વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૫
104
72758
221584
221239
2026-04-26T15:55:42Z
Amvaishnav
156
/* Proofread */
221584
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૫૨||રજકણ}}
'''</noinclude>
{{gap}}'''આજે''' જ જીવન પૂરું થાય એવી હિમ્મતપૂર્વક હા પાડું છું. આજે જ, ભલે, મૃત્યુ આવે.

{{gap}}ભલે એની યાતના ગમે તેટલી હો, ભલે એનો સ્વાંગ ભયંકર હો.
{{gap}}પરંતુ શરત એટલી કે—
{{gap}}એ આષાઢી મેઘલી રાત, જમનાનાં જળ, પેલી માધુરી બંસી, અને એ શ્યામસુંદર કનૈયો. આ બધી કવિઓની કલ્પના હોય કે ચિત્રકારોની રમ્ય સુષ્ટિ હોય, પણ—
{{gap}}એ આખો દેખાવ નજરે તાદૃશ જોવા મળે તો—એ દૃશ્ય ફરી જોવા માટે તો હજાર જીવનનું મૂલ પણ ઓછું લાગે છે.
{{gap}}મેઘલી કાળી રાત જામી જોય; ઝીણી બુંદે વરસાદ આવતો હોય; અને સંસ્મરણેાના લાં. . .બા લાં. . .બા પથને છેડે એની સ્મૃતિ નજરે ચડતી હોય;
બસ, જીવનમાંથી આના કરતાં વધારે કાંઈ પણ મળે એવી મને આશા નથી; આકાંક્ષા પણ નથી.<noinclude></noinclude>
ntki00bozknqhc47aspoqepmowmwho5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૬
104
72759
221585
221240
2026-04-26T16:02:24Z
Amvaishnav
156
/* Proofread */
221585
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૫૩}}
'''</noinclude>
{{gap}}''' ‘તું''' દેવ છે એમ ?’

{{gap}}'મનુષ્ય કરતાં ઉચ્ચ પણ ખરો ? વાહરે !’

{{gap}}'પણ તારું કામ શું ? તું શું કરે એટલું તો કહે ? '

{{gap}}'કામ નહિ કાં ? સુખમાં રાચવું ને દુઃખથી દૂર ભાગવું. દુ:ખ તને સ્પર્શે જ નહિ એમ ? તું દેવ છે કાં ?'

