વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૬ 104 72578 220906 220905 2026-03-29T16:01:20Z Amvaishnav 156 220906 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૭}}</noinclude>નાટક કંપનીની આ એક્ટ્રેસ જરાક રસનું ધોયું જણાય છે, એટલે અનુમાને ફેંક્યું. {{gap}}'હાં, એ જ ! તમને કેમ ખબર પડી ? ' લાલજી બોલતાં મલકી ગયેા. પણ ટીખળી જગન્નાથજી, એનાથી કોઇ ક્રિયા અછતી નહિ તો ! એ સમજી ગયા કે ભાઈ પેલા કાલિદાસના શ્લોકની દશામાં જણાય છે. 'કામી સ્વતાં પશ્યતિ.' ' એમણે વધારે છૂટથી હાંક્યું : 'તમે છુપાવો, પણ સુરજ કાંઈ છાબડે ઢાંક્યો રહ્યો છે? લલિતાબાઇ નાટક ઉપર તો લટ્ટુ છે—પણ નાટક લખનાર ઉપર તેા લટુડી છે. તમે ભલેને અમને ખબર ન આપો!' થઈ રહ્યું. લાલજી ભુવનેશ્વરે તે દિવસે જાત પ્રગટ કરી દીધી. જગન્નાથજીને કામ મળ્યું. એને એટલું જ કામ હતું. દુનિયામાં આ દસમા ટીખળરસને હસ્યાંતર્ગત ગણવામાં તો રસશાસ્ત્રીઓએ ગોથું જ ખાધું છે. ટીખળરસ તો સ્વતંત્ર છે, તે કેવળ બાપકમાઇવાળા મુર્ખાઓના મનેાકાશની વાટિકામાં થતું એ એક અપૂર્વ પુષ્પ છે! બાપકમાઇવાળાઓના આકાશમાં બીજા ઘણાં ફૂલ છે-પણ આવું એકે નહિ! જગન્નાથજીને બાપકમાઇના પચાસેક હજાર મળેલા, મકાન હતું. પણ ટીખળમાં બે બૈરાં ખોયાં હતાં. એક હાથ ખોયો હતા. વધારે ખોવાની હવે તૈયારી ન હતી, એટલે જાતે એકલા નોંધપાત્ર રહ્યા હતા ! આ દસમો ટીખળરસ એમના જીવનમાં હોય નહિ તો એ જીવે નહિ એવું થઈ પડ્યું હતું ! એમણે આ લાલજી ભુવનેશ્વરની હવે 'આદિ, મધ્ય ને અંત તહાં જે નામ રહ્યું છે' એ અંતલિર્પિકા શોધી કાઢી હતી. કામ આગળ ધપાવવા માટે એમનો સાડાત્રણ ડાહ્યાઓનો દરબાર ભરાયો {{center|[ ૪ ]}} {{gap}}દરબારમાં નક્કી થયું કે આપણે જ પ્રેમપત્રો શરૂ કરો! પછી જગન્નાથજીએ ડાબા હાથે અક્ષર લખ્યા ને એક પ્રેમપત્ર પાઠવ્યો<noinclude></noinclude> 6ps1y9k8vtj1iqh1rwlsyuagdn35k15 પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૭ 104 72579 220907 220691 2026-03-29T16:14:16Z Amvaishnav 156 /* Proofread */ 220907 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૮}}</noinclude>રા. રા. શ્રી. न ઉપર. ઠે. વડીવેગડીના લાલજી ભુવનેશ્વરને ત્યાં ! {{gap}}એ કાગળ મળ્યો તે દિવસે લાલજી ભુવનેશ્વરે અચ્છેરીયા ત્રણ ચડાવ્યા. ચડાવીને બપારે પાન ખાતાં હીચકે બેઠા'તા, ત્યાં જગન્નાથજી આવ્યા ! લાલજીનું મોં મરક મરક થતુ જોયું–ને ટીખળી જગન્નાથજી પામી ગયો, કે ભાઈને કાગળ તો આપણો મળ્યો લાગે છે! {{gap}}એ બેઠો ન બેઠો ત્યાં લાલજી ભુવનેશ્વર બોલ્યો: '- જગન્નાથજી ! એક ભારે થઈ છે! સાળુ હું તો મુંજાણો છું. હા પાડું છું તો ઉપાધિ ચોટે–ના પાડું છું તો મન ના પાડે છે!' {{gap}}'એમ કરોને સા'બ! હા ને ના બે'ય રાખોને !' {{gap}}'અરે! પણ સાંભળ તો ખરો !' {{gap}}જગન્નાથજીએ તો બધું સાંભળ્યું જ હતું. મોટેથી કહ્યું ‘શું વાત છે ?' {{gap}}'વાત એવી છે, તે દિવસે તેં કહ્યું હતું ના ... !' {{gap}}‘શું ? ’ જગન્નાથ અજાણ્યો થઈ ગયો. {{gap}}'કેમ વળી પેલું ...