વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સૂચિ:Rajakan by Dhumketu.pdf
106
72367
221591
221423
2026-04-27T16:02:58Z
Snehrashmi
2103
221591
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=[[રજકણ]]
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ધૂમકેતુ
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=
|સરનામું=અમદાવાદ
|વર્ષ=
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=2
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1to13="-" 2="મુખપૃષ્ઠ" 14="1" />
|Volumes=
|ટિપ્પણી=
|Width=
|Css=
|Header='''<hr>{{rh|{{{pagenum}}}||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||{{{pagenum}}}}}<hr>'''
|Footer=
}}
0rgwq5avh44er2hw0zm2mmb85k5skj5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૩૬
104
72729
221593
221557
2026-04-27T16:14:10Z
Snehrashmi
2103
221593
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૨૩}}<hr>'''</noinclude>
{{gap}}'''કેટલાક''' મોટા ગણાવા માટે મથે છે; કેટલાક મોટા થવા માટે મથે છે; પહેલો વર્ગ જિંંદગીનો વેપાર કરે છે. બીજો વર્ગ જિંદગી ઘડે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''લોકો''' એમ માને છે કે સૌંદર્ય, કવિતા, કલ્પના, સાહિત્ય, ચિત્ર, શિલ્પ, એ સઘળામાં રસ લેવો એનું નામ કલાવૃત્તિ છે; ખરી વાત એ છે કે એ સઘળાંને જીવનમાંથી રસ આપવો એનું નામ કલાવૃત્તિ છે. લોકો કલામાં શોખ જુવે છે, ખરી રીતે એમાં વિકાસ જોવો જોઈએ. એને ભીંતે રાખીને નીરખવાની રમત એ તો શ્રીમંતોની ચંચલવૃત્તિનો પડઘો માત્ર છે. ખેલાડીને મન ખેલ એ જેમ જીવનનિર્વાહની, જીવનસંયમની, જીવનવિકાસની સાધના, તેમ જ કલાનું હોવું જોઈએ. એમાં જીવનનિર્વાહ, જીવનસંગ્રામ, જીવનવિકાસ ત્રણે ધ્યેય મૂર્તિમંત બનવાં જોઈએ.
{{nop}}<noinclude></noinclude>
4gvconu1njucx9z9lt7b8r1jjkq1j7z
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૩૭
104
72730
221594
221558
2026-04-27T16:15:37Z
Snehrashmi
2103
221594
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૨૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''પવિત્રતા''', ધર્મ, અને પુરુષપ્રયત્ન, એ ત્રણેને જુદાં જુદાં માનનાર એકને માનતો નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનસંગ્રામ''' અને જીવન શોધન બન્ને એક જ પરિસ્થિતિનાં બે અડધિયાં છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કાદવમાં''' જન્મ પામવો એ અકસ્માત છે: એમાં મહત્તા પણ નથી, અને લઘુતા પણ નથી. પણ એમાંથી કમળ બનવું એમાં ખરી ખૂબી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આકાશગંગા'''–કેટલાક માને છે કે પવિત્રતાનો આછો પ્રવાહ છે; બીજા કહે છે કે ધર્મનાં રેખાચિત્રો છે; ખરી રીતે તે એ પુરુષ–પ્રયત્નનો તેજોરાશિ છે.
