વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.21
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૩૮
104
72437
220877
220338
2026-03-27T15:45:28Z
Meghdhanu
3380
/* Validated */
220877
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{center|૨૯}}</noinclude>{{gap}}‘એમનો વિચાર છે, સબંધ બાંધવાનો–પેાતે જીવ વાળા છે. એ તો ઠીક, તારું મન માન્યું છે, ને એમણે મદદ કરવાનું વચન આપ્યું છે. તારો ભાર તો એ ઉપાડી લેવાના જ. નીલમણિને પણ . . . સારું ઘર મળે છે.‘ કેશુભાઈ વધુ બોલ્યા નહિ.
{{gap}}નાગેન્દ્ર બોલ્યા વિના ઊભો રહ્યો. એટલામાં એને નલિનીના શબ્દો સાંભર્યાં: ‘બાની બંગડી હજી આપણે પાછી લાવી શક્યા નથી...‘
{{gap}}‘બાપાજી ! આપણે મારી બાની બંગડી છોડાવીશું, પછી એ વિષે વિચાર કરીશું .. . હમણાં નહિ.‘
{{gap}}‘અરે એ તો હવે છૂટી ગઈ સમજને ! એમાં શી મોટી વાત છે? કુબેર ભાઈને કહીએ...’
{{gap}}‘જુઓ બાપાજી ! તમે આ વાત હવે કોઈને કરતા નહિ. આપણે જ, આપણી મહેનતે, એ છોડાવવાની છે–ને ત્યાર પહેલાં અમારે કોઈને કાંઈ ઉત્સવ માણવો નથી. આ વિચારવાનું પછી રાખો. હમણાં આપણી પાસે પૈસા નથી. ને આપણે કોઇના લેવા નથી!‘ નાગેન્દ્ર એટલું બોલીને ત્યાંથી ચાલી ગયો.
{{gap}}ધીમેધીમે સમજાવાશે કરીને કેશુભાઈ પણ તે વખતે વધુ બોલ્યા નહિ.
{{સ-મ| |'''[૫]''' | }}
{{gap}}'''કહેવાય''' છે કે બ્રહ્મદેવને એકલું ન ગમ્યું. એટલે એણે જેમ સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમ વાર્તાકારને એકલું ન ગમ્યું, એટણે એણે વાર્તા ઊભી કરી ! પણ વાર્તા અને વનિતા એ બન્ને દુનિયાના આદિકાલથી સાથે જન્મ્યાં છે, અને અંતકાલ સુધી સાથે જ રહેવાનાં છે. વાર્તાને વનિતા વધારે પ્રિય છે કે વનિતાને વાર્તા વધારે પ્રિય છે કે પછી એ બન્ને એક બીજામાં ઓતપ્રોત છે, એ કોયડાનો ભેદ હજી સુધી તો કોઈ ઉકેલી શક્યું નથી ! પણ સ્ત્રી હોય નહિ ને સૃષ્ટિ પણ<noinclude></noinclude>
gkfhkwj7fj5hvqk0u7z58drqyznbpws
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૩૯
104
72438
220878
220340
2026-03-27T15:49:22Z
Meghdhanu
3380
/* Validated */
220878
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{center|૩૦}}</noinclude>હોય નહિ. તેમ એના વિના વાર્તા પણ હોય નહિ ! આ વાર્તાને પણ એ જ નિયમ લાગુ પડ્યો છે! એ ઊભી થઈ–એક વનિતાની માંદગીમાંથી. જશોદાની માંદગી.
{{gap}}અને આગળ વધે છે તે પણ એક વિનતાના નિશ્ચયાત્મક પગલાંથી. આ પગલુ લેનાર નીલમણિ. બીજું કોઇ નહિ.
{{gap}}નાગેન્દ્રનો જવાબ એ નીલમણિના નિશ્ચયનો જ પડઘો હતો. અને “બાની બંગડી” એ વસ્તુ બન્નેની ભાવનાને સ્પર્શી ગઈ હતી.
{{gap}}નીલમણિના પગલા વિષે વધુ જાણીએ તે પહેલાં આ આખું નાટક પાછું રાગે પડી ગયું હતું તે જાણી લેવું જરૂરી છે. જેમ જતા હતા, તેમ જ કેશુભાઈ ઑફિસે જતા હતા. મોહનલાલ પણ જતા હતા. પાછા બન્ને શાક દાતણ ને ચાનાં પડીકાં લાવતા થઈ ગયા હતા.
{{gap}}કેશુભાઇને તે દિવસની વાતચીત પરથી લાગ્યું હતું કે નાગેન્દ્રને મનાવતાં જરા વાર લાગશે, પણ નીલમણિ તો માનશે જ. પોતે પણ જશોદાની બંગડી પાછી મેળવવા ઠીક ઠીક પ્રયાસ કરી રહ્યા હતા. પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી મોંઘવારી એ આશા દુરાશા થતી જતી હતી.
{{gap}}બીજી બાજુ કેશુભાઇને બીક હતી કે ક્યાંક આ માંડ માંડ નાક રહી જાય તેવી સંસારની માંડણીની વાત આવી છે તે ઉડી જાય નહિ !
{{gap}}એટલે જળમાં જેમ બુદ્દબુદ્દ થાય ને અદૃશ્ય થઈ જાય ને મૂળ પ્રવાહ ચાલતો રહે તેમ કેશુભાઈ રહ્યા, એની શાકથેલી રહી, એની મધ્યમ વર્ગને ભીંસી નાખનારી અડચણો રહી, અને એમાંથી રસ્તો શોધવાની એમની મથામણ પણ રહી! કેશુભાઇ ચિંંતા ભરેલી મુખમુદ્રા લઈને બજારમાંથી આવતા નિત્ય નજરે પડે છે! એક કેશુભાઈ નહિ, એક હજાર કેશુભાઇ ! મધ્યમ વર્ગના પ્રતીક જેવા !<noinclude></noinclude>
fp6md5a7h1y4m7cejn42ue7tlk1ybx6
220879
220878
2026-03-27T15:50:16Z
Meghdhanu
3380
220879
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{center|૩૦}}</noinclude>હોય નહિ. તેમ એના વિના વાર્તા પણ હોય નહિ ! આ વાર્તાને પણ એ જ નિયમ લાગુ પડ્યો છે! એ ઊભી થઈ–એક વનિતાની માંદગીમાંથી. જશોદાની માંદગી.
{{gap}}અને આગળ વધે છે તે પણ એક વિનતાના નિશ્ચયાત્મક પગલાંથી. આ પગલુ લેનાર નીલમણિ. બીજું કોઇ નહિ.
{{gap}}નાગેન્દ્રનો જવાબ એ નીલમણિના નિશ્ચયનો જ પડઘો હતો. અને “બાની બંગડી” એ વસ્તુ બન્નેની ભાવનાને સ્પર્શી ગઈ હતી.
{{gap}}નીલમણિના પગલા વિષે વધુ જાણીએ તે પહેલાં આ આખું નાટક પાછું રાગે પડી ગયું હતું તે જાણી લેવું જરૂરી છે. જેમ જતા હતા, તેમ જ કેશુભાઈ ઑફિસે જતા હતા. મોહનલાલ પણ જતા હતા. પાછા બન્ને શાક દાતણ ને ચાનાં પડીકાં લાવતા થઈ ગયા હતા.
