વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૫ 104 73069 222597 222371 2026-06-10T16:23:30Z Amvaishnav 156 /* Proofread */ 222597 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પૂછ્યું. ‘ ત્યારે તો તમે પણ દૃષ્ટિ ગુમાવી છે. જુઓ, એ છોકરી ઝાંપો ઉઘાડો મૂકીને ચાલી ગઈ. ’ {{gap}}અમે ત્યાં જોયું તો વાત સાચી હતી. છોકરીએ ઝાંપો બંધ કર્યો ન હતો. જાણે કે એટલા શ્રમમાં પણ નાનપ હોય ! કે એવી વ્યવસ્થાને એ ટેવાયલી જ ન હોય ! {{gap}}'ત્યારે તમારી કેળવણીમાં આ ખામી છે. વ્યવસ્થા શક્તિ, જાત શ્રમ વિના આવે જ નહિ, અને જાત શ્રમને કેળવણીમાં સ્થાન નથી. આ કારણ છે ! જુઓ, આ એવું બીજું કારણ પણ આવી રહ્યું છે તે બતાવું. {{gap}}એટલામાં એક છોકરો દોડતો આવ્યો. તેના હાથમાં ગઈ કાલનું ‘ પેપર' હતું. તે ‘ પેપર’ દેવા માટે જ આવ્યો હતો. તે 'પેપર' આપતાં હાંફતા હાંફતા બોલ્યો; ‘કાકા ’ આ તમારું ‘ પેપર' બાપાજીએ કહ્યુ છે, આજનુ હોય તો આપો.' {{gap}}વૃદ્ધ અંદર ગયા. પેપર લાવ્યા. પછી એની બરાબર ઘડી કરી. છોકરાના હાથમાં તે આપ્યુ. આપતાં બોલ્યા, ·‘ અલ્યા ’તું પણ 'સીકસ્થ ’માં આવ્યો ? {{gap}}'અરે ! હોય કાંઈ કાકા ? હું તો મેટ્રીક પાસ થઈ ગયો. આ વખતે તો કાલેજની તૈયારી છે! {{gap}}એ પેપર લઈને ચાલતો થયો. {{gap}}વૃધ્ધે અમારા તરફ ફરીને કહ્યુ. 'જોયું તમે ? મેં એને ‘પેપર’ ઘડી કરીને આપ્યું હતું. એ જ પ્રમાણે હંમેશાં આપું છું. પણ જયારે એ ‘ પેપર’ પાછું' દેવા આવે, ત્યારે આ જ પ્રમાણે ! ફરફર થાતું લાવે !<noinclude></noinclude> 1zfojgor9auz23jyqpbo6we5hi0mvo6 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૬ 104 73070 222598 222372 2026-06-10T16:29:59Z Amvaishnav 156 /* Proofread */ 222598 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૯૭}}<hr>'''</noinclude>આપણી રીતમાંથી રીત ગ્રહણ કરવાની શક્તિ પણ જાણે હવે ક્યાંય નથી ! {{gap}}આ પ્રમાણે જીવનમાં વ્યવસ્થા શક્તિ આવતી જ નથી. એ જ આપણા તમામ પતનનું કારણ છે! એ શી રીતે આવે? {{gap}}એક જ રીતે. પહેલેથી વ્યવસ્થિત થવાની ટેવ પાડવાથી. વ્યવસ્થાને પરીક્ષાનું મહત્ત્વ આપવું, એ જ જાણે જીવન છે, એમ સમજવું. તો જ બસમાં ચડતાં, થોડીવાર લાઈનમાં ઊભું રહેવુ પડે તો ગુસ્સે ન થઈ જવાય ! વ્યવસ્થા શાંતિને જન્માવે છે. શિક્ષણમાં નાનામાં નાના કામમાં વ્યવસ્થાનો આગ્રહ રાખવામાં આવે તો જ જીવન ઘડાય. આને માટે આપણી ઘર કેળવણી જવાબદાર છે. છોકરાં નાના હોય ત્યારે ગમે તેમ રડે, ગમે તેમ બોલે, ગમે તેમ હરેફરે, કોઈ ભાવ જ પૂછે નહિ! આ વસ્તુ મોટપણે પછી ફાલે છે. {{gap}}એક