વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૬ 104 44115 222620 195259 2026-06-12T12:29:23Z Parth Anonymous 4587 /* Validated */ 222620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૨૮૮|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small> :પણ શકય હોય ત્યાં સુધી બાળકની આસપાસના વાતાવરણને ધ્યાનમાં લઈને પસંદ કરેલા કોઈ મુખ્ય હાથઉદ્યોગની આસપાસ ગૂંથાવી જોઈએ.” </small> {{gap}}કૉંગ્રેસની પૂર્ણાહુતિ વખતે પ્રમુખશ્રીનો તથા પ્રતિનિધિઓનો આભાર માનતાં સરદારે આપેલા ભાષણમાંથી કેટલોક ભાગ આપી આ પ્રકરણ પૂરું કરીશું : <small> {{gap}}"અહીં કરેલી નગરરચના બાબત મારે બે વાત કહેવાની છે. આ નગરરચના કરવાવાળાઓની તારીફ મેં બહુ સાંભળી છે. આ નગરને એકાવન દરવાજાથી શણગારવામાં આવ્યું છે. એમાં જે ખૂબસૂરતી છે તે બંગાળના વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝની કૃતિ છે. એ એટલા સાદાઈથી રહે છે કે મોટા ચિત્રકાર હશે એમ કોઈ ઓળખી પણ ન શકે. ગુજરાતના ચિત્રકારોએ પણ અહીં કામ કરેલું છે. પણ એમનો તો એ ધર્મ હતો. એટલે મારે એમની તારીફ કરવાની હોય નહીં. આ નગરનો આખો નકશો સરહદ પ્રાંતના નિવૃત્ત ઇજનેર શ્રી રામદાસ ગુલાંટીએ બનાવેલો છે. હાલમાં તેઓ બાપુની પાસે રહે છે અને જોડા સીવવાનું કામ કરે છે. ફૈઝપુર કૉંગ્રેસની બધી રચના પણ એમણે જ કરી હતી. બાપુએ મને કહ્યું કે અહીંનું બધું કામ પાંચ હજાર રૂપિયામાં આપણે આટોપવું જોઈએ. મેં જવાબ આપ્યો કે એ કામ રામદાસજીને સોંપી દો. એ જે કાંઈ માગશે તે હું આપીશ. એ પ્રમાણે રામદાસજીએ જે વસ્તુઓ માગી તે મેં આપી છે. એમાં કેટલા પૈસા ખર્ચાયા તેનો હિસાબ કરીશું ત્યારે ખબર પડશે. આ જગ્યા પસંદ કરવા માટે પણ હું તો બાપુને અહીં લઈ આવ્યો હતો. આ જગ્યા ઉપર મોટું વિકટ જંગલ હતું. એમણે એ જંગલ પસંદ કર્યું. ફૈઝપુરના અનુભવ ઉપરથી જણાયું હતું કે કૉંગ્રેસ માટે વિશાળ જમીન જોઈએ જ. એટલે અમે પાંચસો એકર જમીન લેવાનું નક્કી કર્યું. જમીન ત્રણ ગામની છે. તેમાં લગભગ અર્ધી જેટલી જમીન મુસલમાનોની છે. જમીનમાલિકોએ અમારી પાસે કશું માગ્યું નથી. એમનો ઉપકાર માનવો જોઈએ. પણ ગુજરાતના કામ માટે ગુજરાતીઓ જમીન આપે તેમાં ઉપકાર શો માનવો ? ગાંધીજીએ કહ્યું કૉંગ્રેસનાં રસોડાંમાં ગાયનું જ ધી-દૂધ, વાપરવું જોઇશે. ધી અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ તથા રજપૂતાનામાંથી લાવ્યા અને દૂધ માટે અહીં પાંચસો ગાયો રાખી. એ અમારા પાંચસો પ્રતિનિધિઓ એવા છે કે આપણને કશી તકલીફ આપતા નથી, એ કશા ઠરાવ રજૂ કરતા નથી સુધારો મૂકતા નથી, કે તે ઉપર ભાષણ કે ચર્ચા કરતા નથી. ઊલટું આપણને દૂધ પિવડાવે છે. બાપુનો બીજો હુકમ એ થયો કે બધા પ્રતિનિધિઓને હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીમાં દળેલો આટો ખવડાવવો જોઈશે. સેંકડો મજૂરો રાખીને અમે ચોખા ખંડાવ્યા અને