વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.15 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૯ 104 73493 224074 223708 2026-08-14T16:56:45Z Amvaishnav 156 /* Proofread */ 224074 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|એક લાખ !||૧૫૧}}
'''</noinclude>સામે જોયું હતું, અને અમારી દૃષ્ટોદૃષ્ટ મળી ગઈ. મેં તરત જ એને મોટેથી બૂમ પાડી : ‘એ કુબેર ! કેમ હમણાં દેખાતો નથી ? ’ {{gap}}તે એકદમ મારી તરફ આવ્યો, પણ કાંઇક ચોરી કરતાં પકડાયાનો ભાવ, એના ચહેરા ઉપર રહી ગયેલો જણાતો હતો. તેણે મને બે હાથ જોડીને નમસ્કાર કર્યાં. મેં પ્રેમથી તેને ખભે હાથ મૂક્યો: 'કેમ હમણાં દેખાતો નથી, કુબેર? ક્યાં છો હમણાં ? {{gap}}પ્રશ્ન પૂછી એની સામે હું જોઇ રહ્યો. એના કપડામાં ખાસ નોંધપાત્ર ફેરફાર થયેલો નજરે ચડ્યો નહિ. ચહેરો પણ એવો જ હતો, લુખ્ખો. પણ તે પહેલાં એ લુખ્ખા ચહેરામાં જે એક અદમ્ય ઉત્સાહ દેખાતો હતેા, તે હવે ત્યાં ન હતો. એને બદલે એક પ્રકારની સ્થિરતા ત્યાં બેઠી હતી—એક ઘરેડમાં એક ઠેકાણે બેસી ગયેલા માણસની યાંત્રિક સ્થિરતા ! {{gap}}મેં ફરીને કહ્યું : ‘તારું માસિક તો બરાબર મળે છે, પણ હવે તું કેમ દેખાતો નથી? બહુ કામમાં પડ્યો છે ?’ {{gap}}‘ શું સાહેબ ? ' કુબેર બોલ્યો. એના બોલવામાં પણ એ જ રણકો હતો; એકધારું, યાંત્રિક, સ્થિર, આવતીકાલની ચિંતા વિનાનું જીવન હોય તેવો, પણ ખાસ ઉષ્મા વિનાનો એ રણકો હતો. ‘શું સાહેબ હવે? એ તો ચાલે જ છે. ચાલવાનું. તમને ખબર લાગતી નથી, પણ હું હવે કાંઈક સ્થિર થઈ ગયો છું !' {{gap}}'એમ ? ' મેં કહ્યું: 'બહુ સારું, બહુ સારું. પણ હમણાં રહે છે ક્ચાં ? બીજે ઓરડી શેાધી છે? ક્યાં શેાધી છે?' {{gap}}તેણે અચકાતાં અચકાતાં જવાખ વાળ્યો : 'હવે ક્યાં<noinclude></noinclude> de5zz7l0cz5xyw6l08n1uof2ks6hrh4 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૦ 104 73494 224075 223709 2026-08-14T17:05:45Z Amvaishnav 156 /* Proofread */ 224075 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૨||તેજબિંદુ}}
'''</noinclude>ઓરડી શોધવાની રહી છે ? હવે તો મને ઘર મળ્યું છે ને ? પોતાનું ઘર ! ’ {{gap}}‘ એમ ? ત્યારે એમ બોલ ને!’ {{gap}}‘ઘર છે. થોડું બેઠું ભાડુ આવે છે. બૈરૂં પણ સારું છે. એક લાખ લાવેલ છે. એટલે હવે કોઈ જાતની આમ તો ચિંતા નથી. પ્રેસ સાથે ગોઠવી લીધું છે એટલે આપણું માસિક પણ ખરાખર છપાય છે!' {{gap}}એક વખત મને પેાતાને ઘેર આવવાનુ આમંત્રણ આપીને ત્યાર પછી કુબેર ગયો. મારે ઉતાવળ હતી, એટલે હું પણ એ વખતે ચાલતો થઈ ગયો. {{gap}}તે દિવસે બધું કામ પતાવીને જ્યારે હું રાત્રે સગડી સળગાવીને નિરાંતે તાપવા બેઠો