વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
હતો હું સૂતો પારણે પુત્ર નાનો
0
5287
221107
201033
2026-04-10T10:27:24Z
~2026-22235-69
4541
221107
wikitext
text/x-wiki
{{header
| title = હતો હું સૂતો પારણે પુત્ર નાનો
| author = shree દલપતરામ
| translator =
| section =
| previous =
| next =
| notes =
}}
{{justify|
{{Left margin|4em|<pages index="Dalpatram Rachit Kavyo.pdf" from="31" to="32"></pages>}}
}}
[[શ્રેણી:દલપતરામ]]
apilnl27kqhotaxxkwhzfwy6nrh7275
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૬૭
104
72475
221085
220551
2026-04-09T17:37:10Z
Meghdhanu
3380
/* Validated */
221085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૫૮}}</noinclude>{{gap}}‘એમ કરીએ બધી તૈયારી કરી રાખીએ. એટલે વાંધો નહિ.’
{{gap}}‘શાની તૈયારી કરવી છે?’
{{gap}}આપ જરા અહીં જરા સૂઈ જાઓને, હું ટીપાં નાખી દઉં,
એટલે ડૉક્ટર સાહેબ આવતાં જ તપાસી લે!’
{{gap}}મેં કહ્યું: ‘પણ આ તો ઉમ્મરનાં ચશ્માં છે, એટલે એમાં
આવી ઉપાધિ ક્યાં કરવાની રહે છે?’
{{gap}}‘અરે હોય સા’બ! અમને રાત દિનો અનુભવ છે નાં?
ડૉક્ટર સા’બ આવ્યા પછી મફતનું અરધી કલાક ખોટી થવું પડે,
તે કરતાં આપણે એ પતાવી લઇએ.’
{{gap}}હું હંમેશ બે વસ્તુથી ધ્રૂજું છું. એક અગ્નિથી. બીજું મારા
વખાણનારાઓથી. પહેલાથી બચી શકાય, બાકી બીજામાંથી તો કોઇ
ઉગરવાનો આરો જ મળે નહિ!
{{gap}}એટલે ભાઇ વિનોદલાલની વાતથી ધ્રૂજવા તો મંડ્યો તો.
મં કહ્યું, ‘હું પંદરેક મિનિટ પછી આવું, ત્યાં ડૉક્ટર સાહેબ પણ
આવી ગયા હશે!’
{{gap}}‘પણ સા’બ! હવે તો પાંચ મીનીટમાં આવ્યા બતાવું! તમારી
પે’લી વાર્તામાં સા’બ! ડૉક્ટરની ’કેરેક્ટર’... ’
{{gap}}‘આપણે વિનોદભાઇ! આમાં ટીપાં નાખવાની જરૂર નહિ.
હો. આ તો નંબર કાઢવાનો!’
{{gap}}‘હા સા’બ! હા સા’બ! પણ આપણે કામ પાકું કરવું હોય,
તમારી પેલી વાર્તામાં આવતું નથી ...’
{{gap}}‘પણ ભાઇ વિનોદભાઇ! હવે મને જવા દ્યો. મારે કામ છે.’
{{gap}}એટલામાં તો વિનોદભાઈએ બારણામાંથી ડોકું બહાર કાઢીને
આઘે સુધી જોતાં જ ઉદ્ગાર કાઢ્યો: ‘એ આવે સા’બ! લ્યો,.<noinclude></noinclude>
japt6p1uxzib7fft6blgq11ndq0jff6
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૦
104
72582
221097
220910
2026-04-10T03:09:21Z
Snehrashmi
2103
/* Validated */
221097
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૫૧}}</noinclude>{{gap}}‘પણ છે શું એ વાત તો કર કાગળ શું મેં પહેલો લખ્યો હતો ?’
{{gap}}પેલો એની આ વાતમાં તે કાંઈ સમજ્યો જ નહિ. એ તો આગળ ધસ્યો : ‘હા, હા, ગગા, હવે તું તારે આડુંઅવળું ભૂંક્યા કર ! પણ હમણાં ફુલેસને...’
{{gap}}એટલામાં તો રસ્તા ઉપર ભોં ભોં થયું. આ ભોં ભોં થયું ને મામલો આવું રૂપ પકડી રહ્યો છે એ જોઇને જગન્નાથજી ને એના મિત્રો તો ઝાડ ઉપર બેઠાબેઠા એવા મડદા જેવા થઈ ગયા, એમને હવે જા જાળવવાની આકરી થઇ પડી. એમણે રસ્તા ઉપર નજર કરી તો મોં ઉપરથી નુર ઉડી ગયું. ભોં ભોં પણ, કોઇ રસ્તે પોલીસ અમલદાર જતો હશે, તેની જ નીકળી પડી ! મોટેથી ‘ફુલેસ’ એમ બોલાયલા શબ્દે એનું ધ્યાન ખેચ્યું હતું ને ત્યાં તાપણું જોઇને, અને અવાજ થતો સાંભળીને, એ મોટર ઊભી રાખી આ તરફ આવ્યો હતો. પણ હવે તો આ કિસ્સો જગજાહેરાત કરશે તો ત્યાં સૌની રેવડી બોલાવશે એવી બીક જગન્નાથને લાગી. ભાગી જવાય તેવું પણ રહ્યું ન હતું. એમણે શ્વાસ થંભાવીને ઉપર બેઠા બેઠા, બધું જોવાનું હતું. જરાક હીલચાલ થાય તો ઓળાના ચોર પોતે જ ઠરે ! એવી, માથે અપરાધની વાત, હાથે કરીને વોરી હતી !
{{gap}}પેલા પોલીસ અમલદારે તો આવતાં વેંત પેલા મજૂરને પુછ્યું: ‘અલ્યા! શું છે?’
{{gap}}‘અરે ! સા’બ! આ ઝીંઝરાચોર માંડ આજ હાથ આવ્યો છે!’
{{gap}}‘પણ વાત શું છે ? શું છે મી...તમે કોણ ?’
{{gap}}‘હું તો સાહેબ ! આ માણસ નાહકનો ગળે પડે છે. હું તો આ કાગળ વાંચવા આંહીં તાપણું કરતો હતો, અને આ માણસ ત્યાંથી દોડ્યો !’
{{gap}}‘શેનો કાગળ છે? આ કાગળ વાંચવાનું ઠેકાણું આંહીં જ ક્યાંથી<noinclude></noinclude>
2ah2ei5p7vn1gzyx44om83ti7fh7fc9
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૧
104
72583
221098
220911
2026-04-10T03:12:52Z
Snehrashmi
2103
/* Validated */
221098
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૫૨}}</noinclude>તમારા ભેજામાં આવ્યું ? લાવો તો શું કાગળ છે?’
{{gap}}ઉપર જગન્નાથજી તો સડક થઇ ગયા. લાલજી ભુવનેશ્વર સીધ્ધા ઊભા રહ્યા. કાગળ આપી શકતા નથી. મૂકી શકતા નથી. એમના બીકણ સ્વભાવને, એકદમ તાપ સળગતો હતો તે દૃષ્ટિએ પડતાં તેમાં કાગળ નાખી દેવાનું મન થઇ આવ્યું! તેમણે કાગળ બળતામાં નાખી પણ દીધો !
{{gap}}‘મી...’ પેલો પોલીસ ઓફીસર તપી ગયો. ‘તમે આંહી ખરેખર આ ગરીબ માણસના ખેતરમાંથી—’
{{gap}}‘અરે ! પણ સા’બ! તમે મને ઓળખતા નથી...’
{{gap}}‘કોણ છો તમે ?’
{{gap}}‘હું...? મારું નામ લાલજી ભુવનેશ્વર...’
{{gap}}પણ પોલીસ ઓફીસર એમને ઓળખતો લાગ્યો નહિ. છતાં એ સમજી ગયો કે આ ખેતરમાં કોઈ ચોરી કરનારો ન હોય. એટલે એણે રોફથી જ કહ્યું: ‘ઠીક જાવ હવે, પણ આવે કટાણે આ તરફ ડોકાતા નહિં !’
