વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૫ 104 72685 221188 221182 2026-04-16T16:12:56Z Amvaishnav 156 /* Proofread */ 221188 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''હજારો''' દિવસમાંથી એક જ દિવસ યાદ છે : પ્રકાશનો અને પ્રેમનો. {{સ-મ| |◎ | }} {{gap}}'''રોવું''' હોય ત્યારે હું એકાંત શોધું છું : હસવું હોય ત્યારે મિત્રો. {{સ-મ| |◎ | }} {{gap}}'''સમુદ્રને''' કિનારે તારો પગરવ કેમ સંભળાય છે ? બધે જ તુ છે એટલા માટે, કે બીજે ક્યાંય તું નથી, એટલા માટે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' નામ માટે જીવે છે, કોઈ લક્ષ્મી માટે જીવે છે, કોઈ સ્ત્રી માટે જીવે છે: નીલાછમ ટેકરાઓ ઉપર કાંઈ પણ હેતુ વિના રખડવા માટે તો, હું એકલેા જ જીવું છું. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઘણી''' વખત રાત્રિ ગંભીર હોય છે, ચળકતા તારા તેને વધારે ગંભીર બનાવે છે, ત્યારે એક જ અણઉકલ્યો સવાલ હૈયામાં આવે છે : 'આ બધું કોણે કર્યું અને શા માટે ?'<noinclude></noinclude> 3da0yrgamustb5asxkrrwbtma9v20yl પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬ 104 72686 221189 221007 2026-04-16T16:20:46Z Amvaishnav 156 /* Proofread */ 221189 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|રજકણ||૩}}<hr>'''</noinclude> {{gap}}'''ઊંચામાં''' ઊંચા શિખર ઉપર બેસવા માટે હું એક હજાર ને એક જિંદગી ગુમાવવા તૈયાર હું : પણ શરત એટલી કે તે ઊંચામાં ઊચુ હોવું જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''મધરાત'''ના સુમસામ અધકારમાં કોઈ વખત જરા જેટલો શબ્દ થઈ જતો સાંભળ્યો છે? આત્માનો અવાજ એટલો જ શાંત હોય છે, ને એટલો જ વેધક. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઘણા''' પ્રકારની મીઠાશ દુનિયામાં છે : છાના દર્દની તોલે આવે એવી એમાંની એકે નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''એણે''' કહ્યું કે તમે દુઃખથી હાર્યા છો : મેં કહ્યું કે તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સ્વર્ગમાં''' ને પૃથ્વીમાં બહુ ફેર નથી. શ્રમ ને પ્રેમ બે સાથે હોય ત્યાં સ્વર્ગ, એ બે જુદાં એટલે પૃથ્વી.<noinclude></noinclude> 8srjo2x0k542jb8tlmiyukeloiavg6g 221192 221189 2026-04-16T16:39:49Z Amvaishnav 156 221192 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૩}}<hr>'''</noinclude> {{gap}}'''ઊંચામાં''' ઊંચા શિખર ઉપર બેસવા માટે હું એક હજાર ને એક જિંદગી ગુમાવવા તૈયાર હું : પણ શરત એટલી કે તે ઊંચામાં ઊચુ હોવું જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''મધરાત'''ના સુમસામ અધકારમાં કોઈ વખત જરા જેટલો શબ્દ થઈ જતો સાંભળ્યો છે? આત્માનો અવાજ એટલો જ શાંત હોય છે, ને એટલો જ વેધક. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઘણા''' પ્રકારની મીઠાશ દુનિયામાં છે : છાના દર્દની તોલે આવે એવી એમાંની એકે નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''એણે''' કહ્યું કે તમે દુઃખથી હાર્યા છો : મેં કહ્યું કે તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સ્વર્ગમાં''' ને પૃથ્વીમાં બહુ ફેર નથી. શ્રમ ને પ્રેમ બે સાથે હોય ત્યાં સ્વર્ગ, એ બે જુદાં એટલે પૃથ્વી.