{{gap}}કેશુભાઇને તે દિવસની વાતચીત પરથી લાગ્યું હતું કે નાગેન્દ્રને મનાવતાં જરા વાર લાગશે, પણ નીલમણિ તો માનશે જ. પોતે પણ જશોદાની બંગડી પાછી મેળવવા ઠીક ઠીક પ્રયાસ કરી રહ્યા હતા. પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી મોંઘવારી એ આશા દુરાશા થતી જતી હતી.
{{gap}}બીજી બાજુ કેશુભાઇને બીક હતી કે ક્યાંક આ માંડ માંડ નાક રહી જાય તેવી સંસારની માંડણીની વાત આવી છે તે ઉડી જાય નહિ !
{{gap}}એટલે જળમાં જેમ બુદ્દબુદ્દ થાય ને અદૃશ્ય થઈ જાય ને મૂળ પ્રવાહ ચાલતો રહે તેમ કેશુભાઈ રહ્યા, એની શાકથેલી રહી, એની મધ્યમ વર્ગને ભીંસી નાખનારી અડચણો રહી, અને એમાંથી રસ્તો શોધવાની એમની મથામણ પણ રહી! કેશુભાઇ ચિંંતા ભરેલી મુખમુદ્રા લઈને બજારમાંથી આવતા નિત્ય નજરે પડે છે! એક કેશુભાઈ નહિ, એક હજાર કેશુભાઇ ! મધ્યમ વર્ગના પ્રતીક જેવા !
{{nop}}<noinclude></noinclude>
8pry11l1cu1r0km4hoes5e2rs9khjs5
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૦
104
72439
220880
220346
2026-03-27T15:54:04Z
Meghdhanu
3380
/* Validated */
220880
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{center|૩૧}}</noinclude>{{gap}}પણ બહાદુર છોકરી તો એની નીલમણિ. એણે એક દિવસ પોતાની હૈયાઉકલતથી આ પરિસ્થિતિનો સાચો જવાબ શોધી આપ્યો !
{{gap}}કેશુભાઇ જરાક ફીલસુફીવાળા તો હતા જ. ને આ ચિંતા ભર્યા દિવસોમાં વધુ ફીલસૂફ બન્યા હતા. તે એક ગુરુદેવ પાસે ઘણી વખત જતા આવતા થયા હતા. એક દિવસ એ પ્રમાણે એ ત્યાં ગયેલા. એમતી કલ્પનાથી કાંઇ સમાજ એક દિવસમાં બદલી જાય એ તો શક્ય જ ન હતું. એટલે જેવો તેવો વ્યવહારુ ઉકેલ કાઢવામાંજ કાંઇક માર્ગ મળે તેમ હતું, પણ પેલા ગુરુદેવે એક વાક્ય કહ્યું કે ‘આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો‘ ત્યારે કેશુભાઈ તે દિવસે એના જ ઊંડા ચિંતનમાં પડી ગયા! એમને પહેલી જ વખત ત્યારે લાગ્યું કે વાત તો સાચી છે! પોતાની નબળાઈથી જ ઘણી વખત માણસ પોતાનો કોયડો મુશ્કેલ બનાવી દે છે. એ ઘેર આવ્યા. પણ એમનું ધ્યાન જમવામાં ન હતું. વાત કરતા હતા, પણ જવાબમાં ઠેકાણું ન હતું. એમનાં વહુ જશોદાએ એ જોયું અને એને પૂછ્યું પણ ખરું : ‘આજ કાંઈ થયું છે ઓફીસમાં?‘
{{gap}}કેશુભાઇનું ધ્યાન પોતાની અંદરની વાતમાં હતું એટલે એમણે વિચિત્ર જવાબ આપ્યો: ‘સારા ભીંંડા તો આઠ આને મળે છે!‘
{{gap}}‘પણ મેં તમને ભીંડાનું પૂછ્યું કયારે? કેમ આજ એમ છે? કહું છું ઑફીસમાં થયું છે કાંઇ?‘ જશેાદાએ કહ્યું.
{{gap}}‘ના.‘
{{gap}}‘ત્યારે રસ્તામાં કાંઇ થયું છે?‘
{{gap}}‘ના.‘
{{gap}}‘પણ ત્યારે આટલા નનૈયા ભણો છો–એના કરતાં એક વાત કરોને! શું છે તે આટલી ચિંતામાં પડ્યા છો?’
{{gap}}‘તારી બંગડી આ વખતે પણ નહિ છોડાવાય!‘
{{nop}}<noinclude></noinclude>
p8f018mxsrbztwy7f0z5a9qhnss8zvd
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૧
104
72440
220881
220351
2026-03-27T15:58:06Z
Meghdhanu
3380
/* Validated */
220881
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{center|૩૨}}</noinclude>{{gap}}‘ન છોડાવાય તો કાંઈ નહિ ! એમાં થઈ શું ગયું ? એ ક્યાં તમારે પહેરવી છે? પહેરવી છે તો મારે નાં?’
{{gap}}પણ આવતા બાર મહિનાના બજેટમાં ક્યાંય બંગડી છોડાવવાની જોગવાઈ નથી, એનું શું?’ કેશુભાઇ ધીમેથી બોલ્યા; અને આ નીલમણિનો વિવાહ આમ ઝપાટાબંધ થઈ જાય, સારામાં સારે ઠેકાણે, રૂપિયા ફક્ત પંદરસો જોઈએ... એ પણ માથે લટકે છે ! કયે ઝાડેથી ખંખેરવા?’
{{gap}}‘અરે! એનુ ઠેકાણું પડતું હોય તો મારો હાર . . . બહુ દખિયાને દખ શું ? ને બહુ રણિયાને રણ શું? બંગડી ભેગો ભલેને હાર...’ જશોદા મોઢેથી બોલી ગઇ.
{{gap}}પણ જશોદાના છેલ્લા બોલ એના મોંમાં રહી ગયા. બારણું ઉઘાડીને ત્યાં નીલમણિ પોતે ઊભી હતી. એણે આ વાતને હવે બરાબર થડે બાંધી દેવા માટે આ તક પકડી લેવાનો નિશ્ચય કરી લીધો હતો. એને લાગ્યું કે માથે લટકતી વાત નબળાઇ આણશે. એને ત્યાં જોતાં જ બન્ને–માબાપ એકી સાથે બોલી ઉઠ્યા : ‘આવને નીલુ ... તું કોઈ દિવસ ... પેલા કુબેરભાઇના ....
{{gap}}નીલમણિએ પોતાની માનો શબ્દ પકડી લીધો. આ કુબેરભાઈની વાત પોતાના વિવાહ વિષેની જ હતી.
{{gap}}નાગેન્દ્ર સાથે જે વાતનો નિર્ણય થઈ ગયો હતો, તે હવે બરાબર પ્રગટ થવો જોઈએ, એવું નીલમણિને લાગ્યું. તેણે જોયું કે થોડો વખત આ ઘરને વ્યવસ્થિત કરવામાં ન આવે, અને ફરી ગયેલી પરિસ્થિતિ સાથે તાલીમ મેળવવામાં ન આવે–તો આ આખું ઘર, એની પ્રિય માતા, એના બન્નેભાઇઓ–નાગેન્દ્ર ને દેવેન્દ્ર–સઘળાં, જેમ ઊંચી કરાડ ઉપરથી માણસ ધસમસતા પાણી પ્રવાહમાં ફેંકાઇ જાય, તેમ ફેંકાઈ જવાના હતા. આ પ્રવાહ પાણીનો ન હતો–ભયંકર<noinclude></noinclude>
p7z1pjbqzao7n9196s7t77dquvdobg9
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૨
104
72441
220882
220388
2026-03-27T16:00:04Z
Meghdhanu
3380
220882
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{center|૩૩}}</noinclude>જરૂરિયાતોનો હતો! ઊભી કરેલી જરૂરિયાતોને સાચી જરૂરિયાતોથી
જૂદી પાડવી–એ એક જ એનો ઉકેલ હતો.