{{gap}}‘અરે પણ સા’બ ! ઇણે ધોળાં પેર્યાં છે એટલે...’
{{gap}}‘હવે બેશ બેશ રોંચા ! આ તારાં ત્રણ ફદિયાનાં ઝીઝરાં ચોરશે ?’
{{gap}}લાલજી ભુવનેશ્વર તો બે હાથ જોડીને ચાલતા જ થઈ ગયા.
{{gap}}પણ પોલીસ ઓફીસર પાછા ફરવાની તૈયારી કરતા હતા, ત્યાં એમને કાને કાંઇક ખખડાટ ઉપરથી સંભળાયો.
{{gap}}‘અલ્યા એ રોંચા !’ એણે પેલા મજુરને બૂમ પાડીને કહ્યું : ‘નાખ તો તાપણામાં વધુ પાંદડાં! જો તો ઉપર કોણ બેઠું છે?’
{{gap}}‘ત્યાં ઉપર ભોજિયો ય મળે નહિં. મારો બેટો ચોર તો ઈ ધોળાં લુગડાંવાળો જ હતો!’
{{gap}}એણે પાંદડાનો ઢગલો તાપણામાં નાખ્યો ને જગન્નાથજીએ<noinclude></noinclude>
er7yxwjtqh55qyyx6x4wk5zi5nqdk2o
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૨
104
72584
221099
220912
2026-04-10T03:36:45Z
Snehrashmi
2103
/* Validated */
221099
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૫૩}}</noinclude>ઉપર બેઠાં ભગવાન શંકરને વધેરવાનાં ત્રણ નાળિએર માન્યાં, જો ભડકો ન થાય તો, પણ પાંદડાં સુક્કાં હતાં, ને મોટો ભડકો થતાં જ ઉપર બેઠેલા જગન્નાથજી નજરે ચડ્યા !
{{gap}}‘તારા કાકા તો આંહી બેઠા છે, લે!’ પોલીસ ઓફીસરે કહ્યું: ‘અલ્યા કોણ છે? ઉપરથી નીચે આવો !’
{{gap}}‘કોણ બોલે ? પણ પાંદડાં તો ઉપર હજી ખખડતાં સંભળાયાં.
{{gap}}‘અલ્યા કોણ છે ઉપર કે ચડાવું આને? નીચે આવો !’
{{gap}}જગન્નાથજીને આવ્યા વિના છુટકો ન હતો. ધ્રૂજતા ધ્રૂજતા નીચે ઉતર્યા.
{{gap}}ઉપરથી બહેચર મહારાજ નીચે ઊતર્યા. ભવાનીપ્રસાદ જીભાઈ આવ્યા.
{{gap}}પેલો ખેડુત તો આભો બનીને જોઈ જ રહ્યો. ત્યાં દોઢટાંગ વીરેશ્વર આવ્યા.
{{gap}}‘અલ્યા ! આનાં ઝીઝરાં ચોરવા આવ્યા છો નાં ?’ અફસરે તેમને જોતાં જ કહ્યું.
{{gap}}‘અરે! સા’બ! અમે એવું કરીએ ?’
{{gap}}‘ત્યારે ઉપર કેમ બેઠા’તા? હવા ખાતા હશો ?’
{{gap}}‘ના સા’બ ! ઉપર આ વીરેશ્વર...’ જગન્નાથજી તો થોથરાવા માંડ્યા.
{{gap}}અફસરને કાંઇક સુઝ્યું લાગ્યું. ‘અલ્યા કેટલા દિ થ્યાં તારાં ઝીઝરાં બગડે છે ?’
{{gap}}‘સા’બ એમ તો આઠેક દિ થયા !
{{gap}}‘કેટલાંક બગડ્યાં હશે ?’
{{gap}}‘હશે, સા’બ! {{SIC|મણક|મણેક}} તો હશે!’
{{gap}}‘ઠીક કાલે, તું ઓફીસે આવજે. તમે ચાલો, તમને મોટરમાં<noinclude></noinclude>
8pxot1d61ecjf28en83oizvm6ifun22
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૩
104
72585
221100
220913
2026-04-10T03:39:11Z
Snehrashmi
2103
/* Validated */
221100
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૫૪}}</noinclude>બેસારું !’ તેમણે જગન્નાથજીને કહ્યું
{{gap}}‘અરે ! પણ સા’બ ! અમારા મોં સામું તો જુઓ !’
{{gap}}પોલીસ ઓફીસરે જગન્નાથના મોં પાસે મોં આણ્યું. એ મોં તરફ તાકી રહ્યો; ‘જોયું-બહુ સરસ છે. હવે... ચાલો, મોટરની સહેલ કરાવું !’
{{gap}}‘તું જા અલ્યા પછી મળજે કાલે...’ કણબીને એણે કહ્યું.
{{gap}}‘ગૃહસ્થો ! જાણે તમે આ, કે બીજી ગમે તે, પણ ચોરી કરવા નીકળ્યા છો !’
{{gap}}‘અરે, પણ સા’બ...’
{{gap}}‘મારે સા’બનું કામ નથી. જુઓ, આપણે શીમમાં છીએ. જોખમ ઓછું કરો... જે હોય તે કાઢો. કેટલા છે?’
{{gap}}ત્રણે જણા પોતપોતાનાં ખીસ્સાં તપાસવા માંડયા. જગન્નાથજી પાસે એક સોની નોટ રહી ગયેલી. પાકીટમાં એને દેખતાં એનો જીવ કપાઈ ગયો. પણ ચોરદૃષ્ટિથી પેલા અફસરે જોઇ લેતાં હવે કાઢ્યે જ છૂટકો હતો.
{{gap}}વીરેશ્વર એકટાંગ, બહેચર મહારાજ, ભવાનીપ્રસાદ જીભાઇ એમનાં પણ ખીસ્સાં ખાલી થવા માંડ્યાં.
{{gap}}ખીસ્સાં ખાલી કરાવ્યા પછી એમને મોટરમાં કોણ બેસારે? માંડ માંડ છૂટકારાનો દમ લેતા બધા ય મધરાતે રીબાતા કૂટાતા અથડાતા ઘેર પહોંચ્યા ! પણ ચોરની મા કોઠીમાં મોં નાખીને રૂએ એના જેવો કિસ્સો થઇ ગયો હતો ! એટલે બોલ્યા ચાલ્યા વિના ઘર ભેગા જ થઈ ગયા !
{{gap}}બીજે દિવસ સવારમાં જ લાલજી ભુવનેશ્વરને પોતાને ત્યાં આવતા જોઈ ને જગન્નાથજી આભા બની ગયા ! કોઈ દિવસ નહિ ને આજ આ લપ આંહી અત્યારમાં ક્યાંથી? એમનો એમનામાંથી ટીખળ<noinclude></noinclude>
ldlecfffmmm4mdlvwbeuqkqlfs84yhy
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૪
104
72586
221101
220914
2026-04-10T03:40:22Z
Snehrashmi
2103
/* Validated */
221101
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૫૫}}</noinclude>શોધવાનો આનંદ હવે ઉડી ગયો હતો !
{{gap}}આજ હવે એ લપ રૂપ જણાવા લાગ્યા હતા !
{{gap}}પણ લાલજી ત્યાં આવ્યો. થોડીવાર બારણે ઊભા રહ્યો. પછી મોટેથી હસી પડ્યો ‘કાલ તો જગન્નાથજી કાંઈ માથે થઈ છે!’
{{gap}}પણ એટલામાં એક ખાખી ડ્રેસવાળાને ત્યાંથી નીકળતો જોઇને જગન્નાથજીએ બારણું જ દઈ દીધું !
{{gap}}લાલજીએ ઘણી લાકડી બે ત્રણ વાર ઠબકારી–પણ કોણ જવાબ દે?
{{center|★}}<noinclude></noinclude>
6w46mr5mzqwz70kvnxcr8frnp8nry85
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૭
104
72630
221087
221057
2026-04-10T02:29:27Z
Snehrashmi
2103
/* Validated */
221087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૯૮}}</noinclude>તો આ ટકવું ઘણું મુશ્કેલ. પછી તને પસ્તાવો થશે—અત્યારના હેતુ મિત્ર બધા ય પોતપોતાનું કરીને બેસી જશે ત્યારે !’