<noinclude></noinclude> h5hjynefq709dastso6ictkboown3r7 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭ 104 72695 221190 221102 2026-04-16T16:26:26Z Amvaishnav 156 /* Proofread */ 221190 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''વિયોગનાં''' આંસુને ચૂમનાર બાળક છે ત્યાં સુધી ફિલસૂફીનાં થોથાં કોણ ઉઘાડે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''નીરસ''' સંયમ એ આપધાત છે. ધર્મના અંચળામાં એ છુપાવેલો છે એટલું જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''આવેશ''' જ્યારે ઉલ્લાસનો ઝખ્મ પહેરે છે ત્યારે, અને પુરાણી જ્યારે એક જ સૂરે કથા વાંચે છે ત્યારે, એક અદૃશ્યમૂર્તિ ધીમે ધીમે ત્યાં સંતોષથી હસે છે: અને તે મૂર્તિ સેતાનની છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિરાશાના''' રામુદ્ર જેવા મોટા રણમાં તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે, તે મજાની ખાતર, હું ધોળાં ફૂલ, રૂપેરી ચાંદની અને કોયલનો સૂર ત્રણે જતાં કરું. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયાનું''' મોટામાં મોટું કરુણ નાટક, માણસના હૃદયમાં હરેક પળે ભજવાઈ રહ્યુ છે.<noinclude></noinclude> sr8ljzvchhoikrb7q6x20qsi0jzxnsg પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮ 104 72696 221191 221103 2026-04-16T16:38:30Z Amvaishnav 156 /* Proofread */ 221191 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૫}}<hr>'''</noinclude> {{gap}}'''મને''' બે ચીજ સૌથી વધુ વહાલી છે: શ્રમ અને દુ:ખ. દુ:ખ વિના હૃદય નિર્મળ થતું નથી : શ્રમ વિના મનુષ્યત્વ સમજાતું નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''એણે''' કહ્યું કે તમે નિરાશાવાદી છો. મેં કહ્યું કે સાથે બેસીને ઘડેલું સ્વન છિન્નભિન્ન કરનાર કોઈ મિત્ર તમને મળ્યા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''હું''' નિરાશ થયો છું? પરાજયથી હાંફી ગયો છુ ? ના, ના, એવું કાંઈ જ નથી. વિશ્વાસના સમુદ્રમાં પડેલું, ઝેરનું એક બિંદુ ધેાવા માટે, આટલી જહેમત ઉઠાવી રહ્યો છું. {{સ-મ| |◎ | }} {{gap}}'''પાનખર ઋતુ જોઈ ને વૃદ્ધાવસ્થા યાદ આવી, – પણ આ શું? વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે સુંદર પ્રભાતના રંગ જેવી, કુમળા પાનની ટીશી ક્ચાંથી ?<noinclude></noinclude> p6wtxx1vic8rhu94jvjxgb4teloieku પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯ 104 72697 221193 221104 2026-04-16T16:46:39Z Amvaishnav 156 /* Proofread */ 221193 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''પરાજય ?''' – પરાજયથી તો હું ભડકતો નથી. નાના નાના વિજય જોઈ ને ગભરાટ છૂટે છે. એવા નાના નાના વિજયમાં સંતોષ માનીને, પરાજયનો આનંદ ગુમાવનારા ઘણા હોય છે, એવો તો હું નહિ અની જાઉં ના ? {{સ-મ| |◎ | }} {{gap}}'''એણે''' કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારો છો. મેં કહ્યું કે મીઠી જબાનવાળા, વિવેકી મનુષ્યનો તમને પરિચય નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''હું''' ગાંડો છું ? ઉદ્ધૃત છું ? ના, વધારે સ્પષ્ટ છું. એમાં કુનેહ નહિ હોય, પણ સિદ્ધાંતવાદી વળી, કુનેહનાં રમકડાંથી રમે ખરો ? {{સ-મ| |◎ | }} {{gap}}'''દિવસે''' તો, ફિલસૂફ જેવા ભાવહીન આકાશ કરતાં મોજમાં ઉછળતો સમુદ્ર વધારે સુંદર લાગે છે. પણ રાત્રે ?<noinclude></noinclude> 905p77va0ciq5r0ypjxr2mi22rn4teo