વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૦ 104 72743 221562 221223 2026-04-23T16:09:26Z Amvaishnav 156 /* Proofread */ 221562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૩૭}}<hr>'''</noinclude> {{gap}}'''મનુષ્ય''' જીવનને હણનારું સૌથી સુંદર સાધન ‘કલા’ થઈ શકે છે. પિરામીડની ભવ્યતા પાસે એણે ખોબો ભરીને પીધેલ મનુષ્યના લોહીનો હિંસાબ ગણાતો નથી. કલા રહે છે; મનુષ્યનું લોહી સુકાઈ જાય છે. એ લોહીને આજે સજીવન કરીને બોલતું બનાવવું એ આ યુગનો–નામની કલા, નામની સંસ્કૃતિ, નામની ઉચ્ચતા અને હંફાવનારો માનવતાનો સાદ પડ્યો છે. દાંભિક સંસ્કાર અને જંગલીપણું–એ બેમાં જંગલીપણું પસંદ કરવા જેવી વસ્તુ છે.. જંગલી, જીવન જાણે છે, માણે છે, અને વધારે સંસ્કાર મેળવવા યત્ન કરે છે. દાંભિક સંસ્કારી-મનુષ્યના લોહી પર આંસુ ન પાડનારો અને કલાના અવશેષ પર વારી જનારો દાંભિકસંસ્કારી–જંગલી નથી; કારણ કે જંગલીપણું પણ અમુક પ્રકારની ઝનૂનભરેલી સચ્ચાઈ માગે છે.<noinclude></noinclude> s8hnb80rf24hqi4iui9dzmdeafe5rjz પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૧ 104 72744 221563 221224 2026-04-23T16:14:39Z Amvaishnav 156 /* Proofread */ 221563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૩૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' મિત્રની નોંધપેાથીમાં વાંચ્યું : બે મારવાડી બાઈઓ ભર્યે ગાડે જુતી છે; અને એક શેઠાણી મેાટર હાંકવાનો પ્રયત્ન કરતી હોય છે. જેને દૃષ્ટિ હોય તે જોઈ લે કે બોલ્શૈવીઝમ અથવા કોઈ પણ 'ઈઝમ'નાં બીજ આંહી પોષાય છે. એક જીવન જીવવા શરીર નીચોવી નાખે છે, બીજી વખત ગાળવા જીવન નીચોવી નાખે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઘણી''' વખત સિદ્ધાંતના પૂજારીઓ, દેવના પૂજારીઓની માફક કે કાયદાશાસ્ત્રીઓની માફક, સિદ્ધાંત અને વર્તન વચ્ચે એક નાની સરખી ખાડી રાખી મૂકે છે. જેના જીવનમાં એ ખાડી નથી હોતી તે મનુષ્ય દુનિયા ફેરવી નાખે છે : પછી તે ગમે તે વાદનો લડવૈયો હોય.<noinclude></noinclude> 27q6047cmn64zpqjg6jci44zuxo2q12 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૨ 104 72745 221564 221226 2026-04-23T16:19:30Z Amvaishnav 156 /* Proofread */ 221564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૩૯}}<hr>'''</noinclude> {{gap}}'''જે''' કોઈ ને પણ પરતંત્ર બનાવતાં ધ્રૂજે તે સ્વતંત્રતાનો ખરો સિપાહી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સ્વાતંત્ર્યનું''' ખરું વાતાવરણ પરતંત્ર રહેવાનું અશક્ચ મનાવે છે. માનવજીવનની જ્યોતિને જે આટલેા સ્પર્શ કરી શકે તે જ ખરો સ્વતંત્રતાવાદી છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દરેક''' લેખક ચોર હોય છે: કેટલાક લખાણમાંથી ચોરે છે, કેટલાક જીવનમાંથી. {{સ-મ| |◎ | }} {{gap}}''''પરાજયનો''' ડંખ અને વિજયના ગર્વ : જેના હૃદયમાં આ બે વસ્તુ છે તે કદી પણ સાચો યોદ્ધો કે સાચો મનુષ્ય બની શકતો નથી.<noinclude></noinclude> l7tyyl7kqk4hpw4fh91ip2h7x3gk2bb પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૩ 104 72746 221565 221227 2026-04-23T16:27:34Z Amvaishnav 156 /* Proofread */ 221565 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૪૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''મનુષ્યની''' કિસ્મત અમૂક પ્રસંગોમાં છે. એ પ્રસગોને એમ ને એમ પસાર થવા દેનાર મનુષ્ય જીવનનાં ઘણાં ઘણાં રહસ્યો જાણ્યા વિનાજ જીવન જીવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' નિર્ભય છે ને જેનામાં સાચો આનંદ છે-હૃદયમાંથી જન્મતો, માત્ર સાધનાથી મેળવેલો નહિ—તેણે ઇશ્વરને નકારવાની કે હકારવાની કાંઈ પણ જરૂર નથી. જે હશે તે સ્વયં એનામાં ઊગશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''હલાહલ''' ઝેરમાં અમૂક પ્રકારની અદ્ભુત મીઠાશ હશે; જો કે કોઇએ એ શોધી નથી. સ્વતંત્રતામાં એવી જ અદ્ભુત મીઠાશ છુપાઈ રહી છે, અને એના આશકોએ એને શેાધી છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અનેક''' મનુષ્યોને જાણ્યા વિના તેમની વચ્ચે રહેવું એ મોટામાં મોટો માનસિક રોગ છે.<noinclude></noinclude> 9i8uwdiuae1ymvigzt1cu7bs70fevnr પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૪ 104 72747 221566 221228 2026-04-23T16:33:50Z Amvaishnav 156 /* Proofread */ 221566 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૪૧}}<hr>'''</noinclude> {{gap}}'''અતિ''' રસિકતામાંથી જન્મેલી શુષ્કતા, અતિ તર્કમાંથી જન્મેલા જ્ઞાનની માફક જીવનને સૂકવી નાખે છે. જીવનના હજારો સાદા પ્રસંગોમાંથી જે મનુષ્ય રસસંગ્રહ કરી શકતો નથી, તે ઘણું કરીને રસિક પણ નથી, અને ફિલસૂફ પણ નથી, એણે જીવનનું દૃષ્ટિબિંદુ જ ગુમાવ્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જેને''' જીવનમાં બધુ જ ગમ્ય છે. તેને કાંઈ જ ગમ્ય નથી. જેને જીવનમાં · 'ક્યાંથી?’ અને 'ક્યાં ? એ બે પ્રશ્નો કોઈ પણ વખત આવ્યા નથી, તેનામાં ભલે ગમે તેટલું ડહાપણ હોય, ભલે વ્યવહારદક્ષ અને વિવેકી મનાતો હોય. ભલે પરાક્રમી અને પુરુષાર્થી ગણાતો હોય, ભલે તે જબરા આશાવાદી તરીકે ખપતો હાય, છતાં તેને જીવનનું સઘળું જ રહસ્ય ગમ્ય છે, કારણ કે તેને કાંઈ જ ગમ્ય નથી.<noinclude></noinclude> 3nophdmsl010hq27vaue1vwg05pw26s સભ્યની ચર્ચા:Krdbot 3 72937 221567 2026-04-24T06:44:10Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221567 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Krdbot}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૨:૧૪, ૨૪ એપ્રિલ ૨૦૨૬ (IST) q6hv2lzeeg4jkyrksv7tkcafznwcvvs