વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.15 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭૧ 104 73505 224091 223720 2026-08-17T16:19:52Z Amvaishnav 156 /* Proofread */ 224091 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|ખાખીની ધૂણી||૧૬૩}}
'''</noinclude>{{gap}} નીરવ શાંત રાત્રિની ખાખીની ધૂણી વિના આ વાત કોણ સમમાવે ? {{gap}} ત્યારે જ મને એ નવી નવાઈનો અનુભવ થયો, કે કહો ન કહો, પણ જેણે જીવનમાં કોઈ કોઈ વખત ધૂણી સળગાવી નથી, તે જીવ્યો જ નથી ! એમ તો સૌ જીવે છે. કોણ નથી જીવતું ? પણ પોતાના અંતરમાં પ્રશ્નો ઊભા થાય, એનાં સમાધાન થતાં આવે, સમાધાન નવું સમાધાન માગે, એવી એક નાની સરખી, પોતાનીજ ‘યુનિવર્સિટી’, જે માણસે એકાદ ધૂણીની પાસે ઊભી કરી નથી, તે માણસ જીવ્યો છે, પણ જીવ્યો નથી ! {{gap}} મને તો ઘણી વખત થાય છે, માણસા જેમ હવા ખાવા દોડે છે, જાત્રા કરવા દોડે છે, મંદિરનાં દર્શન કરવા તે હંમેશાં દોડે છે, એમ કોઈ કોઈ કોઈ વખત, પોતાની એક નાની સરખી અગ્નિબેઠક જેવી ધૂણી જગાવીને બેસતો હોય ? કેટલા માણસો આવી ધૂણી પાસે આખી રાત્રિનું જાગરણ કરી શકે ? બહુ થોડા, કદાચ કોઈ જ નહિ ! ભાંડભવાયા જોનારા, ને આખી રાત જાગનારા અનેક; ઈન્કિલાબી, પાર વિનાના; નટ નાટક, અસંખ્ય, ગપ્પાછોલણ, અલકમલક ટોળટપ્પાં, ગંજીફા સોગઠી, સંખ્યાતીત; પણ કોઈક વખત ધૂણી જગાવીને, તેના ઉપર પેલા સાધુના લોટા જેવો પહોળા મોંનો લોટા મૂકીને અંદર તજ, લવીંગ, એલચી સૂંઠ, તુલસીનાં પાન, તીખાં, સાકર નાખી મીઠો ઉકાળો ઉકળતો હોય, અને પોતાની ‘ યુનિવર્સિટી ’ના પ્રશ્નોત્તર થતા હોય, શાંત નિર્ણયો આવતા હોય, ૨ગીન સ્વપ્નસૃષ્ટિ દેખાતી હોય, જીવન પછીના જીવનની દૃઢ પ્રતીતિ જન્મતી હોય, પોતાના અહમના પડછાયા સ્પષ્ટપણે નજરે આવતા હોય, મનોસૃષ્ટિમાં રહેલી અનેક વર્ષોની રંગભૂમિ ચાલતી હોય, એ<noinclude></noinclude> 7qkk49fs9nwsz7anqcna327pjknnhxq પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭૨ 104 73506 224092 223721 2026-08-17T16:28:31Z Amvaishnav 156 /* Proofread */ 224092 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬૪||તેજબિંદુ}}
'''</noinclude>આનંદસમાધિમાં, અરધી અરધી રકેખી મધુર પીણુ પીતાં પીતાં, પ્રભાતની સુરખીને નિહાળીને, એક ઊંડી જીવનનિર્ણયી વસ્તુનો પરિચય પામનારા કેટલા ? કોઈ જ નહિ, કોઈ જ નહિ, કોઈ જ નહિ ! {{gap}} પણ એથી જ સૃષ્ટિનાં રહસ્યો આટલાં મોંઘાં છે. વિજ્ઞાનપથ આટલો ધીમો છે. માણસ માણસ વચ્ચેની સમજણ આટલી ઓછી છે. જ્ઞાનની કેડી આવી ઝાંખી છે. {{gap}} મને લાગે છે, કોઈક વખત તો માણસે પોતાની ધૂણી જગાવવી જોઈએ. આખી રાત જાગવું જોઈએ. બધે ફેલાયેલા અંધકારને જોવો જોઈએ. પોતાની વિશિષ્ટ વિદ્યાનગરીનો પાયો નાખવો જોઈએ. દરેકના પોતાના મગજમાં પણ એક વિદ્યાધામ બેઠું છે. એને જાગવુ છે ને કોઈ એને જગાડતું નથી ! {{gap}} ખાખીની ધૂણી એ અગ્નિપથનુ પ્રતીક છે. કદાચ એ અગ્નિયોગ છે. અખંડ અગ્નિનો મહિમા એટલા માટે જંગલજીવનમાં મહત્ત્વનો ગણાયો છે. તેાતીંંગ લાકડાં, જલતો અગ્નિ, રાત્રિની નીરવતા, રાખના ઢેફાં, ચીપિયા ઉપર મૂકેલો ઉકાળાનો લોટો, એમનુ એક અભિનવ સ્વરૂપ આપણા નિત્યજીવનમાં પ્રવેશ કરાવવા જેવું નથી ? {{gap}} કેટલાક આ વાંચીને હસે છે ! એમને હું એમ કહું છું, અરે ભાઈ ! તમારી, બકરીના ગળે લટકતા આંચળ જેવી, પેલી નેકટાઇના નિત્યજીવનના પ્રવેશ કરતાં પણ આ વધુ નિરર્થક છે એમ ? હશે, હસો, હસો. હસનારાના જેવો મોટો રડનારો મે તો ક્યારેય જોયેા નથી !