{{gap}}એટલે એણે મક્કમતાથી જવાબ આપવામાં અને પોતાના
નિશ્ચયને તત્કાલ પ્રગટ કરવામાં સૌનું હિત જોયું. કુટુંબ ઉપરથી
પસાર થઇ ગયેલા સંકટના એક વાદળે એને હિમ્મતવાન બનાવી
દીધી હતી.
{{gap}}તે બે ડગલાં આગળ આવી ‘બાપુજી!’ તેણે દૃઢતાથી કહ્યું:
‘મારી બાને જ્યારે અસહ્ય માંદગી આવી હતી, તે વખતે મેં એક
માનતા માની છે. આપણે એનો હવે નિર્ણય કરી નાખવાનો છે....’
કેશુભાઈ એટલા તંગદિલ થઈ ગયા હતા કે કોઈક ખર્ચની વાત
આવતાં એના પેટમાં ધ્રાસકો પડી જતો. અત્યારે પણ આ પાંચપચીસના ખર્ચની વાત એને ચિંતા આપી ગઇ. માનતાનો અર્થ
એ થતો હતો. પણ એટલામાં નીલમણિએ ફરીને કહ્યુંઃ
{{gap}}‘બોલો બાપુજી! તમે ને બા–બન્ને કરો તેમ હો, તો હું
બોલું–ને નહિતર મૂંગી રહું !’
{{gap}}‘કેટલુંક ખર્ચ થાશે બેટા?’ કેશુભાઈ એ જવાબ વાળ્યો.
{{gap}}‘ખર્ચ કાંઇ બહુ નથી !…’ નીલમણિએ સહેજ સ્મિત
કરતાં કહ્યું : ‘પણ મન મક્કમ જોઇએ.’
{{gap}}‘તો પણ ?...’
{{gap}}‘બહુ જ થોડું. જુઓને, કેટલુંક ખર્ચ તો હું પોતે લાવીશ.
મેં મારે માટે એક નાનું સરખું ‘ટ્યુશન’ શોધી કાઢ્યું છે.
સાંજનું છે, એટલે સવારે હું રસોઇમાં મદદ કરી શકીશ ને સાંજે એ
કામ થશે !
{{gap}}એ ‘ટ્યુશન’ના પૈસા દવામાં ખરચ થયો છે તેમાં વાળી દઇશું!
ને એવી રીતે બાની બંગડી પાછી લાવીશું. આપણે કોઇની મદદ<noinclude></noinclude>
bwdod5xp0f4n28sz8yw856pzagbaotk
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૩
104
72442
220883
220672
2026-03-27T16:02:27Z
Meghdhanu
3380
220883
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૩૪}}</noinclude>લેવી નથી–લોકો ઐચ્છિક રીતે આપતાં ન શીખે, ત્યાં સુધી અને
એટલા માટે આપણે નવા સંબંધો પણ હમણાં બાંધવા જ નથી. નાગેન્દ્ર
પણ એ જ મત ધરાવે છે, પણ મારી માનતા તમારે કરવી પડશે!’
{{gap}}‘ભલે કરીશું, ક્યાં અંબાજી જવાનું છે?’
{{gap}}‘ના જવાનું ક્યાંય નથી, માત્ર તમારે વચન આપવાનું છે.’
{{gap}}કેશુભાઈ નીલમણિ સામે જોઈ રહ્યા.–આ એની પુત્રી, બન્ને
દીકરાઓ કરતાં પણ એક રીતે આગળ હતી. એ એમ સમજ્યા કે પરિસ્થિતિનો સાચો તાળો મેળવવા એ મથી રહી હતી. તેમને મન એનું વેણ કિમતી લાગ્યું. એમણે કહ્યું:
{{gap}}‘વચન આપ્યું નીલમણિ–એકથી સોનું ભલે ખર્ચ થાય!’
{{gap}}‘પછી ફરાશે નહિ!’
{{gap}}‘ના ના, નહિ ફરવાનું...’
{{gap}}‘ચોક્કસ?’
{{gap}}‘ચોક્કસ, ચોક્કસ, જા.’
{{gap}}‘ત્યારે જુઓ બાપાજી !–અને બા! તમે પણ સાંભળો, તમે
તમારી બંગડીઓ આ મંદવાડમાં મૂક઼ી...હવે હાર વેચવાની વાત કરો
છો. પણ તમે કાંઈ વાતનો તાગ લીધો? એમ ને એમ તો બધું
વેચી લીધા પછી કોને વેચશો? આમાંથી શું સાચો ઉકેલ આ
રીતે નીકળશે ? એ રીતે કોઈ દિવસ નીકળે?’
{{gap}}કેશુભાઈ ખરેખર વિચારમાં પડી ગયા. એનું પેલું વાક્ય પાછું
મનમાં આવીને વસ્યું. વાત મુદ્દે સાચી જ હતી. પરિસ્થિતિ પ્રમાણે
ફરવાની અશક્તિ જ જો રહેવાની હોય તો તો છેવટે જાત વેચ્યે પણ
આમાં આરો ન આવે! પણ ત્યારે કરવું શું ? એના મનમાં મોટો
પ્રશ્ન થઇ પડ્યો. ત્યાં નીલમણિ બોલી: ‘આપણે બાપુજી ! હમણાં કાંઇ
નવું ખર્ચ કરવાપણું નથી. મારે તમને એ કહેવાનુ હતું.
{{nop}}<noinclude></noinclude>
dogz5r8471edco3n0f6xxym1eqntmxv
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૪
104
72443
220884
220673
2026-03-27T16:05:08Z
Meghdhanu
3380
/* Validated */
220884
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૩૫}}</noinclude>{{gap}}મારી માનતા પાંચ વર્ષોની છે. ત્યાં સુધી આ ઘેર કોઈ ઉત્સવ
ન થાય, એવી મારી માનતા છે! આપણે એવા સંબંધો બાંધવા નથી
કે જેથી આપણી જરૂરિયાત વધી જાય ને ઓશિયાળાપણું આવે!’
{{gap}}‘અરે! અરે! ગાંડી થઈ છે કે શું? આપણે જમાના પ્રમાણે
ઓછું ખર્ચ કરીશુંં! પણ આવા સંબંધ ગોતવા ગયે પછી મળવાના
હતા?’
{{gap}}પણ નીલમણિ સમજતી હતી. એના જ પડોશમાં એક વખત એણે એવું કુટુંબ જોયું હતું, જેમાં દીકરી, પોતાનાં માબાપને ટકાવવા, પાંચ વર્ષનો ઐચ્છિક સંસાર ત્યાગ કરી શકી હતી! સાદાઈથી—તદ્દન સાદાઈથી ઉત્સવ ઉજવે, તો પણ ભાર તો વધવાનો જ હતો. બીજી રીતે નહિ તો આ રીતે, કે પોતે મદદ આપતી બંધ થાય: અને વારંવાર ખર્ચ કરાવતી થાય, અત્યારે તો કુટુમ્બનું દરેક માણસ પોતાનો ભોગ આપે એ જરુરનું હતું. બીજો મદદ આપે અને અર્થ એટલો જ કે એટલું ઓશિયાળું જીવન !
