વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.22
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૭
104
72599
220953
220733
2026-04-02T16:18:56Z
Amvaishnav
156
/* Proofread */
220953
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૮}}</noinclude>માટે થંભી ગઈ હોય !
{{gap}}એક વખત અમે એ જગ્યાએથી નીકળ્યા, ચારે તરફની ડુંગરમાળાઓ વચ્ચે બેઠેલું આ રૂપ જોઇને પળભર અમે અમારે ટપો ત્યાં થંભાવી દીધો. અને ટેકરીની ટોચે બેઠેલા એ મંદિર તરફ જોઇ જ રહ્યા! ખરેખર કાઈક મહાન શિલ્પીએ ચારે તરફની સુંદરતાને પણ સુંદરતા આપી શકે તેવી રીતે એની આ સ્થાનપસંદગી કરી હતી ! ટેકરીની ટોચે એક નાની પણ મનોહારી દેરી ! અને ચારે તરફ વિસ્તીર્ણ નાની ડુંગર માળાઓ ! એ નાનકડી દેરીની શોભા એમાં કુંદન જડ્યા રત્ન જેવી જણાતી હતી!
{{gap}}અમે ટપાવાળાને પૂછ્યું: 'આ શાની દેરી છે? કોણે બંધાવી છે? લાગે છે બહુ જ સુંદર !’
{{gap}}'એતો પીસનહારીનુ મંદિર છે, સાહેબ !' ટપાવાળાએ જવાબ દીધેા.
{{gap}}'પીસનહારીનુ મદિર ! એ વળી શું છે ?'
{{gap}}'પીસનહારી એટલે દળણાં દળનારી. એની એક વાત છે, સાહેબ!'
{{gap}}અમને નવાઈ લાગી. અમે તો કોઇ અદભુત શિલ્પીની નૈસર્ગિક કૃતિ એને કલ્પી હતી !
{{gap}}'કઠિયારાની એક ગરીબ બાઈ હતી' એટલામાં ટપાવાળાએ કહ્યું: ‘એણે આ બધાવ્યું છે સાહેબ! એક ગરીબ બાઈ એ.' એને પણ આ ગરીબ બાઇ માટે માન લાગ્યું. તેને વાત આગળ કહેવામાં રસ પડતો જણાયો:
{{gap}}'એ હંમેશાં આંહીં લાકડાં વીણવા આવે. આસપાસ ફરીને પોતાની ભારી તૈયાર કરે. શહેરમાં જઈને ભારી વેચે. એ ગરીબ બાઈ એ રીતે પોતાનું ગુજરાન ચલાવે. નાનુ છોકરું<noinclude></noinclude>
11gkkhs3rcw3q7q09qjjul2hl67p8em
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૮
104
72600
220954
220734
2026-04-02T16:29:53Z
Amvaishnav
156
/* Proofread */
220954
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૯}}</noinclude>ભેગું આણ્યું હોય તો એની ઝોળી કાઈ વૃક્ષની ડાળે બાંધે ને તે ફરે. એક વખત એ પ્રમાણે આંહીં એ લાકડાં વીણવા આવેલી. પોતાને સામે દેખાય તેવી રીતે નાનકડા છોકરાની ઝોળી બાંધી એને થોડીવાર હીચકાવ્યો. છોકરો ઊંઘી ગયે. એટલે પોતે લાકડાં વીણવા ગઇ.
{{gap}}પણ થોડી વાર પછી લાકડાં વીણીને પાછી ફરી ને જુએ છે તો છોકરાને કોઈ જંગલી જાનવર આવીને પીંખી ગયેલું ! છોકરૂં મૃત્યુ પામ્યું ! કઠિયારાની બેરી તો એ જોઇને પાગલ જેવી થઈ ગઈ. એકનો એક, મોટી ઉમરે માંડ આવેલો દીકરો પોતે ખોઈ બેઠી. એનો કારી ઘા એને લાગી ગયો ! એ બિચારી એકલી નિરાધાર થઈ ગઈ. એને જીવનમાં બીજું કોઈ હતું નહિ. થોડા વખત પહેલાં જ એણે ધણી પણ ખોયેા હતો. ખોઇમાં બાળકને પાછળ લટકાવીને જે રસ્તે એ હજારો વાત! કરતી ચાલી આવતી, એ રસ્તે એકલું ચાલતાં એને જાણે હવે આખું જંગલ ખાવા દોડતું હાય તેવું લાગે ! પણ એની પાસે એવો બીજો તો કોઇ ઉદ્યોગ હતો નહિ. એટલે એ દળણાં દળી દળીને પોતાનું જીવન વીતાવવા લાગી. જંગલ એણે છેોડી દીધું. છોકરા વિનાનું જંગલ અને ભડકે બળતુ લાગ્યું.
