વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.5 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૧ 104 73006 222420 222414 2026-06-04T15:32:07Z Meghdhanu 3380 /* Validated */ 222420 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૫૨||સુવર્ણરેખા}}
'''</noinclude>કલ્યાણ કરવાનો વાદ પણ, શું છેવટે પોતાનાં કહેવાય તેવા માણસોની ભરતીમાં જ રાચતો જણાયો નથી ? એટલા માટે કોઈ એક એવું તંત્ર શક્ય ન બને, જેમાં કોઈ શાસક ન હોય, કોઈ શાસિત ન હોય, જેમાં કોઈ કોઈના કરતાં મોટો હોવાનું ગૌરવ લઈ જ શકતો ન હોય, જેમાં મુરબ્બી વટની કોઈ પ્રણાલિકા જ ન હોય, જેમાં એક માણસ, પોતાના પાડોશના બીજા માણસ કરતાં, તાંબાનો એક સિક્કો પણ વધારે ધરાવી શકતો ન હોય, શું એવું કોઈ શાસન સ્થાપી શકાય જ નહિ ? જેમાં માલિકીપણા જેવું કાંઈ હોય જ નહિ ! કોઈ પણ માણસ કોઈપણ પદાર્થનો માલિક નહિ ! અરે, ખુદ પોતાના રૂપ રંગ અવાજ કે સૌન્દર્ય કે સર્જક શક્તિનો પણ માલિક નહિ ને ! પોતાને અવાજ મળ્યો હોય, કે રૂપ મળ્યું હોય કે કલા શક્તિ મળી હોય તે બધાને માટે ભલે એ ઉપયાગી બનાવે ! કોઈ વિશિષ્ટ અધિકાર વાળા માટે નહિ, કોઈ વિશિષ્ટ હેતુ માટે નહિ, કોઈ વિશિષ્ટ પ્રસંગ માટે પણ નહિ ! {{gap}}આ કલ્પના શક્ય બને તો માણસ જાત વધારે સુખી અને સંતોષી અને સ્વતંત્ર ન થાય ? {{gap}}પણ આ શી રીતે શક્ય બને ? માણસ જાત પોતાની વિશિષ્ટતાના અહમનો દાસ છે. એ અહમ્ જ્યારે એ ટાળે ત્યારે જ એ વસ્તુ શક્ય હોય. પણ આ અહમ્ ટાળવું અમુક માટે શક્ય હોય, ટોળાંનાં ટોળાં, આખો જન સમૂહ, એ અહમ્ વિનાનો શી રીતે બને ? કેટલાક કહે છે જ્ઞાનથી, કેટલાક કહે છે<noinclude></noinclude> qbts3a7usiiigw9p4xeg4swfguto1mt પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૨ 104 73007 222421 222415 2026-06-04T15:35:30Z Meghdhanu 3380 /* Validated */ 222421 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|એક તરંગ||૫૩}}
'''</noinclude>ટેવથી, કેટલાક કહે છે દંડથી. પણ જે જ્ઞાન પાંચ દસ પંદર હજાર વર્ષો થયાં પણ, દરેક માણસને પહોંચાડવાનું બન્યું નથી તે જ્ઞાન થોડાં વર્ષોમાં દરેકને ક્યાંથી મળે? {{gap}}પણ આમાં વિજ્ઞાન મદદ કરે તો ? મગજ ઉપર ’ઓપરેશન‘ કરીને અમુક ગ્રંથી કાઢી નાખવાથી રોગ મૂળમાંથી જાય છે. એવું જ આમાં ન બને ? માણસને માલિકીપણાની વૃત્તિ થાય તે વૃત્તિનું સંચાલન જે ગ્રંથી રસ દ્વારા થતું હોય તે ગ્રંથી જ કાઢી નાખવી ! {{gap}}એટલે જ્ઞાનમાર્ગને વિજ્ઞાને મદદ આપી કહેવાય. કુદરતી રીતે બધા માણસો સરખા ગણાવા જોઈએ. પણ માણસો એકબીજાના વ્યવહારમાં એ રીત રાખતા નથી. પરિણામે આંહીં તકવાદી એકહથ્થુ સત્તાના શોખીનો