વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.26 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૪ 104 72737 221613 221608 2026-04-28T14:54:12Z Snehrashmi 2103 221613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૩૧}}<hr>'''</noinclude> {{gap}}'''સડી''' ગયેલી વસ્તુ માણસો જેટલી સહેલાઈથી ફેંકી દે છે, તેટલી જ સહેલાઈથી સડી ગયેલા વિચારો ગ્રહણ કરી લે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મનુષ્યને''' સૌથી વધારે શ્રમ વિચાર કરવામાં પડે છે, માટે એ બનતાં સુધી ઉછીના અને ચાલુ વિચારોથી જ પોતાનો વ્યવહાર ચલાવે છે. મનુષ્યે જીવનનિર્વાહ માટે વિચારોનું દારિદ્ર્ય આવશ્યક માન્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પથરાની''' મૂર્તિઓ ઘરેણાં પહેરે અને ગરીબો શેરીઓમાં ટુકડા માટે રખડે, એ વસ્તુસ્થિતિ જ વિનાશને નિમંત્રે છે. વિનાશને મળેલાં સઘળાં આમંત્રણોમાં આ આમંત્રણ વધારે આકર્ષક છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયાના''' તંત્રમાં હજારો ફેરફાર થયા છે, અને થશે. માત્ર એક વાત અમર રહેવાની છે; સ્રી–પુરુષ અને પ્રેમ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> nsmpa4nw347x1r0yu9wvq2kz1qrsn7o પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૫ 104 72768 221614 221249 2026-04-28T16:37:55Z Amvaishnav 156 /* Proofread */ 221614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૬૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''ગુલાબના''' છોડ પર કાંટા મૂકવામાં બહુ મોટી ભૂલ નથી થઈ. પણ ગુલાબના ફૂલને પોતાને એક કાંટો ન મૂકવામાં ખરેખરી ભૂલ થઈ ગઈ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મર્દાનગી''' શરીરમાં નથી રહેતી, હૈયામાં રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સોનું''' સુગંધી નથી, પણ સુગંધી બનાવી શકાય છે. માત્ર ખરા કિમિયાગરો જ એ વાત જાણે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જિંંદગી''' ચાલી જાય એમ ડરવાનું નથી. આ જિંંદગીનું કામ ન રહી જાય એટલી સાવધાની બસ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અભિમાન''' અને દંભ એ બેમાંથી પસંદગી કરવાની હોય, તો અભિમાન લેજો. દંભ લેતા નહીં.<noinclude></noinclude> 1igpej8is42c7t4jby659chi38pr2ki પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૬ 104 72769 221615 221250 2026-04-28T16:46:49Z Amvaishnav 156 /* Proofread */ 221615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૬૩}}<hr>'''</noinclude> {{gap}}'''નાની''' નાની હારથી ભાગનારાઓને જેમ મહાન પરાજયમાં રહેલી નિર્ભયતા કદી પ્રાપ્ત થતી નથી, તેમ નાના વિજયથી મલકાઈ ને આત્મગૌરવ ગાનારાઓને, પ્રાપ્તિને અંતે મળતો સમુદ્રના જેવો અગાધ અસંતોષ કદી દેખાતો નથી. એમનો સંતોષ એ જ એમની મૃત્યુશય્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''તરુણાવસ્થા''' હોય ને સ્વર્ગનો દૂત તેડવા આવે તો ના પાડો. સ્વર્ગ કરતાં દુનિયામાં તરુણોને માટે ઘણું ઘણું કામ પડ્યું છે. કામના આનંદ કરતાં સ્વર્ગનો આનંદ વધારે પ્રાણપ્રદ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સૌંદર્ય''' ને સાચી રીતે જોવા માટે આંખ અને હૃદયને કેળવવાં એનું નામ નીતિ. ભાવના ગમે તેટલી મહાન હોય પણ એ જીવનમાં ન ઊતરે ત્યાં સુધી શબ જેવી નિશ્ચેતન અને નિષ્પ્રાણ છે.<noinclude></noinclude> 9wacarbmt4z22p60610nm9ribaxxiko પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૭ 104 72770 221616 221251 2026-04-28T16:59:37Z Amvaishnav 156 /* Proofread */ 221616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૬૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''લોકવૃત્તિને''' 'અનુસરવું ’ એનું નામ મૃત્યુ; લોકવૃત્તિને અનુકૂળ 'થવું’ એનું નામ જીવન. થવામાં પ્રાણ પ્રેરણા ને સહાનુભૂતિ છે; પુરુષાર્થ ને સંયમ છે. સમયને અનુકૂળ થઈને વ્યક્તિત્વ ન ગુમાવવાની કલા છે. પણ અનુસરવામાં એકલું મૃત્યુ જ છે. જમીન પ્રમાણે રંગ લેવાની જંતુવૃત્તિ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''યત્નના''' આરંભમાં જ વિજય રહ્યો છે; પછી પરિણામમાં ભલે પરાજય હોય. {{સ-મ| |◎ | }} {{gap}}'''સુંદરતા''' જોવાની ઘેલછાએ મનુષ્યને અસુંદર જોતાં શિખવાડ્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કલ્પના''' અને આશા નાશ ન પામે, તો ભલે હજારો પરાજય આવે; દરેક પરાજય વિજયને વધારે ને વધારે ને વધારે પાસે લાવે છે.