વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૪ 104 44171 222635 195875 2026-06-14T04:19:14Z Parth Anonymous 4587 /* Validated */ 222635 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૪૬|સરદાર વલ્લભભાઈ|}}</noinclude> {{gap}}વીરાવાળાની રેસિડેન્સીના અમલદારો આગળ કેવી સ્થિતિ હતી તે બતાવવા પૂરતો જ આ વસ્તુના ઉલ્લેખ કર્યો છે. બાકી ઠાકોરસાહેબ વીરાવાળાને પૂછ્યા વિના કશું કરી શકે એમ નહોતા. દરબાર વીરાવાળા પણ સમાધાન થાય એ માટે ઇન્તેજાર હતા અને સમાધાન કરવું હોય તો સરદાર સાથે જ થઈ શકશે એમ તેઓ માનતા હતા. તે ઉપરથી શ્રી અનંતરાય પટ્ટણી તથા દરબાર વીરાવાળા ઠાકોર સાહેબને મળ્યા. ઠાકોરસાહેબની ઈચ્છા કોઈ પણ રીતે સમાધાન કરવાની જણાઈ એટલે શ્રી અનંતરાય ગાંધીજીને મળવા વર્ધા ગયા. સમાધાન કયા ધોરણ ઉપર થાય તો પ્રજાને માન્ય થઈ શકે એ વિષેનો મુસદ્દો ગાંધીજીએ કરી આપ્યો. તે લઈને શ્રી અનંતરાય અમદાવાદમાં સરદારને મળ્યા. અને પછી રાજકોટ જઈ ઠાકરસાહેબને તથા દીવાન સર પેટ્રિક કૅંડલને તેઓ મળ્યા. ઠાકોરસાહેબને એ મુસદ્દો માન્ય હતો. તે ઉપરથી એવું નક્કી થયું કે કૅંડલે સરદારને મુંબઈમાં મળવું. તે પ્રમાણે શ્રી અનંતરાયે તા. ર૯મી નવેમ્બરના રોજ કૅંડલની મુલાકાત સરદાર સાથે મુંબઈમાં ગોઠવી, અને બધું લગભગ નક્કી થયું. પણ કૅંડલને તથા રેસિડેન્સીને આવું સમાધાન થાય એ ગમતું નહોતું, એટલે તા. ૯મી ડિસેમ્બરે કૅંડલની સહીથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેમાં ૧૪૪મી કલમનો અમલ બે મહિના વધુ લંબાવવામાં આવ્યો. બીજા જાહેરનામામાં જણાવવામાં આવ્યું કે, <small> {{gap}}“ઠાકોરસાહેબે જમીનમહેસૂલમાં ઘટાડો કર્યો છે અને ઘણા ઇજારા રદ કર્યા છે. છતાં ચળવળ ચાલુ રહી છે તે જોઈને અમને દિલગીરી થાય છે. રાજ્યના વહીવટમાં પ્રજાને વધારે હિસ્સો મળે તેમ કરવા પણ તેઓ રાજી છે. અને તે માટે તેમણે કેટલાક ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. પ્રજાપ્રતિનિધિ સભા પ્રજા તરફથી ચૂંટવામાં આવશે અને રાજ્યનાં લોકહિતકારી ખાતાં એ સભાના જવાબદાર પ્રધાનને સોંપવામાં આવશે. નવી પ્રજાપ્રતિનિધિ સભા રાજા તથા પ્રજાના હિતમાં કામ કરશે. ઠાકોરસાહેબે અમલદારો અને બિનઅમલદારોની એક કમિટી નીમવાનું પણ મંજૂર કર્યું છે. તે કમિટી જમીનમહેસુલ પ્રજા ઉપર વધારે બોજારૂપ ન થાય પરંતુ રાજવહીવટના ખર્ચને પહોંચી વળવા જેટલું જ હોય એવી રીતે તેમાં ઘટાડો કરશે. રૈયત ઉપરના કરનો બોજો બ્રિટિશ હિંદ કરતાં વધારે નહીં રાખવામાં આવે. ઠાકોરસાહેબને દિલગીરી થાય છે કે ચળવળ ચાલુ રહેવાથી પ્રજાને આર્થિક નુકસાન થાય છે, અને વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડે છે.” </small> {{gap}}જે ધોરણ ઉપર સમાધાન