આવે છે. અને બીજા પણ અનેક રંગી રાજપુરુષો આવે છે. સાધુઓ, કવિઓ, જ્ઞાની, તત્ત્વજ્ઞો વાતો કરતા રહે છે ને તંત્રો તો જેમ ચાલતાં હોય તેમ ચાલ્યા કરે છે ! સુશાસન દેખાય, ત્યારે એ સ્થાન પરના માણસનો વિજય હોય છે; કુશાસન દેખાય ત્યારે પણ એ સ્થાન પરના પુરુષોનો જ પ્રતાપ હોય છે ! કોઈ સ્થાયી સિદ્ધાંતોના બળે માનવજાતને શાંતિ આપવાનો અખતરો ફળતો જણાતો નથી ! {{gap}}માણસો કુદરતી સ્થિતિ ઉપર પાછાં ફરે, અને હરેક પ્રકારની મેળવેલી કહેવાતી સિદ્ધિને પાછી સમુદ્રમાં મોકલે, તો એ અશાંતિમાંથી બચે ખરો ? અત્યારે તો એની તીવ્ર બુદ્ધિ એને જ વધારે દુ:ખી<noinclude></noinclude> q0skl3rjiigz5vuzi6zok0wmfy0t8ku પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૩ 104 73008 222422 222416 2026-06-04T15:39:00Z Meghdhanu 3380 222422 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૫૪||સુવર્ણરેખા}}
'''</noinclude>બનાવે છે. એનું ડહાપણ એને યાંત્રિક એકતા તરફ દોરે છે. એની દલીલ શક્તિ નવા નવા માર્ગો શોધે છે: પોતાનું અસત્ય ઢાંકવાના; બીજાનું સત્ય છાવરવાના. એટલે પરિણામે તો એનું ન્યાય અને સત્યનું દીવાળું વધતું જ રહે છે ! આર્થિક સમાનતા સ્થાપીને બધાને માટે એક સરખી પરિસ્થિતિનો જન્મ પણ એણે અજમાવ્યો છે. પણ એથી માણસ જાત કેટલે અંશે સુધી આગળ વધી એ પ્રશ્ન તો વિવાદગ્રસ્ત જ રહ્યો છે! {{gap}}અલબત, માણસ જાતના ઘણા અન્યાયો દૂર કરવાનો એ રાજમાર્ગ, બહુ જ સમયસર આવી ગયો છે. ને એનાં સુખદ પરિણામો પણ દેખાય છે. છતાં એ પણ છેલ્લો શબ્દ થવાની શક્તિ તો નહિ જ ધરાવતો હોય ! અનુભવે જ એ વધુ સ્પષ્ટ થશે. માણસ જાતે શાસન સંબંધે આજ દિવસ સુધી ઘણી ભૂલો કરી છે. એણે ધર્માધિકારીઓ સ્થાપ્યા; એ લોભી નીકળ્યા. રાજાઓ સ્થાપ્યા; એ ગાંડા નીવડ્યા. જમીનદારો રાખ્યા; એ કજીયાખોર થયા. બહુમતવાદ સ્થાપ્યો; એ લુચ્ચાઈ ભરેલી સફાઈ રૂપે પ્રગટ્યો ! કોને ખબર છે, એનો સમાનવાદ એ પણ એક વધુ દગો નહિ આપે? અને ભ્રમ નહિ નીકળે ? {{gap}}પણ માણસ જાતને સુખી થવું જ હોય તો એણે કાંઈ નવું શીખવાનું નથી. જૂનુ ઘણું ભૂલવાનું છે. એણે પોલીસો, લશ્કરો, ન્યાય કોર્ટો, ન્યાયાધીશીઓ, દોડાદોડી, વાહનો, વ્યવહારો, ભાષણો, વિદ્યાધામો, સીનેમાઓ, વમાનપત્રો, વ્યાખ્યાનો–તમામ ભૂલી<noinclude></noinclude> h2p1owdr6lzsszzqs2y35b1v75h49fc 222429 222422 2026-06-04T17:15:19Z Snehrashmi 2103 /* Validated */ 222429 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૫૪||સુવર્ણરેખા}}