{{nop}}<noinclude></noinclude>
4yxp7t6nptkdtf0yuzz2o41tg5wyx3b
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૩૮
104
72731
221595
221568
2026-04-27T16:18:02Z
Snehrashmi
2103
221595
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૨૫}}<hr>'''</noinclude>
{{gap}}'''માણસ''' ગમે તે કામ કરે, કડિયાનું, કારીગરનું કે કલાકારનું પણ જ્યાં એનું હૃદય આનંદ પામતું નથી, એ દરેક કામ એને પોતાને મનુષ્ય તરીકે નીચે ઉતારે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' મનુષ્ય પોતાના વિષે કોઈ પણ દિવસ ચિંતન કરતો નથી, તે વર્ષોનાં વર્ષો જીવે છતાં કાંઈ જ કરતો નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઘણાં''' ખરાં મનુષ્યો આખો દિવસ કામ કરે છે, ઘણાં ઉદ્યોગી હોય છે, પણ એ ઉદ્યોગ આળસને કેમ સારું કરી દેખાડવું એવો જ હોય છે. એ ઉદ્યોગને મુકાબલે નિરુદ્યોગીનું એકાંત ચિંતન વધારે સારું.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આ''' જ સત્ય છે, અને બીજું સત્ય નથી, એમ કહેવામાં જ અસત્યનો અંશ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
q5tgsxzbtf5pnwz3xje8zp1yzwm0phe
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૩૯
104
72732
221597
221569
2026-04-27T16:19:09Z
Snehrashmi
2103
221597
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૨૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જેને''' જાણવાની ઈચ્છા થાય એણે પોતાનું જીવન પહેલું જાણવું. સઘળું જાણવાનું ત્યાંથી જ શરૂ થાય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જેણે''' કોઈ દિવસ અમુક પરિસ્થિતિ પસાર કરીને નૈતિક બળની તુલના, પોતા પૂરતી કરી નથી, તે મનુષ્ય નીતિમાન–અનીતિમાન કાંઈ નથી. તેનામાં અનીતિની ગેરહાજરી એ સદ્ગુણ નથી; પણ અજ્ઞાનનો દુર્ગુણ છે. કસોટીએ ચડાવ્યા વિનાનું કહેવાતું નૈતિકબળ એ યંત્ર જેવી જડ અવસ્થા છે. એ વખતે તારે, પણ ઘણું ખરું ડુબાડે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પોતાનામાં''' દોષ નથી એમ ટેવથી માનનારો મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય પણ અભણ જ છે; જ્યારે પોતાનો માત્ર એક જ દોષ જોઈને એ દોષને કાઢવા મથનારો મનુષ્ય અભણ છતાં વિદ્વાન છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
furhal3mepiuqep0yf585trjobb0brk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૦
104
72733
221598
221570
2026-04-27T16:20:43Z
Snehrashmi
2103
221598
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૨૭}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' વાચન ચિંતન પ્રેરે નહિ, તેમ જ જે વાચન ચિંતન માટે હોય નહિ, તે વાચન, જેવું દારૂનું, બીડીનું, તમાકુનું વ્યસન છે, તેમ નિરૂદ્યોગીનું વ્યસન છે. ઘણા ખરાં મનુષ્યો વ્યસન તરીકે જ વાંચે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''હૃદય–દૌર્બલ્યમાંથી''' જન્મેલો સંતોષ, મનુષ્યને તૃપ્તિનો આનંદ આપતો નથી, અને અજ્ઞાનથી મળેલા દારિદ્રય તરફ જડતાભરેલી શ્રદ્ધા પ્રગટાવે છે. સંતોષ એ મનુષ્યનો પરમ મિત્ર છે; અને એના જેવો ભયંકર દુશ્મન પણ બીજો કોઈ નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''શક્ય''' હોય કે અશક્ય, પણ જે સત્ય છે તે જ ધ્યેય રહેવું જોઈએ; અશક્યતાની એવી જબ્બર ખડકો સાથે સત્યનો અફળાઈ ને ભૂક્કેભૂક્કો થઈ જાય છે, ત્યારે તેમાંથી જ મનોરમ નવી સૃષ્ટિ રચાય છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
o8atw0n8gm26xtdgssv493yqbg8w9p6
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૧
