વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૨૮ 104 36233 220919 135670 2026-03-30T18:03:55Z Meghdhanu 3380 /* Validated */ 220919 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
ભણવામાં આપણે જેટલાં વરસ બગાડીએ છીએ તેટલા મહિના પણ આપણે હિંદુસ્તાની શીખવાની તસ્દી ન લઈએ તો સાચે જ આમજનતા પરના આપણા જે પ્રેમની વાતો આપણે ઠોક્યા કરીએ છીએ તે ઉપર ઉપરનો હોવો જોઈએ.

{{center|'''૧૩. આર્થિક સમાનતા'''}} {{gap}}ચનાત્મક કાર્યનો આ મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો થયો છે તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધાં ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમની પડખે જ આવેલાં ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ ઘોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું. {{gap}}ટ્રસ્ટીપણાના મારા સિદ્ધાંતને ઘણો હસી કાઢવામાં આવ્યો છે છતાં હું હજી તેને વળગી રહું છું. તેને પહોંચવાનું એટલે કે તેનો પૂરેપૂરો અમલ કરવાનું કામ કપરું છે એ વાત સાચી છે. અહિંસાનું એવું નથી? પણ ૧૯૨૦ની સાલમાં એ સીધું ચઢાણ ચડવાનો આપણે સંકલ્પ કર્યો. તેને માટે આપણે જે પુરુષાર્થ અત્યાર સુધી કર્યો તે કરી જોવા જેવો હતો એમ આપણે સમજ્યા છીએ. એ પુરુષાર્થમાં જે મુખ્ય વાત સમાયેલી છે તે અહિંસાનું તત્ત્વ કેમ કાર્ય કરે છે તે રોજેરોજ શોધીને વધુ ને વધુ ઓળખવાની છે. મહાસભાવાદીઓ પાસે
<noinclude></noinclude> o71n5c8nnx6lrak9nagy3qgal6lmlv1 પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૫૨ 104 72458 220917 220793 2026-03-30T17:55:34Z Meghdhanu 3380 /* Validated */ 220917 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{center|'''ગાંડા કોણ?'''}}
{{gap}}'''આ'''જ મેં રસ્તામાં એક ગાંડાને આવતો જોયો. એણે શરીરે અસંખ્ય ચીથરાંઓ વળગાડ્યાં હતાં. એના હાથમાં એક ફૂટલ–તૂટલ ડબલું હતું. પગમાં એણે વિચિત્ર પ્રકારના જોડા પહેર્યાં હતા. માથે અનેક કોડી શંખલા છીપલાંની ટોપી ઓઢી હતી. હાથમાં એક લાકડાનું ઠરડું બંદુકની જેમ ખભે ઊભું રાખ્યું હતું. {{gap}}એમ ને એમ એ રસ્તા ઉપર આમ તેમ જોતો જોતો સામેથી ચાલ્યો આવતો હતો. {{gap}}એ ચાલ્યો આવતો હતો ત્યાં, પાસેના બીજે એક માર્ગેથી સાત આઠ પોલીસ નીકળ્યા. {{gap}}એ બધા રોફબંધ ચાલી રહ્યા હતા. એમણે ધારણ કરેલી બંદૂકો એમને ખભે ઊભી રહી ગઈ હતી. એમના હાથમાં દોરડાં લટકતાં હતાં. {{gap}}એમનો રસ્તો વચ્ચેથી જતો હતો, એટલે એમને આવતા જોઇને ગાંડો ત્યાં ઊભો રહી ગયો. અને થોડીવાર તેમની સામે જોઇ રહ્યો. {{gap}}રૂઆબબંધ ચાલ્યા જતા પોલીસોના જોડાનો ખખડાટ એને કંઈક નવાઈ ભર્યો લગ્યો હોય કે ગમે તેમ, પણ એ થોડીવાર તેમના તરફ જોઇ રહ્યો. અને પછી કોણ જાણે શું થયું કાંઇક સાંભર્યુંં હોય તેમ, એ મોટેથી હસી પડ્યો! એને લાગ્યું કે આ પોલીસોએ<noinclude></noinclude> 05yy2c0zeocgphp9vx6drhcq6bptgvf પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૫૩ 104 72461 220918 220794 2026-03-30T17:58:25Z Meghdhanu 3380 /* Validated */ 220918 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૪૪}}</noinclude>એનું કેવું ખોટું અનુકરણ કર્યું છે! {{gap}}મારા મનમાં એ જ વખતે એક વિચાર આવી ગયો. {{gap}}‘આજ વસ્તુ સાચી નથી? આ પોલીસો પેલા ગાંડા કરતાં પણ વધારે ગાંડા નથી? એવું જ ખોટું અનુકરણ એ કરતા નથી?’ {{gap}}જે ટોળાને એ ઓળખતા પણ નહિ હોય, એના ઉપર બંદુકની ગોળીઓ વરસાવવા એ જઇ રહ્યા હશે, અને છતાં એ કામ મનાતું હશે ન્યાયનું અને એને ‘કાયદાથી સ્થાપિત સરકાર’ પોતાની મહોર આપી દેશે, એટલે પછી એ બની જાશે બેલી સત્યનું! કેવી વિચિત્ર અને ઘેલી વાત! {{gap}}ખરું ગાંડપણ તો આ ડહાપણના સમુદ્રમાં જ દેખાતું નથી? અને છતાં...’ {{gap}}પણ પડખેથી અવાજ કરતી મોટરે મને જાગ્રત કર્યો. હું એ દૃશ્ય જોવાનું મૂકીને ઉતાવળે આઘો ખસી ગયો. {{gap}}પણ ત્યાં બીજી એક નવાઈ દીઠી. મોટરવાળો પણ ઉતાવળભર્યા ગાંડપણની નિશાની જ બતાવી રહ્યો હતો! {{gap}}ત્યારે જ મને લાગ્યું કે આપણે ડાહ્યાઓએ હવે એક નવીન પ્રકારના ગાંડપણનો વારસો મેળવ્યો છે. એટલું જ! બે ગાંડપણમાં કયું વધારે નિર્દોષ છે એ પણ વિચારણા માગે છે! {{gap}}છતાં ખૂબી એ છે કે જેમ ગાંડો પોતાને ડાહ્યો માને છે, તેમ આ નવી સૃષ્ટિના ગાંડાઓ પણ, પોત પોતાને તો હોંશિયાર જ ગણતા લાગે છે–આપણી સરકારના આંકડા શાસ્ત્રીઓની જેમ ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> 83lhysvb522gfwoik58tb1kjs5vle6i પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૨ 104 72584 220912 220696 2026-03-30T16:23:33Z Amvaishnav 156 /* Proofread */ 220912 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૩}}</noinclude>ઉપર બેઠાં ભગવાન શંકરને વધેરવાનાં ત્રણ નાળિએર માન્યાં, જો ભડકો ન થાય તો, પણ પાંદડાં સુક્કાં હતાં, ને મોટો! ભડકો થતાં જ ઉપર બેઠેલા જગન્નાથજી નજરે ચડ્યા ! {{gap}}'તારા કાકા તો આંહી બેઠા છે, લે!' પોલીસ ઓફીસરે કહ્યું: 'અલ્યા કોણ છે? ઉપરથી નીચે આવો ! {{gap}}'કોણ બોલે ? પણ પાંદડાં તો ઉપર હજી ખખડતાં સંભળાયાં. {{gap}}'અલ્યા કોણ છે ઉપર કે ચડાવું આને? નીચે આવો !' {{gap}}જગન્નાથજીને આવ્યા વિના છુટકો ન હતો. ધ્રૂજતા ધ્રૂજતા નીચે ઉતર્યા. {{gap}}ઉપરથી બહેચર મહારાજ નીચે ઊતર્યા. ભવાનીપ્રસાદ જીભાઈ આવ્યા. {{gap}}પેલો ખેડુત તો આભો બનીને જોઈ જ રહ્યો. ત્યાં દોઢટાંગ વીરેશ્વર આવ્યા. {{gap}}'અલ્યા ! આનાં ઝીઝરાં ચોરવા આવ્યા છો નાં ?' અફસરે તેમને જોતાં જ કહ્યું. {{gap}}'અરે! સા'બ! અમે એવું કરીએ ?’ {{gap}}'ત્યારે ઉપર કેમ બેઠા'તા? હવા ખાતા હશો ?' {{gap}}‘ના સા'બ ! ઉપર આ વીરેશ્વર...' જગન્નાથજી તો થોથરાવા માંડ્યા. {{gap}}અફસરને કાંઇક સુઝ્યું લાગ્યું. ‘અલ્યા કેટલા દિ થ્યાં તારાં ઝીઝરાં બગડે છે ?' {{gap}}'સા'બ એમ તો આઠેક દિ થયા !' {{gap}}'કેટલાંક બગડ્યાં હશે ? ' {{gap}}'હશે, સા'બ! મણક તો હશે!' {{gap}}'ઠીક કાલે, તું ઓફીસે આવજે. તમે ચાલો, તમને મોટરમાં<noinclude></noinclude> 9wq6dn4y4nq2yigg92tiqrbegqt5ish પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૩ 104 72585 220913 220697 2026-03-30T16:32:43Z Amvaishnav 156 /* Proofread */ 220913 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૪}}</noinclude>બેસારું !' તેમણે જગન્નાથજીતે કહ્યું {{gap}}'અરે ! પણ સા'બ ! અમારા મોં સામું તો જુઓ !' {{gap}}પોલીસ ઓફીસરે જગન્નાથના મોં પાસે મોં આણ્યું. એ મોં તરફ તાકી રહ્યો; 'જોયું-બહુ સરસ છે. હવે . . . ચાલો, મોટરની સહેલ કરાવું !’ {{gap}}'તું જા અલ્યા પછી મળજે કાલે...' કણબીને એણે કહ્યું. {{gap}}'ગૃહસ્થો ! જાણે તમે આ, કે બીજી ગમે તે, પણ ચોરી કરવા નીકળ્યા છો ! {{gap}}'અરે, પણ સા'બ...' {{gap}}'મારે સા'બનું કામ નથી. જુઓ, આપણે શીમમાં છીએ. જોખમ ઓછું કરો... જે હોય તે કાઢો. કેટલા છે?' {{gap}}ત્રણે જણા પોતપોતાનાં ખીસ્સાં તપાસવા માંડયા. જગન્નાથજી પાસે એક સોની નોટ રહી ગયેલી. પાકીટમાં એને દેખતાં એનો જીવ કપાઈ ગયો. પણ ચોરદૃષ્ટિથી પેલા અફસરે જોઇ લેતાં હવે કાઢ્યે જ છૂટકો હતો. {{gap}}વીરેશ્વર એકટાંગ, બહેચર મહારાજ, ભવાનીપ્રસાદ જીભાઇ એમનાં પણ ખીસ્સાં ખાલી થવા માંડયાં. {{gap}}ખીસ્સાં ખાલી કરાવ્યા પછી એમને મોટરમાં કોણ બેસારે? માંડ માંડ છૂટકારાનો દમ લેતા બધા ચ મધરાતે રીબાતા કૂટાતા અથડાતા ઘેર પહોંચ્યા ! પણ ચોરની મા કોઠીમાં મોં નાખીને રૂએ એના જેવો કિસ્સો થઇ ગયો હતો ! એટલે બોલ્યા ચાલ્યા વિના ધર ભેગા જ થઈ ગયા ! {{gap}}બીજે દિવસ સવારમાં જ લાલજી ભુવનેશ્વરને પોતાને ત્યાં આવતા જોઈ તે જગન્નાથજી આભા બની ગયા ! કોઈ દિવસ નહિ ને આજ આ લપ આંહી અત્યારમાં ક્યાંથી? એમનો એમનામાંથી ટીખળ<noinclude></noinclude> rqwd1lttig9mlq7efm96ghnprysdmq0 પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૪ 104 72586 220914 220698 2026-03-30T16:37:50Z Amvaishnav 156 /* Proofread */ 220914 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૫}}</noinclude>શોધવાનો આનદ હવે ઉડી ગયો હતો ! {{gap}}આજ હવે એ લપ રૂપ જણાવ! લાગ્યા હતા ! {{gap}}પણ લાલજી ત્યાં આવ્યો. થોડીવાર બારણે ઊભા રહ્યો. પછી મોટેથી હસી પડ્યો ‘ કાલ તો જગન્નાથજી કાંઈ માથે થઈ છે!' {{gap}}પણ એટલામાં એક ખાખી ડ્રેસવાળાને ત્યાંથી નીકળતો જોઇને જગન્નાથજીએ બારણું જ દઈ દીધું ! {{gap}}લાલષ્ટએ ઘણી લાકડી બે ત્રણ વાર ઠબકારી-પણ કોણ જવાબ દે? {{center|★}}<noinclude></noinclude> fj8xt7g05e75k8xsih18eggsk13h0vs પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૫ 104 72587 220915 220699 2026-03-30T16:47:18Z Amvaishnav 156 /* Proofread */ 220915 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{center|'''ધર્મો રક્ષતિ રક્ષિત:'''}}

