વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૨ 104 72574 220899 220686 2026-03-28T16:25:16Z Amvaishnav 156 /* Proofread */ 220899 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૩}}</noinclude>એ જ કદાચ એ કામ ઉપાડી શકે એમ ધારીને એમણે ત્યાં ધીમે ધીમે ઓળખાણ સાધી, {{center|[૫]}} {{gap}}લાલજી ભુવનેશ્વરનું વય વર્ષ ચાલીસનું, પણ દેખાવ પાંત્રીસ નો–ને એ કહેતા સત્તાવીશ. આટલી નાની વયે હજી કાઈ જીવનમોહિની સંપ્રાપ્તિ થઈ ન હતી. એને માટે કારણ તો કાંઇક હશે જ, પણ લાલજી ભુવનેશ્વરનો સંસ્કૃત સ્વભાવ એને માટે કાંઈક જવાબદાર હતા એમ કેટલાક અસસ્કૃંતજ્ઞો કહેતા. એક વખતની વાત છે લાલજી ભુવનેશ્વરનું કોઈ લખાણ કયાંક પ્રગટ થયેલું, ત્યાં જ એક એમના જેવા કોઈ રિસકાનું લખાણ પણ છપાયલું. લખાણમૈત્રી એ પણ આ જમાનાનાની એક ખાસિયત છે-એટલે પેલાં દેવી એમને મળવા આવ્યાં. તે વખતે કેમ વાત થઈ, એ લાલજી ભુવનેશ્વરના પરમમિત્ર જગન્નાથજી યાદદાસ્ત ઉપરથી, ઘણી વખત આમ કહેતા. {{gap}}'દેવી ત્યાં બેઠાં ન બેઠાં અને અને લાલજી ભુવનેશ્વર બોલ્યા : 'કાંઈ પેય લેશો કે ખાદ્ય ચાલશે? લેહ્ય નથી એમ નહિ, પણ સમય મધ્યાહ્નવર્તિ સુર્યચક્રનો હોઈ પેય અતીવ યોગ્ય, એથી આ પૃચ્છા. ઈચ્છાવર્તી'પ્રત્યુત્તર પાઠવી શકો છો.' {{gap}}પેલાં બિચારાં દેવીશ્રી તો આ સંસ્કૃતરમ્યપદાવલિથી એટલાં વ્યાકુળ થઇ ગયાં કે જલદી ભાગી જવાની પેરવીમાંપડ્યાં. પણ એમને ખબર નહિ, માત્ર અતિથિ જ ગુંદરીયા હોય છે એમ કાંઇ નથી કોઈક વખત યજમાન પણ ગુંદર ચોટાડીને બેઠા હોય છે ! જ્યાં ઊભા રહ્યા ત્યાં જ કહેશે : 'આ મારું છેલ્લું છે–છોકરું નહિ, લખાણ. ‘પ્રસંગ એવો છે...’ એમ કહી મધુર કંઠાવલિથી એક ખંડકાવ્ય કે અગેય કાવ્ય ઉપાડે કે તમે ઘણા ઉતાવળા થાવ, પણ એ ઉતાવળા ન થાય ! પોણો કલાક ઘડિયાળને અટકાવો તો આરો આવે !<noinclude></noinclude> 469sam1qnxfjgic37xfgv0dh6oo3gyj 220901 220899 2026-03-28T16:35:11Z Amvaishnav 156 220901 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૩}}</noinclude>એ જ કદાચ એ કામ ઉપાડી શકે એમ ધારીને એમણે ત્યાં ધીમે ધીમે ઓળખાણ સાધી, {{center|[૨]}} {{gap}}લાલજી ભુવનેશ્વરનું વય વર્ષ ચાલીસનું, પણ દેખાવ પાંત્રીસ નો–ને એ કહેતા સત્તાવીશ. આટલી નાની વયે હજી કાઈ જીવનમોહિની સંપ્રાપ્તિ થઈ ન હતી. એને માટે કારણ તો કાંઇક હશે જ, પણ લાલજી ભુવનેશ્વરનો સંસ્કૃત સ્વભાવ એને માટે કાંઈક જવાબદાર હતા એમ કેટલાક અસસ્કૃંતજ્ઞો કહેતા. એક વખતની વાત છે લાલજી ભુવનેશ્વરનું કોઈ લખાણ કયાંક પ્રગટ થયેલું, ત્યાં જ એક એમના જેવા કોઈ રિસકાનું