104
72734
221599
221571
2026-04-27T16:25:44Z
Snehrashmi
2103
221599
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૨૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કસોટી''' પર ચડ્યે જે સોએ સો ટકાનો ટંચન જેવો જવાબ વાળે તે સંસ્કાર. ઘણાખરાં મનુષ્ય વાંચેલા દેખાય છે. કેટલાક વિદ્વતાને ડોળનું સાધન માને છે: બીજાને મન એ યશપ્રાપ્તિનું અંગ છે. આજીવિકા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. અને પરિણામે ઘણી વખત સમય ઉપર જવાબ વાળનારો દસ વર્ષનો છોકરો જેટલો સંસ્કારસ્વામી હોય છે, તેટલો સો વર્ષનો અનુભવાર્થી કે વિદ્વાન નથી હોતો. સંસ્કારનું બીજ કલ્પનાની ભોમ માગે છે, પ્રેરણાનુ જળ માગે છે : અને મુશ્કેલીભર્યું મેદાન માગે છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
jaa9wahzgr8ufngjn9ud91o0gd72ijq
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૨
104
72735
221592
221483
2026-04-27T16:12:44Z
Snehrashmi
2103
/* Validated */
221592
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૨૯}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' મનુષ્ય હંમેશાં સંસ્કારી બનવા પ્રયત્ન કરી રહ્યો છે, તે જ ખરી વિદ્યાનો ઉપાસક છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''તકથી''' મળેલો વિજય ઝાકળના બિંદુ જેવો છે; ખોટો અને ક્ષણિક.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કોઈ''' પણ જાતના સાધનમાંથી જન્મેલું અભિમાન અને વિલાસમાંથી જન્મેલું આળસ આ બે દોષ જેનામાં હોય તે ગરીબ હોય તો પણ શ્રીમંત છે અને શ્રીમંતાઈના ગુણવિનાનો હોવાથી એ ગરીબ–શ્રીમંત વધારે ભયંકર પણ છે.
{{nop}}<noinclude></noinclude>
afi505qvmw1b9rvmk0yewqpsqm6pa8s
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૩
104
72736
221600
221484
2026-04-27T16:31:09Z
Snehrashmi
2103
/* Validated */
221600
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૩૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''અશક્ચતાના''' ખડક ઉપર સત્યની ખાતર ભૂક્કેભૂક્કા થઈ જવું એનું નામ જ મનુષ્યત્વ, પુરુષાર્થ, જીવન.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જ્ઞાન''' અને સંસ્કાર બન્ને ભિન્ન વસ્તુ છે. જ્ઞાન, નિષ્ક્રિયતાને શોભાનો વાઘો પહેરાવે; આળસને આરામનો વેષ સજાવે; અભિમાનને સંસ્કૃતિજન્ય માને: પણ સંસ્કાર તો જ્ઞાનને ગાળીને તેમાંથી ક્રિયા સરજાવે; એનો આરામ, એટલે ઓછો શ્રમ; એની ઉચ્ચતા નૈસર્ગિક મીઠાશ ભરેલી. સંસ્કારને મુકાબલે જ્ઞાન એ વ્યર્થ બોજો છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અત્યંત''' સુખ, ક્રૂર સ્વભાવ માટેનું એ સ્વાભાવિક પોષણ છે. પણ એ ક્રૂરતાના અસ્તિત્વનું તેના માલિકને ભાન હોતું નથી. જીવંત શક્તિનો આવો પક્ષઘાત, એ મૃત્યુના કરતાં પણ વધારે મોટું મૃત્યુ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
tgoyayytyxc7o5zdjczcub85tvuioqm
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૪
104
72737
221607
221485
2026-04-28T03:13:51Z
Meghdhanu
3380
/* Validated */
221607
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૩૧}}<hr>'''</noinclude>
{{gap}}'''સડી''' ગયેલી વસ્તુ માણસો જેટલી સહેલાઈથી ફેંકી દે છે, તેટલી જ
સહેલાઈથી સડી ગયેલા વિચારો ગ્રહણ કરી લે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મનુષ્યને''' સૌથી વધારે શ્રમ વિચાર કરવામાં પડે છે, માટે એ બનતાં સુધી ઉછીના અને ચાલુ વિચારોથી જ પોતાનો વ્યવહાર ચલાવે છે. મનુષ્યે