{{gap}}'પણ પછી એક દિવસ એને પોતાનો છોકરો સાંભરી આવ્યો. જે ડુંગરાઓમાં પોતે લાકડાં વીણવા આવતી એ ડુગરામાં એ પાછી આવી. જે ઝાડની
ડાળે છોકરાની ઝોળી લટકાવતી, એ ઝાડને શોધતી શોધતી એ ત્યાં આવી!
{{gap}}'પણ ત્યાં જુએ છે તો એનું ઝાડ જ મળે નહિ! ત્યાં તો એક નાની
સરખી આરસની સુંદર છત્રી ઊમી થઈ ગઈ હતી. છત્રીની આસપાસ નાનકડા ફૂલછેાડ શોભી રહ્યા હતા. નાનાં નાનાં ફૂલવૃક્ષોથી એટલી જમીનને જાણે કોઈએ રૂપભરેલી રીતે મઢી લીધી હતી !<noinclude></noinclude>
4iysyp43m1g3vzm6zuso4ddhq9nz8v1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૯
104
72601
220955
220735
2026-04-02T16:37:57Z
Amvaishnav
156
/* Proofread */
220955
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૭૦}}</noinclude>{{gap}}'દળણાં દળનારી તો ત્યાં થંભી ગઇ. સુંદર છત્રી નીચે આછી દરિયારેત પાથરેલી હતી. બે ઘડી બેસવાનુ મન થાય એવું એક નાનું, સુંદર વિરામસ્થાન ત્યાં બની ગયું હતું !
{{gap}}‘એણે ત્યાં ઊભેલા રખેવાળને પૂછ્યું: "આ આહીં શું કર્યું છે?'"રખેવાળે કહ્યું: “રાજકુમારીબાની આ છત્રી છે. આ રસ્તે નીકળ્યાં, અને અચાનક દેહ પડી ગયો, મહારાજ સાહેબે એ યાદગીરી માટે આંહી કરાવી છે !"
{{gap}}'દળણાં દળનારી ઘેર ગઈ, પણ એના મનમાં હવે કયાં ય આરામ નથી. એ ઊંધું ઘાલીને લોકનાં દળણાં દળ્યે રાખે છે, પણ એનુ મન પેલી ડુંગરમાળામાં લટકે છે. એને પોતાના છોકરાની યાદમાં એવું એક નાનુ સુંદર આરામસ્થાન ઊભું કરવાનુ મન થઈ આવ્યુ છે. બિચારી મનમાં ને મનમાં સંકલ્પ કરે ને એ સંકલ્પ એના મનમાં જ મરી જાય ! પણ એની લગની અખંડ બની છે. એને એના છોકરા માટે એવી એક આ છત્રી નાનકડી દેરી બંધાવવી છે! એને, દળણાં
દળનારીને ! ઘંટી ખેંચનારીને ! પીસનહારીને ! પણ સાહેબ ! આરસનો
પથ્થર એના હૃદયની કવિતા સમજવા ક્યાં નવરો હતો ? એને તો સોનારૂપા સાટે પોતાનું જીવન વેચવાનું હતું! અને પીસનહારી પાસે સોનું કેવું ? ને રૂપું પણ કેવું ? દળણાં દળનારી તો એમ ને એમ દળણાં દળતાં દળતાં છેક વૃદ્ધાવસ્થાએ પહોંચી ગઈ. એટલા સમયમાં તો એણે સેંકદો મણ દળી નાંખ્યું ! પણ હજી આરસમાં કવિતા લખવાની એની અભિલાષા ફળે એવું કોઈ ચિહ્ન ક્યાં ય દેખાયું નહિ. આરસમાં એની કવિતા લખવાની રહી ગઇ તે રહી જ ગઇ !
