વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૩ 104 72826 221856 221827 2026-05-11T03:42:04Z Snehrashmi 2103 /* Validated */ 221856 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૨૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''હરેક''' પળ મને મૃત્યુ પાસે ધક્કેલી રહી છે, એ જાણ્યા પછી એવા અનિવાર્ય મૃત્યુની તે મારે શી ચિંતા હતી ? {{gap}}—એનાથી ધ્રુજવાની વૃત્તિ તો ક્યારની ચાલી ગઈ છે. એનાથી ડરવાની ટેવ–જાત સિવાય બીજાથી ડરવાનું મેં છોડી દીધું છે. એના ઓળાનો ત્રાસ– ગ્લાનિમય કરી મૂકે એવો ભયંકર રહ્યો નથી. {{gap}}–મને તો આટલો જ પસ્તાવો રહ્યો. અનુભવથી–જ્ઞાનથી–નિત્યજાગૃતિથી જે ઘડીએ મેં જીવનની નવી શક્યતાઓ નિહાળી, જે ઘડીએ આ જન્મમાં જ એ સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો, તે ઘડીએ જ ઊંડા ઘેરા અંધકારમાં મૃત્યુની આંખ નજરે પડી, નીરવ અંધારસાગરમાં દૂર–દૂર અગ્નિબિંદુ સળગતું હોય તેવી.<noinclude></noinclude> bqtrb32282wxdl4e8muttg98m2p2pds પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૫ 104 72838 221851 221320 2026-05-10T15:45:44Z Amvaishnav 156 /* Proofread */ 221851 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૩૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}} –મેં તારી પાસે એટલા માટે જ માગણી કરી હતી કે, ભલે એ પળને માટે પણ મને એકવાર ફરીથી, માતાના એ ખેાળામાં સૂવારી આવજે—જ્યારે આવી શાંત સુદર મેઘલી રાત હોય ત્યારે; આમ ધીમેથી વાદળ વરસીને ધીમા જલબિંદુ ટપકતાં હાય ત્યારે. {{gap}} –અને તે કહ્યું: ‘ ના રે ! માતાના ખોળો તો બે જણને જ મળે, એક નિર્દોષને અને બીજા નરપુંગવને. ત્રીજાને એમાં સ્થાન નહિ. {{gap}} —તું નાનો હતા – નિર્દોષ હતો – ત્યારે એ ખોળામાં પડ્યાં પડ્યાં તે સ્વપ્રભોમની કવિતા માણી લીધી. હવે તારે માતાનો ખોળો જોઈતો હોય તો<noinclude></noinclude> 90cc8vo6vydbm659nn50n62ivd3rtre પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૬ 104 72839 221852 221321 2026-05-10T15:49:49Z Amvaishnav 156 /* Proofread */ 221852 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૩૩}}<hr>'''</noinclude> કોઈ પરમ સત્યનો સૈનિક થા. સૈનિક થઈ ને એવા ઘા ઝીલી લે કે સૌની માતા ધરિત્રી તને પ્રેમથી ખોળે બેસારી તારા કેશ સમારે. {{gap}} –એવા એ માર્ગ સિવાય બીજો કોઈ રાજશાહી માર્ગ ન મળે. {{gap}} –સીતાને અને સોક્રેટીસને એ જ માર્ગ દર્શાવ્યો હતો – માતા ધરતીનાં અમી ઝીલવાનો - એને ખોળે બેસવાનો. અને નરપુંગવો એ જ માર્ગે વળ્યા છે. માર્ગ એ જ છે, બીજો રાજશાહી માર્ગ ન મળે. બીજો ટૂંકા માર્ગ પણ ન મળે. {{gap}} -તું એ મેળવી શકે; અમે આપી શકીએ નહિ.