જીવનનિર્વાહ માટે વિચારોનું દારિદ્ર્ય આવશ્યક માન્યું છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પથરાની''' મૂર્તિઓ ઘરેણાં પહેરે અને ગરીબો શેરીઓમાં ટુકડા માટે રખડે, એ વસ્તુસ્થિતિ જ વિનાશને નિમંત્રે છે. વિનાશને મળેલાં સઘળાં આમંત્રણોમાં આ આમંત્રણ વધારે આકર્ષક છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દુનિયાના''' તંત્રમાં હજારો ફેરફાર થયા છે, અને થશે. માત્ર એક વાત અમર રહેવાની છે; સ્રી–પુરુષ અને પ્રેમ.<noinclude></noinclude>
l4n6m0jmc2260kxa4jfvlga0iehfjha
221608
221607
2026-04-28T03:14:15Z
Meghdhanu
3380
221608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૩૧}}<hr>'''</noinclude>
{{gap}}'''સડી''' ગયેલી વસ્તુ માણસો જેટલી સહેલાઈથી ફેંકી દે છે, તેટલી જ
સહેલાઈથી સડી ગયેલા વિચારો ગ્રહણ કરી લે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મનુષ્યને''' સૌથી વધારે શ્રમ વિચાર કરવામાં પડે છે, માટે એ બનતાં સુધી ઉછીના અને ચાલુ વિચારોથી જ પોતાનો વ્યવહાર ચલાવે છે. મનુષ્યે
જીવનનિર્વાહ માટે વિચારોનું દારિદ્ર્ય આવશ્યક માન્યું છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પથરાની''' મૂર્તિઓ ઘરેણાં પહેરે અને ગરીબો શેરીઓમાં ટુકડા માટે રખડે, એ વસ્તુસ્થિતિ જ વિનાશને નિમંત્રે છે. વિનાશને મળેલાં સઘળાં આમંત્રણોમાં આ આમંત્રણ વધારે આકર્ષક છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દુનિયાના''' તંત્રમાં હજારો ફેરફાર થયા છે, અને થશે. માત્ર એક વાત અમર રહેવાની છે; સ્રી–પુરુષ અને પ્રેમ.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
nmtdjzcmihx5s9wooqatz00uuqt5f58
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૫
104
72738
221609
221551
2026-04-28T03:15:59Z
Meghdhanu
3380
/* Validated */
221609
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૩૨||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''નબળાઈનાં''' આંસુ ! તમે કવિતારૂપે કાં વહો ? ગુપ્તવિકારનાં અગ્નિબિંદુ ! તમે જ કલારૂપે રહેશો ? ન જીવેલા જીવનના પડઘા ! તમારું નામ જ કલ્પના?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિજયમાળાનાં''' ઘણાંખરાં મોતી ખોટાં ફટકિયાં છે; સાચાં મોતી તો પરાજિત યોદ્ધાની આંસુવિનાની આંખમાં હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનનો''' સાચો મર્મ સમજનાર મનુષ્ય હરાકોઈ પળે મૃત્યુને માટે તૈયાર હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' આંસુ વજ્ર જેવા હૃદયમાંથી વહે છે એ કવિતા રચે છે; વિલાસની ભસ્મમાંથી સરજેલી સૌંદર્ય મૂર્તિ કલા ઘડે છે; અને જ્ઞાનશક્તિના અભાવે
જે સ્વપ્ન કોઈએ જોયું પણ નહિ એ સ્વપ્ન જેણે સાચું કરી બતાવ્યું એને કલ્પનાની રાણી કહે છે. કવિતા, કલા અને કલ્પના – જીવનનાં એ ત્રણ પરમ
અમૃતિબંદુ છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
m0m32w4xp34mf9fdb9k6x6xuy5v2407
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૬
104
72739
221610
221554
2026-04-28T03:17:47Z
Meghdhanu
3380
/* Validated */
221610
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૩૩}}<hr>'''</noinclude>
{{gap}}'''અનેક''' પ્રશ્ન અને અનેક પંથમાંથી, જે માણસ પોતાની એક નાની સરખી કેડી શોધી કાઢે છે, તેને જ જીવન–અરણ્યનો છેડો દેખાય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સાધુ'''પુરુષો જેને રેતીના કણ માને છે તેને જ સામાન્ય મનુષ્યો સોનાની રજ ગણે છે. એટલે સાધુપુરુષો મહત્ત્વાકાંક્ષાને ઠોકરે મારી મહત્તાની શોધ કરે છે; ને સામાન્ય મનુષ્યો મહત્તાને ઠોકરે મારી મહત્ત્વાકાંક્ષામાં રાચે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' બળની કોઈ ગણતરી કરી શકતું નથી તેનું નામ શ્રદ્ધા