ત્યારે કોણ જાણે ક્યાંથી કુબેરરની યાદી આવી ગઈ ! {{gap}}તે વખતે એક વિચાર આવી ગયો. લાગ્યુ કે આજે કુબેર મળ્યો તે જુદો કુબેર હતો. પેલા મહાન મંથનશાલી કુબેર અદૃશ્ય થઈ ગયો હતો. {{gap}}એક લાખની જ આ બધી વાર્તા ન હતી ? એક લાખ આવી જતાં, એ કેવળ રોટલા ખાનારો, આવતી કાલની ચિંતા વિનાનો, પણ તેથી જ યંત્ર જેવો સ્થિર બની ગયેલો જણાયો. એનો ઉત્સાહ વિનાના રણકો ફરીને યાદ આવી ગયો ! ક્યાં મુફલિસ કુબેરનો રણકો ? અને ક્યાં આ રણકો ? {{gap}}અને કોઈ પણ જાતના હેતુ વિના એ ફર્યાં કરતો હતો તે યાદ આવી ગયું. સિનેમા નટીઓનાં બહાર ટીંગાયેલાં ચિત્રો એ જોઈ રહ્યો હતા, તેમાં રહેલી જીવનશૂન્યતા સ્પર્શી ગઈ ! {{gap}}મને થયું કે આ તો કુબેરને લાખ મળ્યા કે એણે કરોડો ખોયા?<noinclude></noinclude> mjr8off82agtsmq6ma5nah2lmd5ak0e પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૬ 104 73636 224071 224032 2026-08-14T16:26:58Z Amvaishnav 156 /* Proofread */ 224071 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૩૩]
એક લાખ !''' | }}
{{gap}}'''એક''' લાખની એક વાર્તા મને મળી છે. દિવસ હજી ઊગ્યો ન હોય ત્યાં કુબેર મારે ત્યાં આવે. એની જૂની તૂટીફૂટી થેલીમાંથી કાગળોના થોકડા કાઢે. એમાં લેખા હોય, લખાણો હોય, નોંધો હોય, વર્તમાનપત્રોની કાપલીઓ હોય, કૈક વસ્તુઓ હોય ! એને એક પ્રકારનો શોખ હતો. માસિક કાઢવાનો. {{gap}}હું તેની સામે જોઈ રહું. છેલ્લાં ખાર વર્ષથી એ આ પ્રમાણે એક માસિક કાઢતો. તે પહેલાં તો એણે હસ્તલિખિત માસિક કાઢ્યું હતું. પણ પછી ધીમે ધીમે એ જ હસ્તલિખિતને એણે માસિકમાં ફેરવીને છપાવવા માંડ્યું હતું. એ એની મનમોજની વસ્તુ બની ગઈ હતી. {{gap}}એનાં ઘરાક તો ભાગ્યે જ ત્રણસો ચારસો હોય તો ! પણ છતાં કુબેરને એની એવી લગની લાગી હતી કે જાણે, એ આ માસિકને જ પરણ્યો હોય, તેમ દર મહિને અતિ ઉત્સાહથી એની નવી યોજનાઓ બનાવતો જ હોય.<noinclude></noinclude> eo3zzegy4dygpygr1qp0hlvhw9gnwro પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૭ 104 73637 224072 224033 2026-08-14T16:36:35Z Amvaishnav 156 /* Proofread */ 224072 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|એક લાખ !||૧૪૯}}
'''</noinclude>{{gap}}મને વારંવાર લાગતું કે આ ખોટના ધંધામાં પડેલો આ માણસ, ખરી રીતે પોતાનું જીવન વેડફી રહ્યો છે ! નથી એના માસિકમાં કોઈ વિશિષ્ટતા કે કોઈ અપૂર્વતા ! {{gap}}એ ગમે ત્યાં નોકરી કરવા રહી ગયો હોત તો સારો એવો પોતાનો વિકાસ સાધી શક્યો હોત. બે પાંદડે હોત ને સુખનો રોટલો ખાતો હોત. {{gap}}પણ ના, શહેરના એક ખૂણામાં, એક નાનકડી સાત નવની ઓરડીમાં, રસોડું, ઑફિસ, રહેઠાણ અને આરામગૃહ, એ બધુ જ એમાં રાખીને એ પડ્ચો રહેતો. અને જેને એણે સેવા માની હતી તે–આ માસિકનું કામકાજ કર્યા કરતો. એને મન એ લહાવો હતો, જીવનનો પ્રેમ હતો, બીજાને મન એ ભ્રમ હતો. {{gap}}એના ગ્રાહકો તૂટતા, ઘટતા, ક્યારેક તો લુખ્ખા રોટલાનો પણ વાંધો પડી જાતો, છતાં કોણ જાણે કેમ કુબેરને એમાં અનેરો ઉત્સાહ આવ્યા જ કરતો ! એના ઉત્સાહમાં ઓટ નહિ. માસિકના ફેલાવામાં ઓટ ભલે હોય. {{gap}}જયારે મળે ત્યારે એ માસિક માટેનું કાંઈ ને કાંઈ કામ કરતો જ હોય ! મેં એને ઘણી વખત સમજાવ્યો : ‘ ભાઈ ! આ તારા માસિકમાં નથી કોઈ વિશિષ્ટતા, નથી કોઈ ખાસ આકર્ષણ, કેવળ તારો પોતાનો ભ્રમ છે કે આવી રીતે તું સેવા કરે છે.’ {{gap}}કુબેર એ બધું સાંભળીને માત્ર આટલું જ બોલ્યો: 'એ જે હોય તે ! પણ મને હવે આનું વ્યસન પડ્યુ છે તે નહિ છૂટે. હું ને મારું માસિક સાથે જ મરીશું !' {{gap}}એમ તો એ પાછો કુલિન વર્ગમાં હતો. એની જ્ઞાતિમાં<noinclude></noinclude> kptadeael9io2zscazhh87eq5egn4iv પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૮ 104 73638 224073 224034 2026-08-14T16:44:00Z Amvaishnav 156 /* Proofread */ 224073 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૦||તેજબિંદુ}}
'''</noinclude>એવા બે ત્રણ વર્ગ હતા. તેમાં સૌથી ઊંચામાં ઊંચી બેઠકે, ખરી રીતે, આ મુફલિસ માણસનું નામ હતું. એ ધારે તો આવતી કાલે લક્ષાધિપતિ થઈ પડે એવી સામાજિક રચનાનો એ બાળક હતો ! પણ એને તો આ માસિક આડે એ કઈ વાત યાદ જ ન હતી ! {{gap}}ત્યાર પછી કયારે એ મારે ત્યાં આવતો બંધ થયો તે ખબર રહી નથી. પણ પહેલાં તે દરમહિને એ આવીને ઊભો જ હોય, એ સ્થિતિ અચાનક જ બંધ થઈ ગઈ હતી, એવું કાંઈક મને યાદ છે. {{gap}}શું બન્યુ હતુ. તે ખબર રહી નથી. પણ તેનું માસિક તો નિયમિત ચાલ્યા કરતું હતું. {{gap}}એક વખત એ માસિક તરફ જોયુ, ત્યારે કોણ જાણે કેમ, એમાં મને એક ઉત્સાહી. પ્રેમાળ, અક્ષર ઉપાસનાના અનુપમ ભક્તને બદલે, એક ઘરેડમાં પડેલા, ચલાવવાની ખાતર ચલાવતા, કાઇક જૂના વ્યસનીની છાપ નજરે પડી ! {{gap}}કુબેરે હમણાં પેાતાનુ જૂનુ સ્થાન બદલ્યું હતુ. અને પછી એ ક્ર્યા રહેવા ગયો છે તેને મને હજી પત્તો મળ્યો ન હતો. એક વખત માસિક જ્યાં છપાતું હતું ત્યાં હું ગયો-પણ ત્યાંથી એના ઘરનો કાંઈ બરાબર પત્તો લાગ્યો નહિ ! {{gap}}અને પછી એક વખત એનેા પત્તો અચાનક જ બીજી રીતે મળી ગયો. હું એક સિનેમાગૃહ પાસેથી, મારે કામે ઉતાવળે ઉતાવળે જઇ રહ્યો હતો, ત્યાં બહાર ચોડેલી સિનેમાની નટીનાં દૃશ્યોને નિહાળી નિહાળીને જોતો એક માણસ મેં જોયો, મેં એના ઉપર સહેજ જ નજર કરી, પણ ત્યાં તો ભારે નવાઈની વાત બની. એણે પણ્ મારી<noinclude></noinclude> awly729bgkgk4abapqq8bncgeahuglz