વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૭ 104 72640 221108 220833 2026-04-10T16:27:31Z Amvaishnav 156 /* Proofread */ 221108 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૮}}</noinclude>હતો. બન્યું હતું એવું કે એણે પોતાના છોકરાને ભણવા મેાકલ્યો હતો. પણ નોનમેટ્રીક થઈને પછી એ કાંઇ આગળ વઘ્યો નહિ. અને એનો ઢોર સાથેનો સબંધ ફળદ્રુપ થયો નહિ. એટલે એ અરચુરણ કામ કૂટી કાઢતો. એમાંથી ખીસ્સા ખરચી કાઢતો ને ચાપાણી ચોપાનિયાં કરતો. ઢોરમાં ફરકતો નહિ. ને ફરકે તો એમાં એને રસ નહિં ! એટલે ન ફરક્યા જેવું ! {{gap}}ભોજલની વહુ મરી ગઈ હતી. છોકરીયું બેય એણે પરણાવી દીધી હતી. એટલે હવે હતો નફકરો! પણ છોકરો આવો રીતે બેયમાંથી લટક્યો–એટલે આ ચાર પાંચ જીવ, જે પેાતાને આધારે આજ દિવસ સુધી રહ્યાં હતાં, એમનું શું થશે, એની ભાજલને ભારે ચિંંતા રહેતી. અને મનમાં મોટામાં મોટી બીક એ હતી કે આ ઢોરાં એક દિ હવે કસાઈવાડે જાશે–અંતે બીજું કાંઈ નહિ, જેમને આધારે એણે આજ દિવસ સુધી મજા કરી, એમને આવો દગો આપનારાઓનો જેવારો થતો નથી, એટલે પોતાને પણ જેવારો નહિ થાય ! {{center|[૨]}} {{gap}}એવડા ગામમાં પણ હોટલોનો પાર ન હતો. ગોપો પોતાના અધકચર્ચા વિચારને પરિણામે બેય બાજુથી દુઃખ ભોગવી રહ્યો હતો. પોતાની રહી સહી માયામૂડી સાચવવાની એનામાં તેવડ ન હતી. આવડત પણ ન હતી. ને બીજા માર્ગે વળી જવાની શક્તિ ન હતી. એટલે. બાવાનાં એય બગડ્યાં જેવી એની સ્થિતિ હતી. એણે ભોજલને ઘણું સમજાવ્યું કે ભાઇ ! આમાંથી હજી આપણો જેવાતો થાશે. આપણે મૂંગા પ્રાણીને પાળ્યાં છે તો મૂંગા પ્રાણીએ આપણને ક્યાં પાળ્યાં નથી એટલે આ પણ જાળવવા જેવો ધંધો છે. {{gap}}પણ ગોપાને એ વાતમાં હવે કાંઈ જ રસ પડતો નહિ. એટલે ચા, ચવાણા, ચેવડા, ચોપાનિયાં ને ચોવટમાં પડી ગયો. એટલું<noinclude></noinclude> 9oaaet7xgrhpgovlq2sd0exx7q8a6bn પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૮ 104 72641 221109 220834 2026-04-10T16:41:02Z Amvaishnav 156 /* Proofread */ 221109 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૦૯}}</noinclude>સારું હતું કે ચોપાટમાં પડ્યો ન હતો. પણ મિત્રો એને એના જેવા જ મળી ગયા. એક દિવસ અર્થશાસ્ત્રની એવી દલીલમાં એ ઉતરી પડયા કે ઢોરાં ને ઘર બન્ને-uneconomical એટલે 'આર્થિક દૃષ્ટિએ ' નુકસાનકારક છે. એમને કાઢી નાખવામાં આવે તો આર્થિક રીતે સદ્ધર થવાય ! {{gap}}અને આંકડાની દૃષ્ટિએ વાત પણ સાચી હતી ! એટલે એ આ જાળમાંથી છૂટવા મથવા લાગ્યા! {{gap}}એક દિવસ અંધારી રાત હતી. ઉપર આકાશમાં વોજળી સડાકા દઈ રહી હતી. ગમે તે વખતે ખાંગા થવાની તૈયારી માંડીને બેઠેલા મેધરાજે કાળી રાતને એવું તે કાળું અંબર ઓઢાડ્યું હતું કે બહાર નીકળતાં ભલભલાનાં ગાત્ર થંભી જાય ! ભોજલભગત એ દિવસે બહારગામ ગયો હતો. ઘરમાં એકલો ગોપો હતેા. મધરાતે ગોપાએ પોતાના વાડા પાસે બે આદમીને આવેલા દેખ્યા ! {{gap}}તે ધીમે પગલે તેની સામે ગયો. એમના