કરવાની વાત કૅંડલ સાથે થઈ હતી, તેને બદલે રાજ્ય તરફથી ઉપરની મતલબનું જાહેરનામું નીકળ્યું એ જોઈ સરદારને બહુ નવાઈ લાગી. એટલે એના જવાબમાં તા. ૧૦મી ડિસેમ્બરના રોજ એમણે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :<noinclude></noinclude> 7f9kiv7o0y4pncyauxjhww56gofebnv પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૦ 104 73085 222630 222440 2026-06-13T16:18:36Z Amvaishnav 156 /* Proofread */ 222630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સુખને સમજવાની રીત||૧૧૧}}<hr>'''</noinclude>કાંઈ નથી, એવી જ જાણે કે હવા ત્યાં ફેલાઈ ગઈ હતી. અને આખા દિવસ બધાં જ માણસો, શી રીતે જે છે તે વધે, તેની ચિંતામાં પડ્યાં હતાં! એટલું જ નહિ, એમાંનો કોઈ પણ એક પળની નિરાંત ભોગવતો ન હતો ! {{gap}}આને લાગ્યું કે આ ઠેકાણે તો સુખ હોવાનો સંભવ નથી. એટલે એ એક બીજા એળખીતાને ત્યાં આંટાફેરા કરવા મંડ્યો. એની પાસે લક્ષ્મી હતી, તેના કરતાં સત્તા વધારે હતી અને તેનું સુખ એ સત્તાના ઉપયોગમાં રહ્યું હતું. {{gap}}પણ આ માણસે જેરું કે આ ભાઈને મોટામાં માટી બીક સત્તા ચાલી જવાની લાગતી હતી! ને તે સત્તાનો જે સમય હતો, તે સમય દરમ્યાન, એ પોતાની હાક ગજવવામાં જ તલ્લીન થઈ ગયો હતો ! અને એમાં ને એમાં હેરાન પરેશાન થઇ રહ્યો હતો ! {{gap}}પછી તો એ પંડિતોને ત્યાં ગયો. વિદ્વાનોને ત્યાં ગયો. એને આશા હતી કે ત્યાં સુખ હશે ! પણ ત્યાં તે એણે શબ્દોની મશ્કરી થતી જોઈ ! {{gap}}રાજદ્વારી પુરુષોને ત્યાં ગયો; ત્યાં બધાની વિટંબના દીકી. એ ઘણે ઠેકાણે ફર્યો, ગરીબોને ત્યાં પણ ગયા. ત્યાં વળી મારામારી ને કાપાકાપી જોઈ ! બધી જ વાતની ખામી ! કોઈ કહેતાં કોઇ માણસ, એને એવા ન મળ્યું કે જે એના સવાલનો સાચો જવાબ આપે. કોઇ એમ પણ્ ન બોલ્યો કે સુખની સાચી ઘડી એક વખત એણે માણી હતી ! બધે જ રોદણાંં<noinclude></noinclude> 2rekcfxrgpc0y2ocmic6mfza7k73s82 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૧ 104 73086 222631 222441 2026-06-13T16:26:15Z Amvaishnav 156 /* Proofread */ 222631 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હતાં, ક્યાંય એક વાતનાં તો બીજે બીજી વાતનાં ! {{gap}}સુખ તો એણે કોઇને ત્યાં ન જોયું. એ તો ઠીક, પણ એને કાઈ એવું કહેતાર પણ ન મળ્યું કે જે એક વખત આવી ગયેલી સુખની પળોને યાદ કરીને, એની મીઠાશમાં મીઠાશ માણી રહ્યુ હોય ! એ મીઠાશ પણ તરત કડવાશમાં ફેરવાઈ જતી એણે જોઇ ! {{gap}}એને શંકા થવા માંડી કે કદાચ સુખ જેવું કાંઈ ક્યાંય હશે જ નહિ ! {{gap}}પણ સૂર્ય છે તો સૂર્ય શબ્દ આવ્યો છે. ચંદ્ર છે તે ચંદ્ર આવ્યો છે. તેમ પ્રીતિ હાય તિ પ્રીતિ આવે. સુખ જેવું કાંઈક હોય તો જ સુખ શબ્દ વપરાશમાં હોય ! {{gap}}એમ કરતાં કરતાં એક વખત એને એક ખરેખરા તત્ત્વજ્ઞ પુરુષનો ભેટો થઈ ગયો. તેણે તેને પૂછ્યું : ‘ તમે આટલું બધું ફર્યા છો, એમાં તમે સૌથી સુખી કોને જોયો ?’ {{gap}}પેલો તત્ત્વજ્ઞાની બોલ્યો : 'એ વિષે એક જૂની કથા મને યાદ છે તે હું તમને કહું. તેમાંથી તમને તરત તમારી વાત સમજાઇ જશે. {{gap}}તમારી પેઠે જ કોઈ માણસ એક વખત સુખને રોાધવા નીકળ્યો હતો. જેમ પૈસાને શોધવા માટે માણસો નીકળે છે, જેમ મોતીની શોધમાં માણસો જાય છે, જેમ નવા નવા દેશ નિહાળવા માણસો ઉપડે છે, તેમ સુખને શોધવા નીકળે છે. એમાં કાંઈ નવાઈ નથી.<noinclude></noinclude> 60xiowjmj8xnou307f75m3c0gd89ye6 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૨ 104 73087 222632 222442 2026-06-13T16:34:51Z Amvaishnav 156 /* Proofread */ 222632 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /> '''<hr>{{rh|સુખને સમજવાની રીત||૧૧૩}}<hr>'''</noinclude>{{gap}}પણ નવાઈ આ વાતની છે, મોતીની શેાધવાવાળો મોતીને ઓળખે છે. તે એનુ વર્ણન આપે છે. પૈસામાં શું શોધવાનુ છે એ સૌની જાણમાં હોય છે. પણ સુખમાં શું શેાધવાનું છે, એમ જો કોઈને બરાબર પૂછો, તો કાઈ કહી શકતું નથી. {{gap}}વળી દરેકનુ સુખ જુદું જુદું નીકળે છે. {{gap}}આ બધું એમ બતાવે છે કે જે છે નહિ, તે છે, એની ભ્રાંતિ રાખવાથી જ જાણે કે આ વસ્તુસ્થિતિ ઊભી થઈ છે. અથવા તો આમ પણ હોય, ‘ સુખ નથી' એવી જે ઘડીએ મનમાં પ્રતીતિ થઈ તે જ ઘડીએ મનને ગતિ મળી કે અલ્યા ! સુખ ક્યાંક બીજે છે. પણ એ પ્રતીતિએ એમ બતાવ્યું કે સુખ કયાંક છે—બીજે, એટલે કે બહાર શોધવા જવાનું છે ! {{gap}}પણ આ વાતની ખરી ખૂબી આ છે. જ્યાંથી એ વિચાર આવે છે તે મનમાં જ સુખ છે. ને મનમાં જ દુઃખ છે. જે ઘડીએ માણસ જે વસ્તુમાં સુખ જુએ તે ઘડીએ તે વસ્તુ એને માટે હસતો ચહેરો ને આનદી હવા પ્રગટ કરે ! જે ઘડીએ મન એમાં દુઃખ જુએ તે જ ઘડીએ એ દુઃખ ને ગ્લાનિભર્યો દેખાવ ધારણ કરે ! {{gap}}એમાં વસ્તુને પોતાને કાંઈ લેવા દેવા નથી ! એ તો માણસના મન પ્રમાણે આકાર ધારે છે ને નાચે છે ! {{gap}}અને આ સુખની ખૂબી જુઓ. એક જ પળે એક જ વસ્તુ, એક જણને આનંદ આપે, બીજાને દુઃખ આપે ! {{gap}}એટલે જેને મન થાય કે સુખ ક્યાં છે એ એણે<noinclude></noinclude> o7q6eymjvzsfqexb357a9anxag837hd પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૩ 104 73088 222633 222443 2026-06-13T16:42:29Z Amvaishnav 156 /* Proofread */ 222633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>ખરી રીતે જાણવું છે, તેણે આ જાણવું રહ્યુ, કે તો એ બધે જ છે; અથવા તો કયાંય નથી ! {{gap}}પણ જે પદાર્થ આ સર્વવ્યાપક છે, ને