{{gap}}‘તો હું એકલો ઝઝૂમીશ !’ મેં કહ્યું.
{{gap}}ખરાબ તો ઘણું લાગ્યું હશે, પણ બન્ને ડોસા બીજે દિવસે ગુપચુપ રવાના થઈ ગયા. માનકુંવર પણ ગઈ. એની નીચી દૃષ્ટિમાં કાંઇક આશ્રર્ય હતું. થોડો તિરસ્કાર હતો. જરાક રોષ પણ જણાતો હતો. પણ એ સૌ ગયા. હું પાછો મારા કામમાં પરોવાઈ ગયો. એ સ્વપ્નામાંથી હું ક્યારે જાગ્યો તે બરાબર યાદ નથી. પણ એક દિવસ અમને સમાચાર મળ્યા કે અમારી સાથે કામ કરનારા કિશોરીલાલને તો કોક દૂરનો વારસો મળ્યો છે, ને તે પણ સારો, એટલે હવે એ ત્યાં જવાના છે.
{{gap}}અમને સૌને તેથી આનંદ થયો. અને કિશોરીલાલથી છૂટ્ટા પડતાં શોક પણ થયો. પણ મનમાં થયું કે ચાલો, આપણામાંથી એકને એવી સારી તક મળી ગઈ છે કે, એ ઘણાને ઘણી રીતે ઉપયોગી થઇ પડશે.
{{gap}}ત્યાર પછી કિશોરીલાલ તો જામી ગયા. વેશ બેશ તો ઠીક ઠીક સાદો રાખ્યો. પણ લોહીમાં જે વેપાર હતો તે મદદે આવ્યો. ને પૈસો પૈસાને ખેચે તેમ પૈસો ખેંચવા માંડ્યા
{{center|[૨]}}
{{gap}}પણ આ બાજુ મારા સ્વપ્નમાં હું બીજાઓની સાથે આગળ વધી રહ્યો હતો. અમે દસેક ગામ પસંદ કર્યાં હતાં. વિચાર કર્યો હતો કે એમને તમામને આપણે પહેલાં જ્ઞાન આપી દેવું. પછી બીજું ચક્ર ગોઠવવું. અખતરા માંડ્યા. ઠેકાણે ઠેકાણે ફરીને પુસ્તકાલયો સ્થાપવા માંડ્યા. એક દિવસ હું અચાનક કિશોરીલાલને ત્યાં ગયો. કિશારીલાલ મને ન ઓળખે એમ તો ન બને, પણ ઠીક ઠીક બહાર બેસાર્યાં પછી મને એણે બોલાવ્યો.
{{nop}}<noinclude></noinclude>
ahkzas9zvawxg7kpvs3jp6tocjd0gkt
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૮
104
72631
221088
221058
2026-04-10T02:33:21Z
Snehrashmi
2103
/* Validated */
221088
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૯૯}}</noinclude>{{gap}}પણ ક્યાં પહેલાં અમારી સાથે રેતીમાં આળોટનારા કિશારીલાલ, જે પૈસા સંગ્રહને ભાંડતા થાકતા જ નહિ, અને ક્યાં આજના ‘સોફાસેટ’માં આળોટતા કિશોરીલાલ !
{{gap}}મને આ વિરાધાભાસે જ એક પ્રકારનો આંચકો આપી દીધો !
{{gap}}મને જોઇને એ જરાક બેઠા થયા. પડખેની ‘એશટ્રે’ રાખરખણી’માં સીગારેટ ખંખેરતાં તેમણે મારી સામે જોયું. પછી મહેરબાનીથી બોલતા હોય તેમ એ બોલ્યા. મને બહુ જ નવાઈ લાગી.
{{gap}}‘માસ્તર ! કેમ તમે હજી ત્યાં જ છો ?’
{{gap}}મને ખરાબ તો ઘણું લાગ્યું. પણ હવે તદ્દન ઉપેક્ષા ભર્યો ટૂંકો જવાબ દેવો એ એક જ આના ગર્વનો ઉતાર હતો. મેં ધીમેથી કહ્યું : ‘હા.’
{{gap}}‘શું મળે છે ?’
{{gap}}‘પચીસ વધતા દસ.’
{{gap}}‘મોંઘવારીના ?’
{{gap}}‘ના, ટપાલના !’
{{gap}}‘હાં હાં, ટપાલ પણ ભેગી છે કેમ ?’
{{gap}}‘હા.’
{{gap}}‘કેમ શું કામ હતું મારું ?’
{{gap}}‘તમે તો અમારું કામ જાણો છો. અમે ત્યાં દસેક ગામડામાં પુસ્તકાલય ખોલ્યાં છે. તમે મદદ કરો તે માટે આવ્યો છું!’
{{gap}}મારી પોતાની અંગત વાત માટે કાંઈ માગવાનું નથી, એ વિચાર મનમાં ઘોળાયા પછી, મારા શબ્દો બહાર નીકળ્યા હતા.
{{gap}}મેં ધાર્યું હતું કે કિશોરીલાલ મદદમાંથી તો નહિ જાય. પણ કિશોરીલાલ, હવે જે રીતે મદદ આપવાને ટેવાયલા હતા, તેવી નમ્રતાની રીત મારી ભાષામાં એણે ન દીઠી, કે કોણ જાણે શું થયું, તેણે<noinclude></noinclude>
4o9cyyyy4mn1j3781vsjhxto19tnncm
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૦૯
104
72632
221089
221059
2026-04-10T02:35:39Z
Snehrashmi
2103
/* Validated */
221089
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૦}}</noinclude>જવાબ વાળ્યો: ‘તમે પછી આવજો ને માસ્તર !’
{{gap}}એણે મને પહેલાંની જેમ તુંકાર વાપરીને કહ્યું હોત કે ‘હવે તું પછી આવજે ને!’ તો મને ઘણું સારું લાગત. પણ આ તો હું કોઈ અજાણ્યો પંતુજી એને ત્યાં દોડ્યો આવતો હોઉં, તેમ તેણે જવાબ વાળ્યો હતો. મેં ઊભા થઇને તેને બે હાથ જોડ્યા. જવાની રજા લીધી, પણ સામેના બારણામાંથી આવતી એક સ્ત્રી ઉપર મારી નજર પડતાં મારા પગ ત્યાં થંભી જ ગયા.
{{gap}}મારે ત્યાં એક દિવસ રોટલો શાક બનાવી ગયેલી માનકુંવર ત્યાં આવી રહી હતી. મને નવાઈ લાગી. પણ એનો વેષ જોતાં તરત વાત સમજાઈ ગઈ. આંહીં એક ‘નર્સ’ તરીકે કામ કરતી જણાઇ.
{{gap}}માનકુંવરને જોવાની મારી દૃષ્ટિમાં, આજ આ કિશોરીલાલના અનુભવોથી, ઘણો ફેરફાર થયો હતો. અને એનું કારણ હતું. અનુભવે મને શીખવાડ્યું હતું. મને લાગવા માંડ્યું હતું કે આપણે ત્યાં ધર્મ અને આચાર એ બન્નેનો એવો સેળભેળ ગોટો છે કે ન પૂછો વાત ! કોઈ પણ સમાજ કાર્યંકર અસ્પૃશ્યતાનું નિવારણ કર્યા વિના રહી શકે નહિ. કારણ કે એ જેવું તેવું કલંક નથી. પણ મને અનુભવ થયો હતો કે સામાન્ય રીતે અનુકૂળ જણાતા માણસો પણ જેવું મેં એ કામ ઉપાડ્યું હતું કે તરત ધર્મનો ધ્વજ ફરકાવવા તૈયાર થઈ ગયા હતા ! હવે ખરી રીતે એમાં ધર્મનો પથ જ રહેતો ન હતો છતાં પણ તેજ વખતે મને જણાયું હતું કે આંહી આ ભેળંભેળાંને લીધે કોઈ પણ કામનું મૂળ બરાબર જામી શકતું નથી.