આટો દળાવ્યો. {{gap}}"આ જંગલ, એક ગુજરાતી ભાઈએ પોતાનું ટ્રેકટર લાવીને બધું સાફ, સરખું કરી આપ્યું અને આસપાસના રસ્તા સુધાર્યા. સ્ટેશનથી અહીં આવવાની સડક ઉપર ધૂળ ન ઊડે માટે એટલી સડક ડામરની બનાવી. પછી સવાલ પાણીનો રહ્યો. રોજ અહીં બે લાખ માણસ ભેગુ થાય એમને માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ. મેં કહ્યું કે વૉટરવર્ક્સ્ બનાવવાનું ખર્ચ પચાસ હજાર રૂપિયા થશે. બાપુએ કહ્યું કે નદીનું પાણી પિવડાવીશું. મેં કહ્યું કે એ </small><noinclude></noinclude> 0cjy2i1i6er9rxoez3jtttx4m7znsj7 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૩ 104 44426 222622 196937 2026-06-12T12:51:47Z Parth Anonymous 4587 /* Validated */ 222622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||ત્રિપુરી કૉંગ્રેસ|૪૨૫}}</noinclude>સભ્યોએ એવી માન્યતા માટે કશું જ કારણ નહોતું આપ્યું; તોપણ તેઓ એમ માનતા કે સમૂહતંત્ર (ફેડરેશન)ની બાબતમાં આ નરમ વિચારના સભ્યો, જેમાં સરદારને તેઓ મુખ્ય ગણતા હતા તે, બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરવાનો વિચાર સેવે છે. જોકે એ વિષે હરિપુરા કૉંગ્રેસનો ઠરાવ તો બહુ સ્પષ્ટ હતો. બીજું સુભાષબાબુ એમ પણ માનતા હતા કે સરકારની સામે સામુદાયિક સવિનય ભંગની લડત આપવાનો આ ખરેખરો મોકો છે. વિશ્વયુદ્ધનાં વાદળ જે વખતે ઘેરાવા માંડ્યાં હતાં, તે વખતે આપણે જો આવી લડત આપીશું તો બ્રિટિશ સરકાર નમી પડશે એમ તેઓ માનતા હતા. જલપાઈગુરીમાં બંગાળના કૉંગ્રેસ પ્રતિનિધિઓ એકઠા થયા હતા ત્યારે સુભાષબાબુએ ઠરાવ પણ કરાવ્યો હતો કે ઈગ્લેંડને છ મહિનાની નોટિસ આપવી અને એ મુદત પૂરી થયે સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવી. {{gap}}કૉંગ્રેસની કારોબારી સમિતિને આવી રીતની નોટિસ આ વખતે આપવાનું બિલકુલ યોગ્ય લાગતું ન હતું. સામુદાયિક સવિનય ભંગની લડત જો એની નેતાગીરી ગાંધીજી લે તો જ ઉપાડી શકાય એમ હતું. અને ગાંધીજીને તો એ માટે હવા બિલકુલ પ્રતિકૂળ લાગતી હતી. તેઓ તો કહેતા કે દેશની અત્યારની હવામાં મને હિંસાની ગંધ આવે છે. એટલે હું તો સવિનય ભંગની લડતનો અત્યારે વિચાર જ કરી શકતો નથી. {{gap}}પ્રમુખની ચૂંટણી જાન્યુઆરીની ર૯મી તારીખે થવાની હતી. પ્રમુખપદ માટે ત્રણ જણનાં નામ બોલાતાં હતાં : મૌ. અબુલ કલામ આઝાદ, ડૉ. પટ્ટાભી સીતારામૈયા અને બાબુ સુભાષચંદ્ર બોઝ. ગાંધીજી તે વખતે બારડોલીમાં હોવાથી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક જાન્યુઆરીની અધવચમાં બારડેલી મુકામે રાખી હતી. તે વખતે કોને પ્રમુખ નીમવા એ વિષે કારોબારી સમિતિએ કાંઈ વાત વિધિસર કરી નહોતી. પણ ગાંધીજીએ મૌલાના સાહેબ સાથે વાત કરેલી અને એઓએ પ્રમુખ બનવાનું સ્વીકાર્યું પણ હતું. સુભાષ બોઝ તથા એમના ભાઈ શરદચંદ્ર બોઝ સિવાયના કારોબારી સમિતિના બીજા બધા સભ્યોને તો મૌલાના