લલિતાબાઈવાળું ! ' {{gap}}'અરે હા.’ {{gap}}'આ એનો જ છે લ્યો...’ લાલજી ભુવનેશ્વરે કાગળ કાઢ્યો ને સામે ધર્યો. જગન્નાથે તો પોતે જ લખ્યો'તો, એટલે શું છે એની એને તો ખબર હતી. છતાં વાંચ્યો. વાંચીને બોલ્યો : {{gap}}'આમાં-આ સ્વયંવરી કિસ્સામાં તમે ઉછળીને 'ના' પાડશો એમ? અરે જાવ રે મારા સા'બ્! તમારી રસિકતા ઉપર મુગ્ધ થનારને તમે જ છેહ દેશો ? ’ લાલજીને ઠપકો આપતો હોય તેમ એ બોલ્યો. {{gap}}'છેહ દેવાની વાત નથી, પણ જગન્નાથ ! આ વાત જરાક ધ્યાન રાખવા જેવી! આપણી ઢેડફજેતી થાય !' {{gap}}'અલ્યા, સામેથી વાત કરવા લલિતાબાઈ પોતે આવે છે<noinclude></noinclude> 2r91lze8p76qlcg76gtk7h7yphtf2ab પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૮ 104 72580 220908 220692 2026-03-29T16:24:27Z Amvaishnav 156 /* Proofread */ 220908 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૪૯}}</noinclude>તો'ય ?' {{gap}}અંતે જગન્નાથ ટીખળીએ સ્થાન સમય અને પ્રણયસંકેત ત્રણે સૂચવ્યાં. પ્રણય સંકેત કહ્યો કે તમારે પેલી ગજલ ગાતી જવી : <poem>{{મધ્ય ખંડ|'રહી ગઈ વસ્લની આશા સનમ પણ છેતરી ચાલી!'}}</poem> ને સામેથી જવાબ માગવો. {{gap}}જગન્નાથજીએ આ પ્રમાણે લાલજીભાઈ ને તૈયાર કર્યાં. ને પોતાના ટીખળી મડળને પણ આ ટીખળ જોવા તૈયાર કર્યુંં ! {{gap}}ટીખળીઓએ ધાર્યું હતું એમ જ થયું. જરા જરા અંધારું થયે, વડીવેગડીના એકના એક ફરવાના રસ્તા ઉપર, લાલજી ભુવનેશ્વર ઠાઠમાઠથી નીકળ્યા. સંકેત પ્રમાણે જ સમય તે સ્થળ નોંધીને નીકળ્યા હતા. આજ જરાક અત્તર પણ લગાવ્યું હતું. મોટેથી પેલી ગઝલ ઉપાડી હતી : <poem>{{મધ્ય ખંડ|'રહી ગઈ વસ્લની આશા સનમ પણ છેતરી ચાલી !'}}</poem> {{gap}}આ પ્રમાણે લાલજી ભુવનેશ્વર ચાલ્યા ! જે સ્થાન કાગળમાં નિર્માણ થયું હતું ત્યાં પહેોંચ્યા. પણ જુએ છે તો ત્યાં તો કાળો કાગડો ય મળે નહિ ! ચિંતામાં પડ્યાઃ શુ થયુ હશે? {{gap}}સ્થાન સમયમાં કાંઇ ફેર થયો ? જેવા માટે એમણે કાગળ કાઢ્યો.. પણ અક્ષર શેના સુજે? {{gap}}ખાંખાંખાળા કરવા માંડયા. પ્રકાશનુ કાંઈક સાધન અચાનક મળી જાય તો. પણ ત્યાં કોણે કાકાએ ટીંગાડી મૂક્યું હોય ? એમણે પોતાની યાદદાસ્તને ઢંઢોળી સ્થાન ને સમય તો ચોક્કસ હતાં-તો તે! જરા આધે પાછે બેઠેલ હોય, એમ ધારીને, લાલજી ભુવનેશ્વર જરાક આગળ ગયા ! {{gap}}પેલા ટીખળ મંડળના ત્રણ જણા ત્યાં સડક ઉપર ઉગેલી