{{gap}}‘ ભાઈ ! ત્યારે તો તું ભલે દેવ રહ્યો, મને તો મનુષ્ય જ રહેવા દે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આ''' સમાજ જો લગ્નવ્યવહારને પ્રેમ ઉપર નિર્ભર ન કરી શકે તો બહેતર છે કે તે વ્યભિચાર પ્રત્યેનો તિરસ્કાર છોડી દે, એને રૂઢિ માનીને પોતાનામાં
ભેળવી દે. વ્યભિચારી સમાજ, છાના દંભી સમાજ કરતાં વધારે પવિત્ર ન ગણાય ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દોષ''' હોય છતાં દેખાતો ન હોય તો માણસ પોતાને સહીસલામત માને છે.<noinclude></noinclude>
3cnr8epcigga7ymskva3um197uro4af
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૭
104
72760
221586
221241
2026-04-26T16:08:11Z
Amvaishnav
156
/* Proofread */
221586
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૫૪||રજકણ}}
'''</noinclude>
{{gap}}'''સ્ત્રીનું''' બંધન બને-અને તે પણ લગ્ન જેવા વિષયમાં-એ આજનું
મોટામાં મોટું સામાજિક પાપ છે. સ્ત્રી પ્રેમ મેળવવાને સ્વતંત્ર હોવી જોઈએ. પુરુષ પ્રેમ કરવાને સ્વતંત્ર હોવો જોઈએ. લગ્નમાં વર્ણ, હેતુ, જ્ઞાન, લક્ષ્મી કે વય કોઈ પણ જાતનું બંધન જ નહોય; પ્રેમ એ એક જ લગ્નનો હેતુ હોઈ શકે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વાહ''' રે ! કવિ ! તું પણ કોઈ અજબ મનુષ્ય લાગે છે.
{{gap}}હૃદયનું ખળ કવિતામાં રેડવાને બદલે જીવનની નખળાઈ કવિતામાં ગાય છે!
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' સમાજ નવાં નવાં બળ પોતાનામાં સમાવવા માટે ખળભળી ઊઠતો નથી તે સમાજ જ નથી : સમાજનું પ્રાથમિક લક્ષણ જ માગી લે છે કે તેમાં હમેશાં કુવ્યવસ્થાને હણનારી અવ્યવસ્થા જન્મવી જ જોઈએ<noinclude></noinclude>
gt883jco0lhn4t9n4t4zgnlbczyhrh5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૮
104
72761
221587
221242
2026-04-26T16:15:45Z
Amvaishnav
156
/* Proofread */
221587
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૫૫}}
'''</noinclude>
{{gap}}'''વ્યભિચાર'''- {{SIC|કુંળા|કુમળા}} ઘાસની અંદર છુપાયેલો સર્પ જેવો ભયંકર અને દગાખોર વ્યભિચાર માણસ કોઈ વખત ભૂલ કરી બેસે એમાં નથી; પણ હંમેશના બંધન નીચે દરરોજ માનિસક યાતના ભોગવતા અને હરઘડીએ મૃત્યુ પામતા લગ્નમાં રહ્યો છે. છૂટો છવાયો કે ખુલ્લો વ્યભિચાર એ આ માનસિક યાતના
ભોગવનાર લગ્નની તુલનામાં સદ્ગુણ છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મને''' ફક્ત એક વખત એ ચહેરો જોવા મળો: જે ફૂલમાં સુગંધરૂપે ને મનુષ્યમાં પવિત્રતારૂપે છૂપાઈ રહ્યો છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''નકલ''' એ વિકાસ નથી. પુરુષની નકલ કરવા નીકળનારી સ્ત્રી વિકાસ પામે છે એમ કહેનાર પોતે પોતાનુ અજ્ઞાન—અને નારીજાતિ પ્રત્યેનું અપમાન—બન્ને એક સાથે પ્રકટ કરતો નથી ?<noinclude></noinclude>
oaz24j34iuiupkqgchndvtccbe4a73z
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૯
104
72762
221588
221243
2026-04-26T16:22:57Z
Amvaishnav
156
/* Proofread */
221588
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૫૬||રજકણ}}
''' '</noinclude>
{{gap}}'''ચૌવન,''' યશ અને જીવન, સર્વસ્વ અર્પણ કરવું પડે એવા પ્રશ્નો જ્યારે સમાજમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ સમાજ એક ઘડી પણ સ્થિર રહી શકતો
નથી. એણે અદલવું જ પડે છે; અથવા ટળી જવું પડે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિકાસ''' સ્વતંત્ર, સ્વયંભૂ અને સહજ હોય છે: વિકારમાં પરાધીનતા, નકલ અને કૃત્રિમતા હોય છે: સ્ત્રીનો વિકાસ એના પોતાના માનસમાંથી જ જન્મવો જોઈએ. પ્રેમનુ સામ્રાજ્ય છોડીને શક્તિનું સામ્રાજ્ય મેળવવા મથવું તે પાયાને તોડીને મકાન ચણવા ખરાખર છે. પ્રેમ એ જ શું અમોઘ શક્તિ નથી ? સ્ત્રી પ્રેમમૂર્તિ છે અને પ્રેમમૂર્તિ જ રહેશે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પ્રયત્ન''' એ કેવળ મનુષ્યનો પોતાનો અંગત પ્રશ્ન છે. એનો જય દુનિયા જુએ અને વખાણે કે પરાજય જુએ અને નિંદે એમાં એની કિંમત વધતી કે ઘટતી નથી.<noinclude></noinclude>
icr4rj5lmxdd4xu6qziqqkol0qy4y20
સભ્યની ચર્ચા:Dr.Hargovan Desai
3
72938
221589
2026-04-27T01:03:08Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
221589
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Dr.Hargovan Desai}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૬:૩૩, ૨૭ એપ્રિલ ૨૦૨૬ (IST)
m4ytbue5fjwu2rn2ahjg9zk79c27b11