લખાણ પણ છપાયલું. લખાણમૈત્રી એ પણ આ જમાનાનાની એક ખાસિયત છે-એટલે પેલાં દેવી એમને મળવા આવ્યાં. તે વખતે કેમ વાત થઈ, એ લાલજી ભુવનેશ્વરના પરમમિત્ર જગન્નાથજી યાદદાસ્ત ઉપરથી, ઘણી વખત આમ કહેતા. {{gap}}'દેવી ત્યાં બેઠાં ન બેઠાં અને અને લાલજી ભુવનેશ્વર બોલ્યા : 'કાંઈ પેય લેશો કે ખાદ્ય ચાલશે? લેહ્ય નથી એમ નહિ, પણ સમય મધ્યાહ્નવર્તિ સુર્યચક્રનો હોઈ પેય અતીવ યોગ્ય, એથી આ પૃચ્છા. ઈચ્છાવર્તી'પ્રત્યુત્તર પાઠવી શકો છો.' {{gap}}પેલાં બિચારાં દેવીશ્રી તો આ સંસ્કૃતરમ્યપદાવલિથી એટલાં વ્યાકુળ થઇ ગયાં કે જલદી ભાગી જવાની પેરવીમાંપડ્યાં. પણ એમને ખબર નહિ, માત્ર અતિથિ જ ગુંદરીયા હોય છે એમ કાંઇ નથી કોઈક વખત યજમાન પણ ગુંદર ચોટાડીને બેઠા હોય છે ! જ્યાં ઊભા રહ્યા ત્યાં જ કહેશે : 'આ મારું છેલ્લું છે–છોકરું નહિ, લખાણ. ‘પ્રસંગ એવો છે...’ એમ કહી મધુર કંઠાવલિથી એક ખંડકાવ્ય કે અગેય કાવ્ય ઉપાડે કે તમે ઘણા ઉતાવળા થાવ, પણ એ ઉતાવળા ન થાય ! પોણો કલાક ઘડિયાળને અટકાવો તો આરો આવે !<noinclude></noinclude> c0ijg75m39tbgkc88rdbn6buou2tti4 પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૩ 104 72575 220900 220687 2026-03-28T16:33:10Z Amvaishnav 156 /* Proofread */ 220900 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૪}}</noinclude>{{gap}}ત્યારે એમ આ દેવીશ્રી ઘણાં ઉઠવાની ઉતાવળ કરે, પણ લાલજી ભુવનેશ્વરનાં નાટક ખુટે ત્યારે નાં? વળી એ માનતા કે પ્રવેશબદ્ધ ભજવી શકાય તેવાં નાટક એ પોતે જ લખી જાણે છે. અને એ સિદ્ધ કરવા માટે એ વાંચતી વખતે પોતે જ થોડું ભજવી પણ લેતા ! {{gap}}એટલે દેવોશ્રીને સજા તો સ્થિર બેસવાની, પોણા બે કલાકની થઈ, એમાંથી દસ મિનિટ પેય લીપ્ટનની બાદ થાય તે માફ ! તે પછી એ ભાગવાની તૈયારી કરતાં હતાં, ત્યાં જ લાલજી ભુવનેશ્વર બોલ્યા : 'અરસિકેષુ રસાભિનિવેદન' ’ એવું તો નથી થયું ને ?' {{gap}}'અરે હાય કાંઇ ?' પેલાં બેન બિચારાં વિવેક કરવા ગયાં, 'મને તો કાવ્યમાં ને નાટકમાં ઘણો રસ પડે છે !' {{gap}}'એ તો હું તમારી નાસિકાગ્રથી જ સમજી ગયો હતો !' {{gap}}'નાકના ટેરવા ઊપરથી રસિકતા મપાય છે, એ બિચારાં દેવીશ્રોને ખબર નહિ એટલે એ જરાક પૂછવા ગયાંઃ ‘નાસિકાગ્રથી ?...’ {{gap}}'ખબર નથી લાગતી તમને' લાલજી ભુવનેશ્વર બોલ્યા : ‘પણ એનું નામ જ નૈસિર્ગકી સુરભિણ:' કસ્તુરીમૃગ ક્યારે જાણે છે, મારી પાસે કસ્તુરી છે–રૂપસુંદરી ક્યારે જાણે છે, મારી નાસિકાગ્રે રૂપ રેલ રહ્યાં છે ?' {{gap}}પેલી દેવીશ્રી તો બિચારી શરમાઈ ગઈ. એક તો આ અબનુસી રંગ અને એમાં પાછી આ ભાષા ! {{gap}}પણ લાલજી ભુવનેશ્વર જેનું નામ, એ આમ મળવા આવેલાં ને છોડે કે? {{gap}}'પ્રણયવાન છોકે પ્રણયમાર્ગે છો? આ લજ્જારેખાથી તો આકૃતિ વધુ રમ્યતરા થાય છે !’ {{gap}}દેવીશ્રીએ ઉતાવળે બે બે હાથ જોડીને પ્રણામ કર્યાં, ને ચાલતી<noinclude></noinclude> ak1esg9v9diy3qg4ljsacsqgvoliipe પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૪ 104 72576 220902 220688 2026-03-28T16:46:37Z Amvaishnav 156 /* Proofread */ 220902 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૫}}</noinclude>પકડી. પણ લાલજી ભુવતેશ્વર તો એમની સાથે ચાલ્યા ! {{gap}}જગન્નાથજી કહેતા કે પછી શું થયું એ તો એમને ખબર નથી, પણ ત્યાર પછી લાલજી ભુવનેશ્વરને ત્યાં દેવીશ્રી કોઈ દિ ઝળકયાં નથી. {{center|[ ૩ ]}} {{gap}}એટલે લાલજી ભુવનેશ્વર પોતાને સત્તાવીસના ગણાવતા એ ભલે, પણ ખરી રીતે ચાલીસની વયે હજી એમને પ્રણયનો પત્તો લાગ્યો ન હતો ! કાંટા તો પાર વિનાના લાગ્યા હતા, પણ પોતે કોણે માટે કાંટો બન્યા ન હતા–એ દુઃખ હતું. એમાં એમના અબનુસી રંગનો પ્રતાપ પણ જેવો તેવો ન હતો. પણ જગન્નાથજી, એમના દિલોજાન ટીખળી દોસ્ત, એ ધીમે ધીમે લાલજી ભુવનેશ્વરને સમજાવી શક્યા હતા, કે એમનો આ કૃષ્ણુ–રંગ જ, કયારેક કોઈ રાધાના દિલમાં તોફાન મચાવી જવાનો છે! {{gap}}લાલજી ભુવનેશ્વર એ સાંભળીને હસતા અને કહેતા : 'જગન્નાથજી! તમારી રસિકતા રસગંગાધર સમજે એવી છે હો! તમે બરાબર સમજ્યા છો. મને એમ જ લાગે છે. આ અતીવ શ્યામપણામાં કાંઈક શુભ લાંછન જણાય છે ! ' {{gap}}'શુભ લાંછન જ ! ચોક્કસ એ જ ! ’ જગન્નાથજી જેનું નામ, કુદરતે જેના સ્વભાવમાં, શબ્દમાં, ને શરીરમાં ત્રણે જગ્યાએ ટીખળ વેરેલી, એ કાંઈ પ્રત્યુત્તર આપવામાં મોળા પડે ? તરત બોલે 'મને તો લાલજીભાઇ ! ' પેલું યાદ આવે છે. રાધા તું ગોરી ગોરી... ! ’ {{gap}}´ આ હા હા ! ' કહેતા લાલજી ભુવનેશ્વર હસી પડતા. {{gap}}આ નાટક કંપની આવી, અને લાલજીભાઈ ત્યાં રસિકતા વેરતા જાય છે, એ જગન્નાથજીને ખબર પડી, એટલે એને મન તો જાણે એ રાઘવલાડુ મળ્યા. એ સમજી ગયા કે વર્ષોસુધી જુનો નહિ પડે એવો રસકિસ્સો–કિસ્સાએ લાલ–હવે પ્રાપ્ત થાય તેમ છે !<noinclude></noinclude> dzljgt38tuvb7etu67jw45st83pu4y0 220903 220902 2026-03-28T16:47:16Z Amvaishnav 156 220903 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૫}}</noinclude>પકડી. પણ લાલજી ભુવનેશ્વર તો એમની સાથે ચાલ્યા ! {{gap}}જગન્નાથજી કહેતા કે પછી શું થયું એ તો એમને ખબર નથી, પણ ત્યાર પછી લાલજી ભુવનેશ્વરને ત્યાં દેવીશ્રી કોઈ દિ ઝળકયાં નથી. {{center|[ ૩ ]}} {{gap}}એટલે લાલજી ભુવનેશ્વર પોતાને સત્તાવીસના ગણાવતા એ ભલે, પણ ખરી રીતે ચાલીસની વયે હજી એમને પ્રણયનો પત્તો લાગ્યો ન હતો ! કાંટા તો પાર વિનાના લાગ્યા હતા, પણ પોતે કોણે માટે કાંટો બન્યા ન હતા–એ દુઃખ હતું. એમાં એમના અબનુસી રંગનો પ્રતાપ પણ જેવો તેવો ન હતો. પણ જગન્નાથજી, એમના દિલોજાન ટીખળી દોસ્ત, એ ધીમે ધીમે લાલજી ભુવનેશ્વરને સમજાવી શક્યા હતા, કે એમનો આ કૃષ્ણુ–રંગ જ, કયારેક કોઈ રાધાના દિલમાં તોફાન મચાવી જવાનો છે! {{gap}}લાલજી ભુવનેશ્વર એ સાંભળીને હસતા અને કહેતા : 'જગન્નાથજી! તમારી રસિકતા રસગંગાધર સમજે એવી છે હો! તમે બરાબર સમજ્યા છો. મને એમ જ લાગે છે. આ અતીવ શ્યામપણામાં કાંઈક શુભ લાંછન જણાય છે ! ' {{gap}}'શુભ લાંછન જ ! ચોક્કસ એ જ ! ’ જગન્નાથજી જેનું નામ, કુદરતે જેના સ્વભાવમાં, શબ્દમાં, ને શરીરમાં ત્રણે જગ્યાએ ટીખળ વેરેલી, એ કાંઈ પ્રત્યુત્તર આપવામાં મોળા પડે ? તરત બોલે 'મને તો લાલજીભાઇ ! ' પેલું યાદ આવે છે. રાધા તું ગોરી ગોરી... ! ’ {{gap}}´ આ હા હા ! ' કહેતા લાલજી ભુવનેશ્વર હસી પડતા. {{gap}}આ નાટક કંપની આવી, અને લાલજીભાઈ ત્યાં રસિકતા વેરતા જાય છે, એ જગન્નાથજીને ખબર પડી, એટલે એને મન તો જાણે એ રાઘવલાડુ મળ્યા. એ સમજી ગયા કે વર્ષોસુધી જુનો નહિ પડે એવો રસકિસ્સો–કિસ્સાએ લાલ–હવે પ્રાપ્ત થાય તેમ છે !<noinclude></noinclude> 1uez7wmmoslgw2ukjskl5umfy10kz6y પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૫ 104 72577 220904 220689 2026-03-28T16:59:01Z Amvaishnav 156 /* Proofread */ 220904 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૬}}</noinclude>{{gap}}જગન્નાથજીઓ ભાગ્યે જ એકલા હોય છે, એમની તો મંડળી જ હોય. આ જગન્નાથજીની પણ મંડળી હતી. તેમાં એવા જ બીજા ભાઈઓ હતા. ભવાનીપ્રસાદ જીભાઈ, બેચર મહારાજ ને એક્ટાંગ વીરેશ્વર. આ બધાની સાથે જગન્નાથજી મળે એટલે સમજી લેવું કે હવે આખુ પડ અધર રાખશે ! {{gap}}જગન્નાથજી, લાલજીભુવનેશ્વરનો દિલોજાન દોસ્ત. જગન્નાથજી સમજે કે ન સમજે એ વાત જુદી. પણ જેવું લાલજી વાક્ય બોલે ત્યાં જ જગન્નાથજી 'ઓહો હો ! ભાઈ ! આ તો હદ...' કહેતો કે ને ઊભો થઈ જાય ! {{gap}}દુનિયામાં માણસને ઘડ્યા પહેલાં ઈશ્વરે અહમને ઘડેલો. તે પછી એને કહેલું કે 'જા અલ્યા ! માણસ મારા જેવો છે, એને ગધેડા જેવો બનાવી દે!' એ અહમને લીધે માણસની અક્કલ બુઠ્ઠી થઇ ગઈ છે, સુશાસનને બદલે કાયદો પેસે છે ને એને બાંડિયું ગધેડુ બનાવી દે છે, એવું જ તો. માણસમાં અહમ પેઠે ને પોતાની વાત સાંભળતાં એ તરત ગધેડો બની જવા માંડ્યો ! ભલભલા આમાં ગોથાં