વખતની વાત કહું. એક ઠેકાણે એક બાઇએ ફરતાં ફરતાં લીંબુડી જોઇ. એમાં લીંબુ લટકતાં હતાં. પોતે મોટી ઉમ્મરની અને ચારે તરફ વાડ એટલે પ્રવેશ મેળવવો પણ અઘરો તેથી તેણે પોતાના બે ત્રણ નાનાં ભુલકાંને કહ્યું કે તમે અંદર જાઓ ! તમારો કોઈ ભાવ નહિ પૂછે ! {{gap}}આવી રીત સંસ્કારી ગણાતા માણસો રાખે પછી પ્રજાકીય ગુણ જેવો ગુણ જ ક્યાંથી જન્મે ? એક ડૉકટર અમારી પાસે શિસ્ત પાલનની મોટી મોટી વાતો કરતા હમેશા ઊભા રહેતા હતા. પણ જેવું, બસમાં ચડવાનું<noinclude></noinclude> rn140vnnvn1m1rh1cq0ihoaq02q8403 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૭ 104 73071 222599 222373 2026-06-10T16:38:45Z Amvaishnav 156 /* Proofread */ 222599 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>આવે કે તે સૌથી પહેલા દોડતા, અને ગેરવ્યવસ્થા કરી મૂકતા. {{gap}}એટલે જ્યાં સુધી આપણે નાના મોટા તમામની પાસેથી જાત મહેનત ને શિસ્તપાલનનો આગ્રહ ન રાખીએ, ત્યાં સુધી ‘નેશનલ કેરેકટર ’ પ્રજાકીય ગુણ તરીકે કોઈ ગુણનો વિકાસ સાધી ન શકીએ. {{સ-મ| |[ ૨ ] | }} {{gap}}એક નર્સની વાત છે. એનો વિચાર તો ડોક્ટરી લાઈન લેવાનો હતો, પણ તેમાં એને નિષ્ફળતા મળી. એટલે એ ન થઈ. છતાં એણે પોતાના શોખની ખાતર થોડો થોડો શસ્ત્ર ક્રિયાનો અભ્યાસ કર્યાં કર્યો. અને ધીમે ધીમે એ એમાં નિષ્ણાત પણ થઈ ગઈ. {{gap}}હવે એક વખત એવુ બન્યું, એક બાઈ દવાખાનામાં આવી. એ દવાખાનામાં હતી ત્યાં જ સમાચાર મળ્યા કે તેણે પાતાના પતિને લડાઇમાં ગુમાવ્યો છે. બાઈના શોકનો પાર ન હતો. છતાં એણે બહુ ધીરજથી એ દુ:ખ સહન કર્યુંં. એને એક નાનકડો પુત્ર તેની સાથે હતા. એને આધારે એણે આ દુઃખ સહેવાનું ધૈર્ય બતાવ્યું. {{gap}}પણ કહેવાય છે કે મુશ્કેલી આવે છે, ત્યારે એક પછી એક આવતે જ રહે છે. આ બાઇને પણ એવું જથયું. એના નાનકડા પુત્રને મગજનોનેા વ્યાધિ લાગુ પડ્યેા હતેા, અને તે પણ આ સંસાર ચોડી જશે એવી સ્થિતિ આવી ગઈ! {{gap}}એ વખતે એ ખાઈના દુઃખના પાર રહ્યો નહિ.<noinclude></noinclude> kki4rtu8z4jyunj6xh2c2fopzqnhvex પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૮ 104 73072 222600 222374 2026-06-10T16:47:24Z Amvaishnav 156 /* Proofread */ 222600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૯૯}}<hr>'''</noinclude>ડૉકટર પણ લાચાર હતો. બીજો કાઈ ઉપાય જણાતો ન હતો. ઓપરેશન અનિવાયૅ હતું. પણ તે સફળ થાય કે નહિ તે કહી શકાય તેવું ન હતુ. એ પરિસ્થિતિમાં આ બાઈના મનની વ્યથાનો પાર ન હતો. {{gap}}પેલી નર્સ આ વસ્તુ જોઈ રહી હતી. એ કાંઈક ઈશ્વર ઉપર શ્રદ્ધા