વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.15 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૧ 104 73495 224076 223710 2026-08-15T16:21:24Z Amvaishnav 156 /* Proofread */ 224076 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૩૪ ]
અધીરતા !''' | }}
{{gap}}'''ખરો''' પસ્તાવો તો ગાંઠ તોડી નાખ્યા પછી થયો. મનમાં થઈ ગયું કે એક નાની સરખી આવી નિર્માલ્ય વસ્તુએ, ખરી રીતે જાણે કે મારું માપ કાઢી લીધુ હતું ! {{gap}}અને ત્યારે એક ઠેકાણે વાંચેલી વાત યાદ આવી ગઈ. અને કોઈકે કહ્યું નથી કે માણસનુ` માપ એની રાહ જોવાની શક્તિમાં રહ્યું છે? વિજયને માટે પણ એમ જ નથી કહેવાતું કે એ છેલ્લી પળની ધીરજમાં રહ્યો છે ? {{gap}}એના અર્થ હવે આજ સમજાયો. વાત તદ્દન સાદી હતી. {{gap}}એક નિગંઠ ગાંઠ વળી ગઈ હતી. મેં એ છેાડવા માટે ઘણી મહેનત કરી પણ એ છૂટી નહિ. ‘ટેખલ'ના ખાનામાં ચપ્પું હતું તે ખાના તરફ દૃષ્ટિ તો ગઈ; પણ મનમાં થયુ ના, તોડવી નથી.છોડવી છે. {{gap}}ફરીને મહેનત ચાલુ કરી, શાંત ધીરજથી. પણ હવે એ ધીરજમાં એક પ્રકારની સભાનતા પેસી ગઈ હતી. {{gap}}મહેનત તો ઘણી કરી પણ કાંઈ ગાંઠ છૂટી નહિ. એટલે<noinclude></noinclude> mp861f9srbjjs0y133dyr1mfubr5s4q પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૨ 104 73496 224077 223711 2026-08-15T16:28:42Z Amvaishnav 156 /* Proofread */ 224077 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૪||તેજબિંદુ}}
'''</noinclude>ફરીને ચપ્પુ શોધ્યું. સદ્ભાગ્યે ન મળ્યુ. ફરીને એ જ પ્રમાણે પાછો ગાંઠ છોડવા માટે પ્રયત્ન કર્યો. એ વખતે મને કરોળિયાની પેલી કવિતા પણ યાદ આવી ગઈ હતી ! {{gap}}પણ કોણ જાણે કેમ આજ એ નાનકડી ચીજે મારું માપ કાઢવાનો જાણે કે નિશ્ચય કર્યાં હોય તેમ લાગતું હતું ! {{gap}}એટલે ફરી પણ ગાંઠ તે હતી તેટલી જ નિગંઠ રહી. છૂટી નહિ કે મોળી પણ પડી નહિ. હવે તો જાણે એ મશ્કરી ભરેલી રીતે સામે ઉપાલંભ આપતી હસી રહી હોય તેવું જણાતું હતું ! એક નાનકડી નિર્જીવ સૂતરદેોરીની ગાંઠ, માણસ જેવા માણસની સામે હસે ! એની ધીરજની કસેાટી કરે ! એનું ગૌરવભંગ કરે ! થઈ રહ્યું નાં ? {{gap}}એટલે એકદમ ઉતાવળે ઊઠીને ચપ્પુને બદલે કાતર શોધી. સદ્ભાગ્યે એ મળી ગઈ. {{gap}}પટ દઈને દોરો કાપી નાખ્યો ને ગાંઠ છૂટી જઈ પડી ! જાણે કે એનું અસ્તિત્વ જ આળસી ગયું ! {{gap}}વિજય મળ્યો હોય તેમ એ છૂટી પડેલી દોરાની ગાંઠ સામે મેં જોયુ. અને અચાનક જ લાગ્યુ કે જડસૃષ્ટિ જો હસી શકતી હોય તો નીચે પડેલી આ ગાંઠ ખરેખર મોટેથી હસી રહી છે ! મને હસી રહી છે ! {{gap}}અને જાણે કે બોલી પણ રહી છે: ‘તારું માપ નીકળી ગયું અલ્યા ! તું મફતને માને છે કે મારું મરણ થયું !' {{gap}}અને ગાંઠ તોડી નાખ્યા પછી એનો પસ્તાવો થયો. {{gap}}પણ પછીનો પસ્તાવા એનુ મૂલ્યાંકન તો અનિશ્ચિત જ છે નાં?<noinclude></noinclude> ejo298brj0v2wezh7t247nn1ciopkb6 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૩ 104 73497 224078 223712 2026-08-15T16:38:01Z Amvaishnav 156 /* Proofread */ 224078 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'</noinclude>