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પૃથ્વીના''' પટ ઉપર જેટલા કીર્તિસ્થંભો ઊભા છે, એના કરતાં અનેક ગણા વધારે કીર્તિસ્થંભો પૃથ્વીના પેટાળમાં છે. એ અણલખ્યા ને અણરચ્યા કીર્તિસ્થંભો જ દુનિયામાં સાચી જીવનસુગંધ ફેલાવે છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
06h31d8wyifrl81dx9833hqhdfr1q0x
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૭
104
72740
221611
221556
2026-04-28T03:19:19Z
Meghdhanu
3380
/* Validated */
221611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૩૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' કોયડો અણઉકલ્યો પડ્યો હોય તેનો ઉકેલ કરવા મથવું એ માનસ સાચો પુરુષાર્થ બતાવે છે. એમાં અગમ્યતા જોવી એ આંધળી શ્રદ્ધાનું લક્ષણ છે; એનો ઉપહાસ કરવો એ અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે. સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે. અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માત્ર''' જીવંતમૃત્યુ પામેલો મનુષ્ય અને દર પળે જીવન જીવતો મનુષ્ય બે જ જણા સ્થિર રહી શકે છે. પહેલો પોતાના અજ્ઞાનથી, બીજો પોતાના જ્ઞાનબળથી.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
6kix4taxi4emmu7qh0iv554hll8mn9q
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૯
104
72762
221590
221588
2026-04-27T16:01:17Z
Snehrashmi
2103
/* Validated */
221590
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૫૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''યૌવન,''' યશ અને જીવન, સર્વસ્વ અર્પણ કરવું પડે એવા પ્રશ્નો જ્યારે સમાજમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ સમાજ એક ઘડી પણ સ્થિર રહી શકતો
નથી. એણે અદલવું જ પડે છે; અથવા ટળી જવું પડે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિકાસ''' સ્વતંત્ર, સ્વયંભૂ અને સહજ હોય છે: વિકારમાં પરાધીનતા, નકલ અને કૃત્રિમતા હોય છે: સ્ત્રીનો વિકાસ એના પોતાના માનસમાંથી જ જન્મવો જોઈએ. પ્રેમનું સામ્રાજ્ય છોડીને શક્તિનું સામ્રાજ્ય મેળવવા મથવું તે પાયાને તોડીને મકાન ચણવા બરાબર છે. પ્રેમ એ જ શું અમોઘ શક્તિ નથી ? સ્ત્રી પ્રેમમૂર્તિ છે અને પ્રેમમૂર્તિ જ રહેશે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પ્રયત્ન''' એ કેવળ મનુષ્યનો પોતાનો અંગત પ્રશ્ન છે. એનો જય દુનિયા જુએ અને વખાણે કે પરાજય જુએ અને નિંદે એમાં એની કિંમત વધતી કે ઘટતી નથી.
{{nop}}<noinclude></noinclude>
kj2n80jpecru99lffeyq513igugacqi
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૦
104
72763
221596
221244
2026-04-27T16:18:59Z
Amvaishnav
156
/* Proofread */
221596
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૫૭}}<hr>'''</noinclude>
{{gap}}{{SIC|'''અંતર'''|'''અંદર'''}} અને બહાર સઘળે અનુપમ જીવંત શાંતિ લાગે, એવી પળ તો એકાદ હજાર વર્ષે એકાદ મનુષ્યના હૃદયમાં પ્રગટે છે.
એવી ધન્ય પળે પ્રગટેલા શબ્દો કેવળ ચૈતન્યમય હોઈ વર્ષોનાં વર્ષો સુધી, મૂળતત્ત્વની માફક એવા ને એવા સુંદર અને શાન્ત રહી શકે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દારૂને''' અને અગ્નિને સાથે રાખનારા મૂર્ખ છે એમ કોણે કહ્યું ?
{{gap}}તે બિચારા મૂર્ખ પણ નથી: અને કોઈ જાતનું જોખમ પણ ખેડતા નથી.