{{gap}}એટલે પછી અમે ભૂમિકા રથાપવાનું સ્વપ્ન આગળ કર્યું હતું. અમે કેવળ ભણાવવાનું જ આગળ વધાર્યું હતું.
{{gap}}પણ એમ ભણાવવા જતાં પણ અનેક કપરા અનભવો ઊભા થઈ ગયા હતા. મુશ્કેલીઓથી ડરવાની વાત ન હતી, પણ ઝીણીઝીણી<noinclude></noinclude>
p8ojhaime35cmvc4566i7fcj3k57x96
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૦
104
72633
221090
221060
2026-04-10T02:38:06Z
Snehrashmi
2103
/* Validated */
221090
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૧}}</noinclude>ખણખોદ પાર વિનાની ઊભી થાતી. હિસાબકિતાબની વાતમાં વેપારીને વાંધો નડતો. માણસાઇ શીખવાડવામાં સત્તાધીશો—એટલે જેમની સ્થાપિત સત્તા હતી તે ઊભા થતા. સીધી રીતે ઉભા ન થાય—આડકતરી રીતે. એટલે આ અનુભવોએ શીખવાડ્યું હતું કે આપણી જીવનનૌકાનું સુકાન કેવળ આપણા હાથમા રહી શકે તેમ નથી. એમાં સમાજ, સ્થાપિત હિતો, રાજસત્તા, નાતજાતના ભેદ, સ્વાર્થ બધાં કામ કરતાં હોય છે.
{{gap}}એટલે આજે, મેં માનકુંવર સામે જોયું, ત્યારે તેનો સ્વચ્છ આકર્ષક દેખાવ મને સ્વસ્થતાના પ્રતીક સમો દેખાયો ! મને લાગ્યું કે આ એક છોકરીએ સ્વપ્ન નથી પોતાનું જીવન ઘડ્યું–એ જેવી તેવી વાત ન હતી. સ્થિર શાંત જીવન એ જ સાચી વાત હતી.
{{gap}}પણ પછી તરત સાંભર્યુંં. આંહીં આ કિશારીલાલે એની ખરીદી પૈસાથી કરી લીધી હતી. એ એને ત્યાં ‘નર્સીંંગ’ માટે આવતી હોય તેમ જણાયું. પૂછવા જતાં મફતનું કુતુહલ ઊભું થાય. એટલે એક પળભર ત્યાં અટક્યો એટલું જ. એટલામાં કિશારીલાલના વહુ આવતાં જણાયાં એટલે હું તરત એ વખતે ત્યાંથી પાછો વળી ગયો.
{{gap}}પણ કિશોરીલાલ ફરી ગયેલા જણાયા હતા, એ ખરી રીતે પ્રજા ખમીરનું પ્રતીક હતું. ગામમાં ગયા ત્યારે ખબર પડી કે લોકોને તો ભણવામાં પણ એક વસ્તુ ખુંચતી હતી. એમાં પણ એમને ધર્મવિરોધી વસ્તુ જણાવા માંડી હતી. મને થયું કે આ ધર્મ આપણી જ પાછળ પડ્યો છે ! કે પછી આપણે ધર્મ પાછળ પડ્યા છીએ !
{{gap}}કાં તો એ સૌને હણી નાખશે ! આસપાસના ગામડાના એક બે વેપારી ને ગરાશ્યા, બ્રાહ્મણો, બીજા મળીને મને કહેવા આવ્યા હતા:
{{gap}}‘આવું તો સા’બ ! અમારે ભણવું નથી. આમાં તો આપણો ધર્મ રસાતાળ જાય!’
{{nop}}<noinclude></noinclude>
nw2aixorpggd367v3qk35g2a3v8cx7b
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૧
104
72634
221091
221061
2026-04-10T02:40:26Z
Snehrashmi
2103
/* Validated */
221091
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૨}}</noinclude>{{gap}}‘હા હા, ભલા માણસ ! ધર્મ હોઇ ને ધરતી છે!’
{{gap}}બીજે દિવસે ખબર પડી કે અમારા એક કાર્યકર પણ પોતાનું સારું વેવિશાળ તૂટી ન પડે માટે ગુપચુપ રવાના થઈ ગયા હતા !
{{gap}}મેં વિચાર કર્યો કે આ તો ગજબની વાત છે ! કોઈ કામ કરવા ધારે તો પણ લોકોને એમાં શંકા દેખાય—એ લોકોનું અજ્ઞાન કેટલું ?
{{gap}}અને પછી તો મારાં સ્વપ્નાં ભાંગવા મંડ્યાં. કિશોરીલાલનું સ્વપ્નું ભાંગ્યું એ જાણે કે કેમ શરુઆત હોય ! જે મહારથીઓ, મહારથીઓ જણાતા હતા તે પ્રસંગ આવ્યે માટીના પગ રાખતા જણાયા. છતાં એનું કાંઈ નહિ, કરીને હું તો છું મારે કામે ચોંટતો જ રહ્યો.
{{gap}}એટલા એક નાનકડા પ્રદેશમાંથી અસ્પૃશ્યતા ટાળી શકાય તો પણ ઘણું-પુસ્તકાલયોનું પછી થાશે–એમ ધારીને મેં એ એક જ પ્રશ્ન પણ ઉપાડ્યો.
{{gap}}મને ઘણાએ મદદનું વચન આપ્યું. મેં પણ ધીમે ધીમે જવાનો નિશ્ચય કરેલો. પણ એક વખત ગામના પટેલે પ્રાહ્મણો જમાડ્યા, એમાં મને નોતરું દીધું નહિં, એ તો ઠીક પાછું એક ભરવાડ કાગળ લેવા આવ્યો તેની સાથે કહેવરાવ્યું: ‘માસ્તરને કે’જો, ઢેઢવાડો જમાડવો છે, તે દિ તમને સાગમટે નાતરું છે !’
{{gap}}મેં પણ મનમાં ગાંઠ વાળી કે આપણે આહ્વાન ઉપાડી લેવું!
{{gap}}પણ એમ તો આ ગામડાંની રીત ન્યારી છે. એ કળી ગયા કે માસ્તર આપણને ભુંડા લગાડશે. એટલે તરત જ ગાંયજાને ચડાવ્યો. માસ્તરની હજામત કરવા જાતો નહિં. બીજે અઠવાડિયે મેં સાધન વસાવી લીધું.
{{gap}}પણ એ અસહકાર તીવ્રરૂપ પકડતો ગયો. એમ કરતાં ગામ<noinclude></noinclude>
li0y5crt0o4kv9urodnrm3v26n47jq5
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૨
104
72635
221080
220828
2026-04-09T16:21:36Z
Amvaishnav
156
/* Proofread */
221080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૩}}</noinclude>તજવાનો વખત આવ્યો. કારણ કે એ તો પાછા ઉપરી અધિકારીને પણ લાડવા ખવરાવે એવા. ત્યારે મારી પછવાડે લગભગ ત્રણ માઇલ સુધી છોકરાંઓએ ધૂળ ઉડાડી!
{{gap}}ત્યારથી મેં બીજે ગામ જઈ ને સાદી માસ્તરગીરી કરવા માંડી.
{{gap}}પણ મારો જીવડો ત્યારે વતીપાતીયો હતો. અમારી સાથેના એક ભાઈ થોડું ઘણું વૈદું જાણુતા એમણે એક નાનું સરખું દવાખાનું માંડેલું. પહેલાં તો ચાલ્યું નહિ. પછી ધમધોકાર કામ ઉપડ્યું. એમાં પાછી એમણે સાંજે કથા માંડી. મને પણ થયું કે આ માસ્તરગીરી કરતાં આ સારું. એટલે હવે બીજા સ્વપ્નની કથા શરુ કરી.