<noinclude></noinclude> 2gliloshslt4po70uieci4dl2gfau55 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૮ 104 72771 221617 221252 2026-04-28T17:04:20Z Amvaishnav 156 /* Proofread */ 221617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૬૫}}<hr>'''</noinclude> {{gap}}'''વરસાદનું''' બિંદુ પડ્ચા ભેગું મોતી થતું નથી, તેમ વિચાર આવતાંની સાથે મૂલ્યવાન હોતો નથી. હૃદયગુહામાં, એકાંત ચિંતન વડે શુદ્ધ થયા પછી અને અનુભવથી વિંંધાયા પછી તેનામાં મૂલ્ય આવે છે. શાંતિ અને તપથી જેમ સ્ત્રી વીર બાળકને સાચવે છે, અને એના જન્મની સાથે જ નવું જીવન અને નવો યુગ શરૂ થાય છે, તેમ જે વિચાર ખૂબ સચવાય, ખૂબ પોષાય, ખૂબ પક્વ થાય તે જન્મ લેતાંની સાથે નવું પરિવર્તન, નવો યુગ, સ્થાપે છે. આવો વિચાર એટલે સાહિત્ય. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' મધુર પળોને શબ્દોમાં રૂપરંગમય કરી દેવી એનું નામ કવિતા. {{સ-મ| |◎ | }} {{gap}}'''કવિતા''' લખ્યા પછી કેટલાકની કવિતા મૃત્યુ પામે છે. કવિતા લખ્યા પછી કેટલાકની કવિતા જન્મે છે. પહેલી કાગળ પર લખાય છે, બીજી જીવનમાં વણાય છે.<noinclude></noinclude> 9ahtw5tqw8nvr4jcjpe7yse9rmssx6y પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૯ 104 72772 221618 221253 2026-04-28T17:09:54Z Amvaishnav 156 /* Proofread */ 221618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૬૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' સૃષ્ટિમાં ક્યાંય પણ વિસંવાદ જોવામાં ન આવે ત્યારે કવિ, કલ્પના ને પૃથ્વી ત્રણેમાંથી કાઈ નહિ હોય. {{સ-મ| |◎ | }} {{gap}}'''વર્ષો''' પહેલાં જોયેલાં પ્યારાં ઝરણ ! એ ક્યાં ખબર હતી કે તું જીવનમાં સંગીતના મીઠા સ્મરણની માફક સાથે સાથે ચાલ્યું આવશે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''કેળવણી''' પૂરી થાય છે, ત્યારે સંસ્કાર શરૂ થાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ભયથી''' નીતિ જાળવનારા ઘણાં માણસો છે: નીતિની ખાતર નીતિ જાળવનારા કોઈક વિરલ જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''મજૂર''' શ્રમ લે છે; કારીગર શ્રમમાં રસ લે છે; કલાકાર શ્રમમાં શાંતિ મેળવે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> oluk3xfxa8msqeoht69c3jftuiypaq6 સભ્યની ચર્ચા:Chotaliya Om 3 72940 221612 2026-04-28T14:18:03Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221612 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Chotaliya Om}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૯:૪૮, ૨૮ એપ્રિલ ૨૦૨૬ (IST) j6v4pcpfvw59g595obqeyqhf7zjavch સભ્યની ચર્ચા:ધર્મેન્દ્ર બી દવે 3 72941 221619 2026-04-29T01:57:38Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221619 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ધર્મેન્દ્ર બી દવે}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૭:૨૭, ૨૯ એપ્રિલ ૨૦૨૬ (IST) 3ehjjwjpzfnayav5ehmax00kdpjwbl1 સભ્ય:ધર્મેન્દ્ર બી દવે 2 72942 221620 2026-04-29T02:11:03Z ધર્મેન્દ્ર બી દવે 4553 સર્વે મિત્રોને નમસ્કાર , મારું નામ ધર્મેન્દ્ર દવે છે , નાનપણથી સાહિત્ય માં રૂચી અને અધ્યાત્મિક યાત્રા નો પ્રવાસી , સુફીસંત ની પરાવાણી ને મનન ચિંતન અને નિદિધ્...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 221620 wikitext text/x-wiki સર્વે મિત્રોને નમસ્કાર , મારું નામ ધર્મેન્દ્ર દવે છે , નાનપણથી સાહિત્ય માં રૂચી અને અધ્યાત્મિક યાત્રા નો પ્રવાસી , સુફીસંત ની પરાવાણી ને મનન ચિંતન અને નિદિધ્યાસન નો અભ્યાસ , વૈદિક સાહિત્ય નું તત્વચિંતન અને તે કર્મો નો અધ્યાત્મિક દ્રષ્ટિકોણ માટેનું ચિંતન કરેલું , ગુરુકૃપાએ ઘણા ભજન અને રચનાઓ કરેલી , સદગુરુ શ્રી સાગર મહારાજ ના ભજનનો નું ચિંતન મનન કરવાની નાનપણ ની ટેવ , વેદાંત વિચાર અને સુફી પરંપરા બંને માટે લગાવ , ધર્મોના નામ થી ઉપર અધ્યાત્મ ના મુલ્યો અને સનાતન વિચારણા ની પોતાની માન્યતા. ॐ सद्गुरु ॐ ॐ प्रभुजी rgzy5m8e6njg8j1s1r30dhbqb0nnc6z સભ્યની ચર્ચા:ねこ8 3 72943 221621 2026-04-29T06:22:09Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221621 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ねこ8}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૧:૫૨, ૨૯ એપ્રિલ ૨૦૨૬ (IST) ntacng307ptoit6088ocvb3pqzl3783