વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૬૬ 104 72474 221053 220550 2026-04-07T17:40:24Z Meghdhanu 3380 /* Validated */ 221053 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૫૭}}</noinclude>{{gap}}‘પણ વીજૂભાઈ એ મને મોકલ્યો છે!’ {{gap}}‘હા જી, હા જી, આપનાં છેલ્લાં પુસ્તકો ...’ {{gap}}મનમાં કીધું તું બાપલા ! હંસહંસનના ભાઈ જેવો આજે મળ્યો છે! {{gap}}પણ આપણા ઉત્તર પ્રત્યુત્તરની રાહ જોવાની એમને જરૂર જ ન હતી. એ તો ચલાવવા મંડ્યા: {{gap}}‘પહેલું જ્યારે મેં વાંચ્યું ત્યારે તો સા’બ ! હું રડ્યો હતો હો!’ {{gap}}‘તમારું નામ?’ મેં રડતે અવાજે પૂછ્યું. {{gap}}‘વિનોદલાલ.’ {{gap}}‘ત્યારે વિનોદલાલ! એમ કરોને, હું કાલે આવીશ! તમે ડૉક્ટર સાહેબને કહેજો!’ {{gap}}‘ના પણ સાહેબ! એ તો હમણાં આવતા હશે. આપ આવવાના હો એ ખબર નહિ.’ મારા મનમાં ધ્રાસ્કો પડી ગયો. આ ભાઇ કાં તો આજ આંખો ખોવરાવશે ! {{gap}}પણ પેલા ભાઈને આંખમાં ને દવાખાનામાં રસ હતો તેના કરતાં વધારે રસ પુસ્તકોમાં હતો. એટલે એમણે તો એ જ ચલાવ્યું.! {{gap}}મેં કહ્યું: ‘ક્યારે આવશે ડૉક્ટર સાહેબ?’ {{gap}}‘અરે સાહેબ ! ગમે ત્યારે આવે નહિ, આપણે તૈયારી બધી કરી રાખીશું. આવે કે તરત આંખ તપાસી લ્યે!’ {{gap}}‘તૈયારી શું કરવાની?’ {{gap}}‘આપનું પેલું પાત્ર-શું નામ, હંસહંસન, સાહેબ ! બહુ સરસ છે હો! આપે આવું જોયું હશે કે મનમાં આવતું હશે?’ {{gap}}મેં કહ્યું: ‘બન્ને થોડું થોડું’ મનમાં કહ્યું: ‘બાપા! તું જ હંસહંસનને માથે પછાડવા જેવો છે!’ {{nop}}<noinclude></noinclude> cw0m15wpkxt18zzwe6i2v4oe52td9lh પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૨ 104 72625 221048 220818 2026-04-07T16:42:27Z Amvaishnav 156 /* Proofread */ 221048 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૩}}</noinclude>{{gap}}'આ કાગળ શેનો છે ?' {{gap}}'એ બચારી છુટી ગઇ. એનો. છોકરાની માયા એને ઉપાડી ગઇ. જીવીને ય એને છોકરા સારુ વલખાં મારવાનાં હતાં. શીમને આખીને રોવું આવે એવું એનું છાતીફાટ રડવુ. અટલે તો અમે ભૂલમાં પડ્ચા કે આ રોવુ માણસનું નહિ ! ઘરમાં જોઈએ તો ખબર પડે નાં? પણ અમે થાક્યા પાક્યા બહાર પડ્યા હોઇએ. ઈ ઘરમાં હોય. પાછલે બારણેથી ચતભ્રમ જેવી ક્યારે જાય ને ક્યારે આવે એની ખબર નો પડે !' {{gap}}'પણ પછી તમને ક્યારે ખબર પડી ?' {{gap}}'ખબર પડી, એક વખત અમથાજી આવ્યા ત્યારે. એટલે તો એને માવતર મોકલી થાનક ફેર કરવા. પણ ત્યાં ય એના જીવને સખ કેવું? છોકરા વાંહે એણે કાયા દઈ દીધી બીજું શું?' {{gap}}મને એક વાત હજી સમજાતી ન હતી. તે દિવસે ગાડી સડેડાટ આવી. ને એનો તો પત્તો પણ ન હતો–એ શી રીતે બન્યું હોય ? {{gap}}ત્યાં સાંધાવાળો આગળ બોલી રહ્યો હતેા : {{gap}}‘એવું થાય સા'બ ! પાછલે બારણેથી જાય. ને ગાડી જાય ને રોવું બંધ થઇ જાય. અટલે અમે પણ ભરમમાં વધુ ને વધુ પડતા ગયા' સાંધાવાળો બોલ્યો: 'પણ ન્યાં પૂલ ખરો નાં ? અટલે પૂલને નાકે બેઠી રૂએ ને સીસાટી સાંભળે અટલે પૂલમાં જ નીચે સરકી જાય—સરકી જવાય એવું છે, ઈ ઈમાં સરકી જાય. એ તો એક દિ અચાનક ખબર પડી, ને તે દી થી પછી બંદોબસ્ત કર્યો. પણ એને મનમાં ધરપત નો વળે ! ત્યાં જઇને એક વખત પણ મન મોકળું કરે તે કરે, પછી તેા કીધું હવે થાનક બદલો. થાનક બદલાયું. પણ મન ભાંગ્યુ ઇ કેટલા દિ ટકે? છોકરા વાંહોવાહ હાલી નીકળી એમ સમજો ને ! ભગવાનને ગમ્યુ તે ખરું...' સાંધાવાળો ગળગળો થઈ ગયો હતો.<noinclude></noinclude> dw4rq8yuruv3t176wrqogzwlqcrjj76 પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૩ 104 72626 221049 220819 2026-04-07T16:46:26Z Amvaishnav 156 /* Proofread */ 221049 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૪}}</noinclude>{{gap}}અમે પણ થોડીવાર કોઇ કાંઇ બોલી શકયા નહિ. હું ધીમે ધીમે ટેલતો પાછો ફર્યો ત્યારે મનમાં અનેક વિચાર આવી રહ્યો હતો. {{gap}}કરુણ સાથે વણાયલા અજ્ઞાનજનક હાસ્યરસે પાછા ફરતાં આખે રસ્તે મને વિચાર કરતા કરી મૂક્યેા. મારા મનમાં અનેક વિચાર આવતો હતો ! પણ ત્યાં મને અચાનક સાંભર્યું કે આવતી કાલે સાહેબ આવવાના છે ને નિશાળનાં મકાનનાં જાળાં હજી સાફ થયાં ન હતાં. એટલે એ વિચાર આવતાં જ હું ઝડપભેર ઉતાવળે ઉતાવળે ઘર ભણી દોડ્યો. {{center|★}}<noinclude></noinclude> q272qefkv3ur5jucfrlbhw7tylo634q પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૪ 104 72627 221050 220820 2026-04-07T16:58:09Z Amvaishnav 156 /* Proofread */ 221050 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{center|'''જીવનનૌકા'''}}

{{gap}}'''હું''' આજે વિચાર કરું છું, મારું આ જીવન, મારાં કેટલાં બધાં સ્વપ્નોના ભંગારનો ભંડાર સાચવી રહ્યું છે ! {{gap}}મને બરાબર સાંભરે છે, જે વખતે મારી જુવાનીની શરૂઆત હતી, ત્યારે મારી પાસે અસંખ્ય સ્વપ્નો હતાં ! દરેક એક એક કરતાં ચડિયાતાં. આજ એ પાછલો તમામ જીવનક્રમ નિહાળું છું અને મને કેવળ ખંડેરોની બનેલી જીવનનગરી નજરે ચડે છે! {{gap}}મારી ઉમ્મર અઢાર ઓગણીશની હશે. અખાડા ચલાવવા, કસરત કરવી, સ્વયંદળ ઊભાં કરવાં, ગ્રામરક્ષણ કરવું, અભણને ભણાવવા, ભણેલાને નિમંત્રવા, પ્રદર્શનો ભરવાં, સવારના છથી સાંજનાં બાર સુધીનો વખત મને ઓછો લાગતો. મનમાં કોઇ બીજો વિચાર પણ આવતો નહિ બસ, ધૂન, દેશસેવાની લાગી હતી. ગામડે ગામડે ફરીને ગામડું ફેરવી નાખવાની તમન્ના હતી. હતો તો હું નાનકડા ગામનો નાનકદો માસ્તર—પણ આસપાસના પાંચ પંદર ગાઉમાં મારું નામ ગાજી રહ્યું હતુ ! એ વખતનો એક પ્રસંગ આજે યાદ આવે છે. {{gap}}એક વખત હું બહારથી ઘેર આવ્યેા. રાતના લગભગ અગિયાર થયા હશે. મારી નાનકડી ઓરડીમાં દીવો બળતો જોઈને મને આશ્ચર્ય<noinclude></noinclude> 9oafj11kd3hzyo1ov2hvl5mhlw4iffs પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૫ 104 72628 221051 220821 2026-04-07T17:08:02Z Amvaishnav 156 /* Proofread */ 221051 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૬}}</noinclude>થયું. મારે એકલા રામને માટે પાડોશીએ અચ્છેર દૂધ ઉનુ રાખ્યું હોય, તે પીને સૂઈ જવાનો અત્યારે ક્રમ હોય. તેમાં આ કોણ આવ્યું હશે ? કોણે પાડોશી પાસેથી કુંચી મેળવીને એારડી ઊઘાડી દીવો ચેતવ્યો હશે? આ ઓરડીએ તો છેલ્લા છ મહિનાથી ભાગ્યે જ દીવો જોંયો હતો ! મને નવાઈ લાગી. {{gap}}ઘેર આવ્યો ત્યાં ઓરડીમાં જ મારા બાપા બેઠા હતા. એક બીજો કોઇ અજાણ્યો માણસ પણ એમની સાથે હતો. પણ વધુ નવાઇની વાત તો આ હતી કે, ધરની અંદર એક સુંદર કહેવાય તેવી છેાકરી, બેઠી બેઠી તપેલીમાં શાક કરી રહી હતી! મતે તો ભારે નવાઈ લાગી. {{gap}}'ભાઈ ! બહુ મોડો ?' મારા પિતાએ કહ્યુઃ 'આમને ઓળખે છે?' {{gap}}'કોણ એ !' . {{gap}}'ઇ ક્યાંથી ઓળખે ભાઈ ?' એટલામાં પેલા માણસે કહ્યું: ‘ પણ આટલામાં તો ભાઈ ! તમે ભારે સુવાસ ફેલાવી છે હો ! પાંચ વરસનું ટીડોરિયું ય તમને ઓળખે !' {{gap}}'એ છે લવજીભાઈ ! આપણા નાતીલા છે!' મારા બાપાએ કહ્યું. હું વાતને સમજી ગયો, તે પહેલાં મારા પિતાએ એમના વિષે લખ્યુ હતું. લવજીભાઈ એકલા હતા. એમની એકની એક પુત્રી ઠેકાણે પડી જાય તો પછી ક્યાંક આશ્રમ મંદિરમાં માળા ફેરવવા બેસી જવા માગતા હતા. આજ એ એટલા માટે આવ્યા લાગ્યા. મે ઘરમાં દૃષ્ટિ કરી તો ત્યાં પેલી છેોકરી સુઘડતાથી બધું વ્યવસ્થિત ગોઢવીને રોટલા કરવાની તૈયારી કરતી હતી. લવજીભાઈ કદાચ એમ માનવા લાગ્યા હશે કે આ પ્રમાણે ઘરપરિચય સધાતાં આ જુવાનિયો પછી ના નહિ પાડી શકે કે ગમે તેમ ! {{gap}}તે રાત્રે તો વધુ કાંઈ વાતચીત થઇ નહીં. પણ માનકુંવરે-છોકરીનું<noinclude></noinclude> 1onevsz950i0dd34zp3nzdsx4obhlaj પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૬ 104 72629 221052 220822 2026-04-07T17:18:15Z Amvaishnav 156 /* Proofread */ 221052 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૭}}</noinclude>નામ માનકુંવર હતુ.