પ્રમુખ થાય તે એકદમ પસંદ હતું. પણ કારોબારી સમિતિ પૂરી થઈ અને બધા સભ્ય વીખરાયા ત્યાર પછી મૌલાના સાહેબે પોતાને વિચાર બદલ્યો અને મુંબઈ ગયા હતા ત્યાંથી પાછા આવી ગાંધીજીને એ જણાવ્યો. એટલે ડો. પટ્ટાભીને પ્રમુખપદ સ્વીકારવાનું ગાંધીજીએ કહ્યું. સુભાષબાબુનો તો આગ્રહ જ હતો કે એમણે પોતે અથવા તેમના જેવા ઉદ્દામ વિચારવાળા બીજા કોઈએ પ્રમુખ થવું જોઈએ. એટલે એઓ પોતાનું નામ ખેંચી લેવા તૈયાર નહોતા. એટલે સુભાષબાબુ અને ડો. પટ્ટાભી વચ્ચે હરીફાઈ રહી.<noinclude></noinclude> 918wrxxq45dt7nwycuiwju3cfea6iv6 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૩ 104 44441 222624 197020 2026-06-12T13:42:58Z Parth Anonymous 4587 /* Validated */ 222624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||ત્રિપુરી કૉંગ્રેસ|૪૩૫}}</noinclude>ગયા અને મૂઠ્ઠીભર દેખાવા લાગ્યા. મંચ પાસે પહોંચીને તેઓએ થોડી વાર લગી તો બૂમો પાડી. પણ જવાહરલાલજી ર્દઢ રહ્યા એટલે પેલા લોકો થાક્યા. ત્યાર બાદ સભાનું કામકાજ રીતસર ચાલ્યું. બંને ઠરાવો રજૂ થયા. એના ઉપર ચર્ચા કરવાનું તથા મત લેવાનું બીજા દિવસ ઉપર રાખ્યું. {{gap}}બીજે દિવસે ખુલ્લા મંડપમાં અધિવેશન ન ભરતાં વિષયવિચારિણી સમિતિના તંબુમાં અધિવેશન ભરવામાં આવ્યું અને તેમાં પ્રતિનિધિઓ સિવાય બીજા કોઈને દાખલ ન કરવામાં આવ્યા. મત લેવાતાં પ્રમુખને અણગમતો ઠરાવ જે નીચે પ્રમાણે હતો તે પસાર કરવામાં આવ્યો અને પ્રમુખનો ઠરાવ નામંજૂર થયો. પસાર થયેલો ઠરાવ નીચે પ્રમાણે છે : <small> {{gap}}"પ્રમુખની ચૂંટણીના સંબંધમાં ભારે વાદવિવાદ જાગવાને પરિણામે કૉંગ્રેસમાં અને દેશમાં વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી થવા પામી છે. તેથી કૉંગ્રેસના આ અધિવેશને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની અને કૉંગ્રેસની સર્વસામાન્ય નીતિ જાહેર કરવાની જરૂર છે. {{gap}}“ કૉંગ્રેસનું આ અધિવેશન જાહેર કરે છે કે મહાત્મા ગાંધીના માર્ગદર્શન નીચે છેલ્લાં કેટલાંક વરસથી કૉંગ્રેસની મૂળભૂત નીતિ પ્રમાણે તેનો જે કાર્યક્રમ ચાલે છે તેને કૉંગ્રેસ દૃઢતાપૂર્વક વળગી રહે છે. એનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કૉંગ્રેસની ચાલુ નીતિમાં કશો ફેરફાર કરવાની જરૂર નથી અને ભવિષ્યમાં કૉંગ્રેસનો કાર્યક્રમ એ નીતિ પ્રમાણે જ ચાલવો જોઈએ. ગયે વરસે કૉંગ્રેસની કારોબારી સમિતિએ કરેલા કામ વિષે આ કૉંગ્રેસ પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને તેના સભ્યો પ્રત્યે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને નાપસંદ કરે છે. {{gap}}"આવતે વરસે કટોકટીભરેલી સ્થિતિ ઊભી થવાનો સંભવ છે. તે વખતે મહાત્મા ગાંધી જ કૉંગ્રેસને અને દેશને વિજયને માર્ગે દોરી શકે એમ છે. તે જોતાં આ કૉંગ્રેસ એ વસ્તુ અનિવાર્ય માને છે કે કોંગ્રેસની