વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૬
104
72598
221065
220940
2026-04-09T03:03:17Z
Snehrashmi
2103
/* Validated */
221065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૭}}</noinclude>{{gap}}કોઈક વિરલાનું જીવન જ એકરંગી હોય છે. જે રંગમાં એ શરૂ થાય છે એ જ રંગની ભભકભરેલી સુગંધમાં એ વિલીન થઈ જાય છે. પછી એ કેવો, કેટલો ને કયો રંગ હતો એની છણાવટ, એ તો દુનિયાના અતિડાહ્યાઓની એક પ્રકારની ચોવટ કહી શકાય !
{{gap}}જીવનરંગની ખૂબી જાણનારાઓ જાણે છે કે સૌથી કીમતીમાં કીમતી રંગ એ તો હદયનો રંગ છે ! કોઇ રંગ એની તોલે ન આવે!
{{gap}}પેલા એક વિદેશી ચિત્રકારની વાત આવે છે. પોતાના ચિત્રમાં એ એક એવા લાલ કસુંબલ રંગની ચટકી મૂકી દેતો કે દુનિયા આખી મુગ્ધ થઈને એ કસુંબલ ચટકીને જોઈ જ રહેતી. એવો રંગ એ ક્યાંથી લાવે છે એની સૌ તપાસ કરવા માંડ્યા. પણ જીવનનો જે ખરો રંગ છે–દુનિયાને કોઈ દિવસ એનો પત્તો લાગ્યો છે ખરો કે આનો લાગે ? આ વાતનો ભેદ કોઇને કોઈ દિવસ મળ્યો નહિ.
{{gap}}ચિત્રકાર જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એનું રહસ્ય અચાનક મળી આવ્યું. એના હૃદયમાં જડેલું, આ લાલ કસુંબલ ચટકીનું એક ગુપ્ત સ્થાન ત્યારે નજરે પડ્યું ! સૌને એ વખતે ખબર પડી કે પેલી લાલ કસુંબલ રંગની ચટકી મેળવવા આ પાગલ ચિતારો પોતાની પીંછી આમાં બોળતો હશે! ત્યારે હૃદયનો રંગ એવો છે. એવા એક રંગની આ વાત છે.
{{center|[ ૨ ]}}
{{gap}}ભગવતી નર્મદાને, સેંકડો ને હજારો નાનાં નાનાં ઝરણાંમાં વિશીર્ણ થઈ જતી, જ્યાં કવિ કાલીદાસે કલ્પી છે, ત્યાં, વિંધ્યપર્વતને ચરણે, નાની નાની અનેક ડુંગરમાળાઓની વચ્ચે, અત્યંત નાજુક ને સુંદર, છત્રીઘાટની એક દેરી આવી રહી છે. એ ત્યાં એવી રીતે બેઠી છે કે જાણે કોઈકના હૃદયની આંખ, કુદરતની આ સુંદરતા નીહાળવા<noinclude></noinclude>
rb49zgkcv61c2qqbhm4fy26tcvg9yx9
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૭
104
72599
221066
220953
2026-04-09T03:05:29Z
Snehrashmi
2103
/* Validated */
221066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૮}}</noinclude>માટે થંભી ગઈ હોય !
{{gap}}એક વખત અમે એ જગ્યાએથી નીકળ્યા, ચારે તરફની ડુંગરમાળાઓ વચ્ચે બેઠેલું આ રૂપ જોઇને પળભર અમે અમારે ટપો ત્યાં થંભાવી દીધો. અને ટેકરીની ટોચે બેઠેલા એ મંદિર તરફ જોઇ જ રહ્યા! ખરેખર કાઈક મહાન શિલ્પીએ ચારે તરફની સુંદરતાને પણ સુંદરતા આપી શકે તેવી રીતે એની આ સ્થાનપસંદગી કરી હતી ! ટેકરીની ટોચે એક નાની પણ મનોહારી દેરી ! અને ચારે તરફ વિસ્તીર્ણ નાની ડુંગર માળાઓ ! એ નાનકડી દેરીની શોભા એમાં કુંદન જડ્યા રત્ન જેવી જણાતી હતી!
{{gap}}અમે ટપાવાળાને પૂછ્યું: ‘આ શાની દેરી છે? કોણે બંધાવી છે? લાગે છે બહુ જ સુંદર !’
{{gap}}‘એતો પીસનહારીનું મંદિર છે, સાહેબ !’ ટપાવાળાએ જવાબ દીધો.
{{gap}}‘પીસનહારીનું મંદિર ! એ વળી શું છે ?’
{{gap}}‘પીસનહારી એટલે દળણાં દળનારી. એની એક વાત છે, સાહેબ!’
{{gap}}અમને નવાઈ લાગી. અમે તો કોઇ અદભુત શિલ્પીની નૈસર્ગિક કૃતિ એને કલ્પી હતી !
{{gap}}‘કઠિયારાની એક ગરીબ બાઈ હતી’ એટલામાં ટપાવાળાએ કહ્યું: ‘એણે આ બંધાવ્યું છે સાહેબ! એક ગરીબ બાઈ એ.’ એને પણ આ ગરીબ બાઇ માટે માન લાગ્યું. તેને વાત આગળ કહેવામાં રસ પડતો જણાયો:
{{gap}}‘એ હંમેશાં આંહીં લાકડાં વીણવા આવે. આસપાસ ફરીને પોતાની ભારી તૈયાર કરે. શહેરમાં જઈને ભારી વેચે. એ ગરીબ બાઈ એ રીતે પોતાનું ગુજરાન ચલાવે. નાનું છોકરું<noinclude></noinclude>
2h9wqqh5icfi1h5nssekdf8o1urnds3
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૮
104
72600
221067
220954
2026-04-09T03:08:00Z
Snehrashmi
2103
/* Validated */
221067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૯}}</noinclude>ભેગું આણ્યું હોય તો એની ઝોળી કોઈ વૃક્ષની ડાળે બાંધે ને તે ફરે. એક વખત એ પ્રમાણે આંહીં એ લાકડાં વીણવા આવેલી. પોતાને સામે દેખાય તેવી રીતે નાનકડા છોકરાની ઝોળી બાંધી એને થોડીવાર હીંચકાવ્યો. છોકરો ઊંઘી ગયો. એટલે પોતે લાકડાં વીણવા ગઇ.
{{gap}}પણ થોડી વાર પછી લાકડાં વીણીને પાછી ફરી ને જુએ છે તો છોકરાને કોઈ જંગલી જાનવર આવીને પીંખી ગયેલું ! છોકરૂં મૃત્યુ પામ્યું ! કઠિયારાની બૈરી તો એ જોઇને પાગલ જેવી થઈ ગઈ. એકનો એક, મોટી ઉંમરે માંડ આવેલો દીકરો પોતે ખોઈ બેઠી. એનો કારી ઘા એને લાગી ગયો ! એ બિચારી એકલી નિરાધાર થઈ ગઈ. એને જીવનમાં બીજું કોઈ હતું નહિ. થોડા વખત પહેલાં જ એણે ધણી પણ ખોયો હતો. ખોઇમાં બાળકને પાછળ લટકાવીને જે રસ્તે એ હજારો વાતો કરતી ચાલી આવતી, એ રસ્તે એકલું ચાલતાં એને જાણે હવે આખું જંગલ ખાવા દોડતું હોય તેવું લાગે ! પણ એની પાસે એવો બીજો તો કોઇ ઉદ્યોગ હતો નહિ. એટલે એ દળણાં દળી દળીને પોતાનું જીવન વીતાવવા લાગી. જંગલ એણે છોડી દીધું. છોકરા વિનાનું જંગલ એને ભડકે બળતું લાગ્યું.
{{gap}}‘પણ પછી એક દિવસ એને પોતાનો છોકરો સાંભરી આવ્યો. જે ડુંગરાઓમાં પોતે લાકડાં વીણવા આવતી એ ડુંગરામાં એ પાછી આવી. જે ઝાડની ડાળે છોકરાની ઝોળી લટકાવતી, એ ઝાડને શોધતી શોધતી એ ત્યાં આવી!
{{gap}}‘પણ ત્યાં જુએ છે તો એનું ઝાડ જ મળે નહિ! ત્યાં તો એક નાની સરખી આરસની સુંદર છત્રી ઊભિ થઈ ગઈ હતી. છત્રીની આસપાસ નાનકડા ફૂલછોડ શોભી રહ્યા હતા. નાનાં નાનાં ફૂલવૃક્ષોથી એટલી જમીનને જાણે કોઈએ રૂપભરેલી રીતે મઢી લીધી હતી !
{{nop}}<noinclude></noinclude>
8zuplxf3qn7f3idbhs95iab3lhpxg5t
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૯
104
72601
221068
220955
2026-04-09T03:10:18Z
Snehrashmi
2103
/* Validated */
221068
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૭૦}}</noinclude>{{gap}}‘દળણાં દળનારી તો ત્યાં થંભી ગઇ. સુંદર છત્રી નીચે આછી દરિયારેત પાથરેલી હતી. બે ઘડી બેસવાનું મન થાય એવું એક નાનું, સુંદર વિરામસ્થાન ત્યાં બની ગયું હતું !
{{gap}}‘એણે ત્યાં ઊભેલા રખેવાળને પૂછ્યું: “આ આહીં શું કર્યું છે?” રખેવાળે કહ્યું: “રાજકુમારીબાની આ છત્રી છે. આ રસ્તે નીકળ્યાં, અને અચાનક દેહ પડી ગયો, મહારાજ સાહેબે એ યાદગીરી માટે આંહી કરાવી છે !”
{{gap}}‘દળણાં દળનારી ઘેર ગઈ, પણ એના મનમાં હવે ક્યાંય આરામ નથી. એ ઊંધું ઘાલીને લોકનાં દળણાં દળ્યે રાખે છે, પણ એનું મન પેલી ડુંગરમાળામાં લટકે છે. એને પોતાના છોકરાની યાદમાં એવું એક નાનું સુંદર આરામસ્થાન ઊભું કરવાનુ મન થઈ આવ્યું છે. બિચારી મનમાં ને મનમાં સંકલ્પ કરે ને એ સંકલ્પ એના મનમાં જ મરી જાય ! પણ એની લગની અખંડ બની છે. એને એના છોકરા માટે એવી એક આ છત્રી નાનકડી દેરી બંધાવવી છે! એને, દળણાં દળનારીને ! ઘંટી ખેંચનારીને ! પીસનહારીને ! પણ સાહેબ ! આરસનો પથ્થર એના હૃદયની કવિતા સમજવા ક્યાં નવરો હતો ? એને તો સોનારૂપા સાટે પોતાનું જીવન વેચવાનું હતું! અને પીસનહારી પાસે સોનું કેવું ? ને રૂપું પણ કેવું ? દળણાં દળનારી તો એમ ને એમ દળણાં દળતાં દળતાં છેક વૃદ્ધાવસ્થાએ પહોંચી ગઈ. એટલા સમયમાં તો એણે સેંકડો મણ દળી નાંખ્યું ! પણ હજી આરસમાં કવિતા લખવાની એની અભિલાષા ફળે એવું કોઈ ચિહ્ન ક્યાંય દેખાયું નહિ. આરસમાં એની કવિતા લખવાની રહી ગઇ તે રહી જ ગઇ !
{{gap}}‘એક દિવસ વળી પાછી એ ડુંગરમાળાને જોવા ગઇ : જુના ડુંગરા જોઇને એને અનેક નવાં સ્મરણો જાગ્યાં. પણ એના હૃદયમાં બેઠેલા પેલા નાનકડા શિશુની યાદગીરી વિના એને આ આખી<noinclude></noinclude>
8hfj85ajfhc5i924urgpqg5d40nclp1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૮૦
104
72602
221069
220956
2026-04-09T03:12:36Z
Snehrashmi
2103
/* Validated */
221069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૭૧}}</noinclude>કુદરત રસહીન લાગી !
{{gap}}‘એમ કરતાં કરતાં એની નજર આ સૌથી ઊંચી ટેકરી દેખાય છે ત્યાં પડી. એને થયું કે બીજું કાંઈ ન થાય તો કાંઇ નહિ, પણ રસ્તે જનાર બે ઘડી જોઇ રહે એવી એક નાની નાજુક દેરી જો ત્યાં ઊભી થાય તો એનું જીવન ધન્ય થઈ જાય !
{{gap}}‘એ દળણાં દળનારીએ પછી આ દેરી ત્યાં કરાવી સાહેબ ! પોતાની મરણ મૂડી તમામ ખરચી નાખીને’
{{gap}}ટપાવાળો બોલતો બંધ થયો. તેની વાત પૂરી થઇ ને અમે ત્યાં જોઇ જ રહ્યા !
{{gap}}વર્ષો સુધી જેણે હૃદયનો આવો એક રંગ સાચવી રાખ્યો એના આત્માને નમ્યા વિના ત્યાંથી જવું એ અમને અબ્રહ્મણ્ય લાગવા માંડ્યું.
{{gap}}એટલે અમે ટપો ત્યાં જ ઊભો રખાવી દીધો, ને ધીમે ધીમે ઊગતા પ્રભાતની મધુર પવનલહરીમાં ઊંચે ચડવા માંડ્યા.
{{gap}}ત્યાં પહોંચ્યા ત્યારે જ અમને સમજાયું કે આ પીસનહારી ખરેખરી કોણ હતી ! આંહી જો ન આવ્યા હોત તો એનો આત્માનો જે સુંદરમાં સુંદર અંશ હતો તે જાણવો જ રહી જાત !
{{gap}}પીસનહારીની આખી જીવન નવલિકા સુંદર હતી–પણ સુંદરતમ તો આ અંતભાગ હતો. એ ત્યાં ગયા વિના ન જ જણાત. એક સાદી નાનકડી દેરી માત્ર ત્યાં હતી ! કોઈ શાસ્ત્રીય કાવ્ય ત્યાં ન હતું. પણ જાણે કે મર્મ ભેદી અદ્ભુત લોકદુહો બેઠો હતો. એ દેરીમાં જવા માટે આગળ જે એક નાનકડો ચોક હતો, એ ચોકમાં પીસનહારીની પોતાની દેહ લાંબી થઇને પ્રણામ કરતી પડી હોય તેમ ત્યાં કોતરેલી હતી ! એના દેહ ઊપર દર્શને આવનારની ચરણરજ પડે–એટલી એક જ તમન્ના આ ગરીબ, અજ્ઞાન, અકિંચન, શ્રદ્ધાભરેલ માતૃહૃદયને રહી ગઈ હતી! ત્યાં ક્યાંય આરસની તકતી ન હતી, કોઈ લેખ ન હતો. કોઈ શ્લોક કોઈએ કોતર્યો<noinclude></noinclude>
0htv1a3djmh9fm42monyysgtfycnt3k
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૮૧
104
72603
221070
220957
2026-04-09T03:13:09Z
Snehrashmi
2103
/* Validated */
221070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૭૨}}</noinclude>ન હતો. પણ અમને લાગ્યું કે જીવનરંગથી રંગેલું હૃદયનું એક સાચું મોતી ત્યાં બેઠું હતું!
{{gap}}અમે ત્યાંથી પાછા ફર્યાં. પણ આ ગરીબ બાઇના જીવન રંગની હવા જાણે આખા ડુંગરને અસર કરી ગઇ હોય તેમ, એ ટેકરી ને દેરી આખે રસ્તે નજર સામે તરતાં જ રહ્યાં !
{{center|★}}<noinclude></noinclude>
hiqap5whpf4p0vycupj6qj1zkka3azd
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૮૨
104
72604
221071
220984
2026-04-09T03:18:36Z
Snehrashmi
2103
/* Validated */
221071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{center|'''જમાનાઓ પહેલાં'''}}