પીપરોમાં,<noinclude></noinclude> cnqflgxaaa6sw98po30smvqy2f8pc1j પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૯ 104 72581 220909 220693 2026-03-29T16:41:20Z Amvaishnav 156 /* Proofread */ 220909 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૦}}</noinclude>ઉપર ચડીને જ બેઠા હતા. લાલજીને આગળ જતા જોયા ને એ હસી પડ્યા ! લાલજીભાઈ તો થોડે આઘે પૂલ ઉપર બેઠેલ જોયા એટલે પેલાઓએ કહ્યું: 'અલ્યા ! ઉપરથી આ દિવાસળીની ડબ્બી નાખીએ. તો કાગળ વાંચશે તે જોવાની મજા આવશે !' {{gap}}જગન્નાથજીએ ઉપરથી દિવાસળીની પેટી ત્યાં દેખાય તેમ રસ્તા વચ્ચે નાખી ! {{gap}}થોડીવાર પછી લાલજી ભુવનેશ્વર પાછા ફર્યાં. આ વખતે તો એમણે મોટેથો ગઝલ લલકારવી શરૂ કરી દીધી હતી ! {{gap}}પણ અચાનક એમના પગ થંભી ગયા. તેમણે પેલી દિવાસળીની ડબ્બી દીઠી ને ઝડપથી એ ઉપાડી લીધી. પછી આસપાસથી થોડાંક પાંદડાં કરગઠીયાં ભેગાં કર્યાં. ઝાડના પાછળના ભાગનો આશરો લીધો અને તાપણું કરીને કાગળ કાઢીને બરાબર વાંચવા માંડ્યો ! મોટેથી વાંચવા માંડ્યો ! 'પ્રિય, પ્રિયતમ, પ્રિયતમ ! નમસ્તે આ સ્વપ્નસુંદરીના સ્વીકારીને, સદ્ય સત્વર સદ્ભાવ ધરીને...' {{gap}}પણ એમને એ મોટેથી બોલાતો માહક પદ્ય-લય અચાનક અધુરો રહી ગયા. પડખેથી પાછળની વાડીમાંથી ખંપાળી લઇને એક કોક મજુર જેવો દોડતો આવતો હતો : 'રાંડના ....તંઈ કાલે, શેઢે ઓળા તુંજ પાડી ગયો લાગે છે ! મારો બેટો ! આજ પકડાણો જાતો. રોજ રોજ ઝીઝરાં ઉપાડે છે!' {{gap}}લાલજી ભુવનેશ્વર કાંઈ સમજ્યા નહિ. એ તો મુંજાઈ ગયા કે આ બધું શું છે? પણ પેલાએ તો આવતાં વેં'ત ખંપાળી ઉપાડીને એના માથામાં દેવાનું કર્યું, 'બાપનો માલ છે કાં ? ' મોટેથી એણે ત્રાડ પાડી. {{gap}}લાલજી ભુવનેશ્વરને બીક લાગી કે વખતે આ પેલા પોતાના કાગળ વિષે વાત કરતો હશે.<noinclude></noinclude> pw7ss22cmdujvx7xmn3stfxvhta1tix પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૦ 104 72582 220910 220694 2026-03-29T16:52:42Z Amvaishnav 156 /* Proofread */ 220910 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૧}}</noinclude>{{gap}}'પણ છે શું એ વાત તો કર કાગળ શું મે પહેલો લખ્યો હતો ?' {{gap}}પેલો એની આ વાતમાં તે કાંઈ સમજ્યો જ નહિ. એ તો આગળ ધસ્યો : 'હા, હા, ગગા, હવે તું તારે આડું અવળું ભૂક્યા કર ! પણ હમણાં ફુલેસને...' {{gap}}એટલામાં તો રસ્તા ઉપર ભોં ભોં થયું. આ ભોં ભોં થયું ને મામલો આવું રૂપ પકડી રહ્યો છે એ જોઇને જગન્નાથજી ને એના મિત્રો તે ઝાડ ઉપર બેઠાબેઠા એવા મડદા જેવા થઈ ગયા, એમને હવે જા જાળવવાની આકરી થઇ પડી. એમણે રસ્તા ઉપર નજર કરી તો મોં ઉપરથી નુર ઉડી ગયું. ભોં ભોં પણ, કોઇ રસ્તે પોલીસ અમલદાર જતો હશે, તેની જ નીકળી પડી ! મોટેથી 