ધરાવતી હતી. એને થયું કે ઈશ્વર એને હાથે આ દુઃખી બાઈની સેવા કરાવવા માગે છે ! એવી એને લાગણી જ થઈ આવી. એટલે એણે ડૉક્ટરને કહ્યું કે 'સાહેબ ! હુ યોગ્ય તો નથી, પણ મેં ઘણી શસ્ત્રક્રિયાઓ જોઈ છે ને કેટલીક કરી પણ છે. આ છોકરાને ઈશ્વર મારે હાથે જીવતદાન આપે' એમ હું પ્રાર્થના કરી રહી છું. પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે કે નહિ તે તો હું કાંઈ નિશ્ચય પૂર્વક કહી શકતી નથી. પણ તમે મને આ કામ વિશ્વાસપુર્વક સોંપી શકો, તો હું મારાથી બનતું બધું કરી છુટીશ ! ’ {{gap}}સૌને ખબર હતી કે આ શસ્ત્રક્રિયામાં પરિણામ તો લગભગ નક્કી છે. આ તો એક તક લેવાની વાત છે. કોને ખબર છે? વખત છે ને આને હાથે ચશ ચડી આવે ! {{gap}}ડૉક્ટરે રજા આપી. એટલે આ બાઈએ પ્રભુને પ્રાર્થના કરી અને ઓપરેશન હાથમાં લીધું. એકશંતાંશ ઈંચનો પણ જો આમ કે તેમ તફાવત પડે તેા મૃત્યુ અનિવાર્ય હતુ. એટલે એણે ઘણી જ ધીરજ અને શાંતિથી કામ કર્યુ. છેવટે ઇશ્વરકૃપાથી બાળક બચી ગયું ! {{gap}}પોતાના જીવનશ્રમનો મોટામાં મોટો બદલો મળ્યો<noinclude></noinclude> ht6rdpc9i4mikqq1ggcxtooxroxi7z0 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૯ 104 73073 222601 222390 2026-06-10T16:56:07Z Amvaishnav 156 /* Proofread */ 222601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હોય તેમ પોતાના હાથે આ શિશુ બચી ગયુંં, એ જોઇને તેની આંખમાંથી આભારના આંસુ નીકળી પડ્યાં ! {{સ-મ| |[ 3 ] | }} {{gap}}બે માણસો વાતો કરી રહ્યા હતા. એક માણસ કહી રહ્યો હતા કે એણે જીવનભરમાં એક દિવસ પણ પોતાની નોકરીમાં મોડું કર્યુંં ન હતું. અને હવે અઠવાડિયા પછી એનું કામ પૂરુંં થાય છે. આ એક અઠવાડિયું એ નિયમ જળવાઈ જાય તો બસ !' {{gap}}બીજાએ હસીને કહ્યું: ‘ પણ એમાં તમને ફાયદો શુ થયો ? તમે ધેાડા કર્યાં, એટલું નફામાં રહ્યું ! તમારો માલિક થોડો જાણવાનેા છે કે આ ભાઇએ નિયમિતતા જાળવી હતી ?' {{gap}}પેલાએ જવાબ વાળ્યો : ‘ એમ તો બદલો મળે કે ન મળે. પણ મારું પોતાનું મન એક પ્રકારની નિયમિતતાને જાણે ટેવાઈ ગયું છે. એ એનો હવે ગુણ થઈ ગયો છે. ફાયદો ગણો તો આ !' {{gap}}અને એમની બન્નેની વાત સાચી હતી. માણસ જે કાંઇ કામ કરે તે કેવળ પોતાનુ કર્તવ્ય જાણીને કરે, તો જ એ પોતાની માણસાઇ વધારતો રહે. માણસાઈ માટે માન હોય તો જ માણસ કામમાં સંતોષ મેળવે, નહિતર તો એને કોઈ દીવસ સંતોષ થવાનો જ નથી. {{સ-મ| |[ ૪ ] | }} {{gap}}એક માણસે લખ્યું છે, મને સુખ વિષેનો ખ્યાલ અચાનક જ આવ્યો . હું માનતો હતો કે ઘણુ કરીને<noinclude></noinclude> cmrwntcssxd4ygbwlv2p7y9fsfo4uy6