કારોબારી સમિતિ મહાત્માજીનો પૂર્ણ વિશ્વાસ ધરાવે એવી હોવી જોઈએ, તેથી પ્રમુખને વિનંતી કરે છે કે મહાત્માજીની ઇચ્છાઓ ધ્ચાનમાં લઈને તેમણે કારોબારી સમિતિની નિમણુક કરવી.” </small> {{gap}}ત્યાર પછી જેના ઉપર મતભેદો નહોતા એવા કેટલાક ઠરાવો પસાર કરીને કૉંગ્રેસનું અધિવેશન પૂરું થયું. સુભાષબાબુએ પોતાની માંદગીને લીધે તેમ જ ઉપર આપેલા ઠરાવને કારણે નવી કારોબારી સમિતિ ન નીમી. પણ એમના મનમાં ખાસ કરીને સરદાર પ્રત્યે ભારે રોષ અને કડવાશ રહી ગઈ. તા. ૨૧મી માર્ચ એમના ભાઈ શરદબાબુએ ગાંધીજીને જે કાગળ લખ્યો તે ઉપરથી આ વસ્તુ જણાઈ આવે છે. એ કાગળમાંથી થોડાક ફકરા નીચે આપ્યા છે : <small> {{gap}}“ ત્રિપુરીમાં હું એક અઠવાડિયું હતો તે દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તેથી મારી આંખો ઊઘડી ગઈ છે. લોકો જે વ્યક્તિઓને આપના માનીતા શિષ્યો અને પ્રતિનિધિઓ માને છે તેમણે ત્યાં જે સત્ય અને અહિંસાનું </small><noinclude></noinclude> 6rhszf5uplocs5ylg0eulprpmi3zvj9 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૫ 104 44453 222623 197434 2026-06-12T13:17:03Z Parth Anonymous 4587 /* Validated */ 222623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી|૪૫૭}}</noinclude><section begin="465a" />{{gap}}રાજેન્દ્રબાબુએ સર સેમ્યુઅલના જવાબમાં એક જ વાત કહી : <small> {{gap}}“ બહારની કોઈ દખલગીરી વિના સર્વસંમત બંધારણ તૈયાર કરવાની બ્રિટિશ સરકાર હિન્દીઓ ઉપર જવાબદારીઓ નાખે અને એને કાયદાથી માન્ય કરવાનું વચન આપવામાં આવે તો એ ખરી દરખાસ્ત કહેવાય. એના વિના લઘુમતીઓને રક્ષણ આપવાની વાતો તો પોતાની સત્તા છે તેમ ચાલુ રાખવાના બહાના જેવી દેખાય છે. ” </small> <section end="465a" /> <section begin="465b" />{{સ-મ| |<big>૨૯</big> <br> <big>પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી</big> | }} {{gap}}કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધા પછી કૉંગ્રેસીઓ ખાસ કરીને જુવાન વર્ગ સ્વાભાવિક રીતે જ એવી માગણી કરવા લાગ્યો કે હવે કાંઈ જબ્બર પગલું આગળ ભરવું જોઈએ. ગાંધીજી પ્રજાની નાડ બરાબર હાથમાં પકડીને બેઠા હતા. તેમણે તા. ૩૦-૧૦-'૩૯ ના રોજ 'હવે પછી' એ નામનો લેખ લખી પરિસ્થિતિનું પૃથકકરણ કર્યું તથા એ વિષે પોતાનું વલણ શું છે એ જાહેર કર્યું : <small> {{gap}}"બ્રિટિશ સરકાર જોડે ઊભા થયેલા પ્રસંગને અંગે જવાબદારીનો જેવડો ભાર હું અત્યારે અનુભવી રહ્યો છું તેવડો અગાઉ કદી પણ મેં અનુભવ્યો નથી. કૉંગ્રેસ પ્રધાનમંડળનાં રાજીનામાં પડવાં જરૂરી હતાં, પણ આગળનું પગલું મને કોઈ રીતે સ્પષ્ટ કળાતું નથી. કોંગ્રેસીઓ જબ્બર પગલાની અપેક્ષા રાખતા જોવામાં આવે છે. કેટલાક પત્રલેખકો મને જણાવે છે કે હું હાકલ કરું એટલી જ વાર છે. આખા દેશમાંથી અગાઉ કદી ન મળેલો એવો જવાબ મને