{{gap}}એટલે એણે એનું એ ફરીને કહ્યું: ‘પણ મેં તો બાપુજી! માનતા
લીધી છે. પાંચ વરસ સુધી મારા વિષે તમે કાંઇ વિચાર કરશો તો
પણ એ પાતક ગણાશે! અમારા એક શિક્ષક કહેતા હતા: ’આત્માથી
આત્માનો ઉદ્ધાર કરવો!’
{{gap}}કેશુભાઈને પણ પેલી ગુરુદેવ વાળી વાત મનમાં જ હતી : આત્માની મોટી વાત જવા દઈએ–તો પણ સામાન્ય બુદ્ધિથી આ સમજાય તેવું છે કે આપણે જમાના પ્રમાણે ફરી જ જવું જોઈએ ! ગમે તેટલી અપ્રિય વસ્તુ લાગે છતાં... થોડાક સુખાળવા જીવન માટે, બીજાનો આધાર મેળવવાની વૃત્તિ આપણામાં આવશે, પછી આપણે આપણે નહિ હોઈએ.’
{{gap}}કેશુભાઈને તે વખતે તો નીલમણિએ કાંઇ વધુ કહ્યું નહિ પણ<noinclude></noinclude>
r4krkh2uj7m9gzjhhoyl6ufeearwtfb
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૫
104
72444
220885
220674
2026-03-27T16:08:04Z
Meghdhanu
3380
/* Validated */
220885
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૩૬}}</noinclude>બીજે દિવસે સવારે તેમણે જોયું, તો નીલમણિએ આખી ઘરરચના જ
જાણે બદલી કાઢી હતી, નાની નાની અનેક વાતોમાંથી એણે એવો
તો માર્ગ શોધ્યો હતો–કે કેશુભાઈને પોતાને પણ, પોતાની જાતતપાસ
જરૂરી લાગી. એ વિચાર કરી રહ્યા: ‘બંગડી મૂકવાનો પ્રસંગ ક્યાંથી
ઊભો થયો?’
{{gap}}અને એમણે મનમાં જ ગાંઠ વાળી લીધી.
{{gap}}આ ઘરમાં હવે “દેવનાં દીધેલ” અતિથિઓ વધારે પડતા
આવી પડે તો એનો કોઇ દિવસ આરો જ ન આવે?
{{gap}}એટલામાં તો એમણે એક બીજું દૃશ્ય જોયું; ચોપડી વાંચતા
હોય ત્યારે એને એક બાજુ મૂકીને કામ કરવા માટે એમણે કોઇ
દિવસ નાગેન્દ્ર દેવેન્દ્રને દોડતા જોયા ન હતા. આજે એ બન્ને બહાર
ચાના પ્યાલા ધોતા હતા!
{{gap}}એટલામાં એમને ચાનો પ્યાલો આપવા આવેલી નીલમણિ બોલી:
‘બાપુજી ! તમારે સાંજની ચા પીવી છે?’
{{gap}}કેશુભાઇ પ્રશ્નનું હાર્દ સમજી ગયા. તેમણે મક્કમતાથી ઉત્તર
આપ્યો :‘ના.’
{{gap}}નીલમણિ હસી પડી; એટલામાં જસોદા દેખાણી: ‘આ તમારી
છોકરીને કાંઈ કહેવું છે? એણે તો કામ કરવાવાળીને કાલ સાંજ સુધીના
પૈસા પણ ચૂકવી દીધા! પછી આ ખડકલો વાસણ કોણ ઘસશે?’
{{gap}}‘જુઓ બા!’ નીલમણિ બોલી: ‘હવે તમારે કાંઇ કરવાનું
નથી, અમારી ભાઈ બેનની કાલ રાતે એક જ્ઞાનગોષ્ટિ થઈ ગઈ છે.
એમાં નક્કી થયું છે કે અમારે થોડો વખત ઘરકામમાં પણ આપવો!’
{{gap}}‘પછી નપાસ થશો–ત્યારે રોવા કોણ બેસશે?’
{{gap}}‘જુઓ બા, ભાઈઓ બન્ને, હમણાં થોડી મદદ કરે તેમાં
નપાસ ન થાય! એમનો વખત એ ગોઠવી લેવાના છે. આકાશ ફાટ્યું<noinclude></noinclude>
jelaayezxezqkjgzsc95bqixsankeij
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૬
104
72452
220886
220787
2026-03-27T16:10:53Z
Meghdhanu
3380
/* Validated */
220886
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૩૭}}</noinclude>છે. જો આપણે એની સામે, સામાન્ય બુદ્ધિના આપણા હથિયારથી નહિ લડીએ, ને જેનો તેનો આધાર લેવાના ફાંફાં મારીશું, તો એ આપણને સૌને ઘસડી જશે. આ પોળમાં તમે જોતા નથી ? કેટલાં કુટુંબો ધારે તો પોતાનો વ્યવહાર વ્યવસ્થિત ચલાવી શકે તેમ છે? અને છતાં દેખાદેખી, જૂની વાતો, ખોટી આદતો, ડૉક્ટર પણ જાણે દેવ હોય તેવી અંધશ્રદ્ધા–આ સઘળામાંંથી કોઇ ઊંચું ન આવે તો પછી કોઈ શું કરે? પછી ગમે તેમ સંબંધો–ને ગમે તેમ કજીઆ–આપણે એ જોઇતું નથી. આપણે આટલું સાધારણ પગલું ભર્યું–તમે શું ધારો છો–કેટલી બચત થાય તેમ છે?’
{{gap}}‘એ હા હા! તમારી છોકરી તો મોટું નામું રાખવાવાળી નીકળી!’
{{gap}}‘પણ એની વાત સાચી લાગે છે.’ કેશુભાઈ બોલ્યા. એમને પેલું આત્માના ઉદ્ધરેત્ વાળું પદ હજી યાદ આવી રહ્યું હતું.
{{gap}}જસોદાએ હસતાં હસતાં કહ્યું: ‘અરે ! આવતી કાલે જ તમે ઓફીસેથી આવીને બોલવાના છો—આજ તો થાક લાગ્યો છે—તે જરા ચા કરજો !’
{{gap}}પણ નીલમણિએ અભ્યાસ છોડી દીધો એ વાત કેશુભાઇને કાંટાની પેઠે ખટકી રહી હતી. હવે એમણે દર અઠવાડિયે બધાએ ભેગાં થઇને એવી–તો સરસ રીતે ખોરાકની, કપડાંની, ઘરની, ખરચ ખૂંટણની વ્યવસ્થા આદરી હતી કે એમને આ કરકસર એક વૈજ્ઞાનિક કોયડાની પેઠે આનંદ આપવા મંડી!
{{gap}}પછી એક દિવસ કેશુભાઈએ નીલમણિને કહ્યું: ‘બેટા ! તારો અભ્યાસ અધૂરો રહે, એ પણ ઠીક નથી. તું આવતી કાલથી હવે જાતી જા... !’
{{gap}}નીલમણિએ જવાબ ન વાળ્યો.
{{nop}}<noinclude></noinclude>
qp9orcao7orx8tsjbf3zov899khqmz7
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૭
104
72453
220887
220788
2026-03-27T16:13:28Z
Meghdhanu
3380
/* Validated */
220887
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૩૮}}</noinclude>{{gap}}‘કેમ બોલી નહિ?’
{{gap}}‘તમને મનમાં લાગી આવે માટે’
{{gap}}‘શાની વાત છે ?’