<noinclude></noinclude> d02wj9gimluucg30ceno9ale48iun25 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭૩ 104 73507 224093 223722 2026-08-17T16:37:10Z Amvaishnav 156 /* Proofread */ 224093 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૩૮ ]
વિદ્યા માટે''' | }}
{{gap}}'''એક''' વખત એવું બન્યું, કે એક ચાંડાલની પાસે અદ્ભુત જાદુ વિદ્યા હતી. એની પાસે એવી અદ્ભુત વિદ્યા આવી હતી કે હજારો માણસો જોતાં રહે, અને એ ઘડીના છઠ્ઠા ભાગમાં, કાંઈ ન હોય ત્યાં રમણીય ઉદ્યાન અનાવી દે ! સેાપારી સેાપારી જેવડી સુંદર દ્રાક્ષ ઉગાડે, આમ્રફળ લાવે, શેતુર, કદલીફલ અને જામફળ દર્શાવે. સીતાફળ લાવે, રામફળ લાવે, જે કહો તે લાવે. જોનારા ચકિત થઈ જાય, અને અદ્દભુત વિદ્યાના આ સ્વામીને અંતરથી નમી પડે ! ચાંડાલને અભિમાન થાય કે એના જાતભાઈઓને નગરપ્રવેશ કરવો હોય તો, ઘંટો વગાડતાં વગાડતાં આવવું પડે છે, જ્યારે એ પોતે આ વિદ્યાના પ્રતાપે હજારો માણસાનાં શીષ નીચાં નમાવે છે ! {{gap}}એટલે આ વિદ્યા એ કોઈ ને શિખવાડે નહિ. કોઈ શીખવા આવે તો એવી એવી આકરી શરતો મૂકે કે શીખનાર ભાગી જાય ! {{gap}}બાર વરસથી ઓછી મુદ્દત તે કોઈ ને બતાવે જ નહિ. અને આ બાર વરસમાં એવી એવી આકરી કસોની વાત કરે કે<noinclude></noinclude> pwvf5hzr1xcrdojofg2s7u68vsy36d1 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭૪ 104 73508 224094 223723 2026-08-17T16:47:46Z Amvaishnav 156 /* Proofread */ 224094 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬૬||તેજબિંદુ}}
'''</noinclude>આવનારનાં એ સાંભળીને હાંજા જ ગગડી જાય ! {{gap}}એક તો ચાંડાલને ત્યાં બાર વરસ રહેવું એટલે લોકો માથે માત્ર છાણાં થાપવાં બાકી રાખે અને એ શરમભરેલી સ્થિતિ સ્વીકાર્યાં પછી પણ, વિદ્યા મળે કે નહિ, એની કાંઈ જ ખાત્રી નહિ ! {{gap}}ચાંડાલ, સ્વભાવનો એવો ઉગ્ર અને અસરંગી અને તરંગી કે ગમે તે વખતે ગમે તે વાત મૂકે. વાત થાય તો તો ઠીક, ન થાય તે બધાં વરસ પાણીમાં જાય ! ને લોકો બહિષ્કાર કરે ને મશ્કરી કરે એ જુદું. એટલે ચાંડાલની આ વિદ્યા એની એકલાની જ બની રહી. અને એ પોતાના ક્ષેત્રમાં પોતે રાજા જેવો થઈ ને ફરવા માંડ્યો. {{gap}}કોઇ બોલાવે તો સહસ્ર કાર્ષાપણ પહેલા મુકાવે. {{gap}}ગાંધાર દેશનો આ ચાંડાલ સૌની આંખમાં ખૂંચે. પણ એની એકની પાસે વિદ્યા એવી કે સૌનાં મોં સિવાઈ જાય. દરવર્ષે એ તક્ષશિલા આવે. તક્ષશિલાના જાદુવિદ્યાના હજારો વિદ્યાર્થીઓને નાનકડા બનાવીને, વિજયમાળા પહેરીને ચાલ્યો જાય ! {{gap}}પછી તો એણે એમ દાવો કરવા માંડ્યો કે ખરો બ્રાહ્મણ જ હું છું, ને ખરી વિદ્યા મારી પાસે છે. ન માનતા હોય તે મારું એક ફળ, અફળ બનાવી જુએ ! {{gap}}તક્ષશિલા જેવા ભારતખંડના વિદ્યાધામમાંથી ગાંધારનો એક ચાંડાલ આમ વિજયી થઈને ચાલ્યો જાય, એ કોઈ ને ગમે તો