{{gap}}'''જ''''''માનાઓ''' પહેલાંની વાત નથી. મારી પોતાની જ થોડા સમય પહેલાં બનેલી વાત છે. એ વખતે હું, બેંગલોર–માઇસોરના બરાબર સો માઈલ લાંબા સુંદર વનરાજીની વચ્ચે ચાલ્યા જતા લાલચટક રતુંબડા ધોરી રસ્તા ઉપર, એક જંગલ વાળાની નાની સરખી વસાહતમાં નોકરી કરતો હતો. ગુજરાતીઓએ સાગરપારના દેશોને ગુજરાતનું આંગણું બનાવીને અપનાવી લીધા છે, એવી રીતે આ પરપ્રાંત વસાહતમાં, અમે થોડા ગુજરાતીઓ ત્યાં વર્ષો થયાં વસી ગયા હતા અને અમારો જંગલ વ્યવહાર ચલાવતા હતા !
{{gap}}બેંગલોર–માઇસોરનો એ લાલ રસ્તો એવો મોહક અને રળિયામણો છે કે જ્યારે કંઈ કામ ન હોય ત્યારે સડક ઉપર બેસીને હું તો એ રસ્તો નિહાળ્યા કરતો ! એ રસ્તાને નિહાળતાં કોઇને કોઈ દિવસ થાક ચડે જ નહિ કે કંટાળો આવે નહિ. એવો રૂપભરી ભૂમિતિ રેખામાં એ વનરાજીઓની વચ્ચે ડોકાતો, સંતાતો, પ્રગટતો, અદૃશ્ય થતો, અદ્ભુત લાગતો, છટા ભરેલી રીતે ચાલ્યો જાય છે ! છેટેથી એમ લાગે કે જાણે પાણીનો રેલો ચાલી રહ્યો છે !
{{gap}}દિવસે તો એ રસ્તો એક પળ પણ નવરો ન પડે. ત્યાંથી ગાડાં નીકળે ગાડી નીકળે. ‘બસો’ નીકળે. મોટર નીકળે માણસો<noinclude></noinclude>
he70i3qctpc1lcymawv2fr3j0i2ecup
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૮૩
104
72605
221072
220990
2026-04-09T03:22:43Z
Snehrashmi
2103
/* Validated */
221072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૭૪}}</noinclude>નીકળે. આખો દિવસ માણસના ગુંજારવથી એ જાગતો જ હોય ! પણ રાતે નવ વાગ્યા પછી ત્યાં જુઓ તો ઘોર સ્મશાન શાંતિ ! અમારા જેવાના બે ચાર ટગુ ટગુ દીવા બળતા હોય કે લાકડાં જળતાં હોય–બાકી એ આખા રસ્તા ઉપર કોઈ માનવ કે કોઈ પશુ ફરકે જ નહિ. અને રસ્તાથી પચીસ પચાસ કદમ દૂર તો કાકો બેઠો જ હાય. કાકો એટલે કાકો. જંગલનો કાકો. વાઘ કે દીપડો કે ચિત્તો. ત્રણમાંથી કોઈક ત્યાં હાજર હોય જ! અને જો ભૂલેચૂકે આડો અવળો પગ દીધો તો સોએ ત્યાં પૂરાં!
{{gap}}છ વાગે ત્યારે પાછો અવરજવર શરુ થાય. સૌથી પહેલાં આવે અમારો ટપૈયો. એનું નામ ચિન્ના સામી કે એવું જ કાંઈક હતું. પણ અમે એને ટપૈયા કહીને બોલાવતા—અને એણે પણ હસીને અમારો, આ એનું નામ બગાડવાનો અધિકાર, વગર ફરિયાદે સ્વીકારી લીધો હતો. કદાચ ટપૈયાના સ્વભાવમાં જ એ હતું. એણે કોઈ દિવસ જીવન સામે ફરિયાદ રજુ કરી હોય એવું મને સાંભરતું નથી! પછી તો અમે પણ એને ટપૈયાને બદલે ‘સા’મી’ કહીને બોલવતા થયા હતા !
{{gap}}પંદર વર્ષ થયાં એ બરાબર છને ટકોરે હાજર થઇ જતો. ઘડિયાળની અને સા’મીની વચ્ચે મતભેદ પડે ત્યારે ઘડિયાળ ખોટી હોય. ‘સા’મી’ સાચો હોય !
{{gap}}એ ત્યાં જ પાસેના એક જંગલ ગામડામાં રહેતો. બહુ જ ઓછા બોલો હતો. મજુરી આપો એટલે એ હાથ જોડીને ચાલતો થઈ જાય. એને વિનોદમાં વિનોદ એક જ વિનોદ-આરામ લેવાનું મન થાય ત્યારે એ રસ્તામાં નદી ઉપર બંધાયલો એક પૂલ હતો ત્યાં જઈને બેસતો. એકાદ બીડી સીગારેટ પીતો. નદીનું ચાલ્યું જતું પાણી નિહાળી રહેતો. અને પછી પાછો આવીને પોતાના કામે લાગી જાતો. બસ, આટલો જ એનો આરામ કે વિનોદ ! અમને પોતાને પણ<noinclude></noinclude>
g6oufgk4mu15dixk2cyflqxyv7cpdya
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૨
104
72625
221073
221048
2026-04-09T03:35:11Z
Snehrashmi
2103
/* Validated */
221073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૯૩}}</noinclude>{{gap}}‘આ કાગળ શેનો છે ?’
{{gap}}‘એ બચારી છુટી ગઇ. એનો. છોકરાની માયા એને ઉપાડી ગઇ. જીવીને ય એને છોકરા સારુ વલખાં મારવાનાં હતાં. શીમને આખીને રોવું આવે એવું એનું છાતીફાટ રડવું. અટલે તો અમે ભૂલમાં પડ્યા કે આ રોવું માણસનું નહિ ! ઘરમાં જોઈએ તો ખબર પડે નાં? પણ અમે થાક્યા પાક્યા બહાર પડ્યા હોઇએ. ઈ ઘરમાં હોય. પાછલે બારણેથી ચતભ્રમ જેવી ક્યારે જાય ને ક્યારે આવે એની ખબર નો પડે !’
{{gap}}‘પણ પછી તમને ક્યારે ખબર પડી ?’
{{gap}}‘ખબર પડી, એક વખત અમથાજી આવ્યા ત્યારે. એટલે તો એને માવતર મોકલી થાનક ફેર કરવા. પણ ત્યાં ય એના જીવને સખ કેવું? છોકરા વાંહે એણે કાયા દઈ દીધી બીજું શું?’
{{gap}}મને એક વાત હજી સમજાતી ન હતી. તે દિવસે ગાડી સડેડાટ આવી. ને એનો તો પત્તો પણ ન હતો–એ શી રીતે બન્યું હોય ?
{{gap}}ત્યાં સાંધાવાળો આગળ બોલી રહ્યો હતો :
{{gap}}‘એવું થાય સા’બ ! પાછલે બારણેથી જાય. ને ગાડી જાય ને રોવું બંધ થઇ જાય. અટલે અમે પણ ભરમમાં વધુ ને વધુ પડતા ગયા’ સાંધાવાળો બોલ્યો: ‘પણ ન્યાં પૂલ ખરો નાં ? એટલે પૂલને નાકે બેઠી રૂએ ને સીસોટી સાંભળે અટલે પૂલમાં જ નીચે સરકી જાય—સરકી જવાય એવું છે, ઈ ઈમાં સરકી જાય. એ તો એક દિ અચાનક ખબર પડી, ને તે દી થી પછી બંદોબસ્ત કર્યો. પણ એને મનમાં ધરપત નો વળે ! ત્યાં જઇને એક વખત પણ મન મોકળું કરે તે કરે, પછી તો કીધું હવે થાનક બદલો. થાનક બદલાયું. પણ મન ભાંગ્યુ ઇ કેટલા દિ ટકે? છોકરા વાંહોવાહ હાલી નીકળી એમ સમજો ને ! ભગવાનને ગમ્યું તે ખરું...’ સાંધાવાળો ગળગળો થઈ ગયો હતો.<noinclude></noinclude>
5srikezid4e6sttt3t1ulc6oulx97cy
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૩
104
72626
221074
221049
2026-04-09T03:36:15Z
Snehrashmi
2103
/* Validated */
221074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૯૪}}</noinclude>{{gap}}અમે પણ થોડીવાર કોઇ કાંઇ બોલી શક્યા નહિ. હું ધીમે ધીમે ટેલતો પાછો ફર્યો ત્યારે મનમાં અનેક વિચાર આવી રહ્યો હતો.
{{gap}}કરુણ સાથે વણાયલા અજ્ઞાનજનક હાસ્યરસે પાછા ફરતાં આખે રસ્તે મને વિચાર કરતો કરી મૂક્યો. મારા મનમાં અનેક વિચાર આવતા હતા ! પણ ત્યાં મને અચાનક સાંભર્યું કે આવતી કાલે સાહેબ આવવાના છે ને નિશાળનાં મકાનનાં જાળાં હજી સાફ થયાં ન હતાં. એટલે એ વિચાર આવતાં જ હું ઝડપભેર ઉતાવળે ઉતાવળે ઘર ભણી દોડ્યો.
{{center|★}}<noinclude></noinclude>
lc5wd0ch9l1xr0bhcrkbzjgbpk2qnjb
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૪
104
72627
221075
221050
2026-04-09T03:37:30Z
Snehrashmi
2103
/* Validated */
221075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{center|'''જીવનનૌકા'''}}