'''</noinclude>બનાવે છે. એનું ડહાપણ એને યાંત્રિક એકતા તરફ દોરે છે. એની દલીલ શક્તિ નવા નવા માર્ગો શોધે છે: પોતાનું અસત્ય ઢાંકવાના; બીજાનું સત્ય છાવરવાના. એટલે પરિણામે તો એનું ન્યાય અને સત્યનું દીવાળું વધતું જ રહે છે ! આર્થિક સમાનતા સ્થાપીને બધાને માટે એક સરખી પરિસ્થિતિનો જન્મ પણ એણે અજમાવ્યો છે. પણ એથી માણસ જાત કેટલે અંશે સુધી આગળ વધી એ પ્રશ્ન તો વિવાદગ્રસ્ત જ રહ્યો છે! {{gap}}અલબત, માણસ જાતના ઘણા અન્યાયો દૂર કરવાનો એ રાજમાર્ગ, બહુ જ સમયસર આવી ગયો છે. ને એનાં સુખદ પરિણામો પણ દેખાય છે. છતાં એ પણ છેલ્લો શબ્દ થવાની શક્તિ તો નહિ જ ધરાવતો હોય ! અનુભવે જ એ વધુ સ્પષ્ટ થશે. માણસ જાતે શાસન સંબંધે આજ દિવસ સુધી ઘણી ભૂલો કરી છે. એણે ધર્માધિકારીઓ સ્થાપ્યા; એ લોભી નીકળ્યા. રાજાઓ સ્થાપ્યા; એ ગાંડા નીવડ્યા. જમીનદારો રાખ્યા; એ કજીયાખોર થયા. બહુમતવાદ સ્થાપ્યો; એ લુચ્ચાઈ ભરેલી સફાઈ રૂપે પ્રગટ્યો ! કોને ખબર છે, એનો સમાનવાદ એ પણ એક વધુ દગો નહિ આપે? અને ભ્રમ નહિ નીકળે ? {{gap}}પણ માણસ જાતને સુખી થવું જ હોય તો એણે કાંઈ નવું શીખવાનું નથી. જૂનુ ઘણું ભૂલવાનું છે. એણે પોલીસો, લશ્કરો, ન્યાય કોર્ટો, ન્યાયાધીશીઓ, દોડાદોડી, વાહનો, વ્યવહારો, ભાષણો, વિદ્યાધામો, સીનેમાઓ, વર્ત્તમાનપત્રો, વ્યાખ્યાનો–તમામ ભૂલી<noinclude></noinclude> drrr7eunjo1wmbwi40tl7lmr25ednnq પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૪ 104 73009 222430 222417 2026-06-04T17:18:45Z Snehrashmi 2103 /* Validated */ 222430 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|એક તરંગ||૫૫}}
'''</noinclude>જવાં પડશે. એમને એ ભૂલશે, એટલે એમની દુનિયામાં માત્ર એક જ વસ્તુ રહેશે; જીવન. જીવન ! {{gap}}એ ‘જીવન’ માં એ પોતાના સ્વજનોની મદદ વડે જ પકાવાય તેટલું અનાજ પકાવશે. એટલી જ જમીન હાથે ખોદશે ને ખેડશે. પોતાની જરૂરિયાત જેટલું કાંતશે. પોતાની આસપાસના સાધનોમાંથી ઝુંપડું બાંધી લેશે. એને આનંદ આપવા માટે ચાંદની હશે. સૂર્યનો તાપ, એને તંદુરસ્તી આપશે. જલ ને માટી ને રેતી અને એની બધી કલા આપી દેશે. એને તડકો જોઈને રોમાંચ થશે. શિયાળાની ઠંડી એને કવિતા જેવી લાગશે. વરસતો વરસાદ અનેક ચિત્રપટો કરતાં વધુ સુંદર બની રહેશે. એને કોઈની પાસેથી કાંઈ લેવાનું નહિ હોય—ન્યાય પણ લેવાનો નહિ હોય ! એના ઉપર કોઈનું રાજ નહિ હોય, એ કોઈના ઉપર રાજ કરતો નહિ હોય ! એને કોઈ પ્રધાનના પ્રવચન માટે ધોડા કરવાના નહિ હોય. કોઈ પ્રધાનની પાર્ટીમાં રહી જવાથી એને શોક નહિ થતો હોય ! નવરો હશે ત્યારે એ બેસશે, ને પવનથી ચાલતાં પાંદડાં જોશે. થાકશે ત્યારે લોટી જશે. એને ત્યાં પંખીઓ કુદરતી સંગીત કરશે. એને જીવનમાં ક્યાંય ખામીનું ભાન પણ નહિ હોય. અને એ બધે કેવળ આનંદ આનંદ, જીવન જીવન જોશે ! એને જીવનના કોઈ અંશની અપૂર્ણતા પૂરવા માટે કોઈનો