–અજાણ્યાઘરમાં પણ કાંઇ કહેવાપણું રાખ્યું હતું નહિ; સુઘડતાથી એણે જાણે પોતાનુ ઘર ગોઠવવાનું હોય તેમ બધું ગોઠવીને વ્યવસ્થિત કરી દીધુંં હતું.રસોઈ પણ ખરેખર સરસ હતી. {{gap}}બીજી સવારે મારા પિતાએ વાત કાઢી: ‘આ તને કેમ લાગે છે? પૂછ્યા વિના કાંઈ પગલું ભરવું નથી, માટે મેં લવજીભાઇને બોલાવ્યા છે, ને માનકુંવરને તો તેં દીઠી. તારો શું વિચાર છે ?' {{gap}}‘શાનો વિચાર ?’ {{gap}}'આ માનકુંવર સાથે તારું વેવિશાળ ગોઠવીએ તો ?' {{gap}}'આપણે ગુજરાતીઓને પરણવા સિવાય બીજા કોઈ વિચાર આવતા હશે ખરા ? ' મે મારો ધૂની જવાબ આપ્યો. મારે તો પરણવું જ નથી તેનું શું ?' {{gap}}'પરણવું નથી ? અરે ગાંડાભાઈ ! પરણ્યા વિના ચાલે? ’ {{gap}}'કેમ ન ચાલે? જોવું છે કે કેમ નથી ચાલતું ? હું તો કામને જ પરણ્યો છું!' {{gap}}બાપુજીએ કાંઈ કહ્યુ નહિં. નીચે જોઇ ગયાઃ ‘તું પછી પસ્તાશે. મને આ છોકરી લક્ષ્મી જેવી લાગે છે!' આટલું ધીમેથી બોલ્યા. {{gap}}‘એ તેા તમામ ગલઢાં બુલઢાંને છોકરીઓ કાં જગદંબા લાગે છે ને કાં લક્ષ્મી લાગે છે, મને તો એમાંથી કાંઇ જણાતું નથી !' {{gap}}'ત્યારે તને શું જણાય છે ? ’ {{gap}}'છોકરીને રાંધતાં આવડે છે. પણ એ મારી સાથે ગામડે ગામડે ફરી શકશે ? આંહીં જ્યાં અમે દાવાનળમાં પડ્યા છીએ, ત્યાં આનું કામ છે? શું કરવા નાહકની એને બિચારીને બીજે રસોઇ કરતી અળસાવો છો ?' {{gap}}'ભાઈ! તમે કામ કરો છો તે ભેખ જેવું છે. જેમ ભેખ ટકતો નથી, તેમ આ પણ નહીં ટકે ને આપણા લોકમાં<noinclude></noinclude> cyjlwuzwtofhk2kbdat55b1b4fin1sg સૂચિ:Suvarna Rekha By Dhumketu.pdf 106 72688 221054 2026-04-07T17:50:51Z Meghdhanu 3380 થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 221054 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=સુવર્ણરેખા |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ધૂમકેતુ |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું= |વર્ષ= |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image=2 |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="સાઈડ" 2="મુખપૃષ્ઠ" 3to5="-" 6="પ્રારંભિક ૧" 7to9="પ્રારંભિક ૨" 8="પ્રસ્તાવના" 9="અનુક્રમ" 10="1" 11="2" 218to221="-" /> |Volumes= |ટિપ્પણી= |Width= |Css= |Header= |Footer= }} lygr7w81pc67yr3e8h6tvlq59e48w6a સભ્યની ચર્ચા:Mathmitch7 3 72689 221055 2026-04-07T18:45:09Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221055 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mathmitch7}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૦:૧૫, ૮ એપ્રિલ ૨૦૨૬ (IST) t9chyxas6qo0fua02o300o9q6rpvmr8