{{gap}}પહેલું સ્વપ્ન તો છિન્નભિન્ન થઈ ગયું. સાથે હતા તે બધા મોટે મોટે ઠેકાણે ગોઠવાઇ ગયા. એકલો હું રહ્યો. માણસ ગમે તેટલો બળવાન હોય પણ તે મિત્રો વડે બળ જાળવનારો છે. એટલે જ્યારે પેલા સૌ એક પછી એક સરી ગયા, ત્યારે આ ઉપાડ્યું. વૈદુ કથા ને ભણતર ! મારી સેવાભાવનાથી હું ઘણાને ખેંચી પણ શક્યો.
{{gap}}પણ તેનાથી પેલા ભાઈને નુકસાન થતું હતું. એટલે એણે ધીમે ધીમે મારું પૂર્વી જીવન જોવા માંડ્યું. ગામડામાં આ પૂર્વજીવનના પડછાયા કેટલા ઘેરા થઇ શકે છે તે તો જાણનારા જાણે છે.
{{gap}}એમાંથી થોડા વખતમાં બે વાત વહેતી થઈ. આને પેલે ગામડેથી લોકોએ ધૂળ ઉડાડીને કાઢ્યો છે ને આણે પોતાની બૈરી છોડી દોધી છે!
{{gap}}આ બીજી વાત સાવ કપોલકલ્પિત હતી. પણ જ્યાં કેવળ મોંની વાત વર્તમાનપત્રનું કામ કરી શકે ત્યાં એના ખુલાસા કરવા જતાં તો વાત વધુ ગોટે ચડે એટલે મેં મૌન રાખ્યું.
{{gap}}મૌનનો અર્થોં આખું ગામ સમજી ગયું. ભાઈ ચોક્કસ ક્યાંક<noinclude></noinclude>
503aqsh8y0cuo3p417nub0uu4sw7ie7
221092
221080
2026-04-10T02:43:18Z
Snehrashmi
2103
/* Validated */
221092
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૩}}</noinclude>તજવાનો વખત આવ્યો. કારણ કે એ તો પાછા ઉપરી અધિકારીને પણ લાડવા ખવરાવે એવા. ત્યારે મારી પછવાડે લગભગ ત્રણ માઇલ સુધી છોકરાંઓએ ધૂળ ઉડાડી!
{{gap}}ત્યારથી મેં બીજે ગામ જઈ ને સાદી માસ્તરગીરી કરવા માંડી.
{{gap}}પણ મારો જીવડો ત્યારે વતીપાતીયો હતો. અમારી સાથેના એક ભાઈ થોડું ઘણું વૈદું જાણતા એમણે એક નાનું સરખું દવાખાનું માંડેલું. પહેલાં તો ચાલ્યું નહિ. પછી ધમધોકાર કામ ઉપડ્યું. એમાં પાછી એમણે સાંજે કથા માંડી. મને પણ થયું કે આ માસ્તરગીરી કરતાં આ સારું. એટલે હવે બીજા સ્વપ્નની કથા શરુ કરી.
{{gap}}પહેલું સ્વપ્ન તો છિન્નભિન્ન થઈ ગયું. સાથે હતા તે બધા મોટે મોટે ઠેકાણે ગોઠવાઇ ગયા. એકલો હું રહ્યો. માણસ ગમે તેટલો બળવાન હોય પણ તે મિત્રો વડે બળ જાળવનારો છે. એટલે જ્યારે પેલા સૌ એક પછી એક સરી ગયા, ત્યારે આ ઉપાડ્યું. વૈદુ કથા ને ભણતર ! મારી સેવાભાવનાથી હું ઘણાને ખેંચી પણ શક્યો.
{{gap}}પણ તેનાથી પેલા ભાઈને નુકસાન થતું હતું. એટલે એણે ધીમે ધીમે મારું પૂર્વી જીવન જોવા માંડ્યું. ગામડામાં આ પૂર્વજીવનના પડછાયા કેટલા ઘેરા થઇ શકે છે તે તો જાણનારા જાણે છે.
{{gap}}એમાંથી થોડા વખતમાં બે વાત વહેતી થઈ. આને પેલે ગામડેથી લોકોએ ધૂળ ઉડાડીને કાઢ્યો છે ને આણે પોતાની બૈરી છોડી દોધી છે!
{{gap}}આ બીજી વાત સાવ કપોલકલ્પિત હતી. પણ જ્યાં કેવળ મોંની વાત વર્તમાનપત્રનું કામ કરી શકે ત્યાં એના ખુલાસા કરવા જતાં તો વાત વધુ ગોટે ચડે એટલે મેં મૌન રાખ્યું.
{{gap}}મૌનનો અર્થ આખું ગામ સમજી ગયું. ભાઈ ચોક્કસ ક્યાંક<noinclude></noinclude>
rw3r6r3szrzcj326us7v9u9p7o2e1ss
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૩
104
72636
221081
220829
2026-04-09T16:31:26Z
Amvaishnav
156
/* Proofread */
221081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૪}}</noinclude>કાંઈક ગોટો કરી આવ્યા લાગે છે ! અને ત્યાં તો જ્ઞાન માટે પ્રશ્ન કરવાની કે દલીલ કરવાની પ્રથા જ મળે નહિ. ત્યાં માન્યતા તે માન્યતા. બંધાણી તે બંધાણી.
{{gap}}એટલે આટલી નાનકડી વાતે મારી પ્રતિષ્ઠાને ઠીક એવી ક્ષતિ પહોંચાડી. હું બેઠો વા ખાવા મંડ્યો.
{{gap}}મને લાગ્યું કે જેમ શહેરમાં તેમ ગામડામાં એકલડોકલ માણસ વિષે લોકપૃચ્છા ઘણી આકરી વસ્તુ થઈ પડે છે. ગામમાં વેણીરામને હું ઓળખતો હતો. એમને મારા પૂર્વજીવનની થોડી ખબર પણ હતી. એમણે તો પહેલાં પોતાની પુત્રી માટે પૂછાવ્યું પણ હતું. આજે તો એ છોકરી પડખે ટેકો દઈને કામ ચલાવી શકે તેવી સબળ પણ હતી. મેં તે વખતે તો વેણીરામને નકાર ભણ્યો હતો. આજે હવે
મેં સામે જવાનો નિર્ણય કર્યો. એને ત્યાં એક દિવસ સાંજે હું જઇ ચડ્યો.
{{gap}}વાતચીત થઈ. વેણીરામ તો ખુશી હતા જ. નક્કી પણ થયું. વૈણીરામ ઘરમાં સલાહ લેવા ગયા. પાછા આવ્યા 'કાલે સવારે હુ તમને નિર્ણય આપીશ !'
{{gap}}હું રજા લઇને ચાલ્યો. ઘરની પછીતે નીકળ્યો. વેણીરામને એની વહુ કહી રહી હશે તે બે ચાર શબ્દો મારા કાને ઝીલી લીધા : 'એકનો ભવ બગાડ્યો. હવે શું જોઇને બીજીનો ભવ બગાડવા નીકળ્યો હશે ! મારે તો કાંઇ એવા ઢેઢીયાને ત્યાં મારી દીકરી દેવી નથી !'
{{gap}}વેણીરામનો કાલે શુ જવાબ મળશે એ કળાઇ ગયું.
{{gap}}બીજે દિવસે સવારે હું ચા પાણી પી રહ્યો હતા. ત્યાં વેણીરામ આવ્યા: 'કાં સા'બ ! છો કે? ' કહેતો કને તે અંદર આવ્યો. તેણે ધીમેથી કહ્યું: 'વાજું ? આજકાલના છોકરાંનું બહુ જ વિચિત્ર છે ભાઈ! આ જુઓને, આપણી નિર્મળા પોતે ના પાડે છે!'<noinclude></noinclude>
s4bxngivnzrmn0kc0pj9icjz3pgd51z
221093
221081
2026-04-10T02:57:23Z
Snehrashmi
2103
/* Validated */
221093
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૪}}</noinclude>કાંઈક ગોટો કરી આવ્યા લાગે છે ! અને ત્યાં તો જ્ઞાન માટે પ્રશ્ન કરવાની કે દલીલ કરવાની પ્રથા જ મળે નહિ. ત્યાં માન્યતા તે માન્યતા. બંધાણી તે બંધાણી.