<noinclude></noinclude> tb9bqpprr6p62bjc84lk2g0dr5zlmso પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૭ 104 72840 221853 221322 2026-05-10T15:56:05Z Amvaishnav 156 /* Proofread */ 221853 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૩૪||રજકણ}}<hr>'''</noinclude> '''સબૂર !''' મિત્રો ! એક ઘડીભર થોભો. {{gap}} શિયાળાની ભૂખરી સાંજમાં આથમતો સૂર્ય તમે જોયો છે ? — પોષની ઠંડીમાં ઢગલેઢગલા વેરાઈ જતાં લીમડાનાં પાન જોયાં છે ? અને એ સઘળું જોયા છતાં તમને કાંઈ જ વિચાર આવ્યો નથી ? {{gap}} મિત્રો ! જીવન આટલું ક્ષણિક હોય તો એની થોડામાં થો!ડી ક્ષણો વધારેમાં વધારે તેજસ્વી શી રીતે કરવી એનો કાંઈ વિચાર કર્યો ? {{gap}} સબૂર ! એક ઘડીભર થોભો, વિચારો અને પછી આગળ વધો. {{સ-મ| |◎ | }} {{gap}} '''ક૯૫ના'''—એનો જીવનમાં શો! ઉપયોગ કાં ? એ તમારા પ્રશ્ન છે કેમ ? એનો જવાબ આ રહ્યો—તમારા જીવનમાં ખુરશીને સ્થાન, ટેબલને સ્થાન, પથ્થરના ટુકડાને સ્થાન, માત્ર કલ્પનાને જ સ્થાન નહિ?<noinclude></noinclude> rn1b8lkm2dvw8orxg5qhkiym92jztk1 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૮ 104 72841 221854 221323 2026-05-10T15:59:44Z Amvaishnav 156 /* Proofread */ 221854 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૩૫}}<hr>'''</noinclude> {{gap}}તમારા થર્ડહેન્ડ ઓવરકોટ કરતાં પણ એ વધારે નિરૂપયેાગી ? {{gap}}જીવનરચનામાં એક આ વસ્તુ જ તમને નિરર્થક જણાઈ કાં ? {{gap}}મને તમારા વિચારદારિદ્રચની દયા આવે છે! {{સ-મ| |◎ | }} {{gap}}'''જગતની''' સાથેની સમાધાનીનો ટ્રકામાં ટૂંકો રસ્તો આ રહ્યો. જાતની તપાસ —— પોતાની જાતની તપાસ – એવી તપાસ કરનારને દુનિયા સામે કાંઈ પણ ફરિયાદ કરવાની રહેતી નથી; તેમ જ કોઈપણ નિષ્ફળતા એને આંગણે મૂકવાની વૃત્તિ થતી નથી.<noinclude></noinclude> qujhatwxbdqqwrn5u1tae78cbowtjzz પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૯ 104 72842 221855 221324 2026-05-10T16:05:24Z Amvaishnav 156 /* Proofread */ 221855 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૩૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}''' 'જોયું''' નાં ? આ વજ્ર જેવું ખડક અને આ તોફાની સમુદ્ર ? બન્નેમાંથી એકેને આરામ નથી. આરામ લેવાની પરવા પણ નથી. સમુદ્રનાં મોજાંએ નિશ્ચય કર્યો છે કે ખડકને ભેદવું; ખડકે નિશ્ચય કર્યો છે કે મારે ન ભેદાવું. અસ આટલું જ. મારે તને આ અતાવવાનું હતું.’ {{gap}}ગુરુનાં વચન જુવાન શિષ્ય સાંભળી રહ્યો, પછી એ ધીમેથી બોલ્યો : પણ એ તેા જડ છે.' {{gap}}'માટે જ તારે ચેતનને તો એના કરતાં હજાર ગણી વધુ નિશ્ચયબુદ્ધિ હોવી જોઈએ; ન નમવાની, ન ડગવાની, ન પડવાની. લોકો એ વૃત્તિને યુદ્ધક્ષેત્રના પડછાયા જેવી સમજે છે. ખરી રીતે એ જીવનની, હરેક ક્ષેત્રની સાહજિક વૃત્તિ છે; ન નમવાની, ન ડગવાની, ન પડવાની, ન હઠવાની.' શિષ્ય મૌન રહીને સાંભળી રહ્યો. {{gap}}ત્યાર પછી તેણે દુનિયા સામે ફરિયાદનો એક હરફ કાઢ્ચો નથી. પ્રયાસ આડે એને પરિતાપનો સમય પણ નથી.<noinclude></noinclude> 83yy5g1lheas0v3q0owtv0ukak0q3lr