પહેલેથી એવું મૂક્યું છે કે એ અંત શક્ય
જણાતો નથી. હું અંત લાવત કે ત્યારપછી ડૉક્ટર, જે રોગથી એનો જુવાન છોકરો મૃત્યુ પામતો હતો, તેતેા અભ્યાસ કરે છે. પણ આપણા જીવનમાંથી બુદ્ધિનો મહિમા જ આપણે ખોઇ બેઠાં છીએ !' વિનાયકે કહ્યું.
{{gap}}તે વખતે તો અમારે આ વિષે કાંઇ બહુ ચર્ચા થઈ નહિ.<noinclude></noinclude>
4pe3zggtb9mtephdkwu1k6pla8drlje
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૩
104
72565
220873
220677
2026-03-26T16:48:34Z
Amvaishnav
156
/* Proofread */
220873
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૪}}</noinclude>મને લાગ્યું કે વિનાયક કહે છે એ અંત સારો છે પણ જીવન કેવો પલટો લે છે એ પણ એક અગમ્ય વસ્તુ જ ગણી શકાય. એટલા બધા વિવિધ રંગો એમાં છે કે આમ જ થાશે કે થાય કે થવું જોઇએ એમ ચોક્કસ પણે કહી શકાતું નથી. ત્યાર પછી તો એ વાત અમે ભૂલી ગયા. વાર્તા પણ ભુલાઇ ગઈ ને અમારી જીવનનુકા નોખી નોખી વહાવતા છતાં મિત્રો તરીકે વારંવાર મળતા રહ્યા.
{{center|[૨]}}
{{gap}}વિનાયક વિષે થોડું જાણવું જરુરી છે.
{{gap}}વિનાયકનું મગજ ઘણું જ સ્વચ્છ ગણાતું. લેશ પણ પૂર્વગ્રહને કે લાગણીને એમાં સ્થાન રહેતું નહિ. એટલે એ કાંઈ ક્રૂર કે કઠણ ન હતો. એ પણ અત્યંત પ્રેમાળ આત્મા હતો. પણ સામાન્ય રીતે એ દરેક વસ્તુતે અનેક દષ્ટિકોણથી તપાસતો. દરેક વાતમાં બહુ જ ચોક્કસ રહેતો અને માનતો કે ભૂલ ન થાય તો પરિણામ સો એ સો ટકા ધાર્યુંં જ આવે. એણે લગભગ દરેક પરીક્ષાના માર્ક પોતે
મૂકયા હતા, તે પ્રમાણે જ મેળવ્યા હતા. જીવનમાં એને સિદ્ધિ, સસ્તી તો નહિ પણ કાંઇક જોગાનુજોગ સરળતાથી મળતી ગઇ હતી. એટલે એ કોઈ પ્રકારની નિરાશામાં માનતો પણ નહિ. અમુક પ્રકારનાં વૈજ્ઞાનિક સત્યો વિષે કે એના સામર્થ્ય વિષે પણ એની શ્રદ્ધા ગજબની હતી.
{{gap}}એનો આ નિશ્ચયાત્મક બુદ્ધિનો વારસો એના એકના એક પુત્ર મનમોહનને મળ્યો હતો. ઊંચો પડછંદ, સુંદર, તંદુરસ્ત, વિનોદી પ્રેમાળ, એવો એ હસતો આત્મા હતો. હસતે આત્મા-એ શબ્દ એને માટે બરાબર હતો.
{{gap}}જ્યારે જુઓ ત્યારે એ નિખાલસ પ્રેમભયું હાસ્ય હસતો જ<noinclude></noinclude>
pbjot7b6kf100br41loaxku3rf593ix
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૪
104
72566
220874
220678
2026-03-26T16:57:00Z
Amvaishnav
156
/* Proofread */
220874
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૫}}</noinclude>હોય! એનામાં કુદરતે જાણે કે એવી જીવનઉલ્લાસી માયા મૂકી દીધી હતી ! એને એક જ વખત જોનારા પણ, અને પછી ભૂલી શકતા નહિં. વિનાયકના એક જીવનરહસ્યની મને ખબર હતી, એટલે જ્યારે હું આ મનમોહનને જોતો ત્યારે મને થતું કે, ભલે વિનાયકની બુદ્ધિ ઘણી સ્વચ્છ, તર્કશુદ્ધ અને લેશ પણ આમ કે તેમ ન જાય, એવી ગણાતી હોય, પણ એણે જ્યારે એની ગત પત્નીની તબીયત ખાતર
ઓપરેશન કરાવીને, એને વધારે ફરજંદ ન થાય એવું કરાવી મૂક્યું, ત્યારે એણે કાંઇ બહુ મહત્ત્વનું કામ કર્યું હોય એમ મને હવે, આ મનમેાહનને જોયા પછી લાગતું નહિ ! આ મનમોહનને એક ભાઇ કે એક બહેન હોત ! કેટલી સુંદર એ બન્નેની જોડી બનત !