{{gap}}એટલે આટલી નાનકડી વાતે મારી પ્રતિષ્ઠાને ઠીક એવી ક્ષતિ પહોંચાડી. હું બેઠો વા ખાવા મંડ્યો.
{{gap}}મને લાગ્યું કે જેમ શહેરમાં તેમ ગામડામાં એકલડોકલ માણસ વિષે લોકપૃચ્છા ઘણી આકરી વસ્તુ થઈ પડે છે. ગામમાં વેણીરામને હું ઓળખતો હતો. એમને મારા પૂર્વજીવનની થોડી ખબર પણ હતી. એમણે તો પહેલાં પોતાની પુત્રી માટે પૂછાવ્યું પણ હતું. આજે તો એ છોકરી પડખે ટેકો દઈને કામ ચલાવી શકે તેવી સબળ પણ હતી. મેં તે વખતે તો વેણીરામને નકાર ભણ્યો હતો. આજે હવે મેં સામે જવાનો નિર્ણય કર્યો. એને ત્યાં એક દિવસ સાંજે હું જઇ ચડ્યો.
{{gap}}વાતચીત થઈ. વેણીરામ તો ખુશી હતા જ. નક્કી પણ થયું. વૈણીરામ ઘરમાં સલાહ લેવા ગયા. પાછા આવ્યા ‘કાલે સવારે હું તમને નિર્ણય આપીશ !’
{{gap}}હું રજા લઇને ચાલ્યો. ઘરની પછીતે નીકળ્યો. વેણીરામને એની વહુ કહી રહી હશે તે બે ચાર શબ્દો મારા કાને ઝીલી લીધા : ‘એકનો ભવ બગાડ્યો. હવે શું જોઇને બીજીનો ભવ બગાડવા નીકળ્યો હશે ! મારે તો કાંઇ એવા ઢેઢીયાને ત્યાં મારી છોકરી દેવી નથી !’
{{gap}}વેણીરામનો કાલે શું જવાબ મળશે એ કળાઇ ગયું.
{{gap}}બીજે દિવસે સવારે હું ચા પાણી પી રહ્યો હતો. ત્યાં વેણીરામ આવ્યા: ‘કાં સા’બ ! છો કે?’ કહેતો કને તે અંદર આવ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘વાજું ? આજકાલના છોકરાંનું બહુ જ વિચિત્ર છે ભાઈ! આ જુઓને, આપણી નિર્મળા પોતે ના પાડે છે!’
{{nop}}<noinclude></noinclude>
sgibo8p1rqb71l3qcpf2dl4hdhzsd9a
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૪
104
72637
221082
220830
2026-04-09T16:40:11Z
Amvaishnav
156
/* Proofread */
221082
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૫}}</noinclude>{{gap}}હું સમજી ગયો.
{{gap}}ત્યાર પછી વેણીરામની વહુ એક દિવસ પાંચ શેર દસ શેરનું દૂધનુ બોધરું લઇ ને ઘેર જઈ રહી હતી.
{{gap}}મારું તો કાંઈ ધ્યાન ન હતું. પણ કોઇક બૈરું પાણી ભરવા નીકળ્યુ હશે તે બીજાને કહી રહ્યું હતું: ‘ લખમીવહુ ! આ જુએ તો વેણીરામની વહુ ! શરમાતી નહિ હોય ? દૂધપાક કરીને બે'ય માણસ ઝાપટવા મંડયા છે હંમેશાં, પણ ખબર છે નાં, ખેાબા જેવડી છોકરીના કોથળો એક રૂપિયા લીધા ! ધૂળ પડી ઇ પૈસામાં બાઈ ! હવે બેય જણાં એ પૈસા ઉપર તાનાં કરે છે. ખાટકી જેવાં નહિ તો !'
{{gap}}હું તો છક્ક થઈ ગતો. ત્યારે વેણીરામનો ધાર્મિક વહુએ આટલા માટે તે દિવસે મને આવડી ચોપડી હતી ! આ પણ આપણી આચારની કરણીમાંથી અનિષ્ટ જન્માવવાની અવધિ હતી !
{{gap}}એવામાં એક દિવસ પડખેને ગામડે ખબર પડ્યા કે ત્યાંના એક વેપારીને ત્યાં એક નર્સ આવે છે. એનું નામ માનકુવર છે. વેપારી શહેરમાં પૈસા સારા કમાયો હતો. એટલે એણે છોકરાની વહુની માંદગી માટે માનકુંવરને બોલાવી હતી, તેમ જણાયું.
{{gap}}મને આશાનું કિરણ પ્રગટતું લાગ્યું. એક વખત આ માનકુંવરને મળવાનુ નક્કી કર્યુંં.
{{gap}}મને થયું કે, કદાચ તે દિવસની વાતનો સંસ્કાર હજી બેઠો હોય તો કાંઈક સ્થિર જીવન થાય. બાકી જે જે પોતાને કાંઈક પણ માનતા હતા તે બધા તો મારા તરફ નફરત જ બતાવવાના. એટલે હું પેલા શેઠને ત્યાં કાંઈક કામ કાઢીને મળવા ગયો. અને તે વખતે એને મળવાની તક લીધી.
{{gap}}માનકુંવરે આડી અવળી વાતચીત કરી- પણ એમાં જરાક જેટલો પણ પહેલાંનો ઉલ્લેખ આવતાં તે ઊભી થઈ ગઈ: 'ચાલો<noinclude></noinclude>
lprfpg25uee72gcl3cajkzc1den9bkj
221094
221082
2026-04-10T03:02:56Z
Snehrashmi
2103
/* Validated */
221094
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૫}}</noinclude>{{gap}}હું સમજી ગયો.
{{gap}}ત્યાર પછી વેણીરામની વહુ એક દિવસ પાંચ શેર દસ શેરનું દૂધનું બોઘરું લઇ ને ઘેર જઈ રહી હતી.
{{gap}}મારું તો કાંઈ ધ્યાન ન હતું. પણ કોઇક બૈરું પાણી ભરવા નીકળ્યું હશે તે બીજાને કહી રહ્યું હતું: ‘લખમીવહુ ! આ જુઓ તો વેણીરામની વહુ ! શરમાતી નહિ હોય ? દૂધપાક કરીને બે’ય માણસ ઝાપટવા મંડ્યા છે હંમેશાં, પણ ખબર છે નાં, ખોબા જેવડી છોકરીના કોથળો એક રૂપિયા લીધા ! ધૂળ પડી ઇ પૈસામાં બાઈ ! હવે બેય જણાં એ પૈસા ઉપર તાનાં કરે છે. ખાટકી જેવાં નહિ તો !’
{{gap}}હું તો છક્ક થઈ ગયો. ત્યારે વેણીરામની ધાર્મિક વહુએ આટલા માટે તે દિવસે મને આવડી ચોપડી હતી ! આ પણ આપણી આચારની કરણીમાંથી અનિષ્ટ જન્માવવાની અવધિ હતી !
{{gap}}એવામાં એક દિવસ પડખેને ગામડે ખબર પડ્યા કે ત્યાંના એક વેપારીને ત્યાં એક નર્સ આવે છે. એનું નામ માનકુંવર છે. વેપારી શહેરમાં પૈસો સારો કમાયો હતો. એટલે એણે છોકરાની વહુની માંદગી માટે માનકુંવરને બોલાવી હતી, તેમ જણાયું.
{{gap}}મને આશાનું કિરણ પ્રગટતું લાગ્યું. એક વખત આ માનકુંવરને મળવાનું નક્કી કર્યુંં.
{{gap}}મને થયું કે, કદાચ તે દિવસની વાતનો સંસ્કાર હજી બેઠો હોય તો કાંઈક સ્થિર જીવન થાય. બાકી જે જે પોતાને કાંઈક પણ માનતા હતા તે બધા તો મારા તરફ નફરત જ બતાવવાના. એટલે હું પેલા શેઠને ત્યાં કાંઈક કામ કાઢીને મળવા ગયો. અને તે વખતે એને મળવાની તક લીધી.