આધાર જ લેવાનો નહિ હોય ! એ પોતે શાસક, પોતે શાસિત, પોતે રાજા, પોતે રાજ, પોતે જ સ્વામી<noinclude></noinclude> 7tmda8krcry7m3g3amr14fqzrbk3tda પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૫ 104 73010 222431 222418 2026-06-04T17:21:51Z Snehrashmi 2103 /* Validated */ 222431 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૫૬||સુવર્ણરેખા}}
'''</noinclude> સેવક ને સેવ્ય ! એની પોતાની બહાર કાંઈ જ નહિ ! એને પરમાત્માની પણ પરવા નહિ. ઠીક પડે તો એ એને રહેવા દ્યે ! ન ઠીક પડે, તો ભલે ઉપાડી લ્યે ! {{gap}}આ જીવનની ઝાંખી સાંભળીને કોઈ કહેશે આ તો ગુફાનુ જીવન થયું ! જ્યારે સર્વત્ર અજ્ઞાન હતું અને અજ્ઞાનમાં ભયંકર અંધકાર હતો ! {{gap}}પણ હું કહું છું, ગુફા વધી વધીને ગગન ચુંબી અની ગઈ, તો પણ એને જે મળ્યું નહિ, તે આમાં સહજ લાગતું નથી ? {{gap}}કોઈ પૂછશે ‘પણ માણસનું’ હૃદય—એ હૃદય તો આમાં પણ રહે છે. અને ભયંકર તો એ હૃદય જ છે ! એ આમાંથી પણ શું નહિ જન્માવે? {{gap}}એનો જવાબ એક ચીની તત્ત્વજ્ઞાનીએ આપ્યો હતો તે મને સાંભરી આવે છે: *<ref> * It is better that men should unlearn their learning, discard their wisdom, and get back to the simple life with which human life bagan. Lao–Tsze.</ref>Be careful not to interfere with the natural goodness of the heart of man. Man's heart may be forced down or stirred up. In each case the issue is fatal.’ {{gap}}આપણે માણસના હૃદયને ગુમાવ્યું. ત્યારથી તો આ સૃષ્ટિ ઊભી થઈ ! {{gap}}એટલે એ એને એની નૈસર્ગિક અવસ્થામાં પાછું મળશે ત્યારે આંહીં કેવળ એક જ વસ્તુ રહેશે. જીવન: શાંતિ ! {{સ-મ||★|}}<noinclude>
{{reflist}}</noinclude> nw1hyhzdvmokj3mwt6cxufa44zgltyy પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૬ 104 73012 222424 222074 2026-06-04T16:22:43Z Amvaishnav 156 /* Proofread */ 222424 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૧૩ ]
શું લખાવ્યું હશે ? | }}
{{gap}}'''જૂના''' વખતની એક વાત છે. એક અધિકારીની જીભ ઘણી જ મીઠી. એટલી બધી મીઠી કે એ અન્યાય કરે તો પણ લોકોને તે એમ મનાવી શકે કે આમાં આ સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો ! {{gap}}એને પોતાને જ્યારે ખાત્રી થઈ ગઈ કે એની આ મીઠી જીભ ઘણાને અનાવી શકે છે, હોંશિયારમાં હોંશિયાર પણ એનો ભોગ થઈ શકે છે, ત્યારે એને અંતરમાં એક રીતે આનંદ ભરેલો સંતેાષ મળવા લાગ્યો. એને પોતાની જાતને માટે ગૌરવ થવા લાગ્યો. ‘હું કેવો ! ’એના કરતાં પણ, હું ‘ બધાને કેવો બનાવી શકું છું!' એ ભાનપૂર્વકની હાંશિયારી એને અમૃત સમાન જણાવા લાગી ! {{gap}}એક વખત એવું બન્યું, એણે રસ્તામાં એક ઝાડ વવરાવ્યું. પોતાના ઘરના માર્ગથી લોકમાર્ગ જરા આઘો રહે, ને એ રીતે ગરબડ ને ઘોંઘાટમાંથી પોતે<noinclude></noinclude> 7qt967zudo8im15f2klx1csgbiyr4m8 222432 222424 2026-06-04T17:37:17Z Snehrashmi 2103 /* Validated */ 222432 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |[ ૧૩ ]
શું લખાવ્યું હશે ? | }}
{{gap}}'''જૂના''' વખતની એક વાત છે. એક અધિકારીની જીભ ઘણી જ મીઠી. એટલી બધી મીઠી કે એ અન્યાય કરે તો પણ લોકોને તે એમ મનાવી શકે કે આમાં આ સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો ! {{gap}}એને પોતાને જ્યારે ખાત્રી થઈ ગઈ કે એની આ મીઠી જીભ ઘણાને બનાવી શકે છે, હોંશિયારમાં હોંશિયાર પણ એનો ભોગ થઈ શકે છે, ત્યારે એને અંતરમાં એક રીતે આનંદ ભરેલો સંતોષ મળવા લાગ્યો. એને પોતાની જાતને માટે ગૌરવ થવા લાગ્યો. ‘હું કેવો !’એના કરતાં પણ, હું ‘બધાને કેવો બનાવી શકું છું!’ એ ભાનપૂર્વકની હોંશિયારી એને અમૃત સમાન જણાવા લાગી ! {{gap}}એક વખત એવું બન્યું, એણે રસ્તામાં એક ઝાડ વવરાવ્યું. પોતાના ઘરના માર્ગથી લોકમાર્ગ જરા આઘો રહે, ને એ રીતે ગરબડ ને ઘોંઘાટમાંથી પોતે<noinclude></noinclude> st2qh2hzkmgqz3h20b869t6kjlybqgn પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૭ 104 73013 222425 222075 2026-06-04T16:31:42Z Amvaishnav 156 /* Proofread */ 222425 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૫૮||સુવર્ણરેખા}}
'''</noinclude>બચી જાય માટે એણે આ કર્યું. અને આ ઝાડથી પણ બધા આઘા ચાલતા રહે માટે એ કાંટાવાળું ઝાડ વાવ્યું ! {{gap}}નાનકડું વૃક્ષ તો દિન પ્રતિદિન વધવા માંડ્યું. અને વધતાં જ પોતાના ગુણ પ્રગટ કરવા માંડ્યું. જો કોઈ એની નજીક ચાલે તો કાંટા વાગ્યા જ છે ! પરિણામે લોકો જેમ બને તેમ એનાથી દૂર ચાલવા માંડ્યા, લાકોને આઘા રાખવા માટે જીભ વાપર્યા વિના પોતે આ જુક્તિ કરી શક્યો હતો, તેથી અધિકારી મનમાં ને મનમાં એનો આનંદ અનુભવે ! અને ક્યારેક તે પોતે પોતાને એટલે કે પોતાની હેાંશિયારીને- એકાંતમાં બેઠો બેઠો હસે ! {{gap}}આ દેશનો સુબો ઘણો વિચિક્ષણ. એક વખત એ ફરવા નીકળ્યો અને એણે આ જોયું, એને થયું કે આ તો લોકોને હંમેશાંની નાની કનડગત છે. અને મોટા અન્યાય કરતાં પણ આવી નાની નાની કનડગત લોકોને વધારે લાગે છે. એણે તે દિવસે પેલા અધિકારીને એ ઝાડ કઢાવી નાખવાની વાત કરી. {{gap}}અધિકારીએ તરતજ હા કહી. પણ ઝાડ હતું તેમ જ રહેવા દીધું. {{gap}}એને ખખર હતી કે માણસોની યાદશક્તિ ઘણી ટૂંકી હોય છે. ને થોડો વખત ગરખડ કરીને સહી લેવાતો અન્યાયને