{{gap}}પણ અત્યંત ગરીબીને અને અતિશય સમૃદ્ધિને સાથે રાખવા મથનારા તો ખરેખરા મૂર્ખ છે.
{{gap}}એ બિચારા આ મૂર્ખાઈ માટે, એક દિવસ અમૃત જેવું જીવન જ્વાળામાં હોમશે અને તેમની આંખમાંથી આંસુને બદલે લોહીનાં બિંદુ પડશે !<noinclude></noinclude>
o9za0cytpne6n0rolgki4ltwi42r28n
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૧
104
72764
221601
221245
2026-04-27T16:35:34Z
Amvaishnav
156
/* Proofread */
221601
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૫૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''એંશી''' ટકા ખેડૂત-મજૂરને લૂંટવા માટે વકીલો ડૉક્ટરો કે ભણેલાઓ વ્યવસ્થિત ટોળી બાંધે તે બહુમતી પ્રજાજીવન કે રાજકીય જીવનનો વિકાસ નથી. એ તો માત્ર ચાતુરી ભરેલી લૂંટ છે: એનો બદલો ભયંકર પરિવર્તનમાં જ આવે છે. એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે. ને થાય છે ત્યારે ચોવીશ કલાકમાં થાય છે. એ થાય છે ત્યારે એને કોઈ જાતની મર્યાદા રહેતી નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''એ''' દિવસ કે જે દિવસે કોઈ શ્રીમંત નહિ હોય્, કોઈ ગરીબ નહીં હોય; જે દિવસે કોઈ વિલાસ કે આળસ નહીં કરતું હોય; જે દિવસે મોં ફાડીને સમૃદ્ધિનું પ્રદર્શન જોવા ગરીબો ઊભા નહીં હોય; એ દિવસ જ્યારે ગરીબોને કચડવા માટે વિદ્યાનો ડોળ નહીં હોય; ત્યારે સંસ્કારિતાના ઓઠા નીચે સચ્ચાઈ ને સેવા કચરાતાં નહીં હોય; જ્યારે શૂદ્ર ઉપર ખોટો બ્રાહ્મણ સરસાઈ નહિ ભોગવતો હોય; જ્યારે સમૃદ્ધિનો ડુંગર ગરીબીના મેદાન પર પથરાઈ ગયો હશે; એ દિવસ.<noinclude></noinclude>
kv9holqquu8w69360sxjcf3af7pt9hh
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૨
104
72765
221602
221246
2026-04-27T16:41:54Z
Amvaishnav
156
/* Proofread */
221602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૫૯}}<hr>'''</noinclude>
{{gap}}'''એ''' દિવસ પણ બહુ દૂર નથી જ્યારે કલ્પના થાય છે કે એ
દિવસ પણ બહુ દૂર નથી, ત્યારે એક પ્રકારના ગુપ્ત આનદનો તનમનાટ થાય છે.
{{gap}}પણ મધરાતના ઘોર અંધારા જેવા વાદળામાંથી એ દિવસની ઉષાનો નવરંગી સાળુ દેખાય તે પહેલાં કેટલી ઉથલપાથલ થઈ ગઈ હશે ? એ કાળાંધમ વાદળાંને ધોઈ ધોઈ ને સાફ કરવા માટે નવજીવાનોના ઊના ઊના લોહીમાંથી કેટલું બધું ખમીર ઉતારવું પડશે?
{{gap}}દરેક દરેક માણસ ઉદ્યમ કરે; અને વિલાસ કોઈ ન ભોગવે. દરેક દરેક માણસ આરામ કરે; અને આળસ કોઈ ન કરે.
{{gap}}દરેકે દરેક માણસ ભોજન કરે; અને કોઈની એઠ કોઈ ન લે.