{{સ-મ| |'''[૩૫]
આ ચિત્ર અને તે ચિત્ર !''' | }}
{{gap}}'''એકને''' જોઉં છું તો આનંદ થાય છે. ગમે તે એક. આ ચિત્ર જોઉ કે તે ચિત્ર જોઉં ! બન્ને પોતપોતાની જગ્યાએ સુંદર દેખાય છે ! પણ જો બન્ને એકી સાથે જોવા મળે છે, અને ઘણું ખરું એમ જ જોવા મળે છે, તો એમાંથી એક એવું વિરૂપ ચિત્ર ખડું થાય છે કે એને ભૂંસી નાખીએ તો જ શાંતિ મળે ! {{gap}}'''આ પહેલું ચિત્ર:''' એક નાના સરખા ઉદ્યાનની બહાર હમેશાં એક નાનો સરખો મેળો ભરાતો. ત્યાં રંગબેરંગી બાબાગાડીઓમાં બેઠેલાં નાનાં નિર્દોષ શિશુઓનો સમુદાય ભેગો થતો ! જે આકાશને એ સમજતાં નથી, તે આકાશની સાથે જ્યારે એ વાતો કરવામાં પડી જતાં, ત્યારે બાબાગાડીઓને ત્યાં હારમય ઊભી રાખીને આયાઓ ટોળે વળીને પોતપોતાના સંસારની વાતાએ ચડી જતી ! એમાં રાગ, રંગ, પ્રેમ, મોહ, નશો, સુખ, દુ:ખ, આશા, નિરાશા, સ્વપ્નાં અને ભંગાર તમામ વાતો આવતી.<noinclude></noinclude> at7oh5s23vewg2kexiiixzfwf0a64ae પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૪ 104 73498 224079 223713 2026-08-15T16:46:37Z Amvaishnav 156 /* Proofread */ 224079 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૬||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એમાં એમના માલિક-માલિકણની વિચિત્રતાઓ આવતી. ભઠિયારખાનાનો પ્રેમ આવતો. ગાડીવાળાની ગાંડીઘેલી પ્રેમકથાઓ પ્રગટતી. એમાં મશ્કરી આવતી. ટોળટપ્પા ને રંગછાંટણાં ઊડતાં ! {{gap}}બધી વાતો સાંભળનારો કાં માણસ ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે અથવા તે પશુ ઉપર વિશ્વાસ રાખનારો થઈ જાય ! {{gap}}એક વખત આ નાનકડી રંગભૂમિમાં પણ તોફાનની હેલી આવી ગઈ. એક સરસ રમકડાનો હાથી ભાંગી ગયો ! કોણે ભાંગ્યો કોણ જાણે? પણ એકે બીજાનો વાંક કાઢ્યો, બીજાએ ત્રીજાનો વાંક કાઢ્ચો, પણ એમ ને એમ એ શિશુમેળામાં કોણ અપરાધી છે તેનો પત્તો જ ન લાગ્યો ! {{gap}}છેવટે સૌએ ભેગાં થઈને એક નવી આયાને અપરાધી ઠેરાવી. {{gap}}એની લાલ આંખે બતાવી દીધું કે આ અપરાધ માટે એને ઠીક ઠીક સખુનોનો સરપાવ મળવાનો છે ! હું ત્યાંથી તે વખતે નીકળ્યો ત્યારે એ છોટી દુનિયાની એવી સ્થિતિ હતી. {{gap}}બીજે દિવસે હું મોડો પડ્યો હતો. પણ તે વખતે એ ભાંગેલા હાથીને સાજો કરવાનો વ્યર્થ પ્રયત્ન થઈ રહ્યો હતો. છેવટે તેના ભગ્ન અવશેષને ત્યાં ને ત્યાં ફેંકી દઈ ને એ આખી સૃષ્ટિ ઊપડી ગઈ. {{gap}}'''હવે બીજું ચિત્ર:''' રમકડાના હાથી માટે ઠીક ઠીક ઢીબાતુ એક બાળક એક માની પછવાડે આવી રહ્યું હતું. અને વારંવાર હાથીના નામ માટે માર ખાઈ રહ્યું હતું ! {{gap}}છેવટે તો વાત ત્યાં આવી હતી કે જેમ લોકો ‘પ્લેગ’ નુ નામ પડતાં પહેલાં ત્રાસી ઊઠતા તેમ આંહીં 'હાથી'<noinclude></noinclude> 8x2i96i0midk7uk71si3pwae1a8331v 224080 224079 2026-08-15T16:48:15Z Amvaishnav 156 224080 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૬||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એમાં એમના માલિક-માલિકણની વિચિત્રતાઓ આવતી. ભઠિયારખાનાનો પ્રેમ આવતો. ગાડીવાળાની ગાંડીઘેલી પ્રેમકથાઓ પ્રગટતી. એમાં મશ્કરી આવતી. ટોળટપ્પા ને રંગછાંટણાં ઊડતાં ! {{gap}}બધી વાતો સાંભળનારો કાં માણસ ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે અથવા તે પશુ ઉપર વિશ્વાસ રાખનારો થઈ જાય ! {{gap}}એક વખત આ નાનકડી રંગભૂમિમાં પણ તોફાનની હેલી આવી ગઈ. એક સરસ રમકડાનો હાથી ભાંગી ગયો ! કોણે ભાંગ્યો કોણ જાણે? પણ એકે બીજાનો વાંક કાઢ્યો, બીજાએ ત્રીજાનો વાંક કાઢ્ચો, પણ એમ ને એમ એ શિશુમેળામાં કોણ અપરાધી છે તેનો પત્તો જ ન લાગ્યો ! {{gap}}છેવટે સૌએ ભેગાં થઈને એક નવી આયાને અપરાધી ઠેરાવી. {{gap}}એની લાલ આંખે બતાવી દીધું કે આ અપરાધ માટે એને ઠીક ઠીક સખુનોનો સરપાવ મળવાનો છે ! હું ત્યાંથી તે વખતે નીકળ્યો ત્યારે એ છોટી દુનિયાની એવી સ્થિતિ હતી. {{gap}}બીજે દિવસે હું મોડો પડ્યો હતો. પણ તે વખતે એ ભાંગેલા હાથીને સાજો કરવાનો વ્યર્થ પ્રયત્ન થઈ રહ્યો હતો. છેવટે તેના ભગ્ન અવશેષને ત્યાં ને ત્યાં ફેંકી દઈ ને એ આખી સૃષ્ટિ ઊપડી ગઈ. {{gap}}'''હવે બીજું ચિત્ર:''' રમકડાના હાથી માટે ઠીક ઠીક ઢીબાતુ એક બાળક એક માની પછવાડે આવી રહ્યું હતું. અને વારંવાર હાથીના નામ માટે માર ખાઈ રહ્યું હતું ! {{gap}}છેવટે તો વાત ત્યાં આવી હતી કે જેમ લોકો ‘પ્લેગ’ નુ નામ પડતાં પહેલાં ત્રાસી ઊઠતા તેમ આંહીં 'હાથી'નું<noinclude></noinclude> 6xag86y36t2tishlmlg7101duxdezea પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૫ 104 73499 224081 223714 2026-08-15T16:57:08Z Amvaishnav 156 /* Proofread */ 224081 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|આ ચિત્ર ને તે ચિત્ર !||૧૫૭}}
'''</noinclude>માત્ર નામોચ્ચારણ થતાં, ધરતીકંપ જાગી જતો હતો, અને પેલો બાળક ઢીખાઈ જતો હતો. માર એને એકને પડતો હતો, પણ આંસુ તો બન્નેની આંખમાંથી આવતાં હતાં ! {{gap}}એટલામાં ધરતી ઉપર પડેલા પેલા ભગ્ન હાથીનાં અવશેષ. જોવા મળતાં એ બન્નેની સૃષ્ટિમાં આનંદ આનંદ વ્યાપી ગયો. જેમ ભૂખ્યો માણસ અનાજનો ભંડાર દેખે અને તૂટી પડે, તેમ પેલો શિશુ એને જોતાં જ તૂટી પડ્ચો. અને મા—દીકરા વચ્ચે વગરલખી સંધિ થઇ ગઈ. મા હાથીને ફરી સજીવન કરી રહી હતી, શિશુ એની એ અદ્ભુત કારીગરી જોઈ રહ્યો હતો ! {{gap}}એટલે જ મેં કહ્યું કે આકાશ સાથે વાતો કરતાં, ને જરૂરિયાતની દુનિયાને બિલકુલ ન જાણતાં, અને રમકડાના હાથીઓને ફેંકીને ભાંગી નાખતાં, શિશુઓ મને ગમે છે. એ એકલાં છે. એમને એમની એક અનોખી સૃષ્ટિ છે. એ સૃષ્ટિને પોતાની સુંદરતા છે. {{gap}}અને એવી જ રીતે પોતાની જરૂરિયાતોને લીધે જે મળે તેમાં આનંદ માની આનદ લેતાં શિશુઓ પણ મને ગમે છે. એનું ચિત્ર કાંઈ ઓછું સુંદર નથી. લક્ષ્મી સુંદર છે, એના કરતાં પણ ઘણી વખત ગરીબી વધારે સુંદર હોય છે. અથવા એમ શુ કરવા ? બન્ને સુંદર છે. પણ એ બન્ને જ્યારે એક જ સમાજમાં એકીવખતે દેખા દે છે . . વિરૂપ ચિત્ર ત્યારે બને છે ! {{gap}}મને ઘણી વખત થાય છે કે આ વિરૂપ ચિત્ર તો હું ભૂંસી નાખું, ને ભૂંસી જ નાખું. પણ કોણ જાણે કેમ એ ચિત્રો વારંવાર નજરે ચડ્યા કરે છે અને ભૂંસવા જતાં ભૂંસાતાં જ નથી !<noinclude></noinclude> gkehae6qxw498dm7ub3ycej5aw5e8jw