કાનમાં કાંઇક કહ્યું. અને પછી ઘરમાં ચાલ્યો ગયો. {{gap}}થોડી વાર પછી એ પાછો આવ્યો ત્યારે વાડામાંથી ઢોર ઉપડી ગયાં હતાં ! {{gap}}સવારે જ્યારે ભોજલ ઘેર આવ્યો, ત્યારે વાડામાંથી આવતાં જ એનું મન, કોણ જાણે કેમ કોઇ ભયંકર ધરતીકંપ થયો હોય તેમ સર્વનાશનો અનુભવ કરી રહ્યું હતું. ઢોરાં ન જોયાં એટલે ગોપો ઢોરામાં આઢયો હોય એ સંભવિત હતું. એ તો એના મનથો દિવાળી જેવો ઉત્સવ ગણાવો જોઈએ. તેને બદલે આજ એનું મન ઉલટાનું જાણે ઊંડુ ઉતરી જતું હતું. {{gap}}તે ઘર તરફ ગયો. બારણે તાળુ લટકતું હતું. ઓસરીમાં માટલું હતું. તેમાંથી લોટકો લઈને એણે પાણી લીધું. પછી ગોપાની વાટ જોતો<noinclude></noinclude> om3hud427asnix2m16sstx87rjix1b3 પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૧૯ 104 72642 221110 220835 2026-04-10T16:51:38Z Amvaishnav 156 /* Proofread */ 221110 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૦}}</noinclude>ખાટલો ઢાળીને બેઠો. {{gap}}પણ એની નજર ફળીમાં પડી અને તેને એક કુતુહલ થયું. વાશીદું વાળ્યું ન હતું, અને છતાં ઢોરનું છાણુ ત્યાં જોઈએ તેટલું દેખાતું ન હતું. ..એ શું? એ ફળીમાં ને વાડામાં આંટો મારવા ગયો. એને ખાત્રી થઈ ગઈ કે કાંઈક નવાજુની થઇ છે. {{gap}}'ગોપાને જોયો ?' એણે બહાર નીકળીને રસ્તે જાતા એક ગોકળીને સાદ કર્યો. {{gap}}'ગોપાને આજ ક્યાં માથે માથું છે?' {{gap}}'કેમ શું થયું છે?' {{gap}}તમને ખબર નહિ હોય? અરધી રાતે કોક ઢોરાં હાંકી ગયું છે. ગોપો ધોડ્યો છે ફરિયાદ કરવા !' {{gap}}અરર ! ઈવો કોણ બે માથાળો પાક્યો? ' {{gap}}'ભૈ ! ઈ તો ગોપો છે!' ગોકળી બોલતો ગયો. બોલમાં મશ્કરી હતી કે ઠંડો પ્રહાર હતો તે ભોજલ કળી શક્યો નહિ. {{center|[ ૪ ]}} {{gap}}થોડીવાર થઈ ત્યાં ગોપો આવ્યો. એ પરસેવે રેબઝેબ થઈ થયો હતો. એના હાથમાં કડિયાળી ડાંગ હતી. એ ત્યાં આવીને ખાટલા ઉપર બેઠો : એણે આવતાં વેંત કહ્યું: 'મે તમને કહ્યું નો'તું આતા ! મફતનાં આ હાડકાનાં માળખાંની હાચવણમાં આપણે વેર ઉભાં થાશે!' {{gap}}'શું થયું છે? ’ {{gap}}'શું થાય બીજું! કોક કાકા અરધી રાતે ઉપાડી ગ્યા લાગે છે!' {{gap}}‘તું ક્યાં હતેા ? ’ {{gap}}‘ અરે ! હું ઘરમાં મર્યો’તો ! ’ {{gap}}'ક્યાં જઈ આવ્યો ? '<noinclude></noinclude> monnl4pz2lufwnx9c8ffnrgw8ak1fut પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૦ 104 72643 221111 220836 2026-04-10T17:04:48Z Amvaishnav 156 /* Proofread */ 221111 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૧}}</noinclude>કીધું ફુલેસને વાત કરું, ત્યાં વાવડ મળ્યા કે પડખેવાળા ગામના જ ઉપાડી ગયા છે. ત્યાં જઈ આવ્યો તો કે' પૈસા લઈ જાવ !' {{gap}}ભોજલ દીકરાની વાત પામી ગયો. એણે ઢોરાં કાઢવાની વાત બેચાર વખત કરી હતી. એણે માની ન હતી. આજ આ રીતે એણે તોડ કાઢ્યો હતો. તે ગોપાની સામે જોઇ રહ્યો. અને પછી શૂન્ય જેવા ફળી તરફ જોઈ રહ્યો. એને આજ એની ઘરવાળી સાંભરી આવી. એ હેાત તો આજ એને આધારે એ આ ચંડાળ જેવા દીકરાને જાકારો દઈ દેત ! પણ આજ હવે એ એકલો હતેા. દીકરીઓને કયારેક આવવા જાવાનું આ ઠેકાણુ હતું. એટલે એ મનનું ઝેર મનમાં પી ગયો. પણ એટલીવારમાં એના હૃદય ઉપર કરોડો જખમ જાણે થઈ ગયા હતા. તે ક્ષીણ અવાજે બોલ્યો : 'ગોપા ! આમ નો’તું કરવું !‘ {{gap}}ગોપો નીચે જોઇ ગયો. {{gap}}'હું જીવતો હતો ત્યાં સુધી મારી આ માવડીયુંને તેં રાખવા દીધી હોત !' {{gap}}ગોપાની જીભ હવે કામ કરી શકી. {{gap}}'હાડકાનાં માળખાં સાચવવાનું આતા ! તમને કેમ સુજે છે ? તમને ખબર છે, અત્યારે કાંક મળે છે, પછી તેા ખોટી બદામ પણ નહિ આવે!' {{gap}}કેટલા મળ્યા–એમ પૂછવાની હિમ્મત ચાલી નહિ. તે ઊભો થઇ ગયો. ફળીમાં જે ખીલે ઢોર બંધાતાં હતાં ત્યાં આંટો મારી આવ્યો. આવીને પાછો ખાટલે બેસી ગયો....અને પછી નાનકડા છોકરાની પેઠે રડી પડ્યો!<noinclude></noinclude> 9a16gdkx4lk9i9y6c0prhw59vx2n6ot પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૧ 104 72645 221112 220844 2026-04-10T17:17:27Z Amvaishnav 156 /* Proofread */ 221112 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૨}}</noinclude>{{center|[૫]}} {{gap}}સાંજ સુધી બાપ દીકરો બોલ્યા નહિ. પણ છેક સાંજે ગોપાએ આશ્વાસન આપતો હોય તેમ ભાજલને કહ્યું : 'આતા! આજ એક પચીશનો વધારે થઇ ગ્યો ! ' {{gap}}‘ શેમાં ?’ {{gap}}'આ ઇમાં જ તો-નોટુમાં...ઇ તો પૈસો પૈસાને આણે...' {{gap}}પૈસા વિષેનો ગોપાનો ખ્યાલ ભોજલથી જુદોજ પડી ગયો હતો. ભોજલે કાંઇ હોંકારો આપ્યો નહિ. {{gap}}'કેમ બોલ્યા નહિ ?' {{gap}}ભોજલે હજી પણ કાંઇ ઉત્તર વાળ્યો નહિ. {{gap}}'તમને આ ગમ્યું નથી લાગતું !' {{gap}}'વિશવાભગ કરનાર કોઈને બે પાંદડે થાતો જોયો નથી !' ભોજલ બોલ્યો: 'તને ગમ્યુંં તે ખરું દીકરા, અને સાચું ના, હું કેટલા દી'નો મેમાન !' {{gap}}બાપ દીકરો પછી વાળુ કરીને સૂઈ ગયા. {{center|[ ૬ ]}} {{gap}}ગોપાનું મન ટેબલના ખાનામાં પડેલી નોટુમાં હતું. એને પહેલાં મનમાં એવો ભો હતો કે વખતે એના બાપ સાથે ઝધડો થાશે, પણ જાણે બધું તજી દીધું હાય તેમ ભોજલ મુંગો મુંગો વાતને ઘોળીને પી ગયો, એટલે ગોપાને એ ઇષ્ટાપત્તિ જેવું જ લાગ્યું હતું. આટલી સહેલાઇથી વાત પતી જાશે એમ એણે ધાર્યું ન હતું! {{gap}}સવારે ચારેક વાગે એણે દીવો ચેતાવ્યો. આજ તો હવે દનીયાવાળા આવે તો પૈસા દઈને ચાનું દુધ લેવાનું હતું. પણ એ બધું નવેસરથી રચવાના ઉત્સાહમાં હતો. ભોજલતે એણે કાલે રાતે બે ત્રણ વખત બહુ ખિન્ન ને સુંઢમુંઢ થતો જોયો હતો. પણ એ તો<noinclude></noinclude> 3xq4o92yiu1tqdvth4gl5k3usk69a21 સભ્યની ચર્ચા:BrijMusic 3 72700 221113 2026-04-10T18:09:44Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221113 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=BrijMusic}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૩:૩૯, ૧૦ એપ્રિલ ૨૦૨૬ (IST) ihn56q14px7v7mslcwdugyvv62zemp0