'ફુલેસ' એમ બોલાયલા શબ્દે એનું ધ્યાન ખેચ્યું હતું ને ત્યાં તાપણું જોઇને, અને અવાજ થતો સાંભળીને, એ મોટર ઊભી રાખી આ તરફ આવ્યો હતો. પણ હવે તો આ કિસ્સો જગજાહેરાત કરશે તો ત્યાં સૌની રેવડી બોલાવશે એવી બીક જગન્નાથને લાગી. ભાગી જવાય તેવું પણ રહ્યુ ન હતું. એમણે શ્વાસ થંભાવીને ઉપર બેઠા બેઠા, બધું જોવાનું હતું. જરાક હીલચાલ થાય તો ઓળાના ચોર પોતે જ ઠરે ! એવી, માથે અપરાધની વાત, હાથે કરીને વોરી હતી ! {{gap}}પેલા પોલીસ અમલદારે તો આવતાં વેંત પેલા મજૂરને પુછ્યું: 'અલ્યા! શું છે?' {{gap}}'અરે ! સા'બ! આ ઝીંઝરાચોર માંડ આજ હાથ આવ્યો છે!' {{gap}}'પણ વાત શું છે ? શું છે મી...તમે કોણ ?' {{gap}}'હું તો સાહેબ ! આ માણસ નાહકનો ગળે પડે છે. હું તો આ કાગળ વાંચવા આંહીં તાપણું કરતો હતો, અને આ માણસ ત્યાંથી દોડ્યો ! ' {{gap}}'શેનો કાગળ છે? આ કાગળ વાંચવાનું ઠેકાણું આંહીં જ ક્યાંથી<noinclude></noinclude> mbrjxksmffeaiowif5x6x7h9s5tmhfv પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૧ 104 72583 220911 220695 2026-03-29T17:02:25Z Amvaishnav 156 /* Proofread */ 220911 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૨}}</noinclude>તમારા ભેજામાં આવ્યુ ? લાવો તો શું કાગળ છે?' {{gap}}ઉપર જગન્નાથજી તો સડક થઇ ગયા. લાલજી ભુવનેશ્વર સીધ્ધા ઊભા રહ્યા. કાગળ આપી શકતા નથી. મૂકી શકતા નથી. એમના બીકણ રવભાવને, એકદમ તાપ સળગતો હતો તે દૃષ્ટિએ પડતાં તેમાં કાગળ નાખી દેવાનુ મન થઇ આવ્યું! તેમણે કાગળ બળતામાં નાખી પણ દીધો ! {{gap}}'મી...' પેલો પોલીસ ઓફીસર તપી ગયો. 'તમે આંહી ખરેખર આ ગરીબ માણસના ખેતરમાંથી—' {{gap}}'અરે ! પણ સા'બ! તમે મને ઓળખતા નથી...' {{gap}}'કોણ છો તમે ?' {{gap}}‘હું...? મારું નામ લાલજી ભુવનેશ્વર...' {{gap}}પણ પોલીસ ઓફીસર એમને ઓળખતો લાગ્યો નહિ. છતાં એ સમજી ગયો કે આ ખેતરમાં કોઈ ચોરી કરનારો ન હોય. એટલે એણે રોફથી જ કહ્યું: 'ઠીક જાવ હવે, પણ આવે કટાણે આ તરફ ડોકાતા નહિં !' {{gap}}‘ અરે પણ સા'બ ! ઇણે ધોળાં પેર્યાં છે એટલે...’ {{gap}}'હવે બેશ બેશ રોંચા ! આ તારાં ત્રણ ફદિયાનાં ઝીઝરાં ચોરશે ? ' {{gap}}લાલજી ભુવનેશ્વર તોબે હાથ જોડીને ચાલતા જ થઈ ગયા. {{gap}}પણ પોલીસ ઓફીસર પાછા ફરવાની તૈયારી કરતા હતા, ત્યાં એમને કાને કાંઇક ખખડાટ ઉપરથી સભળાયો. {{gap}}'અલ્યા એ રોંચા !' એણે પેલા મજુરને બૂમ પાડીને કહ્યું : 'નાખ તો તાપણામાં વધુ પાંદડાં! જો તો ઉપર કોણ બેઠું છે?' {{gap}}'ત્યાં ઉપર ભોજિયો ય મળે નહિં. મારો બેટો ચોર તો ઈ ધોળાં લુગડાંવાળો જ હતો!' {{gap}}એણે પાંદડાનો ઢગલેા તાપણામાં નાખ્યો તે જગન્નાથજીએ<noinclude></noinclude> 583ey67y3cdm08gzq96ixql3byzg9sr