મળશે. વળી તેઓ મને ખાતરી આપે છે કે લોકો અહિંસક રહેશે. એમનાં લખાણમાં અપાયેલી ખાતરી ઉપરાંત તેમના કથનના ટેકામાં મને બીજી કશી સાબિતી મળી નથી. એનાથી વિરુદ્ધનો પુરાવો મારી પાસે ઢગલા મોઢે પડ્યો છે. અહિંંસાને તેમાંથી ફલિત થતા તમામ અર્થ સાથે કૉંગ્રેસીઓ માને છે અને વખતોવખત મળનારી સૂચનાઓને તેઓ વગર આનાકાનીએ પાળવાના છે એવી મને ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતના સવિનય ભંગમાં હું હાથ નાખું તેમ નથી. {{gap}}"કૉંગ્રેસીઓમાં અહિંસાના પાલનને અગેની અનિશ્ચિતતા હોવા ઉપરાંત બીજી મહત્ત્વની બીના એ છે કે મુસ્લિમ લીગ અત્યારે કૉંગ્રેસને મુસલમાનની શત્રુ ગણે છે. આ બીના સવિનય ભંગ મારફત સફળ અહિંસક ક્રાંતિ કરવાનું કોંગ્રેસને સારુ લગભગ અશક્ય કરી મૂકનારી છે. કારણ કે આનો અર્થ નક્કી હિન્દુ-મુસલમાન રમખાણો એ થાય છે. . . . {{gap}}“હું ચોક્કસ માનું છું કે જેકે બ્રિટિશ સરકારે પોતાનાં કાર્યોથી લડાઈને અંગે સહકાર આપવાનું કૉંગ્રેસને સારુ અશક્ય કરી મૂક્યું છે, તોપણ કૉંગ્રેસે </small> <section end="465b" /><noinclude></noinclude> dykpm6s84mvw5gltiz42xrzpf4vj24o પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૫ 104 73079 222625 222409 2026-06-12T16:15:31Z Amvaishnav 156 /* Proofread */ 222625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}‘ હા, હા, એ વાત તો હું લીંબુમાં ભૂલી જ ગયો.’· {{gap}}'એમ શેણે ભૂલાય ? વ્યવહાર છે તે ચાલે; પણ ધરમનો મારગ કેમ ભૂલાય ?’ {{gap}}બાઇએ ટીકા કરી ને એ બન્ને જણાં દર્શન કરવા ચાલ્યાં ગયા. {{સ-મ| |[ ૭ ] | }} {{gap}}'''કેટલાક''' કહે છે દુનિયામાં બે પ્રકારનાં માણસો છે; સજ્જન અને દુર્જન. મિત્ર અને શત્રુ. નાના અને મોટા. સાચા અને ખોટા. એમ ગમે તે રીતે ગણો પણ બે પ્રકારનાં માણસો મળશે. {{gap}}પણ હું કહું છું માણસમાં પોતાનામાં જ ત્રણ પ્રકારનાં માણસો વસી રહ્યાં છે. તેનુ શું ? દરેક માણસમાં ત્રણ માણસો વસી રહ્યાં છે. {{gap}}એ દૃષ્ટિએ જોતાં હરકોઈ માણસમાં આ ત્રણ માણસો મહત્વનાં છે. એ ત્રણ માણસો કયાં ? {{gap}}એક તો, હરેક માણસમાં, એક માણસ એવો રહ્યો છે, જે એનું જીવન સુધારવાનુ કામ કરતો રહે છે. બીજો એક માણસ એવો રહેલ છે, જે જીવનને સુખી કરવાનું કામ કરે છે, ત્રીજો માણસ એવો છે, જે ચિંતન કર્યા કરે છે. {{gap}}પહેલા પ્રકારનો માણસ, જે જીવન સુધારવાનું કામ કરે છે, તેને તો સીધાં ચઢાણ છે. અને એની યાતનાઓનો પાર નથી. એ યાતનાઓ સહન કરવા માટે એને હું ચાહું છું. {{gap}}બીજો માણસ, જીવનને સુખી કરવા મથે છે, તે<noinclude></noinclude> nv3kzz5rtd795ic1aoctbcl3tflv4j3 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૬ 104 73080 222626 222411 2026-06-12T16:22:18Z Amvaishnav 156 /* Proofread */ 222626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૭}}<hr>'''</noinclude>જાણે