ખાધા કરે તો લાલજી ભુવનેશ્વર કઇ વાડીના મૂળા ? ટીખળી જગન્નાથજી ‘આ હા હા ' કરે, અને લાલજી સમજે કે કાં એ શેકસપીઅર હોવો જોઈએ—નહિતર બાયરન તો ખરો ને ખરો ! એટલે જગન્નનાથજીનો 'આ આ હા હા કાબુ' લાલજીભાઈ ઉપર જાદુઈ લાકડી જેવો. એટલે એ એની પાસે ઘણી વખત અંતર ખોલે. નહિંતર તો પોતે અબનુસી છે એ ખ્યાલે લઘુગ્રંથી પીડિતદશાને લીધે સામા પાસે મૌન રાખવાને પણ ટેવાયેલા. જગન્નાથજીને એમણે નાટકની વાત કરી. ને એમાં એ પણ કહ્યું કે એમાંથી એક તો આ નાટક ઉપર લટ્ટુ થઈ લાગે છે! {{gap}}'લલિતા !' જગન્નાથજીએ તરત ફેંક્યું. એણે સાંભળ્યું હતું કે<noinclude></noinclude> 8oo846kmlyfov5nk1pf3lks6dx4asbs પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૬ 104 72578 220905 220690 2026-03-28T17:09:35Z Amvaishnav 156 /* Proofread */ 220905 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૭}}</noinclude>નાટક કંપનીની આ એકટ્રેસ જરાક રસનું ઘોયું જણાય છે, એટલે અનુમાને ફેંક્યું. {{gap}}'હાં, એ જ ! તમને કેમ ખબર પડી ? ' લાલજી બોલતાં મલકી ગયેા. પણ ટીખળી જગન્નાથજી, એનાથી કોઇ ક્રિયા અછતી નહિ તો ! એ સમજી ગયા કે ભાઈ પેલા કાલિદાસના શ્લોકની દશામાં જણાય છે. 'કામી સ્વતાં પશ્યતિ.' ' એમણે વધારે છૂટથી હાંક્યું : 'તમે છુપાવો, પણ સુરજ કાંઈ છાબડે ઢાંક્યો રહ્યો છે? લલિતાબાઇ નાટક ઉપર તો લટ્ટુ છે—પણ નાટક લખનાર ઉપર તેા લટુડી છે. તમે ભલેને અમને ખબર ન આપો!' થઈ રહ્યું. લાલજી ભુવનેશ્વરે તે દિવસે જાત પ્રગટ કરી દીધી. જગન્નાથજીને કામ મળ્યું. એને એટલું જ કામ હતું. દુનિયામાં આ દસમા ટીખળરસને હસ્યાંતર્ગત ગણવામાં તો રસશાસ્ત્રીઓએ ગોથું જ ખાધું છે. ટીખળરસ તો સ્વતંત્ર છે, તે કેવળ બાપકમાઇવાળા મુર્ખાઓના મનેાકાશની વાટિકામાં થતું એ એક અપૂર્વ પુષ્પ છે! બાપકમાઇવાળાઓના આકાશમાં બીજા ઘણાં ફૂલ છે-પણ આવું એકે નહિ! જગન્નાથજીને બાપકમાઇના પચાસેક હજાર મળેલા, મકાન હતું. પણ ટીખળમાં બે બૈરાં ખોયાં હતાં. એક હાથ ખોયો હતા. વધારે ખોવાની હવે તૈયારી ન હતી, એટલે જાતે એકલા નોંધપાત્ર રહ્યા હતા ! આ દસમો ટીખળરસ એમના જીવનમાં હોય નહિ તો એ જીવે નહિ એવું થઈ પડ્યું હતું ! એમણે આ લાલજી ભુવનેશ્વરની હવે 'આદિ, મધ્ય ને અંત તહાં જે નામ રહ્યું છે' એ અંતલિર્પિકા શોધી કાઢી હતી. કામ આગળ ધપાવવા માટે એમનો સાડાત્રણ ડાહ્યાઓનો દરબાર ભરાયો {{center|[ ૪ ]}} {{gap}}દરબારમાં નક્કી થયું કે આપણે જ પ્રેમપત્રો શરૂ કરો! પછી જગન્નાથજીએ ડાબા હાથે અક્ષર લખ્યા ને એક પ્રેમપત્ર પાઠવ્યો<noinclude></noinclude> 4sxzosa5pn6cuc7c9opw2huwnx91ba1