{{gap}}‘અમે ભાઇબહેને નિશ્ચય કર્યો છે કે બાની બંગડી પાછી આણ્યા
પછી જ ‘ભણતર’ નો વિલાસ કરવો. તમે બેઠા અમને કોઈ ભણાવવાની
મહેરબાની કરે, કેવળ પૈસાના તોરે, એ પણ અમારે જોઈતું નથી.
{{gap}}કેશુભાઈ કેટલી યે વાર સુધી નીલમણિ સામે જોઇ રહ્યા. આવડી
છોકરીના મોંમાંથી નીકળેલી વાત ભણતરનો ‘વિલાસ’ એમને અસર
કરી ગઈ. એમણે પણ દૃઢ નિશ્ચય કર્યો હોય તેમ એને જ કહ્યું:
{{gap}}‘બેટા ! પેલી ‘ગીતાજી’ લાવ તો, હું હવે આજથી ખરો
વાનપ્રસ્થ બનું–એક વરસ મળ્યું છે વધારાનું, એટલામાં તૈયારી કરી
લઉં! આપણે જ આપણો કોયડો ઉકેલવાની રીત શોધવી રહી. એ
નહિ કરીએ તો પછી–કોઇ તો કોણ એનો ઉકેલ કરી આપવાનું હતું?’
{{gap}}‘અને બીજો કોઈ ઉકેલવામાં મદદ કરશે તો એ એની વાત
વાત પહેલી મૂકશે.’
{{gap}}નીલમણિ ગીતાજીનું પુસ્તક આપતી હતી. ત્યાં જસોદાએ પ્રવેશ
કરતાં કહ્યું :
{{gap}}‘તમે સાંભળ્યું કાંઈ?’
{{gap}}‘કેમ શું છે?’
{{gap}}‘આ આપણી પડખે વાળા–જીભાઈ, દેવાના ડુંગરા થઇ ગયા
એટલે પોતાની વીનુનાં ઘરેણાં પણ ખાઇ ગયા, ને જમાઇ ઘેર ઝેર
ખાવા બેઠો છે!’
{{gap}}‘પણ આ તમારી વીનુને તો સમજાવો!’
{{gap}}‘કેમ શું છે?’
{{gap}}‘તમારી બંગડી પાછી આણ્યા પછી જ એ ભણવા જવાની<noinclude></noinclude>
3fvdduw772ztjkotmfaeo416e1ic9r9
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૮
104
72454
220888
220789
2026-03-27T16:15:55Z
Meghdhanu
3380
/* Validated */
220888
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૩૯}}</noinclude>વાત કરે છે!’
{{gap}}‘હેં નીલમણિ ?’
{{gap}}‘હા બા, એ અમારો નિર્ણય છે.’ નીલમણિએ કહ્યું :
{{gap}}‘પણ ભણ્યા વિના... કોણ ભોજીયો તારી સામે જોશે?’
{{gap}}‘જુઓ બા! એ ભોજીયા વખતે ભોજીયાનું થઈ રહેશે! પણ
‘નિર્ણય’ એ શું ભણતર નથી–તે તમે ભણતર ભણતર કર્યા કરો
છો? તમારી બંગડી પાછી ફરશે, એને બીજે દિવસથી જ હું જઇશ.’
{{gap}}નીલમણિના એ નિર્ણયની પાછળ થોડો વખત વીતતાં ઢીલાશ
આવી જશે એમ ધારીને જસોદાએ તે વખતે વાતને બહુ ખેંચી નહિ.
{{gap}}એટલે એ વખતે તો નીલમણિના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો.
{{gap}}વળી એમ પણ ધાર્યું કે થોડો વખત જતાં કાંઈ ને કાંઇ નવી
વાત નીકળશે. આજકાલનાં દોઢ વેંતનાં છોકરાં કેટલીક વખત એવી
આડોડાઇ આદરી બેસે છે કે ન પૂછો વાત ! એટલે હમણાં કુબેરભાઈ ને પણ ગોળગોળ જવાબ દેવો.
{{gap}}આ બધી મનની વાત એણે બહાર ન પાડી. પણ કુબેરભાઈ
જેવું ઘર મળતું હતું તે વાત વેડફાઈ ન જાય એટલે અત્યારે વાતને
ખેંચી જ નહિ.
{{gap}}‘સારું બેન!’ તેણે કહ્યું: ‘તું ભણી. તું મારા કરતાં ડાહી.
તને સારું લાગે ત્યારે વાત. પણ જો, મોં ધોવા જાય છે એ પછી
મોં ધોતા જ રહે છે. એટલે તમે ભાઇ બેન અત્યારે તો ઘાએ ચડ્યા
છો, પણ પછી આડોડાઇ કરશો તો કુબેરભાઈ તો દસ લાખનો ધણી
છે! તમને મૂકશે પડતાં!
{{gap}}‘ભલે તમારું મન માને ત્યારે, એ વાતમાં આડે કોઈ નહિ
આવે, પણ વિચારમાં ને વિચારમાં ગાડી ઉપડી જાય નહિ!’ બોલીને
જસોદા હસી પડી.
{{nop}}<noinclude></noinclude>
sptcnj73i2ms31d4auhncc7xcagyqbq
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૪૯
104
72455
220889
220790
2026-03-27T16:18:25Z
Meghdhanu
3380
/* Validated */
220889
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૪૦}}</noinclude>{{gap}}તે વખતે આ વાત ભૂલાઇ ગઈ, એને ઠીક એવો વખત વીતી
ગયો. જસોદાની એક બંગડી પાછી આવી. જશોદાએ ત્યારે વાત કરી
કે હવે તમારું ધાર્યું થયું છે.
{{gap}}પણ નીલમણિ કહે :‘ના, બન્ને પાછી આવી ત્યારે! એક
તમે પહેરી શકો છો?’
{{gap}}‘સારુંં બેન! સારું. તું કહે તેમ. અમારે તમારી પાસે નાકલીટી કરવાનો આ વખત આવ્યો છે! આનું નામ જ કાળફેર! નહિતર આમ કાંઇ હોય?’ પછી નાગેન્દ્ર તરફ ફરીને કહ્યું : ‘તારે શું છે છોકરા? કે આ છોકરીએ તને પણ બાંધ્યો છે?’
{{gap}}‘મારે શું હોય?’ નાગેન્દ્ર બોલ્યો: બેનની પહેલી વાત થઈ
જાય, એટલે હું તો ક્યાં ના પાડું છું? તમેજ વિચારો ને! વાત
કેમ સારી લાગે?’
{{gap}}જસોદાની બીજી બંગડી પણ થોડા વખતમાં છૂટી. કેશુભાઇના
પ્રોવિડન્ડ ફંડના થોડા આવ્યા, થોડા નીલમણિના, એમ બીજી બંગડી
પણ પાછી ફરી.
{{gap}}હવે કાંઇ બીજું તો રહ્યું ન હતું. પણ આટલો વખત એમણે આ વસ્તુનો વિચાર કર્યો, એટલે એ વસ્તુનો સાચો વિવેક એમને મળ્યો હતો.
{{સ-મ|| [ ૬ ] |}}
{{gap}}'''પછી''' એક દિવસ અચાનક કુબેરભાઈને જમવાનું આમંત્રણ અપાયું હતું.
{{gap}}નીલમણિ કે નાગેન્દ્ર એ વાતને તરત જ સમજી ગયાં હતાં. તેમણે બન્નેએ મનમાં એક ગાંઠ વાળી.