જ્યારે ચાહો ત્યારે જોઈ શકો એટલે કે અનુભવી શકો તેવો છે, તે પદાર્થને આપણા મન સાથે સીશો સંબંધ હોવો જોઇએ. {{gap}}સૂરજને આપણે એક ઠેકાણે દેખીએ; પછી એ જ વખતે બીજે ઠેકાણે આપણે એને જોવા મથીએ તો પણ એને જોઈ ન શકીએ. કારણ કે એને આપણી દૃષ્ટિ સાથે સંબંધ છે. આપણી દૃષ્ટિની મર્યાદા તે એની મર્યાદા બની રહે છે. {{gap}}પણ સુખનું એવું નથી. સુખને કોઈ અકાલ નથી. એ ગમે ત્યારે મનમાં આવતું દેખાય છે. એને કોઈ સ્થળનું બંધન નથી. એ ગમે ત્યાં પ્રગટી બેસે છે ! {{gap}}એટલે એ કેવળ માણસના મનની વસ્તુ હોવી જોઈએ. {{gap}}માટે તમે એને બીજે ન શેાશો. તમારા મનમાં શોધો, અને તમારા મનમાં પણ એ કાંઈ બેઠું નથી. એ તો તમે એને પકડી પકડીને મનમાં મૂકતા રહો- વારંવાર મૂકતા રહો, ત્યારે મન સમજે કે આ આપણો નિત્ય પાડોશી છે ! {{gap}}આ સંબંધમાં પણ હું તમને એક વાત કહું. {{gap}}આખી દુનિયા પાપીથી ત્રાસે છે. પાપીને જુએ અને સૌને ત્રાસ છૂટે ! પાપી પણ પાપીથી ડરે ! {{gap}}હવે એક સ્થળ એવું છે, જયાં પાપીથી કોઈ ડરતું નથી. એટલું જ નહિ, કોઈ પાપી આવી ચડે તો એને<noinclude></noinclude> pqhtm5a6nfnctp1r09vjq0jmmif61hy પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૪ 104 73089 222634 222444 2026-06-13T16:50:52Z Amvaishnav 156 /* Proofread */ 222634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સુખને સમજવાની રીત||૧૧૫}}<hr>'''</noinclude>ત્યાં મહોત્સવ મંડાય છે ! {{gap}}એ સ્થળનું નામ પણ નવાઈ ઉપજાવે તેવું છે. પેનું નામ પશ્ચાત્તાપની ભૂમિ ! {{gap}}પશ્ચાત્તાપની ભૂમિતો તે મહિમા જ એ ! જો અને ત્યાં મોટો પાપી આવે, તો મોટો ઉત્સાહ પ્રગટે ! એની એ ભૂમિમાં દરેક પાવન થઈને જાય. એટલે પશ્ચાત્તાપની ભૂમિને પાપીને દેખતાં આનંદ થાય ! {{gap}}એક કવિએ એક વખત કહ્યું કે હે ભગવાન ! તારી આ વાત તો હું રહી રહીને સમજ્યો, અને તે પણ કેટલી મોડી સમજ્યો. {{gap}}મને આટલી મોડી ખબર પડી કે, મારામાં -રહેલા જ્ઞાનના સાચા બળની કસોટી કરવા માટે ઈશ્વરે મૂર્ખાઓ પેદા કર્યા છે ! {{gap}}જેમની પાસે સાચું જ્ઞાન નહિ હોય, એ બધા તો મૂરખાઓની હાજરીમાં સ્વભાવ ગુમાવી બેસવાના ! {{gap}}હસવાના તો કેવળ જ્ઞાની ! બોલો, મૂર્ખાઈ, જે ખરી રીતે કષ્ટદાયક ગણાય છે, તે પણ જ્ઞાનીઓને, આ પ્રમાણે સુખ પ્રગટાવી જાય છે ! {{gap}}એટલે માણસને સુખ મળશે કે નહિ મળે તેનો આધાર જેમ એનું મન છે, તેમ એ સુખનો સાગર જોઈ ને એમાં રમમાણ રહેશે કે કાંઠે કાંઠે ફરતો ફરશે તેનો આધાર પણ એનું મન જ છે ! {{gap}}એ મનને મેળવો એટલે સુખ જ સુખ ! {{gap}}પછી તો જે દુ:ખ ગણાતું હશે, તે પણ સુખ માટે આવેલું જણાશે. {{સ-મ| |★ | }}<noinclude></noinclude> h98xunmgxz6a500uyfo8dii2rc5ijzz