{{gap}}'''હું''' આજે વિચાર કરું છું, મારું આ જીવન, મારાં કેટલાં બધાં સ્વપ્નોના ભંગારનો ભંડાર સાચવી રહ્યું છે !
{{gap}}મને બરાબર સાંભરે છે, જે વખતે મારી જુવાનીની શરૂઆત હતી, ત્યારે મારી પાસે અસંખ્ય સ્વપ્નો હતાં ! દરેક એક એક કરતાં ચડિયાતાં. આજ એ પાછલો તમામ જીવનક્રમ નિહાળું છું અને મને કેવળ ખંડેરોની બનેલી જીવનનગરી નજરે ચડે છે!
{{gap}}મારી ઉમ્મર અઢાર ઓગણીશની હશે. અખાડા ચલાવવા, કસરત કરવી, સ્વયંદળ ઊભાં કરવાં, ગ્રામરક્ષણ કરવું, અભણને ભણાવવા, ભણેલાને નિમંત્રવા, પ્રદર્શનો ભરવાં, સવારના છથી સાંજનાં બાર સુધીનો વખત મને ઓછો લાગતો. મનમાં કોઇ બીજો વિચાર પણ આવતો નહિ બસ, ધૂન, દેશસેવાની લાગી હતી. ગામડે ગામડે ફરીને ગામડું ફેરવી નાખવાની તમન્ના હતી. હતો તો હું નાનકડા ગામનો નાનકદો માસ્તર—પણ આસપાસના પાંચ પંદર ગાઉમાં મારું નામ ગાજી રહ્યું હતુ ! એ વખતનો એક પ્રસંગ આજે યાદ આવે છે.
{{gap}}એક વખત હું બહારથી ઘેર આવ્યો. રાતના લગભગ અગિયાર થયા હશે. મારી નાનકડી ઓરડીમાં દીવો બળતો જોઈને મને આશ્ચર્ય<noinclude></noinclude>
otpzp9h851bzogb43ziavya3ocit3tm
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૫
104
72628
221076
221051
2026-04-09T03:39:55Z
Snehrashmi
2103
/* Validated */
221076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૯૬}}</noinclude>થયું. મારે એકલા રામને માટે પાડોશીએ અચ્છેર દૂધ ઉનું રાખ્યું હોય, તે પીને સૂઈ જવાનો અત્યારે ક્રમ હોય. તેમાં આ કોણ આવ્યું હશે ? કોણે પાડોશી પાસેથી કુંચી મેળવીને એારડી ઊઘાડી દીવો ચેતવ્યો હશે? આ ઓરડીએ તો છેલ્લા છ મહિનાથી ભાગ્યે જ દીવો જોંયો હતો ! મને નવાઈ લાગી.
{{gap}}ઘેર આવ્યો ત્યાં ઓરડીમાં જ મારા બાપા બેઠા હતા. એક બીજો કોઇ અજાણ્યો માણસ પણ એમની સાથે હતો. પણ વધુ નવાઇની વાત તો આ હતી કે, ઘરની અંદર એક સુંદર કહેવાય તેવી છોકરી, બેઠી બેઠી તપેલીમાં શાક કરી રહી હતી! મને તો ભારે નવાઈ લાગી.
{{gap}}‘ભાઈ ! બહુ મોડો ?’ મારા પિતાએ કહ્યું: ‘આમને ઓળખે છે?’
{{gap}}‘કોણ એ !’
{{gap}}‘ઇ ક્યાંથી ઓળખે ભાઈ ?’ એટલામાં પેલા માણસે કહ્યું: ‘પણ આટલામાં તો ભાઈ ! તમે ભારે સુવાસ ફેલાવી છે હો ! પાંચ વરસનું ટીંડોરિયું ય તમને ઓળખે !’
{{gap}}‘એ છે લવજીભાઈ ! આપણા નાતીલા છે!’ મારા બાપાએ કહ્યું. હું વાતને સમજી ગયો, તે પહેલાં મારા પિતાએ એમના વિષે લખ્યું હતું. લવજીભાઈ એકલા હતા. એમની એકની એક પુત્રી ઠેકાણે પડી જાય તો પછી ક્યાંક આશ્રમ મંદિરમાં માળા ફેરવવા બેસી જવા માગતા હતા. આજ એ એટલા માટે આવ્યા લાગ્યા. મે ઘરમાં દૃષ્ટિ કરી તો ત્યાં પેલી છોકરી સુઘડતાથી બધું વ્યવસ્થિત ગોઠવીને રોટલા કરવાની તૈયારી કરતી હતી. લવજીભાઈ કદાચ એમ માનવા લાગ્યા હશે કે આ પ્રમાણે ઘરપરિચય સધાતાં આ જુવાનિયો પછી ના નહિ પાડી શકે કે ગમે તેમ !
{{gap}}તે રાત્રે તો વધુ કાંઈ વાતચીત થઇ નહીં. પણ માનકુંવરે-છોકરીનું<noinclude></noinclude>
p3szfuz83307ryr982a7sv2dafdwqk1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૬
104
72629
221077
221052
2026-04-09T03:42:35Z
Snehrashmi
2103
/* Validated */
221077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૯૭}}</noinclude>નામ માનકુંવર હતું.–અજાણ્યાઘરમાં પણ કાંઇ કહેવાપણું રાખ્યું હતું નહિ; સુઘડતાથી એણે જાણે પોતાનું ઘર ગોઠવવાનું હોય તેમ બધું ગોઠવીને વ્યવસ્થિત કરી દીધુંં હતું. રસોઈ પણ ખરેખર સરસ હતી.
{{gap}}બીજી સવારે મારા પિતાએ વાત કાઢી: ‘આ તને કેમ લાગે છે? પૂછ્યા વિના કાંઈ પગલું ભરવું નથી, માટે મેં લવજીભાઇને બોલાવ્યા છે, ને માનકુંવરને તો તેં દીઠી. તારો શું વિચાર છે ?’
{{gap}}‘શાનો વિચાર ?’
{{gap}}‘આ માનકુંવર સાથે તારું વેવિશાળ ગોઠવીએ તો ?’
{{gap}}‘આપણે ગુજરાતીઓને પરણવા સિવાય બીજા કોઈ વિચાર આવતા હશે ખરા ? મેં મારો ધૂની જવાબ આપ્યો. ‘મારે તો પરણવું જ નથી તેનું શું ?’
{{gap}}‘પરણવું નથી ? અરે ગાંડાભાઈ ! પરણ્યા વિના ચાલે?’
{{gap}}‘કેમ ન ચાલે? જોવું છે કે કેમ નથી ચાલતું ? હું તો કામને જ પરણ્યો છું!’
{{gap}}બાપુજીએ કાંઈ કહ્યું નહિ. નીચે જોઇ ગયા: ‘તું પછી પસ્તાશે. મને આ છોકરી લક્ષ્મી જેવી લાગે છે!’ આટલું ધીમેથી બોલ્યા.
{{gap}}‘એ તો તમામ ગલઢાં બુલઢાંને છોકરીઓ કાં જગદંબા લાગે છે ને કાં લક્ષ્મી લાગે છે, મને તો એમાંથી કાંઇ જણાતું નથી !’
{{gap}}‘ત્યારે તને શું જણાય છે ?’
{{gap}}‘છોકરીને રાંધતાં આવડે છે. પણ એ મારી સાથે ગામડે ગામડે ફરી શકશે ? આંહીં જ્યાં અમે દાવાનળમાં પડ્યા છીએ, ત્યાં આનું કામ છે? શું કરવા નાહકની એને બિચારીને બીજે રસોઇ કરતી અળસાવો છો ?’
{{gap}}‘ભાઈ! તમે કામ કરો છો તે ભેખ જેવું છે. જેમ ભેખ ટકતો નથી, તેમ આ પણ નહીં ટકે ને આપણા લોકમાં<noinclude></noinclude>
hrgbrmmqod81agzps1ewjxesiedmrjp
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૭
104
72630
221056
220823
2026-04-08T16:34:53Z
Amvaishnav
156
/* Proofread */
221056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૮}}</noinclude>તો આ ટકવું ઘણું મુશ્કેલ. પછી તને પસ્તાવો થશે—અત્યારના હેતુ મિત્ર બધા ય પોતપોતાનું કરીને બેસી જશે ત્યારે !'
{{gap}}'તો હું એકલા ઝઝૂમીશ ! ' મેં કહ્યું.
{{gap}}ખરાબ તો ધણું લાગ્યું હશે, પણ બન્ને ડેાસા બીજે દિવસે ગુપચુપ રવાના થઈ ગયા. માનકુંવર પણ ગઈ. એની નીચી દૃષ્ટિમાં કાંઇક આશ્રર્ય હતું. થોડો તિરસ્કાર હતો. જરાક રોષ પણ જણાતો હતો. પણ એ સૌ ગયા. હું પાછો મારા કામમાં પરોવાઈ ગયો. એ સ્વપ્નામાંથી હું ક્યારે જાગ્યો તે બરાબર યાદ નથી. પણ એક દિવસ અમને સમાચાર મળ્યા કે અમારી સાથે કામ કરનારા કિશોરીલાલને તો કોક દૂરનો વારસો મળ્યો છે, ને તે પણ સારો, એટલે હવે એ ત્યાં જવાના છે.
{{gap}}અમને સૌને તેથી આનંદ થયો. અને કિશોરીલાલથી છૂટ્ટા પડતાં શોક પણ થયો. પણ મનમાં થયું કે ચાલો, આપણામાંથી એકને એવી સારી તક મળી ગઈ છે કે, એ ઘણાને ઘણી રીતે ઉપયેાગી થઇ પડશે.
{{gap}}ત્યાર પછી કિશોરીલાલ તો! જામી ગયા. વેશ બેશ તો ઠીક ઠીક સાદો રાખ્યો. પણ લોહીમાં જે વેપાર હતો તે મદદે આવ્યો. ને પૈસો પૈસાને ખેચે તેમ પૈસો ખેંચવા માંડ્યા
{{center|[૨]}}
{{gap}}પણ આ બાજુ મારા સ્વપ્નમાં હું બીજાઓની સાથે આગળ વધી રહ્યો હતો. અમે દસેક ગામ પસંદ કર્યાં હતાં. વિચાર કર્યો હતો કે એમને તમામને આપણે પહેલાં જ્ઞાન આપી દેવું. પછી બીજું ચક્ર ગોઠવવું. અખતરા માંડ્યા. ઠેકાણે ઠેકાણે ફરીને પુસ્તકાલયો સ્થાપવા માંડ્યા. એક દિવસ હું અચાનક કિશોરીલાલને ત્યાં ગયો. કિશારીલાલ મને ન ઓળખે એમ તોન બને, પણ ઠીક ઠીક બહાર બેસાર્યાં પછી મને એણે બોલાવ્યો.<noinclude></noinclude>
gqc0nt70y67jyr4yx9m9qejoaudwr38
221057
221056
2026-04-08T16:35:56Z
Amvaishnav
156
221057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૮}}</noinclude>તો આ ટકવું ઘણું મુશ્કેલ. પછી તને પસ્તાવો થશે—અત્યારના હેતુ મિત્ર બધા ય પોતપોતાનું કરીને બેસી જશે ત્યારે !'
{{gap}}'તો હું એકલા ઝઝૂમીશ ! ' મેં કહ્યું.
{{gap}}ખરાબ તો ધણું લાગ્યું હશે, પણ બન્ને ડોસા બીજે દિવસે ગુપચુપ રવાના થઈ ગયા. માનકુંવર પણ ગઈ. એની નીચી દૃષ્ટિમાં કાંઇક આશ્રર્ય હતું. થોડો તિરસ્કાર હતો. જરાક રોષ પણ જણાતો હતો. પણ એ સૌ ગયા. હું પાછો મારા કામમાં પરોવાઈ ગયો. એ સ્વપ્નામાંથી હું ક્યારે જાગ્યો તે બરાબર યાદ નથી. પણ એક દિવસ અમને સમાચાર મળ્યા કે અમારી સાથે કામ કરનારા કિશોરીલાલને તો કોક દૂરનો વારસો મળ્યો છે, ને તે પણ સારો, એટલે હવે એ ત્યાં જવાના છે.
{{gap}}અમને સૌને તેથી આનંદ થયો. અને કિશોરીલાલથી છૂટ્ટા પડતાં શોક પણ થયો. પણ મનમાં થયું કે ચાલો, આપણામાંથી એકને એવી સારી તક મળી ગઈ છે કે, એ ઘણાને ઘણી રીતે ઉપયેાગી થઇ પડશે.
{{gap}}ત્યાર પછી કિશોરીલાલ તો! જામી ગયા. વેશ બેશ તો ઠીક ઠીક સાદો રાખ્યો. પણ લોહીમાં જે વેપાર હતો તે મદદે આવ્યો. ને પૈસો પૈસાને ખેચે તેમ પૈસો ખેંચવા માંડ્યા
{{center|[૨]}}
{{gap}}પણ આ બાજુ મારા સ્વપ્નમાં હું બીજાઓની સાથે આગળ વધી રહ્યો હતો. અમે દસેક ગામ પસંદ કર્યાં હતાં. વિચાર કર્યો હતો કે એમને તમામને આપણે પહેલાં જ્ઞાન આપી દેવું. પછી બીજું ચક્ર ગોઠવવું. અખતરા માંડ્યા. ઠેકાણે ઠેકાણે ફરીને પુસ્તકાલયો સ્થાપવા માંડ્યા. એક દિવસ હું અચાનક કિશોરીલાલને ત્યાં ગયો. કિશારીલાલ મને ન ઓળખે એમ તોન બને, પણ ઠીક ઠીક બહાર બેસાર્યાં પછી મને એણે બોલાવ્યો.<noinclude></noinclude>