{{gap}}‘ભાઈ!’ નીલમણિ બોલી : ‘તું મારી પાછળ ખેંચાતો નહિ
હો. પણ તેં મને વાત તે દિવસે કરી હતી, એની ખૂબ ઘેરી છાપ<noinclude></noinclude>
4wta8r0gb1yyb0lrfd1tk7eufoumujo
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૫૦
104
72456
220890
220791
2026-03-27T16:20:49Z
Meghdhanu
3380
/* Validated */
220890
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૪૧}}</noinclude>મારા મન ઉપર બેઠી છે. જેમ આપણે કુદરતી રીતે જ કોઇનું ખૂન
થતાં, અરેરાટી અનુભવીએ છીએ, એવી જ કાંઇક અરેરાટી મને આ
વાતમાં આવે છે. અલ્યા, એક માણસ મરતું હોય તે વખતે પણ
તમે નફો નુકસાન ગણ્યા જ કરો–એનો તો એટલો જ અર્થ કે
આપણી મારવાની રીતમાં ફેર છે. બાકી એ ધંધો તો હણનારનો જ થયો !’
{{gap}}નાગેન્દ્ર મુંગો મુંગો સાંભળી રહ્યો. થોડી વાર પછી તે બોલ્યો:
‘બેન! આપણે જ અપ્રતિષ્ઠિત વસ્તુને પ્રતિષ્ઠા આપવા નીકળીએ છીએ!’
{{gap}}એટલામાં તો કુબેરભાઈ મોહિની સૌ આવતાં દેખાયાં.
{{gap}}‘આ મોહિની અત્યારે કેવી હસે છે, તે દિવસે તેં જોઇ હોય–
ઓળખે છે જ કોણ?’ નાગેન્દ્ર બોલ્યો.
{{gap}}નીલમણિએ નાક ઉપર આંગળી મૂકી : ‘હવે બોલતો નહિ! આ
કુબેરભાઇ તો તારી પાસે જ આવે છે!’
{{gap}}ત્યાં કુબેરભાઈ નાગેન્દ્રને ઘણા વહાલથી ચાહતા હોય તેમ બોલતા
આવતા હતા : ‘કાં શેઠિયા! કાંઇ નજર અમારા ઉપર પડે છે કે
તમારા તાનમાં જ મસ્ત છો? મોટા માણસ છો ભાઇ!’
{{gap}}મોહિની બે હાથ જોડીને, આ જમાનાની સ્ત્રી, જે ખોટું હાસ્ય
હમણાં શીખી ગઇ છે તેવું હાસ્ય કરતી આગળ આવી.
{{gap}}બધાએ પછી આનંદ વિનોદ કર્યો. જમ્યા. પત્તાં રમ્યા. લગભગ
ચારેક વાગે કુબેરભાઇએ વિદાય લીધી. એમની મોટર આવી હતી.
ઓછાં ઓછાં થતાં જસોદા ને કેશુભાઇ ચાલ્યાં : કુબેરભાઇ બોલ્યા:
‘પણ નાગેન્દ્ર તો કાંંઇ બોલ્યો નથી, મોહિનીને જાણે ઓળખતો જ
ન હોય!’
{{gap}}‘હું તો ઓળખું છું.’ નાગેન્દ્રે કહ્યું.
{{nop}}<noinclude></noinclude>
l1use4i3du9zal4ofrz68yfhea96aip
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૫૧
104
72457
220891
220792
2026-03-27T16:23:32Z
Meghdhanu
3380
/* Validated */
220891
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૪૨}}</noinclude>{{gap}}‘પણ આ વાત થઈ એ તમને ગમી તો છે નાં? પછી ઘરણ ટાણે સાપ કાઢો નહિ! તમારુંં આજકાલનું વાજુંં...ભૈ સા’બ !’ નીલમણિનો પ્રત્યુત્તર આવતાં સૌ સડક થઇ ગયા. ‘કુબેરભાઈ! આ ઘરને તમારા જેવા પૈસાનો ઉત્સવ પોસાય તેમ નથી!’
{{gap}}‘હેં હેં ! શું કહ્યું?’
{{gap}}‘હું ઠીક કહું છું. નાગેન્દ્રને પૂછો!’
{{gap}}‘શું છે નાગેન્દ્ર?’ કેશુભાએ કડકાઇથી કહ્યું : ‘શું છે વાત?’
{{gap}}‘આટલી જ. મારવાની રીતમાં ફેર હોય તેથી માણસ ઘાતકી થતો અટકતો નથી. અને ઘાતકીને અમે સગાં માનતા નથી ! ચાલો, આવજો!’
{{gap}}કુબેરભાઈનું મોં શીવાઇ ગયું હતું.
{{gap}}તે પોતાની મોટરમાં બેઠા. પણ આજે એને પહેલી વખત જણાયું કે {{SIC|મોટેરોને|મોટરોને}} પણ આવા અપ્તરંગી છોકરાં બે બદામના કરી દઇ શકે ખરાં !
{{gap}}કર્ણોપકર્ણ આ વાત ચર્ચાણી ત્યારે વગર માગી મળતી ટીકાઓ
પણ અપ્તરંગી જ હતી.
{{gap}}‘આટલું બધું ઝીણું તે કોઇ કાંતતું હશે? કોણ કેમ પૈસા મેળવે છે એની તે વળી આવી પીંજણ કોઇ કરે? મૂરખાં! હાથે કરીને ખોયું!’
{{gap}}‘માળાં વાતને જાણી ગયાં હો! પૈસા તો ખાટકીને ત્યાં પણ હોય!’
{{gap}}‘કેશુભાઈ બિચારા છોકરાંવને માંડ ઠેકાણે પાડવા નીકળ્યા, ત્યાં છોકરાંવ જ અવળચંડીલા! હવે કોણ એમને ઘેર ચડવાનો છે?’
{{gap}}‘ખરાં બહાદર ! પ્રતિષ્ઠામાં પૈસાને મળતું સ્થાન એમણે તોડ્યું !’
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
pykd7cq0j7r949s31zu0h5r2g0min7c
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૬
104
72568
220892
220680
2026-03-27T16:31:38Z
Amvaishnav
156
/* Proofread */
220892
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૭}}</noinclude>'લક્ષ્મી !' તેણે મને જોતાં જ કામ કરવા વાળીને બૂમ પાડી : 'એક ચાનેા પ્યાલા લાવ. ને જો, ભાઈ આજકાલમાં આવી ચઢશે, ખંડ તૈયાર કરી નાખ્યો ?'
{{gap}}હા સા'બ!’
{{gap}}‘હા સા'બ નહિ, જે ચીજ ભાઇ જ્યાં રાખતો હતો, તે ચીજ ત્યાં જ હોવી જોઇએ. '
{{gap}}‘હા સા'બ! એ જ પ્રમાણે ગોઠવ્યું છે ને ! પથારી, ટેબલ, પુસ્તક, ભાઇને બહુ ગમે છે તે, બાઇસાબની છબી પણ મે ગોતી કાઢી છે. ભાઈ પથારીમાં સૂએ તો બરાબર સામે દેખાય તેમ મૂકી છે ને!’
{{gap}}'ઠીક સરુ, ચા લાવ તો !'
{{gap}}લક્ષ્મી ચા લેવા ગઈ ને મારા મનમાં કોણ જાણે ક્યાંથીએ એક ધ્રાસકો પડ્યેા ‘ આ મારા હાથમાં છે તે... હશે તો સારા સમાચાર નાં ?’