છે કે સુખ આપવાથી સુખ મળે છે. માટે એના આ જગત ઉપરના આશીર્વાદસમા સ્વરૂપને પણ હું ચાહું છું. {{gap}}ને ત્રીજો, જે ચિંતનમાં લીન છે તેને તેના ડહાપણ માટે હુંં ચાહું છું. {{gap}}આમ કર્મ, ભક્તિ ને જ્ઞાન એ ત્રણે એક જ માણસમાં વસી રહ્યાં છે. {{gap}}પણ જ્યારે માણસ કર્મ કરતો નથી, જ્ઞાન મેળવતો નથી, ભક્તિ જાણતો નથી, ત્યારે કહી શકાય કે હવે માણસમાં માણસ રહ્યો નથી! માત્ર આકૃતિ બાકી રહી છે ! {{gap}}આકૃતિ એ માણસ નથી. તેમ જ માણસની બહારની સાધનસંપત્તિ એ પણ માણસ નથી. {{gap}}માણસ માણસની અંદર વસી રહ્યો છે. {{gap}}એ માણસ જ ખરો માણસ છે. અને તેને જીવનમાં ત્રણ જ સાથે સંબંધ છે. કાં એ કર્મ કરે. કાં જ્ઞાન મેળવે. અને કાં ભક્તિ કરે. {{સ-મ| |[ ૮ ] | }} {{gap}}'''એક''' વખત મેં મારા બાળકો માટે મેળામાંથી રમકડાં આણ્યાં. રંગબેરગી રમકડાં આણ્યાં. એ લાવીને બાળકોને આપ્યાં અને શું બાળકોને આનદ થયો છે ! {{gap}}એ નાચ્યાં. કુદ્યાં. હસ્યાં, એમની ગમતનો પાર ન રહ્યો. {{gap}}હું ગમે તેમ પણ એમનો પિતા. {{gap}}એના આનંદથી મને પણ આનંદ આનંદ થઈ ગયો.<noinclude></noinclude> nu0bvz2nh330z7rmw2a3qrv72yngzzf પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૭ 104 73081 222627 222413 2026-06-12T16:29:56Z Amvaishnav 156 /* Proofread */ 222627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}પણ તે દિવસથી મને એક વાત સમજાણી. આ દુનિયાનો પિતા જાણે કે આપણને—એના શિશુને—આનંદ આપવા માટે રંગબેરંગી રમકડાંની દુકાન માંડીને બેઠો છે. એ રમકડાં કયાં ? {{gap}}સવારમાં આકાશ કેટલા રંગ આપે છે? વર્ષાઋતુમાં મેઘધનુષ કેવું દેખાય છે ? સાગર કિનારે જળની કેવી છોળો નાંખે છે? ભવ્ય પર્વતો, નદી કિનારાઓ, વનકુંજો, સરિતા સાગરને મળે છે ત્યાં, કેવાં મનોહર દૃશ્ય હોય છે ! {{gap}}આ બધાં ઈશ્વરના રમકડાં છે. એ એની બજારનાં રમકડાં છે. અને તે આપણા જેવા શિશુઓ માટે ગોઠવાયેલાં છે. પણ આપણે આ રમકડાં જોતા નથી, લેતા નથી, એમાં આનંદ પામતા નથી, અને ચારે તરફ પૈસા માટે, સુખ માટે, કાંઈક લાભ મેળવી લેવા માટે, દોડાદોડ કરી મૂકીએ છીએ ! {{gap}}ઈશ્વર કહે છે: 'મારું રમકડાં મજાર મેંં તમારે માટે ભર્યું છે. એમાં તમે કોઈ વખત આવીને નજર કરી ! તમને આનંદ મળશે !’ {{gap}}જાત્રાઓ આટલા માટે ગોઠવાઈ છે. મંદિરો આટલા માટે ઊભાં થાય છે. આ વાતને સમજીને કરે તેને આનંદ મળે. બીજાને ધોડા થાય. પૈસા પાણી થાય ને જીવન પણ અફળ જાય. {{સ-મ| |[ ૯ ] | }} {{gap}}'''એક''' માણસે પોતાના જીવનનો એક નવાઈ ભરેલેા અકસ્માત નોંધપાત્ર બનાવ્યેા છે.