{{gap}}આ વ્યવસ્થા—જે ખરું ધર્મચક્રપ્રવર્તન છે-તે પૃથ્વીમાંથી આવે, સ્વર્ગમાંથી ઊતરે, કે નરકમાંથી પડે—પરંતુ સમાજમાં જ્યાં સુધી એ ન આવે, ત્યાં સુધીનાં
સર્વ પરિવર્તનો માત્ર પગથિયાં જેવાંજ રહેશે.<noinclude></noinclude>
rr2ng1k7tvvracse0kiwqhdiqoqdqm1
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૩
104
72766
221603
221247
2026-04-27T16:46:32Z
Amvaishnav
156
/* Proofread */
221603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૬૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''બે''' જાતનાં મનુષ્યોનો દુનિયાને કાંઈ જ ઉપયોગ નથી : અતિ
પવિત્ર અને અતિ તર્કવાદી. અતિ પવિત્ર મનુષ્ય નાનાસરખા પાપને પણ એટલું ધિક્કારે છે કે એના પડછાયામ ઊભા રહેનારને એ કોઈ દિવસ દયા દેખાડી શકતો નથી. અતિ પવિત્ર મનુષ્ય એ દયાહીન મનુષ્ય છે. અતિ તર્કવાદી મનુષ્ય એ મનુષ્ય જ નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનની''' દરેકે દરેક ક્ષણમાં જે જાગતો હોય તે સંસ્કારી; વાતો કરતો હોય તે વેદિયો. વેદિયા પુસ્તકમાંથી બોલે છે; સંસ્કારી અનુભવમાંની નોંધ ટપકાવે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઘણા''' મનુષ્યના જીવનમાં હજારો પળ આવે છે, પણ એક પળ નથી આવતી.<noinclude></noinclude>
snqudf97uw1tnv1ypdk4m21ngy2bp9h
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૪
104
72767
221604
221248
2026-04-27T16:52:42Z
Amvaishnav
156
/* Proofread */
221604
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૬૧}}<hr>'''</noinclude>
{{gap}}'''રણપ્રદેશની''' એકલી ખારી જમીનમાં જ્યાં લીલા છોડનું નામનિશાન પણ હોતું નથી ત્યાં જ ભુખાળવા ટીડનાં જૂથ પાકે છે. જેવી જમીન તેવુ વૃક્ષ અને જેવું લોહી તેવા ગુણ, બધું ફરી શકે માત્ર લોહીના ગુણ ફરી શકતા નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' દાનમાં, દાન દેનારનું હૈયુ મળેલું હોતું નથી, તે દાન ફેકી દીધેલા અજીઠા ધાન જેવું છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પૃથ્વીના''' બે છેડા કરતાં વધારે અંતર બે થંડા દિલની વાતોમાં હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કલા''' અને જીવન એકબીજામાં પ્રાણ પૂરે છે, અને એકના વિના બીજું જડ રહે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કામને માપનારા ખરૂં કામ મેળવતા જ નથી.<noinclude></noinclude>
o7ctlg9nx399gayfibyq8kl5izr7fs1
221605
221604
2026-04-27T16:53:16Z
Amvaishnav
156
221605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૬૧}}<hr>'''</noinclude>
{{gap}}'''રણપ્રદેશની''' એકલી ખારી જમીનમાં જ્યાં લીલા છોડનું નામનિશાન પણ હોતું નથી ત્યાં જ ભુખાળવા ટીડનાં જૂથ પાકે છે. જેવી જમીન તેવુ વૃક્ષ અને જેવું લોહી તેવા ગુણ, બધું ફરી શકે માત્ર લોહીના ગુણ ફરી શકતા નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' દાનમાં, દાન દેનારનું હૈયુ મળેલું હોતું નથી, તે દાન ફેકી દીધેલા અજીઠા ધાન જેવું છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પૃથ્વીના''' બે છેડા કરતાં વધારે અંતર બે થંડા દિલની વાતોમાં હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કલા''' અને જીવન એકબીજામાં પ્રાણ પૂરે છે, અને એકના વિના બીજું જડ રહે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કામને''' માપનારા ખરૂં કામ મેળવતા જ નથી.<noinclude></noinclude>
t1jsj2973mvpb945rxket90f4ojhmgo
સભ્યની ચર્ચા:Mpns
3
72939
221606
2026-04-27T17:06:37Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
221606
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mpns}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૨:૩૬, ૨૭ એપ્રિલ ૨૦૨૬ (IST)
6u09wgbrikpszmahtd3prwtl8s5vkdt