નહિ, પણ જયાં સુધી એની વિદ્યા બીજા કોઈ ને કોઠે પડે નહિ, ત્યાં સુધી તો એના અહંકારને કોઈ પડકારી શકે નહિ. વિચાર તો ઘણા કરે કે આની પાસેથી આ વસ્તુ મેળવી લેવી રહી, પણ હિમ્મત કોઈની ચાલે નહિ ! {{gap}}અંતે એક્મ વિદ્યાર્થી નીકળ્યો . તેણે તક્ષશિલાના નામની<noinclude></noinclude> 3h9o7ajdy8c2y9ue2ah0qjtmhzjzyx0 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭૫ 104 73509 224095 223724 2026-08-17T16:57:23Z Amvaishnav 156 /* Proofread */ 224095 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વિદ્યા માટે ||૧૬૭}}
'''</noinclude>ખાતર પોતાની જાતને ઘસીભૂંસી નાખવાનો દૃઢ સંકલ્પ કર્યો. ગુરુની પાસે ગયો. જઈ ને અભિવાદન કરીને ઊભો. રજા માગી. ગુરુ આશ્ચર્યમાં એની સામે જોઈ રહ્યા: ‘બેટા! તુ જાણે છે કે તું કયાં જાય છે? ’ {{gap}}'હા, મણિધરના દરમાં !’ {{gap}}‘ અને મણિધરના દાંત કાઢવા !' {{gap}}‘હા, ગુરુજી! મણિધરના દાંત કાઢવા ! પણ મને ખાત્રી છે, કે હું વિદ્યા લઈને પાછો ફરીશ !' {{gap}}'બાર વરસ પહેલાં તારો છૂટકો નહિ થાય !’ {{gap}}‘હું બે વખત ખાર વરસની ગણતરી કરીને નીકળ્યો છું' ગુરુજી ! એક વખતનું બાર વરસનું સત્ર તો વખતે ફોક જ જાશે ! ’ {{gap}}‘પણ તું શું કરવા આ જોખમ વહોરે છે? તેં તારા માતાપિતાને કહ્યું છે ? ' {{gap}}શિષ્યે માથું નમાન્યું : ‘ ગુરુજી ! મારે તો માત્ર તમારી જ આજ્ઞા લેવાની છે. તક્ષશિલાને દર વર્ષે આમ પરાજય મળે તે મારાથી સંખાતો નથી. મારે જાવું છે !' {{gap}}'પણ તું વિદ્યા મેળવીને આવશે. તે પછી જ તારી કસોટી શરૂ થશે એ તને ખબર છે?’ {{gap}}'ખબર છે ગુરુજી ! મારો કોઈ વિશ્વાસ નહિ કરે. મને કોઈ પાસે નહિ બેસારે. વખતે મારે નગરપ્રવેશ કરવા માટે ઘટા વાપરવી પડશે. બધી જ મને ખબર છે. પણ આ અજિત નગરીને મળતો પરાજય મારાથી દેખ્યો જાતો નથી. એણે અજિત રહેવુ જોઇએ, તો દેશ અજિત રહેશે. આ તો રાષ્ટ્રનો મહાન દુર્ગ છે એ ભેટ્ટાય તેમ છે એમ જ્યારે ગાંધાર જાણશે<noinclude></noinclude> 7jciut8pqvfmrqr26k4232n9vexnegq સભ્યની ચર્ચા:Pristome 3 73598 224100 223906 2026-08-18T06:38:02Z SHB2000 3234 SHB2000એ [[સભ્યની ચર્ચા:Font8388608]]ને [[સભ્યની ચર્ચા:Pristome]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Font8388608|Font8388608]]" to "[[Special:CentralAuth/Pristome|Pristome]]" 223906 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Font8388608}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૨:૩૯, ૩ ઓગસ્ટ ૨૦૨૬ (IST) sw2dbkvm0kslvi685e736whoxfy5z6o ચર્ચા:એ કે લાલ દરવાજે તંબુ… 1 73641 224096 2026-08-18T03:04:55Z Sytelus 4644 /* Lyrics are wrong */ નવો વિભાગ 224096 wikitext text/x-wiki == Lyrics are wrong == Source: Santu Rangili, 1976 https://open.spotify.com/track/5afxoIbUPKfKl6jvQu9bUz?si=ApD7DsLRS9CcStY7seAPSw&utm_source=copy-link It should be: એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, હે અમદાવાદી નગરી, હે એને ફરતી કોટે કાંગરી, હે માણેકનથની મઢી, હે ગુર્જરી જોવા હાલી, કે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી. એ કે લાલ દરવાજે…. (2) સીદી સૈયદની જાળી, હે ગુર્જરી જોવા હાલી,
