વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.5 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૪ 104 73031 222477 222099 2026-06-06T16:41:30Z Amvaishnav 156 /* Proofread */ 222477 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સત્યનું દર્શન !||૭૫}}
'''</noinclude>જાણે ભૂલી જાઉં છું ! અત્યંત શાંતિથી સમુદ્રમંથનમાંથી નીકળેલા વિષનું પાન કરતા ભગવાત શંકરની પ્રતિમા એ વખતે મને નજરે ચડે છે ! {{gap}}મને થાય છે કે, જીવન સમુદ્રના બધા વિષને હું પણ કોઈક વખત ગટગટાવી જવાની શક્તિ મેળવું ! ને કેવળ ‘ જીવન છે’ એટલા જ ભાનમાત્રથી, પ્રભાતના પ્રથમ પરોઢની માફક નાચી ઉઠું ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> n5h0sfmmn1dqon6x9hu6ocw781iww2v પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૫ 104 73032 222478 222100 2026-06-06T16:48:02Z Amvaishnav 156 /* Proofread */ 222478 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૧૮ ]
જીવનની વાર્તા | }}
{{gap}}'''એક''' વખત એક ફિલસૂફ ફરવા નીકળ્યો. નિત્યના ચિંતનશીઘ્ર સ્વભાવને લીધે એને બહાર નીકળવાની ભાગ્યે જ ટેવ. એને ખબર નહિ કે કુદરતમાં કેટલી મીઠાશ ભરી છે! એ પોતાને ગામથી એક બીજે ગામ જવા નીકળ્યો હતો. {{gap}}રસ્તામાં એને એવી તરશ લાગી કે ન પૂછો વાત ! જીવ જાય એવી તરશ લાગી. ક્યાંક પાણી મળી જાય એ માટે એ નજર ફેરવતો હતો, એટલામાં આઘે આઘે એણે એક ખેતરમાં એક ખેડૂતને કામ કરતો જોયો. {{gap}}તે ત્યાં ગયો. ખેડૂતે એને પાણી પાયું. પણ એ એટલું સ્વાદિષ્ટ લાગ્યું કે એ વિષે ખેડૂતને પૂછવાનું એને મન થઈ આવ્યું. {{gap}}તેણે ખેડૂતને પૂછ્યું: ‘તમે હમેશાં આવું પાણી પીઓ છો?'<noinclude></noinclude> 4vii58qbjyzmbk8r2yweu5a8csmreec પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૬ 104 73033 222479 222101 2026-06-06T16:53:57Z Amvaishnav 156 /* Proofread */ 222479 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|જીવનની વાર્તા||૭૭}}
'''</noinclude>{{gap}}‘હા. કેમ ? ’ {{gap}}'આવું મીઠું ને સ્વાદિષ્ટ પાણી તો મેં જીવનભરમાં કદી પીધું નથી ! ’ {{gap}}'આ પાણી માંહીથી પાંચ ગાઉ દૂર્ એક કૂવો છે તેનું છે! ' {{gap}}'પીવા માટે એટલે દૂરથી પાણી લાવવાનું ? ’ {{gap}}'કારણ કે, આંહીં જે પાણી છે તે ખેતરમાં ઉપજ આપવા માટે બરાબર છે. પીવા માટેનાં પાણી આંહી નથી. એ પાંચ ગાઉ દૂરથી લાવવાનાં હોય છે!' {{gap}}'પણ ત્યારે તો એ હમેશની તકલીફ થાય ! ’ {{gap}}'જીવવા માટે જે જરૂરી હોય તે માણસ કરે, એમાં તકલીફ શું? એ તો એક પ્રકારનો આનંદ !' {{gap}}ફિલસૂફને ખેડૂતની વાણીમાં રહેલ અભિનવ વિચારદર્શનથી નવાઈ લાગી. એને ખેડૂતની સાથે વધારે સંવાદ ચલાવવાનું મન થયું. એને જાણવું હતું કે ખેડુતને આવી વાત ક્યાંથી મળી? પછી એમની વચ્ચે આ સંવાદ થયો : {{gap}}‘તું