{{gap}}મને પટાવાળાની ઉતાવળ ને એનો ચહેરો જરાક શંકા કરાવી ગયો.
{{gap}}મેં કહ્યું: 'આ તાર પટાવાળો આપી ગયા, તે પણ એનો જ હશે.'
{{gap}}‘ એ જ હશે...’વિનાયકે હાથ લાંબો કરીને તાર લીધો. ફોડ્યો. ને, તેના ઉપર નજર કરી ગયો. પણ એનોને ચહેરો જોતાં હું ધ્રુજી ઊઠ્યો. એના ઉપરથી નૂર ઊડી જતું જણાયું. મને લાગ્યું કે વિનાયક હમણાં પડી જશે. પણ તે તરત જ શાંતિ રાખવા મથતો જણાયો : 'તાર છે શંકર! મારે તરત નીકળવું જોઇએ. ભાઇ મુંબઈમાં તાવના ઝપાટામાં આવ્યો લાગે છે! ' તેણે ઊભા
થઈ તે ફોન હાથમાં લીધો.<noinclude></noinclude>
0o6t4uhe4w5tgyv8xu8gnz2n8nez4jr
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૭
104
72569
220893
220681
2026-03-27T16:40:39Z
Amvaishnav
156
/* Proofread */
220893
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૮}}</noinclude>{{gap}}તાર પડ્યો હતો તે મેં લીધો. ને મારા પણ હોશકોશ ઊડી
ગયા. જેને માટે આજકાલ આવવાની રાહ જોવાતી હતી તે મનમોહનની ઘણી સખ્ત માંદગીના સમાચાર એમાં હતા.
{{center|[૪]}}
{{gap}}આથમતી સંધ્યા સમયે પચીસેક દિવસ પછી એ ઘેર હું આવ્યો ત્યારે ત્યાંની ભેદી નાખે એવી શાંતિ જોઇને સ્તબ્ધ થઈ ગયો. દરવાજા પાસે એક માણસ બેઠો હતો. તેણે ઈશારતથી જ સાહેબ અંદર હોવાની વાત કહી દીધી. હું અંદર ગયો. સીડીનું દરેક પગથીયું પણ જાણે આ ઘરનો શોક જાણતું હોય તેવું મૂંગું જણાયું ! મને બહુ જ દુઃખ થયું. પણ ઉપર ગયા વિના છૂટકો ન હતો. વિનાયકે એક વખત મને કહેલી વાત યાદ આવી. પોતાના કુટુંબમાં લાંબી આયુ
મર્યાદા હતી એમ એણે મને કહ્યું હતું. આજે વિનાયકને શું થતું હશે એની કેવળ કલ્પના પણ ધ્રૂજાવે તેવી હતી. હું અંદરના ખંડમાં ગયો. ત્યાં વિનાયક સામે જ બેઠેલો નજરે પડ્યો. એના ચહેરો લેવાઈ ગયો હતો. પણ મેંં ધાર્યુ હતુ તેના કરતાં ઓછી ખિન્નતા ત્યાં જોઈ ને મને કાંઇક દમ લેવાની તક મળી. હું ધીમે પગલે તેની પાસે ગયો અને ખુરશી ઉપર બેઠો. વિનાયકે મારી સામે જોયું. પણ એ કાંઈ બોલ્યો નહિ ‘તમે પહેાંચી તો ગયા હતા કાં ?'
{{gap}}વિનાયકે બોલ્યા વિના જ માથું ધુણાવ્યું: પછી ધીમેથી કહ્યું : ‘હુંં બાર કલાક મોડો પડ્યો !'
{{gap}}'અ...રે! રામ! મળી શકાયું હોત !'
{{gap}}વિનાયકની આંખમાં આંસુ ઉભરાતાં હતાં. પણ એણે એ ઘણી મહેનતે ખાળી રાખ્યાં હતાં. એ ઉઠ્યો. પાસેની બારી ઉઘાડી, થોડો પ્રકાશ અંદર આવ્યો. એટલામાં પેલી બાઇ ધીમે પગલે અંદર આવી :
{{gap}}'સા'બ! ભાઇ આવી ગયા છે! '<noinclude></noinclude>
kba3y9mpulyabzphltb48vzd9fg7xjg
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૮
104
72570
220894
220682
2026-03-27T16:50:08Z
Amvaishnav
156
/* Proofread */
220894
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૩૯}}</noinclude>{{gap}}હું બેબાકળો થઇને ચમકી ગયો. તરત જ મને ભાન થયું કૅ ક્યાંક વિનાયકનું ખસી ગયું હોય નહિ. પણ વિનાયક શાંત ધીમે પગલે મારી તરફ આવ્યો. પહેલાં જેમ મૂકતા હતોતે તેમ મારા ખભા ઉપર હાથ મૂકી રહ્યો. મને એનાથી ધણું આશ્વાસન મળી ગયું. એટલી એક નાની ક્રિયા પ્રતીતિ કરાવતી હતી કે વિનાયક હજી વિનાયક છે. તેણે મારા ખભા ઉપર હાથ મૂકીને ધીમેથી કહ્યું:
'શંકર ! તે દિવસની વાત સાંભરે છે?'
{{gap}}હુ તેની સામે જોઇ રહ્યોઃ ‘કઈ ? ’
{{gap}}'પેલો વાર્તાના અંત વાળી...મને આજ લાગે છે. વાર્ત્તાકારે ઠીક અંત મૂક્યો હતો. આપણે એ વાર્ત્તાકારની લાગણી વિવશતા ગણી કાઢી હતી. પણ એણે જીવન સહી લેવાના અનેક માર્ગમાં આ પણ એક માર્ગ છે એમ કહેવા ધાર્યું હતુ. તે દિવસની વાત સાંભરે છે? ચાલ તો મારી સાથે... '
{{gap}}મેં ડોકું ધૂણાવીને હા પાડી, પણ એનો પુરો મર્મ પકડાયો ન હતો.
વિનાયક આગળ ચાલ્યેા. હુ` એની પાછળ પાછળ ચાલ્યો. આંખમાંથી આંસુ ખાળતી લક્ષ્મી પાછળ આવી રહી હતી : વિનાયક બોલતો હતા : 'મારો નિયમ હતો. શંકર ! અગિયાર વાગે ઓફીસે જતા પહેલાં હું... મળવા આવતો...' એને કઠ લથડાતો જણાયો. મેં તરત જવાબ વાળ્યો : 'હા હા, કહેવા જતા, કે હું જાઉં છું !' મનમોહનને, એમ હું બોલો શક્યો નહિ.
{{gap}}'હા, ત્યારે તું એ જાણે છે. મારો ઓફીસે જવાનો વખત થયો છે, એટલે લક્ષ્મી મને કહી ગઈ !
{{gap}}મારું હૃદય હૃદયમાં એસી ગયું. હા ! ત્યારે વિનાયકને પણ આ
મનમોહનના મૃત્યુએ કલ્પનાના આધારે, જીવન સહન કરવાનો માર્ગ બતાવ્યો હતો !<noinclude></noinclude>
j302u0fi1r894plmsx7b1l2vulk2876
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૯
104
72571
220895
220683
2026-03-27T16:56:58Z
Amvaishnav
156
/* Proofread */
220895
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૦}}</noinclude>{{gap}}અમે મનમોહનના ખંડ પાસે આવી ગયા હતા. અંદર મેં દૃષ્ટિ કરી. દરેક વસ્તુ મનમોહન ત્યાં બેઠો હોય તેમ ગોઠવાયેલી પડી હતી. સામે ટેબલ ઉપર ચોપડીઓ હતી. છબીઓ ટીંગાતી હતી. મનમોહનનો કોટ પણ ત્યાં હતો. ટોપી હતી. એની લાકડી નજરે ચડે તેમ ઊભી પડી હતી.