{{gap}}અને વિનાયકની એટલી વૈજ્ઞાનિક ને સો એ સો ટકા અણિશુદ્ધ ભૂલ વિનાની સંભાળ છતાં એનાં પત્ની તો ગયાં જ! પણ હવે તો એ વાત સંભારવી નિરર્થીક હતી, વિનાયકની બુદ્ધિની તેજસ્વિતા, એની દલીલ કરવાની શક્તિ, એની શુદ્ધ વિચારસરણી, એની એકધારી નીતિ એ સધળાંએ વિનાયકને ધીમે ધીમે ઘણો મહત્ત્વનો હોદ્દો અપાવ્યો હતો. અને હવે તો મનમેાહન પણ પિતાને પગલે અત્યંત શક્તિશાળી જીવનનો પાયો નાખી રહ્યો હતો !
{{gap}}જે દિવસે મનમેાહન ઈંગ્લેન્ડ જવા ઉપડયો ત્યારે કેટલો આનંદ આનંદ ત્યાં વ્યાપી ગયો હતો. મિત્રો ખુશખુશાલ હતા. સગાંવહાલાં આવ્યાં હતાં. સ્વજનો હાર તોરા પહેરાવવા ભેગા થયા હતા. મનમોહનનો ચહેરો તો તે દિવસે કેવળ ઉગતા પ્રભાત સાથે સરખાવાય એટલો ખુશનુમા હતો. એની સાથે ભવિષ્યમાં જોડાવાની જેની શકયતા ગણાતી હતી તે છોકરી અંજની પણ આજ તો ત્યાં
આવી હતી. મનમોહન ને અંજની કેટલીવાર સુધી પોતાના ખંડમાં બેઠાં હતાં ! છેવટે વિનાયક પોતે જૈ ને... ‘ ગૃહસ્થો !... ' એવા<noinclude></noinclude>
hhlfllf98hmrqv9ylp9cheoay9npvsx
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૫
104
72567
220875
220679
2026-03-26T17:14:00Z
Amvaishnav
156
/* Proofread */
220875
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૬}}</noinclude>વિનોદાત્મક વાક્ય સાથે તેમને સમયનું જ્ઞાન આપી આવ્યો ને બન્ને બહાર આવ્યાં ત્યારે વાતાવરણ આખું આનંદની હેલીમાં રમતું હતું!
{{gap}}હું પણ એ વખતે ત્યાં ગયો હતો. એક સ્થળે બેસીને બધું જોતો હતો. એટલી ધમાલમાં છતાં વિનાયક મારી પાસેથી નીકળ્યો ત્યારે મારે ખભે હાથ લગાવીને ‘અરે શંકર ! તું કયારે આવ્યો ? અને આંહીં કેમ બેઠો છે ? આમ ચાલ, હું તને એક નવી ઓળખાણ કરાવું!' એમ કહીને મને હેતથી આગળ ખેંચી સૌની વચ્ચે ઊભા રાખી, 'આ અમારા બાલ મિત્ર શંકર!' એમ કહીને સૌની
સાથે મારી ઓળખાણ કરાવી. હું તો મનમોહનનો ચહેરો જોઈ જ રહ્યો. ખરેખર, એની ફોઈબામાં કવિનો આત્મા હોવો જોઇએ. આ મનમોહન સાચા અર્થમાં મનમોહન હતો ! તે દિવસે મેં અંજનીને પણ દૂરથી ઓળખી. મનમોહન પછી ઈંગ્લેન્ડ ગયો. ત્યાંથી એના કાગળ આવતા. જ્યારે જ્યારે હું વિનાયકને ત્યાં આવતો! ત્યારે એ આખી ટપાલ મારી પાસે મુકી દેતો. હુ પણ એ વાંચીને છક્ક થઈ જતો. મનમોહનનો અપૂર્વ વિજય ત્યાં પણ થઈ રહ્યો હતો.
{{center|[૩]}}
{{gap}}એક વખતની વાત છે, મનમોહન અઠવાડિયામાં પાછો ફરવાનો હતો. મને વિનાયકે ખાસ એટલા માટે તેડાવ્યો હતો. હું એના મકાન પાસે દરવાજા પાસે ઊભો હતો. ત્યાં તારનો પટાવાળો આવ્યો : ‘સાહેબ ! તેણે મને જોઇને જ કહ્યું. હું આવું જાઉં એટલે એ મને ઓળખે ખરો.'આ જરાક અંદર લઈ જશો ?' તેણે મારા સામું એક પીળું પતાકડું ધર્યું.
{{gap}}મનમોહનના આવવા વિષેનો તાર હોવો જોઇએ એમ અનુમાન કરીને મેં તાર હાથમાં લીધો ને હુ ઉપર ગયો. ઉપરના ખંડમાં વિનાયક બેઠો, પોતાનું કામ કરી રહ્યો હતો.<noinclude></noinclude>
r92yc7lbbkefdsksm21jyp1wk1z340p
સભ્યની ચર્ચા:Kim Jang 1
3
72654
220870
2026-03-26T15:53:08Z
기나ㅏㄴ
3882
기나ㅏㄴએ [[સભ્યની ચર્ચા:Kim Jang 1]]ને [[સભ્યની ચર્ચા:Kim Nito]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Kim Jang 1|Kim Jang 1]]" to "[[Special:CentralAuth/Kim Nito|Kim Nito]]"
220870
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:Kim Nito]]
3tni73kwkot9ihp9iubs8kkctrz17yd