ફિલસૂફી શું છે તે જાણે છે?' {{gap}}‘હું તો ખેડૂત છું !' {{gap}}‘ પણ તેં ફિલસૂફીનું કોઈ પુસ્તક તો જોયું હશે નાં? હું આવ્યો ત્યારે તું ચિંતનમગ્ન હતો! ' {{gap}}'આંહી તો આ પુસ્તક છે. પેલાં પંખી, આપણી જરૂરિયાતના ધાન્યનો નાશ ન કરે માટે એને ઉડાડતાં રહેવાં ! ભલે મારવાં નહિ, પણ ઉડાડતાં રહેવાં ! ’ {{gap}}'પણ તેં મૃત્યુ વિષે કાંઈ વાંચ્યું વિચાર્યું છે ? કે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> ga88pqribhvxa9digdlkvvgfqfhi2nl પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૭ 104 73034 222480 222142 2026-06-06T17:00:39Z Amvaishnav 156 /* Proofread */ 222480 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૮||સુવર્ણરેખા}}
'''</noinclude>વાંચ્યું વિચાર્યું` જ નથી? ' {{gap}}'મૃત્યુ વિષે તો વિચાર્યું નથી. પણ્ પચીસ વર્ષના એકલવાયા જીવન પછી, મેં લગ્ન કરવા વિષે ચાક્કસ વિચાર્યું છે ! ' {{gap}}‘ તેં આ પણ જાણ્યું નથી કે જીવન ક્ષણભંગુર છે ? ’ {{gap}}· જીવનની મહેનત જેમાં નાખી છે, તે આ મારું ખેતર, આગલા મહિનામાં ધાન્યના પાકથી તૈચાર થઈ જવાનું છે!' {{gap}}'તેં સત્યનું દર્શન કર્યુ છે?' {{gap}}'તમારી વાત કાંઈક ન્યારી છે. હું એ સમજતો જ નથી. શું મૃત્યુ, શું ક્ષણભંગુર, શુ સત્ય ને શું વળી દર્શન ! બધું જ મને નવું નવું લાગે છે!' {{gap}}'મારા મિત્ર ! ત્યારે તો આ તારું દર્શન જ મને આનદમગ્ન બનાવી દે છે ! મને એમ લાગે છે, તું પૃથ્વીનો સૌથી પહેલો છોડ છો; ને આજે પણ તું જ, ભૌતિક દુનિયાનો પહેલો છોડ છો !' {{gap}}ખેડૂત એમાં કાંઈ સમજ્યોયા નહિ. પણ તેણે વિનયથી કહ્યું': ‘થોડું વધુ પાણી પીશો ? પાણી પીવા જેવું છે !' {{સ-મ| |★ | }}<noinclude></noinclude> dcn3vbikeivxavod1vgzyco227iah1w પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૮ 104 73035 222481 222143 2026-06-06T17:08:34Z Amvaishnav 156 /* Proofread */ 222481 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૧૯ ]
ભૂલતાં શીખો ! | }}
{{gap}}'''એક''' વખત બનાર્ડ શૉને કોઈ એ કહ્યુ કે અમુક માણસની યાદશક્તિ ઘણી સારી છે. ગમે તે વાત ગમે તે વખતે થઈ હાય છતાં એની યાદીમાં એ હોય હોય ને હોય, એટલી બધી તેજસ્વી એની યાદશક્તિ છે. {{gap}}બનાર્ડ શૉએ પોતાની લાક્ષણિક શૈલીમાં એને ઉત્તર વાળ્યેા હતો. ‘એકલું યાદ રાખવું, એ પૂરતું નથી. ભૂલવાનું યાદ રહી ન જાય, એની સંભાળ લેવી જોઈએ.’ {{gap}}ખનાર્ડ શૉના આ વાક્યને આપણે જો બરાબર તપાસીએ તો ધ્યાનમાં આવશે કે ઘણાખરા માણસો પોતે જેને અન્યાય માન્યો છે તે અન્યાયને ભૂલી શકતાં નથી. અને એની યાદીમાં હેરાન હેરાન થયાં કરે છે. અને વધારામાં આવી વાતને માણસ પોતાનું બળ માનતો હોય છે, એ એની કરૂણતા છે. ખરી રીતે આપણે આપણી જાતને આ સવાલ પૂછવો જોઈએ.<noinclude></noinclude> lideaxj1a9jbhajxm03u0qbq1gdgqsz