હે કાંકરીયાનું પાણી, હે ગુર્જરી જોવા હાલી,
કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2) ત્રણ દરવાજા માંહી, માં બિરાજે ભદ્રકાલી,
હે માડી ના મંદરિયે, હે ગુર્જરી જોવા હાલી,
કે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2) [[સભ્ય:Sytelus|Sytelus]] ([[સભ્યની ચર્ચા:Sytelus|ચર્ચા]]) ૦૮:૩૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ (IST) ri6pmxj1cwnbg0zv56jw8i8f7uksrbp 224098 224096 2026-08-18T03:14:47Z Sytelus 4644 /* Lyrics are wrong */ 224098 wikitext text/x-wiki == Lyrics are wrong == Source: Santu Rangili, 1976 Singer: Harshida Raval Music: Avinash Vyas https://open.spotify.com/track/5afxoIbUPKfKl6jvQu9bUz?si=ApD7DsLRS9CcStY7seAPSw&utm_source=copy-link It should be: એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, હે અમદાવાદી નગરી, હે એને ફરતી કોટે કાંગરી, હે માણેકનથની મઢી, હે ગુર્જરી જોવા હાલી, કે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી. એ કે લાલ દરવાજે…. (2) સીદી સૈયદની જાળી, હે ગુર્જરી જોવા હાલી,
હે કાંકરીયાનું પાણી, હે ગુર્જરી જોવા હાલી,
કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2) ત્રણ દરવાજા માંહી, માં બિરાજે ભદ્રકાલી,
હે માડી ના મંદરિયે, હે ગુર્જરી જોવા હાલી,
કે વહુ તમે ના જશો ત્યાં જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2) [[સભ્ય:Sytelus|Sytelus]] ([[સભ્યની ચર્ચા:Sytelus|ચર્ચા]]) ૦૮:૩૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 2fdawm8ndcdks33frwgq3lsgr31ilnm સભ્યની ચર્ચા:Sytelus 3 73642 224097 2026-08-18T03:04:56Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224097 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sytelus}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૮:૩૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ (IST) k4j1kyna3bi9gphdgtxndbp4n3fxddr ચર્ચા:ઘડપણ કોણે મોકલ્યું? 1 73643 224099 2026-08-18T05:08:44Z ~2026-45177-66 4645 /* પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર */ નવો વિભાગ 224099 wikitext text/x-wiki == પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર == yes [[વિશેષ:પ્રદાન/~2026-45177-66|~2026-45177-66]] ([[સભ્યની ચર્ચા:~2026-45177-66|talk]]) ૧૦:૩૮, ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 004vcicqr3fahg9qga43uypvo0vuqkj સભ્યની ચર્ચા:Font8388608 3 73644 224101 2026-08-18T06:38:02Z SHB2000 3234 SHB2000એ [[સભ્યની ચર્ચા:Font8388608]]ને [[સભ્યની ચર્ચા:Pristome]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Font8388608|Font8388608]]" to "[[Special:CentralAuth/Pristome|Pristome]]" 224101 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Pristome]] 4oxic75vgb38qrkm8l5qtxa2koajdib