{{gap}}માનકુંવરે આડી અવળી વાતચીત કરી–પણ એમાં જરાક જેટલો પણ પહેલાંનો ઉલ્લેખ આવતાં તે ઊભી થઈ ગઈ: ‘ચાલો<noinclude></noinclude>
ge4u7v8v5v4qgrco73abzmpn5wa10ns
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૫
104
72638
221083
220831
2026-04-09T16:44:12Z
Amvaishnav
156
/* Proofread */
221083
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૬}}</noinclude>ત્યારે, મારે અત્યારે તો ઘણું કામ છે!'
{{gap}}‘બીજી વખત હું આવીશ ! ' હું પણ ઊભો થયો.
{{gap}}પણ માનકુંવરે સ્પષ્ટતાથી કહ્યું:
{{gap}}'તમે આવો પણ આંહી કામ ઘણું હોય, એટલે ધક્કા જેવું થાય !'
{{gap}}હું ધરભણી વળ્યો. ત્યારે મારા મનમાં વિચાર ઘોળાઇ રહ્યા હતાઃ 'કેટલાં બધાં સ્વપ્નાં, અને આ કેવું પરિણામ !'
{{center|★}}<noinclude></noinclude>
ek8phfk8xmkr4xe7iuoelkixvn22uef
221095
221083
2026-04-10T03:03:42Z
Snehrashmi
2103
/* Validated */
221095
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૨૦૬}}</noinclude>ત્યારે, મારે અત્યારે તો ઘણું કામ છે!’
{{gap}}‘બીજી વખત હું આવીશ !’ હું પણ ઊભો થયો.
{{gap}}પણ માનકુંવરે સ્પષ્ટતાથી કહ્યું:
{{gap}}‘તમે આવો પણ આંહી કામ ઘણું હોય, એટલે ધક્કા જેવું થાય !’
{{gap}}હું ઘરભણી વળ્યો. ત્યારે મારા મનમાં વિચાર ઘોળાઇ રહ્યા હતા: ‘કેટલાં બધાં સ્વપ્નાં, અને આ કેવું પરિણામ !’
{{center|★}}<noinclude></noinclude>
tnhmhgi43s7cll7pj933hc7kiepp78y
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૬
104
72639
221084
220832
2026-04-09T16:55:31Z
Amvaishnav
156
/* Proofread */
221084
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
{{center|<big><big>'''વિશ્વાસભંગ'''</big></big>}}
<br/>
<br/>
{{gap}}<big><big>''' 'કે</big></big>મ''' ભગત ! આ વખતે વરસાદ પાણી કેવાં?'
{{gap}}'વરસાદે તો બાપા ! રંગ રાખી દીધો છે. પણ માણસનો રંગ હજી ફરતો નથી, એનું શું ? માણસ એ નો એ રયો.'
{{gap}}'કેમ એમ બોલ્યા ? '
{{gap}}'આ એમ જ તો ! '
{{gap}}'પણ હવે તમે ગોપાને મોકલતા હો તો ઢોરમાં. હવે તમે બે ઘડી ઘેર રે'તા જાવ ! '
{{gap}}'ગોપો હવે ઢોરાં સાચવી રીયો। બાપા ! જીવતાં જીવત આ માવડીયું જળવાઈ જાય તો ઘણું ! '
{{gap}}'કેમ? ક્યાં છે હમણાં ? શું કરે છે? '
{{gap}}'ઈ બેઠો હોટલુંમાં ચાપાણી પીએ ને ચોપાનીયાં વાંચે !'
{{gap}}ચોમાસું આવે ને ખડ જામે એટલે ભરવાડ ભોજલ અમારા વાડાના વિશાળ ચોગાનમાં દર વખતે મૂકામ નાખી દેતો. એની પાસે હવે તો થોડાક જ જીવ હતા. પણ એને મનમાં એમ હતું કે જો છેલ્લી પળ સુધી પોતે ગમે તેમ કરીને આટલા જીવને ગદરાવી દે તો પોતે જંગ જીતી ગયો કહેવાય ! એના મનમાં આ એક જ વિચાર બળવાન<noinclude></noinclude>
ap09mrw5nk0xqcaom316c2s00jehe9l
221096
221084
2026-04-10T03:06:13Z
Snehrashmi
2103
/* Validated */
221096
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
{{center|<big><big>'''વિશ્વાસભંગ'''</big></big>}}
<br/>
<br/>
{{gap}}<big><big>'''‘કે</big></big>મ''' ભગત ! આ વખતે વરસાદ પાણી કેવાં?’
{{gap}}‘વરસાદે તો બાપા ! રંગ રાખી દીધો છે. પણ માણસનો રંગ હજી ફરતો નથી, એનું શું ? માણસ એ નો એ રયો.’
{{gap}}‘કેમ એમ બોલ્યા ?’
{{gap}}‘આ એમ જ તો !’
{{gap}}‘પણ હવે તમે ગોપાને મોકલતા હો તો ઢોરમાં. હવે તમે બે ઘડી ઘેર રે’તા જાવ !’
{{gap}}‘ગોપો હવે ઢોરાં સાચવી રીયો બાપા ! જીવતાં જીવત આ માવડીયું જળવાઈ જાય તો ઘણું !’
{{gap}}‘કેમ? ક્યાં છે હમણાં ? શું કરે છે?’
{{gap}}‘ઈ બેઠો હોટલુંમાં ચાપાણી પીએ ને ચોપાનીયાં વાંચે !’
{{gap}}ચોમાસું આવે ને ખડ જામે એટલે ભરવાડ ભોજલ અમારા વાડાના વિશાળ ચોગાનમાં દર વખતે મૂકામ નાખી દેતો. એની પાસે હવે તો થોડાક જ જીવ હતા. પણ એને મનમાં એમ હતું કે જો છેલ્લી પળ સુધી પોતે ગમે તેમ કરીને આટલા જીવને ગદરાવી દે તો પોતે જંગ જીતી ગયો કહેવાય ! એના મનમાં આ એક જ વિચાર બળવાન<noinclude></noinclude>
05819fp2mb47thn9x8rq8ok7q5paayl
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯
104
72694
221086
2026-04-09T17:48:33Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ <big><big><center> '''અનુક્રમ''' </center></big></big> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૧ | [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]] | align="right" | ૩ |- | ૨ | સુવર્ણરેખા/ગોખમાં દીવ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>
<big><big><center> '''અનુક્રમ''' </center></big></big>
<center>
{{col-begin|width=}}
{{col-2}}
{|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;"
|-
| ૧
| [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]]
| align="right" | ૩
|-
| ૨
| [[સુવર્ણરેખા/ગોખમાં દીવો|ગોખમાં દીવો]]
| align="right" | ૮
|-
| ૩
| [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]]
| align="right" | ૧૫
|-
|
| [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]]
| align="right" | ૧૮
|-
|
| [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]]
| align="right" | ૬૨
|-
|
| [[સુવર્ણરેખા/દેહ અને દેહી|દેહ અને દેહી]]
| align="right" | ૭૪
|-
|
| [[સુવર્ણરેખા/કોણ છે? શૂદ્ર?|કોણ છે? શૂદ્ર?]]
| align="right" | ૮૮
|-
|
| [[સુવર્ણરેખા/કમલનયના|કમલનયના]]
| align="right" | ૯૮
|-
|}
{{col-2}}
{| style="padding-left:0.5em;"
|-
|
| [[હીરાની ચમક/મોક્ષ|મોક્ષ]]
| align="right" | ૧૧૨
|-
|
| [[હીરાની ચમક/જીવન : પ્રભુપ્રીત્યર્થે|જીવન : પ્રભુપ્રીત્યર્થે]]
| align="right" | ૧૨૮
|-
|
| [[હીરાની ચમક/ભક્તિ? કે પ્રભુકૃપા?|ભક્તિ? કે પ્રભુકૃપા?]]
| align="right" | ૧૪૦
|-
|
| [[હીરાની ચમક/દૂધમાંથી અમૃત|દૂધમાંથી અમૃત]]
| align="right" | ૧૫૮
|-
|
| [[હીરાની ચમક/કુલશેખર|કુલશેખર]]
| align="right" | ૧૬૭
|-
|
| [[હીરાની ચમક/રૂપનો ઇજારદાર|રૂપનો ઇજારદાર]]
| align="right" | ૧૭૫
|-
|
| [[હીરાની ચમક/હીરાની ચમક|હીરાની ચમક]]
| align="right" | ૧૯૨
|-
|}
{{col-end}}
<big><center> '''મુદ્રણો''' </center></big>
<center>નવેમ્બર : ૧૯૫૭</center>
<center>સપ્ટેમ્બર : ૧૯૬૪</center>
<center>માર્ચ : ૧૯૭૭</center>
<center>'''ચોથું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ, મે ૧૯૯૨'''</center>
<center>પ્રત : ૧૬૫૦</center><noinclude></noinclude>
i0azjqafjvhenjvm5zbz0r7b8plronn
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭
104
72695
221102
2026-04-10T03:42:34Z
Snehrashmi
2103
/* Not proofread */
221102
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૪||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૪}}<hr>'''</noinclude>
વિયેાગનાં આંસુને ચૂમનાર બાળક
છે ત્યાં સુધી ફિલસૂફીનાં થોથાં
કેણુ ઉઘાડે ?