6vrup36ukpqprqj8ylbwsyydgukiyef
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૮
104
72631
221058
220824
2026-04-08T16:44:31Z
Amvaishnav
156
/* Proofread */
221058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૯૯}}</noinclude>{{gap}}પણ ક્યાં પહેલાં અમારી સાથે રેતીમાં આળોટનારા કિશારીલાલ, જે પૈસા સગ્રહને ભાંડતા થાકતા જ નહિ, અને ક્યાં આજના ‘સોફાસેટ’માં આળોટતા કિશોરીલાલ !
{{gap}}મને આ વિરાધાભાસે જ એક પ્રકારનો આંચકો આપી દીધો !
{{gap}}મને જોઇને એ જરાક બેઠા થયા. પડખેની 'એશટ્રે' રાખરખણી’માં સીગારેટ ખંખેરતાં તેમણે મારી સામે જોયું. પછી મહેરબાનીથી બોલતા હોય તેમ એ બોલ્યા. મને બહુ જ નવાઈ લાગી.
{{gap}}'માસ્તર ! કેમ તમે હજી ત્યાં જ છો ?'
{{gap}}મને ખરાબ તો ઘણું લાગ્યું. પણ હવે તદ્દન ઉપેક્ષા ભર્યો ટૂંકો જવાબ દેવો એ એક જ આના ગર્વનો ઉતાર હતા. મેં ધીમેથી કહ્યું : 'હા. '
{{gap}}‘શું મળે છે ?'
{{gap}}'પચીસ વધતા દસ.'
{{gap}}'મોંઘવારીના ?'
{{gap}}'ના, ટપાલના !'
{{gap}}'હાં હાં, ટપાલ પણ ભેગી છે કેમ ?'
{{gap}}'હા.'
{{gap}}'કેમ શું કામ હતું મારું ?'
{{gap}}‘તમે તો અમારું કામ જાણો છો. અમે ત્યાં દસેક ગામડામાં પુસ્તકાલય ખોલ્યાં છે. તમે મદદ કરો તે માટે આવ્યો છું!'
{{gap}}મારી પાતાની અંગત વાત માટે કાંઈ માગવાનું નથી, એ વિચાર મનમાં ઘોળાયા પછી, મારા શબ્દો બહાર નીકળ્યા હતા.
{{gap}}મેં ધાર્યું હતું કે કિશોરીલાલ મદદમાંથી તો નહિ જાય. પણ કિશોરીલાલ, હવે જે રીતે મદદ આપવાને ટેવાયલા હતા, તેવી નમ્રતાની રીત મારી ભાષામાં એણે ન દીઠી, કે કોણ જાણે શું થયું, તેણે<noinclude></noinclude>
7unl6ijc8esu0s4xsetyobh3xuslxxp
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૯
104
72632
221059
220825
2026-04-08T16:53:13Z
Amvaishnav
156
/* Proofread */
221059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૦}}</noinclude>જવાબ વાળ્યો: ‘તમે પછી આવજો ને માસ્તર !'
{{gap}}એણે મને પહેલાંની જેમ તુંકાર વાપરીને કહ્યું હોત કે 'હવે તું પછી આવજે ને!' તો મને ઘણું સારું લાગત. પણ આ તો હું કોઈ અજાણ્યો પંતુજી એને ત્યાં દોડ્યો આવતો હોઉં, તેમ તેણે જવાબ વાળ્યેા હતેા. મેં ઊભા થઇને તેને બે હાથ જોડયા. જવાની રજા લીધી, પણ સામેના બારણામાંથી આવતી એક સ્ત્રી ઉપર મારી નજર પડતાં મારા પગ ત્યાં થંભી જ ગયા.
{{gap}}મારે ત્યાં એક દિવસ રોટલો શાક બનાવી ગયેલી માનકુંવર ત્યાં આવી રહી હતી. મને નવાઈ લાગી. પણ એનો વેષ જોતાં તરત વાત સમજાઈ ગઈ. આંહીં એક 'નર્સ' તરીકે કામ કરતી જણાઇ.
{{gap}}માનકુંવરને જોવાની મારી દષ્ટિમાં, આજ આ કિશોરીલાલના અનુભવોથી, ઘણો ફેરફાર થયો હતો. અને એનું કારણ હતું. અનુભવે મને શીખવાડ્યું હતું. મને લાગવા માંડ્યું હતું કે આપણે ત્યાં ધર્મ અને આચાર એ બન્નેના એવો સેળભેળ
ગોટો છે કે ન પૂછો વાત ! કોઈ પણ સમાજ કાર્યંકર અસ્પૃશ્યતાનું નિવારણ કર્યા વિના રહી શકે નહિ. કારણ કે એ જેવું તેવું કલંક નથી. પણ મને અનુભવ થયો હતેા કે સામાન્ય રીતે અનુકૂળ જણાતા માણસો પણ જેવું મેં એ કામ ઉપાડ્યું હતું કે તરત ધર્મનો ધ્વજ ફરકાવવા તૈયાર થઈ ગયા હતા ! હવે ખરી રીતે એમાં ધર્મનો પથ જ રહેતો ન હતો છતાં પણ તેજ વખતે મને જણાયું હતું કે આંહી
આ ભેળભેળાંને લીધે કોઈ પણ કામનું મૂળ બરાબર જામી શકતું નથી.
{{gap}}એટલે પછી અમે ભૂમિકા રથાપવાનું સ્વપ્ન આગળ કર્યું હતું. અમે કેવળ ભણાવવાનું જ આગળ વધાર્યું હતું.
{{gap}}પણ એમ ભણાવવા જતાં પણ અનેક કપરા અનભવો ઊભા થઈ ગયા હતા. મુશ્કેલીઓથી ડરવાની વાત ન હતી, પણ ઝીણીઝીણી<noinclude></noinclude>
q7vbifzmp82af8g1jext2jlc2m4zxz1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૦
104
72633
221060
220826
2026-04-08T17:03:14Z
Amvaishnav
156
/* Proofread */
221060