{{gap}}'એક દિવસ વળી પાછી એ ડુંગરમાળાને જોવા ગઇ : જુના ડુંગરા જોઇને એને અનેક નવાં સ્મરણો જાગ્યાં. પણ એના હૃદયમાં બેઠેલા પેલા નાનકડા શિશુની યાદગીરી વિના એને આ આખી<noinclude></noinclude>
dp51im28l7bvdsocsbevwpb2824o7q1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૮૦
104
72602
220956
220736
2026-04-02T16:47:10Z
Amvaishnav
156
/* Proofread */
220956
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૭૧}}</noinclude>કુદરત રસહીન લાગી !
{{gap}}'એમ કરતાં કરતાં એની નજર આ સૌથી ઊંચી ટેકરી દેખાય છે ત્યાં પડી. એને થયું કે બીજું કાંઈ ન થાય તો કાંઇ નહિ, પણ રસ્તે જનાર બે ઘડી જોઇ રહે એવી એક નાની નાજુક દેરી જો ત્યાં ઊભી થાય તો એનું જીવન ધન્ય થઈ જાય !
{{gap}}'એ દળણાં દળનારીએ પછી આ દેરી ત્યાં કરાવી સાહેબ ! પોતાની મરણ મૂડી તમામ ખરચી નાખીને ‘
{{gap}}ટપાવાળો બોલતા બંધ થયો. તેની વાત પૂરી થઇ ને અમે ત્યાં જોઇ જ રહ્યા !
{{gap}}વર્ષો સુધી જેણે હૃદયનો આવો એક રંગ સાચવી રાખ્યો એના આત્માને નમ્યા વિના ત્યાંથી જવું એ અમને અબ્રહ્મણ્ય લાગવા માંડ્યું.
{{gap}}એટલે અમે ટપો ત્યાં જ ઊભા રખાવી દીધો, ને ધીમે ધીમે ઊગતા પ્રભાતની મઘુર પવનલહરીમાં ઊંચે ચડવા માંડ્યા.
{{gap}}ત્યાં પહોંચ્યા ત્યારે જ અમને સમજાયું કે આ પીસનહારી ખરેખરી કોણ હતી ! આંહી જો ન આવ્યા હોત તો એનો આત્માનો જે સુદરમાં સુંદર અંશ હતો તે જાણવો જ રહી જાત !
{{gap}}પીસનહારીની આખી જીવન નવલિકા સુંદર હતી-પણ સુંદરતમ તો આ અતભાગ હતો. એ ત્યાં ગયા વિના ન જ જણાત. એક સાદી નાનકડી દેરી માત્ર ત્યાં હતી ! કોઈ શાસ્ત્રીય કાવ્ય ત્યાં ન હતું. પણ જાણે કે મર્મ ભેદી અદ્દભુત લોકદુહો બેઠો હતો. એ દેરીમાં જવા માટે આગળ જે એક નાનકડો ચોક હતો, એ ચોકમાં પીસનહારીની પોતાની દેહ લાંબી થઇને પ્રણામ કરતી પડી હોય તેમ ત્યાં કોતરેલી હતી ! એના દેહ ઊપર દર્શને આવનારની ચરણરજ પડે–એટલી એક જ તમન્ના આ ગરીબ, અજ્ઞાન, અકિચન, શ્રદ્ધાભરેલ માતૃહૃદયને રહી ગઈ હતી! ત્યાં ક્યાંય આરસની તકતી ન હતી, કોઈ લેખ ન હતો. કાઈ શ્લોક કોઈએ કોતર્યો<noinclude></noinclude>
ruynihowzltabo940bzlqvm2ofbpuiw
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૮૧
104
72603
220957
220737
2026-04-02T16:49:46Z
Amvaishnav
156
/* Proofread */
220957
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૭૨}}</noinclude>ન હતો. પણ અમને લાગ્યું કે જીવનરંગથી રંગેલું હૃદયનું એક સાચું મોતી ત્યાં બેઠું હતું!
{{gap}}અમે ત્યાંથી પાછા ફર્યાં. પણ આ ગરીબ બાઇના જીવન રંગની હવા જાણે આખા ડુંગરને અસર કરી ગઇ હાચ તેમ, એ ટેકરી ને દેરી આખે રસ્તે નજર સામે તરતાં જ રહ્યાં !
{{center|★}}<noinclude></noinclude>
26b24hxxq0t7hn4kucpwn7x9ztboynm