હ
નીરસ સયમ એ આપધાત છે.
ધર્મના અંચળામાં એ છુપાવેલે છે એટલું જ.
છ
આવેશ જ્યારે ઉશ્વાસને ઝખ્મ પહેરે છે
ત્યારે, અને પુરાણી જ્યારે એક જ સૂરે કથા વાંચે છે
ત્યારે, એક અદૃશ્યમૂર્તિ ધીમે ધીમે ત્યાં સતાષથી
હસે છે: અને તે મૂર્તિ સેતાનની છે.
હ
નિરાશાના રામુદ્ર જેવા મેટા રણમાં તને
સંભારી સંભારીને રડવાની જે મજા મળે, તે મજાની
ખાતર, હું ધેટળાં ફૂલ, રૂપેરી ચાંદની અને કાયલના
સૂર ત્રણે જતાં કરું.
૭
દુનિયાનું મેટામાં મોટું કરુણ નાટક,
માણુસના હૃદયમાં હરેક પળે ભજવાઈ રહ્યુ છે.<noinclude></noinclude>
939uyptuh98tmejfh1drx1iqj8q54sg
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮
104
72696
221103
2026-04-10T06:43:54Z
Snehrashmi
2103
/* Not proofread */
221103
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૨ જ ક છુ
મને એ ચીજ સૌથી વધુ
વડાલી છે: શ્રમ અને દુ:ખ.
દુ:ખ વિના હૃદય નિર્મળ થતુ
નથી : શ્રમ વિના મનુષ્યત્વ
સમજાતુ નથી.
હ
એણે કહ્યું કે તમે નિરાશાવાદી છે. સે કહ્યું
કે સાથે બેસીને ઘડેલું સ્વસ છિન્નભિન્ન કરનાર કેાઈ
મિત્ર તમને મળ્યા નથી.
હું નિરાશ થયા છું? પરાજયથી હાંફી ગયે
હું ? ના, ના, એવું કાંઈ જ નથી. વિશ્વાસના
સમુદ્રમાં પડેલું, એરનું એક બિંદુ ધેાસ માટે, આટલી
જહેમત ઉઠાવી રહ્યો છું.
પાનખર ઋતુ જોઈ ને વૃદ્ધાવસ્થા યાદ
આવી, – પણ આ શું? વૃક્ષની છેક છેલ્લી ટોચની
ડાળે સુંદર પ્રભાતના રંગ જેવી,
કુમળા પાનની
ટીશી ચાંથી ?
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
37bcx0rrokzjh7r9vj5nkg2su1ov3s4
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯
104
72697
221104
2026-04-10T06:45:07Z
Snehrashmi
2103
/* Not proofread */
221104
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૬}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
–
૨ જ કે ગૃ
પરાજય – પરાજયથી તે
હું ભડકતા નથી. નાના નાના
વિજય જોઈ ને ગભરાટ છૂટે છે.
એવા નાના નાના વિજયમાં
સંતેાષ માનીને, પરાજયને
આનંદ ગુમાવનારા ઘણા હેાય છે, એવા તે હું નહિ
અની જાઉં ના ?
૭
એણે કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારા છે.
મેં કહ્યું કે મીઠી જથ્થાનવાળા, વિવેકી મનુષ્યના
તમને પરિચય નથી.
0
હું ગાંડા છું ? ઉદ્ધૃત છું ? ના, વધારે
સ્પષ્ટ છું. એમાં કુનેહ નહિ હાય, પણ સિદ્ધાંતવાદી
વળી, કુનેહનાં રમકડાંથી રમે ખરા ?
૭
દિવસે તા, ફિલસૂફ જેવા ભાવહીન
આકાશ કરતાં મેાજમાં ઉછળતા સમુદ્ર વધારે સુંદર
લાગે છે. પણ રાત્રે ?
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
ku1b5juc5n04nb0ddjvhvrl3whf81gx
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦
104
72698
221105
2026-04-10T06:45:24Z
Snehrashmi
2103
/* Not proofread */
221105
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
રજ કે ગુ
પવિત્ર સ્ત્રીના પડછાયામાં ઊભા
રહ્યા પછી આ કલાકારને એવું તે
શુ ઘેલું લાગ્યું છે કે એ કલાની
નાતા કરે છે? કલાના સાન્નિધ્યમાં
તા એ ઊભા જ હતા.
જેણે જીવનમાં વિરહ અનુભજ્યેા નથી,
એણે જીવનની મીઠાશ પણુ કારે અનુભવી છે ?
E
તમે કલાની વાત કરી છે કાં ? હા, હા,
સમજ્યા. એવી વસ્તુ, જેને લેકે જીવનમાંથી મહાર
કાઢે છે : અને પ્રદર્શનમાં જોવા જાય છે. એ જ કલા કે ?
C
તું આવજે એમ મે કયારે કહ્યું ? તુ ન
આવવાના સંકલ્પ કરી રાખજે.
૭
જે મજા સંગ્રામમાં છે તે મજા ખાઈ ને
મૂરખાએ વિજય વાંખે છે! વાંછવા દો. વિજયના
જેવા મહાન પ રા જ ય જોઈ ને કે નથી પસ્તાયું ?
rema
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
qqxfh8y33yzc2rbulun88vzf77w5sf6
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧
104
72699
221106
2026-04-10T06:45:40Z
Snehrashmi
2103
/* Not proofread */
221106
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૮||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
૨ જ ક ણુ
મારી વાટ જોવાની ધીરજ
પાસે, તારી વાટ જોવરાવવાની
શક્તિ નમે એ તે મારા જીવન-
સંગ્રામનેા પાયા છે. તુ આવજે
એસ વિનતિ કરીને હું કાંઈ
જીવનના પાયા ખાદી નાખું ? તું ન આવતી, ન
આવતી, કલાની અધિષ્ટાત્રી ન આવતી.
–
©
મેં તે ઈશ્વર પાસે એટલુ જ માગ્યું હતું:
હમેશાં આનંદી – માત્રુ એવુ હૃદય ન આપતા,
ઘેાડું ઘણું વિષાદમય અંતર પણુ આપજે. શ્વરે
સ્પષ્ટ ના પાડી. ‘અલ્યા તારે જીવનના અમૂલ્ય રસ
‘વિષાદ’ જોઈ એ છીએ ? એ તે કયાંય મગાતા હશે ?–
અને વળી એ માગ્યે મળે પણ ખરા ? એ તા
તારા જીવનમ ંથનનું રત્ન છે. એને તે તુજ શેાધી
લેજે. જેને જેને એ રત્ન, આનદસાગરને તળિયેથી
મળ્યું છે, તેને જીવનભર ખીજી કાંઈ વાંછના રહી
નથી : એમને મન અંતરનેા ઘેરા અવાજ એ જ
જીવનસર્વસ્વ છની રહેલ છે.
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
sbguug2tey55dncwfea8xqsgr8qgiqr