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૧}}</noinclude>ખણહોદ પાર વિનાની ઊભી થાતી. હિસાબકિતાબની વાતમાં વેપારીને વાંધો નડતો. માણસાઇ શીખવાડવામાં સત્તાધીશો—એટલે જેમની સ્થાપિત સત્તા હતી તે ઊભા થતા. સીધી રીતે ઉભા ન થાય—આડકતરી રીતે. એટલે આ અનુભવોએ શીખવાડ્યું હતું કે આપણી જીવનનૌકાનું સુકાન કેવળ આપણા હાથમા રહી શકે તેમ નથી. એમાં સમાજ, સ્થાપિત હિતો, રાજસત્તા, નાતજાતના ભેદ, સ્વાર્થ બધાં કામ કરતાં હોય છે.
{{gap}}એટલે આજે, મેં માનકુંવર સામે જોયું, ત્યારે તેનો સ્વચ્છ આકર્ષક દેખાવ મને સ્વસ્થતાના પ્રતીક સમો દેખાયો ! મને લાગ્યું કે આ એક છોકરીએ સ્વપ્ન નથી પોતાનું જીવન ઘડ્યું–એ જેવી તેવી વાત ન હતી. સ્થિર શાંત જીવન એ જ સાચી વાત હતી.
{{gap}}પણ પછી તરત સાંભર્યુંં. આંહીં આ કિશારીલાલે એની ખરીદી પૈસાથી કરી લીધી હતી. એ એને ત્યાં ‘નર્સીંંગ' માટે આવતી હોય તેમ જણાયું. પૂછવા જતાં મફતનું કુતુહલ ઊભું થાય. એટલે એક પળભર ત્યાં અટક્યો એટલું જ. એટલામાં કિશારીલાલના વહુ આવતાં જણાયાં એટલે હું તરત એ વખતે ત્યાંથી પાછો વળી ગયો.
{{gap}}પણ કિશોરીલાલ ફરી ગયેલા જણાયા હતા, એ ખરી રીતે પ્રજા ખમીરનું પ્રતીક હતું. ગામમાં ગયા ત્યારે ખબર પડી કે લોકોને તો ભણવામાં પણ એક વસ્તુ ખુંચતી હતી. એમાં પણ એમને ધર્મ વિરોધી વસ્તુ જણાવા માંડી હતી. મને થયું કે આ ધર્મ આપણી જ પાછળ પડ્યો છે ! કે પછી આપણે ધર્મ પાછળ પડ્યા છીએ !
{{gap}}કાં તો। એ સૌને હણી નાખશે ! આસપાસના ગામડાના એક બે
વેપારી ને ગરાશ્યા, બ્રાહ્મણો, બીજા મળીને મને કહેવા આવ્યા હતાઃ
{{gap}}‘આવું તો સા’બ ! અમારે ભણવુ નથી. આમાં તો આપણો ધર્મ રસાતાળ જાય | ’<noinclude></noinclude>
9lql62q61e6gl6rc2e5olcdi0a52pyy
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૧
104
72634
221061
220827
2026-04-08T17:13:31Z
Amvaishnav
156
/* Proofread */
221061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૨}}</noinclude>{{gap}}'હા હા, ભલા માણસ ! ધર્મ હોઇ ને ધરતી છે!'
{{gap}}બીજે દિવસે ખબર પડી કે અમારા એક કાર્યકર પણ પોતાનું સારું વેવિશાળ તૂટી ન પડે માટે ગુપચુપ રવાના થઈ ગયા હતા !
{{gap}}મેં વિચાર કર્યો કે આ તો ગજબની વાત છે ! કોઈ કામ કરવા ધારે તો પણ લોકોને એમાં શંકા દેખાય—એ લોકોનું અજ્ઞાન કેટલું ?
{{gap}}અને પછી તો મારાં સ્વપ્નાં ભાંગવા મંડ્યાં. કિશોરીલાલનું સ્વપ્નું ભાંગ્યું એ જાણે કે કેમ શરુઆત હોય ! જે મહારથીઓ, મહારથીઓ જણાતા હતા તે પ્રસંગ આવ્યે માટીના પગ રાખતા જણાયા. છતાં એનું કાંઈ નહિ, કરીને હું તો છું મારે કામે ચોંટતો જ રહ્યો.
{{gap}}એટલા એક નાનકડા પ્રદેશમાંથી અસ્પૃશ્યતા ટાળી શકાય તો પણ ઘણું-પુસ્તકાલયોનું પછી થાશે-એમ ધારીને મેં એ એક જ પ્રશ્ન પણ ઉપાડ્યો.
{{gap}}મને ઘણાએ મદદનું વચન આપ્યું. મેં પણ ધીમે ધીમે જવાનો નિશ્ચય કરેલો. પણ એક વખત ગામના પટેલે પ્રાહ્મણો જમાડયા, એમાં મને નોતરું દીધું નહિં, એ તો ઠીક પાછું એક ભરવાડ કાગળ લેવા આવ્યો તેની સાથે કહેવરાવ્યું : ‘ માસ્તરને કે'જો, ઢેઢવાડો જમાડવો છે, તે દિ તમને સાગમટે નાતરું' છે !'
{{gap}}મેં પણ મનમાં ગાંઠ વાળી કે આપણે આહ્વાન ઉપાડી લેવું!
{{gap}}પણ એમ તો આ ગામડાંની રીત ન્યારી છે. એ કળી ગયા કે માસ્તર આપણી ભુંડા લગાડશે. એટલે તરત જ ગાંયજાને ચડાવ્યો. માસ્તરની હજામત કરવા જાતો નહિં. બીજે અઠવાડિયે મે સાધન વસાવી લીધું.
{{gap}}પણ એ અસહકાર તીવ્રરૂપ પકડતો ગયો. એમ કરતાં ગામ<noinclude></noinclude>
9xcjchhg6o8xd2jf9og2pqhslzc9ihd
પૃષ્ઠ:Rasmala I.pdf/૨૦
104
72690
221062
2026-04-08T17:18:29Z
~2026-21879-25
4538
/* ભૂલશુદ્ધિ બાકી */ II (hQIPI 'iy. 1. ......................................................... H<MR—ilfl— 5li(i«i....................................................... ... M3^ .... ... •4'sei —?114 ... ^l—1 <dl— ... olnli......................................................... • •• •«• ••• «••* *•* ...' OX ••• U3 CddlK'^in—2Hii£iHisdi ^iW^l'tl XlWl^. ..............થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221062
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="2409:40C1:4015:4636:8000:0:0:0" /></noinclude>II
(hQIPI
'iy.
1.