{{gap}}'મનમોહન ! હું પાંચે આવીશ હો...' વિનાયક બહાર ઊભો રહીને જ બોલ્યો. અને પછી કાંઈ ન હોય તેમ, હમેશ જતો હતો એ જ પ્રમાણે, ધીમે શાંત પગલે, એ ઓફીસે જવા નીકળ્યો. પણ એને એ કરૂણ શાંત, ઈશ્વરી ચરણે મૂકાતો હોય તેવો શબ્દ સાંભળતાં, મને લાગ્યું કે મારા પગ હમણાં ભાંગી પડશે ! લક્ષ્મી તો આંખે હાથ દઈને ત્યાં રડતી રડતી ઊભી રહી ગઇ હતી.<noinclude></noinclude>
rpkptw3c5prec49jz64mzk1cue48tyh
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૦
104
72572
220896
220684
2026-03-27T17:08:54Z
Amvaishnav
156
/* Proofread */
220896
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
{{center|<big><big>'''લાલજી ભુવનેશ્વર'''</big></big>}}
<br/>
<br/>
{{gap}}<big><big>'''લા'''</big></big>લલજી ભુવનેશ્વરનું વય વર્ષ ચાલીસનું, બેઠી દડી, ગોળ મોં, શરીર ભરાઉ, રંગ અબનુસનું લાકડું જોઈ લ્યો-આફ્રિકાના સીદીઓનું માન મુકાવે તેવું. અભ્યાસ સંસ્કૃતમાં ભાંડારકર ભાગ બીજાના છવીશ પાઠ. ગુજરાતી આઠ પુરી, રેખાગણિત અને અક્ષરગણિતમાં કીટ. અંકગણિત એનું જ. પાકા નામામાં ગમે તેને પાણી ભરાવે, કવિત! ઘણીખરી મોઢે-તે પણ કવિતા કરે. વાચનના શોખીન. વાર્ત્તાઓ ખાસ વાંચે, નાયક-નાયિકાની ચતુરાઇવાળી વાર્ત્તાના વધુ શોખીન. શામળકવિના ભક્ત, પ્રેમાનંદનો અભ્યાસ, દયારામના પ્રશંસક. ગુજરાતી સાહિત્યના રસિયો જીવ. લાલજી ભુવનેશ્વર, નાનકડા કસ્બાની ગામ વડીવેગડીના એક અણમોલ છાના રત્ન હતા.
એમના લેખો 'क' સંજ્ઞાથી 'પરિમલ'માં આવતા. 'અસ્થાયી’ના નામથી એ ‘સુધા'માં લખતા. ‘સ્થાનભ્રષ્ટ’નાં તખલ્લુસથી ‘વિદ્યાવિવેચકમાં' વારંવાર દેખાવ દેતા. ‘સ’ તખલ્લુસથી કવિતા લખતા. न [ સંસ્કૃત લિપિમાં] તખલ્લુસથી નર્મહાસ્ય આપતા. 'અશ્મન' નામથી શું લખતા એ કોઇને ખબર પડી ન હતી, પણ કાંઇક એ નામથી પણ લખતા ખરા. કોઈ વિષય એવો નહિ, જે એમને માટે
હસ્તામલક ન હોય !<noinclude></noinclude>
9hngxazpbzi6kb4o6yk3dxiy3ol4qkj
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૧
104
72573
220897
220685
2026-03-27T17:21:35Z
Amvaishnav
156
/* Proofread */
220897
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૨}}</noinclude>{{gap}}વડીવેગડીમાં, આ પ્રમાણે આ કવિ, વિવેચક, વાર્તાલેખક, હાસ્યરસ લેખક, ઇતિહાસજ્ઞ, શાસ્ત્રજ્ઞ, રસજ્ઞ, પ્રાજ્ઞ, અનભિજ્ઞ ને વિશેષજ્ઞ, ક્યાંથી આવીને બેસી ગયા, એ એક કોયડો હતો ! પણ બજાર આખી વડીવેગડીની, એમને સાંજે જોવા માટે ઊભી થઈ રહેતી ! ઝીણી-પાતળી ચોકડીની પાઘડી, કાળો લાંબો કોટ, હાથમાં રૂપાની મુઠની અબનુસની કાળી લાકડી, પીળી કોરનું પાનીમાં ભટકાતું આવે ને સાહેબ પોતાનાં પુના-લેધર સ્લીપરથી વારવાર ખસેડતા
આવે એવું, પાકું છપ્પનઈંચિયું ઝીણું ધોતિયું, મોંમાં પાન, કપાળે ત્રણ રેખા, એક હાથમાં પુસ્તક, ઘણુંખરૂ વેદાંતનું –એવા એવા ઠાઠમાઠમાં વડીવેગડીના આ નવા આવનાર આસિસ્ટંટ નંબર વન, ફરવા નીકળતા ત્યારે સૌને લાગતું કે આ સૃષ્ટિમાં આ જીવડો ક્યાંકથી ભૂલો પડ્યોયે જણાય છે ! બાકી એમનું સ્થાન નાટકકંપનીના
મેનેજર થવાનું ક્યાંક એમની રાહ જોતું બેઠું હશે !
{{gap}}ગમે તેમ, પણ વડીવેગડીનાં અહેભાગ્ય કે આવા રસિક ને રસજ્ઞ જીવનાં ત્યાં પગલાં થયાં!
{{gap}}ને એ અહોભાગ્યની જાણે ભરતી ચડવાની હોય તેમ, પંદર દિવસ પછી જ, ગામની ધર્મશાળામાં 'હિન્દહિતશોધકવર્ધક' નામની એક નાટકકંપની પણ અચાનક આવી ચડી એમાં છ ‘એકટર' હતા. ત્રણ ન–એકટર હતા, અને બે ત્રણ બૈરાં હતાં વળી એમાં રસોયો, નોકર, મેનેજર, આસિ. મેનેજર; રાત્રિમેનેજર, એમ કરીને બીજા પણ ચાર-પાંચની ભરતી હતી.
{{gap}}રસિયા લાલજીભાઈએ તો આ નાટક કંપનીનું નામ સાંભળ્યું ને કાખમાં લખાણ લઈને ત્યાં આંટા મારવાનં શરુ કરી દીધું ! કોઈને ખબર ન હતી, પણ લાલજી ભુવનેશ્વરે તેર નાટક લખી રાખ્યાં હતાં. એ ભજવવાવાળા કોઈને કોઈ આવવાના હતા. વડીવેગડીમાં આ આવ્યા<noinclude></noinclude>
a5kklr34myyi9l9hr9fjsjn3sdqlmfg
સભ્યની ચર્ચા:Isma4l
3
72655
220876
2026-03-27T13:47:30Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
220876
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Isma4l}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૯:૧૭, ૨૭ માર્ચ ૨૦૨૬ (IST)
kxzicuq5rxdsihlklv3vyigom6us27w
સભ્યની ચર્ચા:GergesBot
3
72656
220898
2026-03-27T18:08:08Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
220898
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=GergesBot}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૩:૩૮, ૨૭ માર્ચ ૨૦૨૬ (IST)
p77g9x9qh5kirz6xwboa2fgs4u46kkn