{{gap}}''' 'બા'''વા ભભુતગરજી ! તમારી પાસેથી મારે એક વાત જાણવાની છે!' ‘હા, બોલે ને બાપ ! જણાવવા જેવી હશે તો જણાવીશ. બકી તે જોગનાં ને નદીનાં મૂળ જોવાય નહિં! એમ શાસ્તરમાં કહ્યું છે. તે તમે તો શાસ્તરના જાણકાર છો. એ તો જ્યાં વહે ત્યાં નિર્મળ !' {{gap}}ગામડું સાવ ભુખડીબારશ હતું. મહેનત કરી કરીને હું થાક્યો પણ માંડ ઓગણીશ છોકરા આવતા થયા હતા. તે પણ ખરી રીતે નામ લખવાના. એમાંથી ભણે એવા તો ત્રણ પણ મળે નહિ. આજ ગોખાવી ગોખાવીને તૈયાર કરાવું, કાલ પૂછું એટલે બાઘાની જેમ સામા ઊભા રહે ! કાંઈ બોલે કે કાંઈ કારવે ! એમને સમજણ પડે નહિ કે આ શું કરવા ભણાવે છે ! મને સમજણ પડે નહિ કે આ કેમ ભણતા નથી ! અને વસ્તી પણ ત્યાં કોઇ ઉજળિયાત કોમની મળે જ નહિ. બધાં પાણખાણીયાં. સવારમાં પાંચ વાગે પાણખાણમાં પહોંચી જાય. ને ક્યારેક તો મહિના બે મહિના ઘેર જ આવે નહિ. ખાવું પીવું નાવું ફરવું હરવું બધું ય પાણખાણમાં. બપોરે બૈરું ભાત પહાંચાડી આવે એટલે થયું, એમાં કોઈ ઘેર તો હોય નહિ, એટલે<noinclude></noinclude> skfz6tepsny0zt9p932juukjvyfc4da પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૬ 104 72588 220916 220700 2026-03-30T16:57:42Z Amvaishnav 156 /* Proofread */ 220916 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૭}}</noinclude>આ એમનાં છોકરાં, ગામના ગધેડાં ભેગા કરીને એમને તગડવાનું કામ કરે. અને એમાં ગામનાં કૂતરાં ભેળાં દોડે ! {{gap}}ગોકીરો તો એવો થાય કે જાણે ધાડપાડુ આવ્યા ! એટલે એ ગામમાં ભલે ગમે એટલી મહેનત કરો, કોઇને વિદ્યા ચડે એવું મળે જ નહિ ને ! હા, એટલું બોલેા કે, ચાલો આજે આપણે પાણખાણ જોવા જઈએ, તો તમારો બોલ નીકળતા પહેલાં તો આખું લશ્કર નિશાળમાંથી બહાર નીકળી ગયું હોય ! એવું એ ગામ ! {{gap}}ત્યાં બીજો કોઇ આસિસ્ટંટ પણ મળે નહિ. હું ગામમાં નવોસવો, બેસવાનાં મથક જ ત્રણ; એક ચોરો, એક ગામ બહાર શકરનું દહેરૂં… અને એક પડખે નાનકડી સારી વાડી હતી ત્યાં જવું હોય તો. બાકી ગામને ફરતો આંટો મારો તો અઢી મિનિટમાં પાછા ધર ભેગા થઈ જાવ; એટલી એની લંબાઈ પહેાળાઈ. પછી આમલી નીચે ખાટલો ઢાળીને દુર્ગાદાસની વાતો વાંચો તો ભલે બાકી કોઇ તમને બોલાવે ને કારવે ! {{gap}}મને લાગવા માંડ્યું કે આ ગામડામાં કાં તેા, હું દસ પંદર વર્ષનો વૃદ્ધ, થોડ! મહિનામાં જ થઈ જવાનો ! અરે ! વેપારીની એક દુકાન પણ એવી સારી નહિં કે તમે ત્યાં બેસીને બેવડી સોપારી ખાવ ! ગામમાં પસાયતા અઢી. અઢી એટલા માટે કહું છું કે એક તો ધણું ખરું માંદો રહેતો. ને બે હતા તે દિવસે તો છાણાંવાળીની પાછળ શીમમાં રખડતા ને રાતે ચોરે ચાપટ માંડતા ! એક રીતે ગામડુ ન ધણિયાતા ઢોર જેવું હતું ! {{gap}}આ ગામમાં હું ક્યાં ભટકાણો એમ તો મનમાં થાય, પણ નભાવ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. {{gap}}નવરાનાં સડ બે, કાં ચોપાટ તે કાં વાર્તા. ચોપાટ મને આવડે તો ખરી, એમ તો ભલે તે આખી બાજી છેવટે હારી બેસું<noinclude></noinclude> lbzigz79izc4sp29nhg08qv1yc3ubce