H<MR—ilfl—
5li(i«i.......................................................

M3^

•4'sei
—?114

^l—1 <dl—

olnli.........................................................

...' OX

U3
CddlK'^in—2Hii£iHisdi ^iW^l'tl
XlWl^.

Ri»/iR9iR—y'4 4i^>3i*.iy~^r-i‘
C
iC'Hl’Si-n'H.
m’'41

—ci<ii.
mi4l4

3ll(^4l.

99^

'9<«

»t•

o1

KSt®<noinclude></noinclude>
3udu5klrf0tbttxyaegm727bzfn5ogn
221063
221062
2026-04-09T03:00:19Z
Snehrashmi
2103
/* Not proofread */
221063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="2409:40C1:4015:4636:8000:0:0:0" /></noinclude>..
વિભાગ ૨.
પ્રકરણ.
૧ મુસલમાનોની કારકીર્દિના પ્રારંભ,
૫૪.

પરપ
૨ વાધેલા—લુણાવાડા—સાડા પરમાર—કાડી—ઝાલા—ઈડર——
પીરમના ગાહિલ.

૩ મુઝ કરશાહ પેહેલા—શાહ અહમદ પેડુકે.
૪ .અહમદશાહ ૧
૫ મહમૂદ બેગડા.
૬ મહમુદ બેગડા.

મહ ંમદશાહ ૧ લો—કુતુબશાહ,

૫૧૩૨

૫૬ ૯

૧૯૧

.... પ્
૨૩

૭ મુઝર બીજો-સિકંદર~મહમૂદ્દ બીજો—બહાદુરશાહ –
મહમૂદ લતીફ્ખાન-અમદાવાદના રાજવંશની
સમાપ્તિ—-અકબર પાદશાહ,
૮ ઈડરના રાજકારભારરાવ નારણુદાસ રાવ વીરમદેવ—

રાત્ર કલ્યાણુમલ.
૯ અંબા ભવાનીનું દેવલ-દાંતા,
૧૦ ઈડર.
૧૧ ગોહિલ.

૬૪૦

૫૫

ve

૭૧

૭૧.<noinclude></noinclude>
j9s3svt18nh80dhrqbphpti2dnapy5v
પૃષ્ઠ:Rasmala I.pdf/૧૦૮
104
72691
221064
2026-04-09T03:01:01Z
Snehrashmi
2103
/* Not proofread */
221064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>.૨૮
રાસમાળા.
અખુટ હતા, અને તેની ફાજ અગણિત હતી. આવેા એક રાજા ભૂતળમાં
છે એટલી જાણ પણું ભૂવડના પટાવતાએ તેને પડવા દીધી નહિ, તેથી તે
જાણુતા હતા કે આખી પૃથ્વી મારી સત્તા નીચે છે.
જીતી લીધેલા દુશ્મનેાને ત્યાં લૂટ કરી તે છૂટથી અને ઊંટ, ઘેાડા,
રથ, અને હાથિયાથી આખું કલ્યાણુ નગર ભરાઇ ગયું હતુ. ઝવેરી, વણકર,
તાર, અને સુશાભિત વાસણુ બનાવનારા ત્યાં વસતા હતા. અને ઘરની
ભીંતા રંગિત ચિત્રોથી શણુગારેલી હતી. વૈદ્ય, અને કારીગર ઘણુા હતા,
તેમજ ગવૈયા પણ ત્યાં વસતા હતા, અને વિદ્યા ભણવાને અર્થે નિશાળા
પણ હતી. સૂર્ય છ મહિના ઉત્તરાયનમાં ચાલે છે તે છ મહિતા દક્ષિણાયનમાં
ચાલેછે તેનું કારણ માત્ર એટલુંજ કે લંકાપુરી અને 'કલ્યાણપુરીની શોભા
સરખાવવાને તેનાથી ખની આવે.
ખીજા સદ્ગુણાની સાથે, રાજા ભૂવડ, પંડે સર્વ જાતના ડાડાપણુના
લાભી હતા, અને તે સાથે વિદ્યાના મ્હોટા પોષક હતા. તેમાં મુખ્યત્વે કરીને
ડાહ્યા હિંદુરાજાને આશ્રય આપવાને ઘટિત એવાં જે વ્યાકરણ અને કાવ્ય
શાસ્ત્ર તેના તે પૂરી પોષક હતા. વિદ્વાન લોકોને તે એટલું બધું ઉત્તેજન
આપતા કે, જે પ્રમાણે ચેામાસાનું બધું પાણી દરિયા ભણી ચાલી જાયછે
તેજ પ્રમાણે બધા પ્રકારની પ્રવિણતા તેના દરબારમાં ચાલી ચાલી આવતી હતી.
એ રાજાને એક ભાગ હતા, તે શિવની કૈલાસપુરી જેવે
હતે; તે પરમાનંદ પમાડે એવાં ફૂલ અને ફળનાં ઝાડથી ગાભાવેલા હતા.
તેમાં એક સમયે રાજા નૃત્ય, ગીત, ગાયનથી ઉમંગ પામતા બિરાજમાન
થયા હતા. તેને ચુવરાજ, કર્ણ કુંવર, રાજપેાશાક પેહેરી, એક પડખે બિ-
રાજ્યા હતા, અને ચદ અને બીજા પઢાવતાથી આખી મંડળી રોાભાયમાન્
દેખાતી હતી. તેમાં વળી બુદ્ધિ અને ડહાપણમાં એક બીજાથી ચડિયાતા
એવા વિદ્વાન અને કવિયાને સમાજ એડેલા હતા, પણ સર્વમાં શ્રેષ્ટ કવીશ્વર
કામરાજ, જે રાજાને મિત્ર હતા તે હતા; રાજા ભૂવડ જેમ સુભટામાં
શાભાયમાન દેખાતા હતા તેમ એ કવીશ્વર વિદ્યાનામાં રોાભાયમાન દેખાતે
હતા. તેવામાં એક પરદેશી કવિએ આવીને રાજાના વખાણુનાં કવિત કહેવા
માંડ્યાં. તેમાં જે ચતુરાઈ બતાવી હતી તે સમજીને રાજા પોતે રિઝા, અતે
પેાતાની આસપાસ કવિયા મેઠેલા હતા તેને તેનું ઉત્તર કેહેવા કહ્યું, પશુ
૧ આ ઉપરથી જણાય છે કે કલ્યાણપુરી ઉત્તરમાં (કનેાજ દેશમાં) હતું.<noinclude></noinclude>
i3d31q9hmd8jkq2wcmhfu3yau8t55gq
સભ્યની ચર્ચા:YinYangies
3
72692
221078
2026-04-09T03:53:15Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
221078
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=YinYangies}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૯:૨૩, ૯ એપ્રિલ ૨૦૨૬ (IST)
ss40brwc38cua9kgo20gghcd97fbtg4
સભ્યની ચર્ચા:Mayatramaulik
3
72693
221079
2026-04-09T09:58:01Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
221079
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mayatramaulik}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૫:૨૮, ૯ એપ્રિલ ૨૦૨૬ (IST)
tovc5m2hm4s0p4pfxfp10munaa4pili