લોકો પછી ન્યાય જ માને છે ! {{gap}}ફરી એક વખત સુબો આ રસ્તે નીકળ્યો, ત્યારે એણે પાછું વૃક્ષને ત્યાં જોયું. ફરી એણે અધિકારીને<noinclude></noinclude> sgugeydp6c2fcw9yz1wce45zy16iwel પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૮ 104 73014 222426 222076 2026-06-04T16:40:19Z Amvaishnav 156 /* Proofread */ 222426 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|શું લખાવ્યું હશે ?||૫૯}}
'''</noinclude>વાત કરી. અધિકારીએ તત્કાલ એ સ્વીકારી પણ લીધી. પરંતુ એને માણસ જાતનો અનુભવ હતો. એટલે એણે કાંઇ ફેરફાર ન કર્યો. ટૂંકી યાદ શક્તિ હોવી એ શાપિત રાજલક્ષ્મીને મળેલોલા મોટામાં મોટો શાપ છે. અધિકારીને થયું કે બે વખત, ત્રણ વખત, પણ છેવટે તો એ વાત ભુલાઇ જવાની જ છે ! {{gap}}પણ એ જમાનો આટલો બધો! તુમાર લીન નહિ. એટલે થોડા જ વખત પછી ત્રીજી વાર પણ એ વાત સુબાએ યાદ કરાવી. {{gap}}અધિકારીએ હાથ જોડીને કહ્યું! ‘સુબા સાહેબ ! આ ઝાડ મે એટલા માટે વાવ્યું છે કે એ દ્વારા લોકોને થોડુ શિક્ષણ આપવું !’ {{gap}}સુબાને નવાઈ લાગી. પોતાનો કોઈ અધિકારી આ પ્રમાણે અંગત રસ લે તે એને ગમ્યું. એણે પૂછ્યું : 'આમાં શું શિક્ષણ મળવાનું હતું ?' {{gap}}'લોકો પોતે જ હંમેશાં જુએ છે કે આ અડચણ કરે તેમ છે. એક દિવસ એવો આવશે, જ્યારે એમાંથી કોઈ ને કોઈ ભેગા થઈને કાં એને ખોદી કાઢશે. કાં એને ખોદી નાખવાનું કહેવા માટે જૂથમાં મળવા આવશે. બન્ને રીતે એ વસ્તુ, લોકો માટે એક પ્રકારે જાતઅભ્યાસની જ ગણાશે. એટલે હું રાહ જોઉં છું.' {{gap}}એનો આ ખુલાસો સુબાને સુંદર દૃષ્ટાંત પુરું પાડનારો જણાયો. એટલે એણે વૃક્ષ એમ ને એમ રહેવા દીધું. સુબો ગયો, એટલે આંખ મીંચકારતો<noinclude></noinclude> laa2gxnbavesuo049uonv98z0308oju પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૯ 104 73015 222427 222077 2026-06-04T16:49:15Z Amvaishnav 156 /* Proofread */ 222427 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૦||સુવર્ણરેખા}}
'''</noinclude>અધિકારી પોતે પોતાને પ્રસન્નતાથી હસી રહ્યો ! 'ચાલો ! આગે આગે ગોરખ જાગે !' {{gap}}પણ ઘણા વખત ગયો છતાં ઝાડ ત્યાંથી ખસ્યું નહિ ને હવે તો એ ખાસ્સું મેાટું બનીને સૌને ઠીક ઠીક દૂર રાખવા લાગ્યુંં. સુબાએ એક વખત અધિકારીને ફરીને એ વાતની ચાદી આપી. {{gap}}આ વખતે અધિકારીએ તત્કાલ બંદોબસ્ત કરવાની વાત કરી ! {{gap}}પણ વાત તો હતી તેમને તેમ રહી. હવે સુબાને લાગ્યુંં કે આમાં કાંઈ ભેદ છે. એટલે એ પોતે બીજે દિવસે છાને વેષે ત્યાં ગયો. અસંતુષ્ટ લોકો પસાર થતા થતા ટીકા કરતા હતા કે ‘જુએ, પોતાની ભીંતને જરા જેટલો પણ ઘસારો ન લાગે માટે આ થયું છે ! પણ આંખ કોને છે ?' {{gap}}સુખાની આંખ હવે ઉઘડી. એને તરત સમજાઈ ગયું કે એ અધિકારીની હોંશિયારી ભરી વાચાળતા સિવાય બીજું કાંઈ જ દષ્ટાંત આંહીંથી ઊભું થવાનુંં નથી ! {{gap}}પણ એણે જુક્તિ કરી. બીજે દિવસે સવારમાં જ પોતે બે કુહાડાઓ સાથે ત્યાં આવ્યો. અધિકારીને ત્યાં માણસને મેાકલ્યો. એની સાથે કહેવરાવ્યું : 'ચાલો ! આજે આપણે જ દૃષ્ટાંત પૂરું પાડવાનું છે ! ’ {{gap}}અધિકારી હાંફળો ફાંફળો આવ્યો. એણે એક કુહાડો એના તરફ ધરીને કહ્યું: આ તમે લ્યો ! આ હું લઉં છું. ઝાડ આપણે જ પાડવાનું છે! ’ {{gap}}'અરે ! પણ આવતી કાલે જ . . . '<noinclude></noinclude> 6swulxt8023aly17ap4rgqxglftqwf4 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૩ 104 73019 222428 222081 2026-06-04T16:57:44Z Amvaishnav 156 /* Proofread */ 222428 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૪||સુવર્ણરેખા}}
'''</noinclude>મોટી કરે છે, પણ એનેા એક શતાંશ પણ ક્યાંય એના જીવનમાં કેમ દેખાતો નથી? આનું કારણ શું ? {{gap}}અને એમ કરતાં કરતાં તો એ માણસને પોતાને પણ કંટાળો આવવા મંડ્યો. કેવળ શબ્દો ને કેવળ ડાહી વાતોથી એને જીવનનો થાક લાગવા મંડ્યો, {{gap}}આ થાક એવ્પ્ અકારો થઈ પડ્યો કે એને એમ થયું કે હવે આનો કંઈક પણ ઉતાર નહિં મળે તો જીવન બહુ જ કઢંગું લાગવા મંડશે. {{gap}}એટલે એણે ફરીને દેવને સભાર્યા. {{gap}}દેવ હાજર થયા. તેણે કહ્યુ ! · કેમ ભાઈ ! ફરીને કેમ સંભાર્યો? થાક લાગ્યો છે કે શું?' {{gap}}પેલાએ કહ્યું; ‘હા થયું છે એવું. ’ {{gap}}‘ત્યારે જે ભાઈ! હુંં તને એક વાત કહું. તારા મનને એમ હતું કે 'હું ડાહી ડાહી વાતો કરીશ, એટલે ઘેટાંની પેઠે લોકો ભોળવાઈ જશે. લોકો ઘેલા છે એટલે ભોળવાય છે એ ખરું, પણ કુદરતી રચના એવી છે કે માણસ જે કાંઇ કહે અને જે કાંઇ કરે, એ બન્નેની વચ્ચે થોડીક પણ તડજોડ રાખે, તો જ એને સુખની કેડી મળે. નહિતર એ ભલે ધોડા કર્યો કરે, એને ઘણાં ‘ અતિ ’ મળે, અતિ પૈસા મળે, અતિ કીર્તિ મળે, અતિ નામના મળે, અતિ સત્તા મળે, છતાં પણ એ કોઈ ‘અતિ ’ થી એ સુખ ન પામે ! {{gap}}સુખની કેડી તો એને ત્યારે જ મળે, જ્યારે એ હજાર શબ્દોની સામે, ભલે બે શબ્દો જેટલું પણ, કામ કરી બતાવે તો<noinclude></noinclude> f1h0q2uh3bvhc8wcoxuorlz7dqp3f2p સભ્યની ચર્ચા:Piyushbhai makwana 3 73082 222423 2026-06-04T16:18:34Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 222423 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Piyushbhai makwana}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૧:૪૮, ૪ જૂન ૨૦૨૬ (IST) 04fa08nq11rz29ns7nrsfnvnwrv9m3t