<noinclude></noinclude> b86dfm7tbyfdx6u0qlbunhozurvvwag પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૮ 104 73083 222628 222438 2026-06-12T16:39:52Z Amvaishnav 156 /* Proofread */ 222628 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૯}}<hr>'''</noinclude>{{gap}}એ નાનો હતા ત્યારે પોતાની માને ગુમાવી બેઠેલો. એની મા મરણ નહિ પામેલી, પણ બીજે સ્થળે ચાલી ગયેલી. અને એ ક્યાં ગઈ અને એનું શું થયુ એનો કાંઈ જ પત્તો લાગ્યો નહિ. {{gap}}પણ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ આ જુવાનના દિલમાં એની માને એક વખત જોવાની લગની ઘર કરતી ગઈ. {{gap}}એ પોતે અરચુરણ પરચુરણ ફેરી કરનારો હતો અને પોતાના ફેરીના ધંધામાં સાથે સાથે માની શોધ પણ ચલાવી રહ્યો હતો. પણ એમ વર્ષોં ગયાં છતાં એને આ વાતનો કાંઈ પત્તો મળ્યો નહિ. એ નિરાશ થઈ ગયો. અને એણે આશા પણ છોડી દીધી. એક વખત એક અકસ્માત બન્યો. {{gap}}એનાથી કોઈના ઘેર ‘ટેલીફોન' કરવા જતાં ટેલીફોન ચોપડી નીચે પડી ગઈ. પણ એ ખુલ્લી પડેલી ચોપડીના પાના ઉપર એણે શું જોયુંં ? {{gap}}લાખોની વસ્તીવાળા શહેરમાં જે માતાને એ શોધી રહ્યો હતો, એ માતાનું નામ સરનામ્ય્ં ફોન નંબર એમાં હતાં ! એને પોતાને તો આ વાતની શંકા જ નહિ પડેલી કે એની મા આ જ શહેરમાં આવી રીતે રહેતી હશે ! {{gap}}કેટલો સુખદ અકસ્માત ! માણસના જીવનમાં આવા પ્રસંગો આવી જાય, ત્યારે એને કોઈ અગાધ શક્તિનું ભાન થતુ રહે તો એનો ઉદ્ધાર થઈ જાય ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> 8vd9aanrvusfsznnh5q0xe6kpwinv9q પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૯ 104 73084 222629 222439 2026-06-12T16:46:34Z Amvaishnav 156 /* Proofread */ 222629 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૪ ]</big></big> <br/> <big><big>સુખને સમજવાની રીત</big></big> | }} <br/> {{gap}}'''એક''' વખત એક માણસને એવી ઈચ્છા થઈ આવી કે ખરેખરો સુખી કોણ છે ને ક્યાં છે તે શોધી કાઢવું. એવો સુખી માણસ જ્યાં હોય ત્યાં જવું ને એની પાસેથી સુખી જીવનના નિયમો બરાબબર શીખી લેવા. પોતે એ નિયમો પ્રમાણે વર્તવું અને દુનિયાને પણ એ વાતની જાણ કરીને દુનિયાને પણ સુખની વાત કહેવી. {{gap}}આ પ્રમાણે નિશ્ચય કરીને એ માણસ સુખીને શેાધવા નીકળ્યો. {{gap}}પહેલ વહેલાં એ પોતાના એક ઓળખીતા પાળખીતા હતા તેને ત્યાં ગયો. એની સાથે જ વિદ્યા ગ્રહણ કરનારો એક માણસ, ઘણો શ્રીમત થઈ ગયો હતો. એ બહુ સુખી જણાતો હતો. એટલે એ પહેલાં તેને ત્યાં ગયો. {{gap}}પણ ત્યાં જઈને એણે જે જોયું તે જોઈ ને એ છક્ક થઈ ગયો ! એને એક વાતની નવાઈ લાગી. જે છે તે<noinclude></noinclude> i4hbmcfvzc3xzayr4wmrfhbqv498hsp સભ્યની ચર્ચા:Tishaben 3 73164 222621 2026-06-12T12:50:24Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 222621 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Tishaben}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૮:૨૦, ૧૨ જૂન ૨૦૨૬ (IST) jqlms9cagge4b09xkoy3lqlonhix3k7